THE GUJJU AND GUNS SEASON 1 - 22 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 22 (રોકેટ લોન્ચર)

Featured Books
Categories
Share

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 22 (રોકેટ લોન્ચર)

ટોમી , બાબા અને રાહુલ બંગલે આવી ગયા હતા. ટોમીનો આગળનો પ્લાન હતો વનરાજની સાથે સાથે નીરજને મારવાનો.

બાબાને આવતા જોઈ જેનેલિયા પૂછ્યું આ કોણ છે?

ટોમી : આ મારા બાળપણનો મિત્ર બાબા ઉર્ફે કરણ...

જેનેલિયા : હેલ્લો...!

બાબા : હેલ્લો...!

ટોમી , રાહુલ અને બાબા એક અલગ રૂમમાં મિટિંગ માટે ગયા.

રાહુલ : હવે આગળ શું કરવું છે ટોમી?

ટોમી : હું પણ એજ વિચારું છું. બાબા વનરાજના સાથે કોઈ માણસો હશે? મતલબ તેના ગુંડા...

બાબા : વનરાજની સાથે નીરજ કુમાર હશે અને બે ત્રણ માણસો પિસ્તોલ સાથે બસ...

ટોમી : એક કામ કર રાહુલ...તું બાબાને એનો રૂમ બતાવી દે હું...માણસો તૈયાર કરું છું...તમે બંને નાહવાનું પતાવીને મને નીચે મળો.

હવે બાબા પણ ટોમીના ઘરનો સદસ્ય થઈ ગયો હતો.

બાબા તેના રૂમમાં નાહીને બહાર આવ્યો ત્યાં તેની નજર તે રૂમમાં પડેલા લેનલાઈન તરફ ગઈ...ત્યારે લગભગ અગિયાર વાગવા આવ્યા હશે.

બાબા અને રાહુલ તૈયાર થઈ ટોમી પાસે આવ્યા. ટોમીએ નીચે બે કાર અને નવ - દસ માણસોની ગેંગ હથિયાર સાથે તૈયાર કરી હતી.

ટોમી : રાહુલ તમે બેસો ગાડીમાં હું આવ્યો.

ટોમી જેનેલિયા પાસે ગયો.

જેનેલિયા : ટોમી મને બહુ ડર લાગે છે... કંઇક થઈ જશે તો? કાલે પણ તું માંડ માંડ બચ્યો...ના જાવ તો નઈ ચાલે?

ટોમી : જેનેલિયા...કશું નઈ થાય...જો આજે વનરાજને નઈ મારીશું તો કાલે તે આપણા પર હુમલો કરશે...અને તારા પપ્પાનો બદલો પણ લેવાનો છેને?

જેનેલિયા : બટ...ઠીક છે! પણ આ છેલ્લી વાર પછી કોઈ ગોળીબારી નહીં...અને જેટલું વધારે થઈ શકે તેટલી જલ્દી આ ધંધો બંધ કરી દઈશું અને જેટલા પૈસા કમાયા તેનાથી સારો ધંધો શરૂ કરીશું...

ટોમી : જેનેલિયા.... જેનેલિયા.... બસ બઉ ચિંતા ના કરીશ હું હમણાં જ આયો તું એક કામ કરજે તારી ફ્રેન્ડના ઘરે જતી રહેજે...

જેનેલિયા : એતો જવાની જ ને એકલી અહીંયા બોર થઈ જઈશ.

બંને હસવા લાગ્યા અને ટોમી ત્યાંથી જેનેલિયાને બાય! કહી નીકળી ગયો.

*****************

બંને કારો મીઠાખળી જવા નીકળી ગઈ. રાહુલ અને ટોમી એક કારમાં બેઠા હતા જ્યારે બાબા બીજી કારમાં.

લગભગ તેમની ગાડી બાબાએ બતાવેલી જગ્યાએ પહોંચવા આવી હતી. ટોમીને ક્યાંય દૂર દૂર સુધી કોઈ બંગલો દેખાતો ન હતો.

બાબા અને બાકીના માણસોની ગાડી આગળ હતી જ્યારે ટોમીની પાછળ.

થોડી વાર બાદ અમુક ઘરો તેમજ ખંડેર થઈ ગયેલા મકાન દેખાયા. વિસ્તાર થોડો જંગલ જેવો હતો... ટોમીને એવું હતું કે બાબા બરાબર રસ્તે લઈ જાય છે.

જમણી અને ડાબી બાજુ હવે જૂના બંગલા તેમજ ખંડેર હાલતમાં પડેલી હવેલીઓ હતી.

લગભગ પોણા એક વાગવા આવ્યા હશે.

