THE GUJJU AND GUNS SEASON 1 - 21 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 21 (પ્રેશર)

Featured Books
Categories
Share

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 21 (પ્રેશર)

ટોમીએ સામે ઊભેલા બાબાને જોઈ તરત જ તેના માણસોને ઊભા રહેવા કહ્યું...

ટોમી : એક મિનિટ...પકડી રાખ આને...

ટોમીએ તરત બાબાના હાથમાંથી પિસ્તોલ લઈ લીધી અને તેના બે માણસોને બાબાને પકડવા કહ્યું.

ટોમી જેવો હાથમાં શોટ ગન લઈને આગળ વધ્યો ડાબી બાજુ રસોડામાંથી પાંડેએ પિસ્તોલથી ગોળી મારી...ટોમી તરત નીચે ઝૂક્યો...અને એક શોટ ગનની ગોળી ચલાવી... ટોમીની ગોળી સીધી દિવાલના ખૂણે જઈને વાગી અને દીવાલનો ટુકડો તૂટીને દીવાલને અડીને ઉભેલા પાંડેના આંખની નીચે વાગ્યો...

પાંડે થોડો પાછળ ગયો અને બીજી બે ત્રણ ગોળી ચલાવી પણ એક પણ ટોમીને ના વાગી. તેટલામાં ટોમીના માણસો આગળ વધવા ગયા એટલામાં ટોમીએ તેમને રોક્યા અને ના પાડી...

ટોમીએ તરત ઝડપથી શોટ ગન રીલોર્ડ કરી ધડા ધડ બે ત્રણ ગોળી ફટાફટ ચલાવી.

પાંડેની લગભગ ગોળીઓ ખાલી થઈ જવા આવી હતી...

બહારથી ટોમીએ કહ્યું કે હું ખાલી વનરાજને મારવા આવ્યો છું...તું ખાલી વનરાજને પતો બતાવી દે...હું તને જવા દઈશ.

ટોમીનું ડેરીંગ જોતા બાબા પણ આશ્ચર્યમાં મૂકાયા થોડો તે પણ ડરવા લાગ્યો હતો અને ટોમીના માણસોએ તેને પકડી રાખ્યો હતો.

પાંડેએ કહ્યું કે તેને કશી ખબર નથી કે વનરાજ ક્યાં છે.

ટોમી જોરથી બોલવા લાગ્યો કે જો તેને બતાવશે નહીં તો ખતમ કરી નાખશે.

આ સાંભળતા પાંડેએ વધારે ગોળીઓ ચલાવી અને તેના પિસ્તોલની ગોળીઓ ખાલી થઈ ગઈ...જેવી ગોળીઓ ખાલી થવાનો અવાજ આવ્યો...તરત જ ટોમી અંદર ગયો અને ધાડ દઈને પાંડેના પગ પર ગોળી મારી.

પાંડેના પગ વચ્ચે જ ગોળી વાગી જેથી તેનુ હાડકું ફાટી બહાર આવી ગયું.

ટોમી તેના આગળ જઈ બે પગ ઉપર બેઠો અને તેને કહેવાનું શરૂ કર્યું.

ટોમી : જો તું ખાલી વનરાજનું સરનામું આપી દે હું તને નઈ મારું...જો નહીં બતાવે તો આ શોટ ગન જોઈ...એકજ ગોળી તારું માથું ફાડી નાખશે.

પાંડે પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો અને પોતાની મોત સામે જોતા ગભરાતા ગભરાતા બોલ્યો...

પાંડે : મને ખરેખર નથી ખબર...વનરાજ ક્યાં છે તે ખાલી મને લેન લાઈન પર ફોન કરે છે... બસ તે ક્યારેય મારા ફ્લેટે આવતો નથી.

ટોમીએ પાંડે સામે એક ધારે જોયું અને કહ્યું

' બરોબર...'
આટલું કહેતા ટોમીની નજર પાંડેના હાથ પર પહેરેલી લકી પર પડી.

ટોમીને કંઇક યાદ આવ્યું કે આ લકી ક્યાંક જોઈ છે કારણકે આવી લકી ભાગ્યેજ કોઈના જોડે હતી...

