THE GUJJU AND GUNS SEASON 1 - 20 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 20 (ટોમીનો બદલો -૧)

Featured Books
Categories
Share

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 20 (ટોમીનો બદલો -૧)

ડિસોઝાના મૃત્યુને લગભગ એક મહિનો થવા આવ્યો હશે. ટોમીએ તેના બંગલે તેમજ કારખાનામાં સુરક્ષા વધારી દીધી હતી.

ધંધો ધીમી ધારે ચાલી રહ્યો હતો. એક દિવસ શાંત મગજે ટોમીએ પોલીસ કમિશનરને ફોન કર્યો.

કમિશનર : હેલ્લો...

ટોમી : ટોમી....

કમિશનર : હા...ટોમી બોલો

ટોમી : શું બોલો? ભર રાતે કોઇ હુમલો કરીને જતું રહે છે...અને તમને ખ્યાલ હતોને કોની હિંમત થાય મને અને ડિસોઝાને અડવાની?

કમિશનર : અઅઅઅ...ટોમી મને ખાલી એટલો જ ખ્યાલ હતો કે વનરાજ અને નીરજ બંને જેલમાંથી મુક્ત થવાના છે...પણ મને થોડી ખબર અને કે તે લોકો આવું કરશે.

ટોમી : જાણ કરવાનું કીધું હતું મેં...યાદ હતું?

કમિશનર : ખરેખર હું ભૂલી ગયો હતો... પ્લીઝ

ટોમી : હવે મને બચાવવાની ફરજ તમારી...જ્યાં હશે ત્યાજ હું પહોંચી જઈશ...અને તેમની લાશ ગમે ત્યાં મળશે તમને...

આટલું કહી ટોમીએ ફોન કટ કરી દીધો.

*****************

ટોમીના માણસોએ ખાસુ શોધવાની કોશિશ કરી પરંતુ વનરાજ તેમજ નીરજ કુમારનો કોઈ પતો ન મળ્યો.

એકલા હાથે ધંધો ચલાવવો ટોમી માટે ખૂબ કાઠું થઈ રહ્યું હતા છતાં તેણે શરૂ રાખ્યું.

હવે ટોમી નવા પ્લાન બનાવવાની તૈયારીમાં હતો. હવે ટોમી તેના નામની ધાગ આજુબાજુના શહેરોમાં પહોંચાડવવા માંગતો હતો.

તે પોતે નીડર થઈ વડોદરા , સુરત , રાજકોટ શહેરની મુલાકાત લેવા લાગ્યો. ટોમીનું નામ તો લોકોએ સાંભળ્યું હતું પરંતુ તેને ભાગ્યે જ કોઈએ જોયો હતો.

ટોમીએ એક નવી યુક્તિ સૂઝી... તેણે દરેક શહેરના લોકલ ગુંડાને મળવાનું શરૂ કર્યું અને તેમને મફતના પૈસા આપી ખાલી ટોમી માટે કામ કરવા કહ્યું.

ટોમીને શરૂઆતમાં થોડી તકલીફ થઈ પરંતુ પછી થી ધીરે ધીરે કરીને લોકલ ગુંડા ટોમી માટે કામ કરવા લાગ્યા...પૈસા બધું કરાવી શકે .

ટોમીના આ પગલાંથી તેના ડ્રગ્સ તેમજ શરાબના ધંધામાં સરળતા થઈ અને વેચાણ વધ્યું.

લગભગ આજુબાજુના ચાર શહેરોમાં ટોમીના નામની ચર્ચા થવા લાગી. અહમદાબાદ સિવાય કોઈ પણ શહેરમાં સમસ્યા થાય તો ટોમીના પાળેલા કુતરા સંભાળી લેતા.

****************

ટોમીનું હવે આગળનું પગલું હતું ગજરાજ અને નીરજ કુમારને ખતમ કરવાનું પરંતુ તે બંને ક્યાં છુપાયા હતા તેનો કોઈ પતો ન હતો.