અચાનક ડાબી બાજુ કોઈ જૂની હવેલીમાંથી રાઇફલોથી ફાયરિંગ થવા લાગ્યું અને ફાયરિંગ ખાલી પાછળની ગાડી એટલે ટોમી અને રાહુલ જે ગાડીમાં બેઠા હતા તેના પર થઈ રહ્યું હતું.

ટોમી અને રાહુલ સતર્ક થઈ ગયા અને નીચે જુકી ગયા. ડ્રાઈવરને વધારે ગતિમાં ગાડી ચલાવવાનું કહ્યું.

જોતા જોતા ટોમીના ગાડીના કાંચ તૂટવા લાગ્યા.અચાનક ટાયર પર ગોળી વાગી અને ટાયર ફાટી ગયું અને કારે કાબૂ ગુમાવ્યો અને કાર જમણી બાજુ એક ખંડેર બંગલામાં ઘૂસી ગઈ.

જેવી કાર અથડાઈ જબરદસ્ત અવાજ આવ્યો અને ચારે બાજુ ધૂળ ધૂળ થઈ ગઈ.

ટોમી , રાહુલ અને બાકીના માણસો ફટાફટ ઉતરી બંગલા અંદર દાખલ થયા. બંગલો ખંડેર જેવો હતો અને આગળ મોટો ચોક હતો ત્યાં ટોમી અને રાહુલ બેઠા. થોડી વાર તેમણે શાંતિથી શ્વાસ લીધો.

જ્યારે બાબાએ જોયું કે ટોમીની ગાડી અથડાઈ ગઈ ત્યારે તેણે ડ્રાઈવરને એક ખાલી અને સુરક્ષિત જગ્યાએ ગાડી ઊભી રાખવા કહ્યું.

ટોમી અને રાહુલ બાબા થી લગભગ 200 મીટરના અંતરે હશે.

*****************

ટોમીએ તેના ત્રણ માણસોને દીવાલથી ડોકાચિયું કરીને જોવા કહ્યું.

તેના માણસોએ જેવું મોઢું ઊંચું કર્યું એવુજ ફરીથી ત્યાંથી ગોળીબારી થઈ...દીવાલનો ઉપરનો ભાગ ગોળીઓથી તૂટી ગયો.

ટોમી : રાહુલ એક કામ કરીએ આપણે પાછળથી ફરીને આગળ વધીએ જ્યારે આ લોકો પણ સામે ફાયરિંગ કરી તેઓને વ્યસ્ત રાખશે.

રાહુલ : હા...ચલ

ટોમીના માણસોએ પણ જવાબમાં રાયફ્લોથી ફાયરિંગ કરવાનું શરૂ કર્યું અને ટોમી , રાહુલ પાછળથી કોટ કૂદીને આગળ વધ્યા.

ટોમી અને રાહુલ આગળ વધતા વધતા બાબા પાસે પહોંચી ગયા. બાબા પણ તેની પિસ્તોલ વડે ફાયરિંગ કરી રહ્યો હતો.

સામ સામે એવી રીતે ફાયરિંગ થઈ રહી હતી જાણે એક બોર્ડર પર આર્મીની લડાઈ થઈ રહી હોય.

ટોમી : બાબા...તું તો કહેતો હતો બે ચાર લોકો હશે... આતો આખી ગેંગ છે... હથિયારો સાથે

બાબા : ટોમી મને પણ નહતી ખબર વનરાજે ક્યાંથી આટલા બધા માણસો ભેગા કરી દીધા?

રાહુલ : આ વનરાજને કેવી રીતે ખબર પડી કે ટોમી આવવાનો છે?

ત્રણે જણા મુંઝાયેલા હતા.

લગભગ વીસ થી પચીસ મિનિટ સુધી અટકાઈ અટકાઈને ગોળીબારી ચાલુ રહી.

ટોમીએ હવે પિત્તો ગુમાવ્યો.

બાબા જે કારમાં આવ્યો હતો તે કારમાં બે રોકેટ લોન્ચર પડ્યા હતા.

ટોમીએ એક લોન્ચર કાઢ્યું અને જમીન પર મુક્યું. ટોમીએ બરાબર જોયું કે ક્યાં ક્યાં વનરાજના માણસો છે.

ટોમી : બાબા , રાહુલ હું કહું એટલે બંને ગાડીમાં બેસી જજો ... હથિયાર સાથે...

રાહુલ : પણ પ્લાન શું છે?આગળ ફાયરિંગ થઈ રહી છે...રિસ્ક ખાસો છે...જોશમાં હોશ ના ખોઈશ.

ટોમી : અરે... જોશની કઉ એ...જેમ કહું છું એમ કરો.

ટોમી રોકેટ લોન્ચર લઈને નીચે બેઠો અને જ્યાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું ત્યાં છૂપાઈને લોન્ચર હાથમાં પકડી નિશાન સેટ કર્યું...

(ક્રમશ:)
- Urvil Gor