તેણે પોતાના મગજ અને યાદશક્તિ પર જોર લગાવ્યું અને યાદ આવ્યું.

ટોમી તરત જ ગુસ્સા મોઢાં સાથે ઉભો થયો અને શોટ ગનને ફરીથી રીલોર્ડ કરી.

ટોમી : કેમ માર્યા મારા માં બાપ ને?

પાંડે : શું ? શું બોલી રહ્યો છે તું?

ટોમી : વધારે નાટક ના કરીશ... ચોખ્ખું બતાય કેમ માર્યા મારા માં બાપ ને... મેં મારી માતાને જેણે ગોળી મારી હતી તેના હાથમાં પણ આવીજ લકી હતી ..

પાંડે ગભરાયો અને થોડો ખચકાયો ..

પાંડે : ટો. ટો.. ટોમી મેં ખરેખર કશું નથી કર્યું.
એટલામાં ટોમીએ જોરથી બોલતા બીજી એક ગોળી તેના પગે મારી... પાંડેના પગમાં મોટું છેદ થઈ ગયું હતું.

અસહ્ય વેદના સાથે પાંડેના મોઢાંમાંથી નીકળી ગયું કે તે દિવસે તેના જોડે બાબા પણ હતો.

ટોમીએ આ સાંભળતા ગુસ્સા સાથે બીજુ કંઈ પૂછ્યા વગર આંખો બંધ કરી અને શોટ ગનની એક ગોળી પાંડેના કપાળ પર મારી દીધી.

માથું ફાટવાનો જબરદસ્ત અવાજ આવ્યો. પાંડેના માંથાનું માંસ પાછળ દીવાલ પર ચોંટી ગયું અને લોહીના છાંટા પણ ટોમીના મોઢાં પર ઉડ્યા.

****************

ત્યારબાદ ટોમી સીધો બાબા તરફ ગયો અને તેના માંથા પર ગન રાખી પૂછ્યું કે કેમ મારા માતા પિતાને
માર્યા.

ટોમીએ માણસને દરવાજો બંધ કરવા કહ્યું અને બાબાને નીચે બેસાડ્યો અને ટોમી પોતે પાટ પર બેઠો અને ગન તેના તરફ કરીને પૂછવાનું શરૂ કર્યું.

ટોમી : કેમ... " કરણ " કેમ?

તમે બરોબર વાંચ્યું બાબા ઉર્ફે કરણ , ટોમી એટલે સમરનો નાનપણનો મિત્ર.

બાબા : હું કહું છું...તે દિવસે શું થયું હતું...

ટોમીએ બાબાની ફેંટ પકડી અને કહ્યું
' હવે શું કહીશ તું સાલા... મિત્રતાની ધજીયા ઉડાઈ દીધી ...મારા માં બાપે શું બગાડ્યું હતું તારું.

બાબા : હું...કહું છું સમર મેં ખરેખર કશું નથી કર્યું.

ટોમી : કોલ મી ટોમી!

બાબા : ટો...ટોમી એક દિવસ જેલથી પાંડે છૂટીને આવ્યો. હું તેની રાહ રેલવે ટ્રેક પર કરી રહ્યો હતો.
તેણે મને એક પિસ્તોલ સાચવવા આપી હતી... તે લેવા આવ્યો હતો તે લઈને ત્યાંથી નીકળી ગયો.

ત્યાર બાદ તે કદાચ તારા પપ્પાની દુકાને ગયો અને ત...તા.. તારા પપ્પાને... અઅઅઅ ગોળી મારી દીધી.

આ બધું સાંભળતા ટોમીને ગુસ્સો પણ આવી રહ્યો હતો અને સાથે સાથે ભાવુક પણ થઈ રહ્યો હતો.

બાબા ઉર્ફે કરણે આગળ કહેવાનું શરૂ કર્યું.

' ત્યારબાદ પાંડેએ મને કહ્યું કે તેનો એક માણસ ભાગી ગયો છે અને એક માણસ ખાલી સપોર્ટ માટે જોઈએ છે...એટલે હું અને પાંડે અને એક હજુ યુવાન હતો જેને તે ગોળી મારી હતી ...અમે બધા માસ્ક પહેરી તારા ઘરે આવ્યા અને...પણ મેં ખાલી પિસ્તોલ હાથમાં પકડી હતી અને લોકોને ડરાવતો હતો...પણ ગોળી ખરેખર પાંડેએ જ મારી હતી...