એક દિવસ ટોમી એક ઉંમરથી થોડા વૃદ્ધ માણસ સાથે મળ્યો.

વાત કરતા કરતા તેણે પોતાનું નામ રમણ બતાવ્યું જે અહમદાબાદમાં લોકલ શરાબનું વેચાણ કરતો હતો.

એક વખત વનરાજ જેના વિશે વાત કરતો હતો તેજ રમણ કાકા.

રમણ કાકાએ વનરાજ વિશે તો કશી ખબર નથી કહ્યું પરંતુ તેણે પાંડેનું સરનામું આપ્યું અને કહ્યું કે અત્યારે પાંડે તેને થોડી શરાબ વેચવા માટે આપે છે.

ટોમીને તરત લાઈટ થઈ કે પાંડે તેજ દરિયાપુરવાળો.

ટોમીને હવે ઝડપથી બદલો લેવાની ઉતાવળ થવા લાગી.

ટોમીએ રમણ કાકાને નોટોનું બંડલ આપ્યું અને કહ્યું કે આજથી ટોમીના માણસો તેમની રક્ષા કરશે અને હવે ટોમી તેમને શરાબ વહેંચવા આપશે. આ સાંભળતા રમણ કાકા ખુશ થઈ ગયા.

આખરે ટોમીને વનરાજના એક ખાસ માણસનું સરનામું મળી ગયું હતું.

એક રાતે પાંચ માણસોની એક ટીમ બનાવી જબરદસ્ત હથીયારોથી સજ્જ.

બે કાર લઈ રમણ કાકાના બતાવેલ એડ્રેસ પર ટોમી અને તેના માણસો નીકળ્યા.

ટોમી ત્યાં પહોંચી ગયો. એડ્રેસથી થોડે દૂર તે લોકોએ કાર ઊભી રાખી.

ત્યાં બે ત્રણ સળંગ ફ્લેટ્સ હતા. પાંડેનો બ્લોક નંબર હતો ત્રણ.

રાતના લગભગ એક વાગતાં હશે. તેઓએ કાર સીધી ત્રણ નંબરના બ્લોક નીચે ઊભી રાખી અને હથીયારો હાથમાં લઈ અવાજ કર્યા વિના સીડીઓ ચઢવા લાગ્યા.

સૌથી આગળ ટોમી તેજ રેટ્રો ચોરસ નંબરના ચશ્માં અને ટાઇટ શર્ટ પહેર્યો હતો અને ઉપરના બે બટન. એકદમ ગેંગસ્ટરના રીતે નીડર સીડીઓ ચઢી રહ્યો હતો.

તેની પાછળ રાહુલ હતો અને તેની પાછળ બાકીના માણસો.

પાંડેનો ફ્લેટ નંબર હતો , પાંચમે માળ , ઘર નંબર 20.

તેઓ ત્યાં પહોંચી ગયા અને ટોમીએ દરેકને અવાજ ન કરવા કહ્યું.

ટોમીએ દરવાજો ખખડાવ્યો. આટલી રાતે દરવાજો ખખડતા પાંડે સતર્ક થયો અને પિસ્તોલ રીલોર્ડ કરી તૈયાર થઈને બેઠો.

ટોમીએ ફરીથી દરવાજો ખખડાવ્યો...

દરવાજો જેવો ખોલ્યો... તરતજ ટોમી અને તેના માણસોએ બધી ગન દરવાજા ખોલવાવાળાના સામે કરી...

ટોમીએ પણ પોતાની ડબલ બેરલ શોટ ગન તેના કપાળ પર રાખી...

ડબલ બેરલ શોટ ગનની એક ગોળી નજીકથી કોઈના માથે વાગે તો સામેવાળાના માથાનાં બે ફાળ થઈ જાય.

દરવાજો બાબાએ ખોલ્યો હતો અને તેના હાથમાં પણ પિસ્તોલ હતી.

ટોમીએ સામે ઊભેલા બાબા ને જોઈ તરત જ તેના માણસોને ઊભા રહેવા કહ્યું...

(ક્રમશ:)
- Urvil Gor