ટોમીએ એ તો જોયું હતું કે એક માણસે બીજાના હાથમાંથી પિસ્તોલ લઈ લીધી હતી... તે પાંડે હતો.

ટોમીએ બાબાના ગભરાયેલા મોઢાં સામે જોયું. બાબાએ ખાલી સાથ આપ્યો હતો. ટોમીને થયું કે એક જીવન આપવું જોઈએ સાથે સાથે પૂછ્યું કે વનરાજ માટે ક્યારથી કામ કરવાનું શરૂ કર્યું.

બાબા : એક દિવસ 1985ના દંગા વચ્ચે સરસપુરમાં મેં એક છોકરાને પાંડેની પિસ્તોલથી મારી દીધો હતો ખબર નહીં વનરાજે ક્યાંથી મારા ફોટા ખેંચી લીધા.

વાચકોને યાદ હોય તો તે વખતે ત્રણ માળના મકાનમાંથી એક યુવાન કરણને જોઈ રહ્યો હતો તે વનરાજ હતો.

પછી એક દિવસ પાંડે આવ્યો અને મને વનરાજ પાસે લઈ ગયો...પરંતુ રસ્તામાં પાંડેએ કહ્યું કે નામ બદલી નાખ એટલે મેં મારું નામ બાબા રાખ્યું.

ટોમી : તારા મમ્મી પપ્પા?

બાબા : એમણે મને પછી ઘરેથી કાઢી નાખ્યો. હું આ આડી અવળી લાઈને ચઢ્યો એટલે...

ટોમીને આ બધું સાંભળી ખૂબ દુઃખ થયું પણ... તેણે પણ સામે એક શરત મૂકી કે બાબા તેના માટે કામ કરશે.

આ હતી ટોમીની અત્યાર સુધીની મોટી ભૂલ.

બાબા અને ટોમીના માણસો ત્યાંજ એજ રૂમમાં રાહ જોઈને બેસી રહ્યા વનરાજના ફોન આવવા સુધી...

લગભગ સવારે વહેલા ચાર વાગે લેનલાઈનની રીંગ વાગી...પ્લાન મુજબ બાબાએ ફોન ઉઠાવ્યો અને સ્પીકર કર્યો.

વનરાજ : હેલ્લો...પાંડે?

બાબા : હું બાબા બોલું...

વનરાજ : પાંડે ક્યાં છે?

બાબા : એ...

ટોમીએ બેઠા બેઠા ઈશારો કરી કહેવા કહ્યું કે તે સુવે છે...

વનરાજ : હા...તો આજે બપોરે એક વાગ્યાની આસપાસ...નીરજ કુમારના મીઠાખળીવાળા ઘરે આવીજા ... આગળનો પ્લાન બનાવવાનો છે પેલા લુખ્ખા બે કોડીના ટોમી કુતરા માટે...

આ સાંભળતા બાબાએ ટોમી સામે જોયું ...જ્યારે ટોમી ધીમી ધારે હસ્યો અને પોતાની શોટ ગન ઊંચી કરી બાબાને બતાવી...

બાબા : હા...આવી જઈશું.

એટલું કહી બાબાએ ફોન મૂકી દીધો.

ટોમી : તે જોયું છે ને ઘર?

બાબા : હા...જોયું છે

ટોમી : તો... ચલો તૈયારી શરૂ કરીએ..

એટલું કહી ટોમી ઉભો થયો...એટલામાં બાબા બોલ્યો

' મને પ્રેશર આવ્યું છે...હું જરાક...?'

ટોમી બાબાને ગાળો બોલી તેનું મજાક ઉડાઈને હસતા હસતા દરવાજા પાસે ગયો...

રાહુલ : ટોમીને જોઈને બધાનું બધું છૂટી જાય છે.

ટોમી : હું નીકળું છું... રાહુલ , લાશ ઠેકાણે લગાવી...બાબાને લઈને તમે લોકો બંગલે આવી જજો.

(ક્રમશ:)
- Urvil Gor