ભૂતકાળ
1989 , અહમદાબાદ
નીરજ કુમાર તેમજ વનરાજના જેલમાં જવાના બાદ ડિસોઝાને થોડી રાહત તો થઈ હતી પરંતુ તરત જ ધંધો શરૂ કરાય તેમ ન હતું.
ડિસોઝાએ શાંતિથી બેસીને વિચાર્યું કે વનરાજનો ધંધો આટલો મોટો કઈ રીતે બન્યો અને કઈ રીતે તે અહમદાબાદ સિવાય બાકીના ચાર - પાંચ શહેરોમાં માલ પહોંચાડતો હતો.
વનરાજે નવો પ્લાન બનાવવાનો શરૂ કર્યો. તેને ખ્યાલ હતો કે આજ મોકો છે પોતાનો ધંધો જમાવવાનો પરંતુ તેમાં થોડુક જોખમ હતું. ડિસોઝાને બે - ત્રણ એવા માણસની જરૂર હતી જે વનરાજ પાસે હતા.
************
નવેમ્બર , 1989
સાબરમતી જેલ
કેદીઓને મળવા તેમના પરિવરજનો મળવા આવતા હતા. સમરે પહેલેથીજ કોઈને મળવા માટે આવવાનું ના કહી દીધું હતું.
એક વાર ટાઇગરને કોઈ મળવા આવ્યું. ટાઇગરને છેલ્લા ચાર વર્ષથી કોઈ મળવા આવ્યું ન હતું. આ જોઈને તેને થોડું આશ્ચર્ય થયું પરંતુ તે મળવા ગયો.
તેણે જોયું તો સામે કોણ ડિસોઝા.
ડિસોઝા : કેમ છે...ટાઇગર? ઓળખ્યો?
ટાઇગર :ડિસોઝા.... રાઈટ?
' યસ...શું ચાલે છે?
' એકદમ મસ્ત .. તમારો ધંધો કેમનો ચાલે છે?
' અરે... એ ધંધો તો બંધ થઈ ગયો હતો...'
' કેમ ...શું થયું?
' એ લાંબી વાત છે...તું એટલું જણાવ તારે બહાર આવવાની કેટલી વાર છે?
' હજુ ....લગભગ છ - સાત વર્ષ તો ખરા કેમ?'
' હું ફરીથી ધંધો શરૂ કરી રહ્યો છું...પણ તેમાં જોખમ જેવું છે...તો મને બે - ત્રણ ખતરનાક માણસો જોઈતા હતા.
' બરોબર...પણ મારેતો હાલ અવાય એવું નથી...પણ મને થોડાક મહિના આપો હું તમને એક માણસ આપું...ખૂબ કામનો છે '
' પહોંચી શકે એવો છે? સામેવાળાની હવા ટાઇટ થઇ જવી જોઈએ તેને જોતા જ કોઈ એવો માણસ જોઈએ.'
ટાઇગર : અરે...ખાલી થોડા મહિના આપો હું તમારી જોડે મોકલીશ...ખાલી એડ્રેસ આપી દેજો.
ડિસોઝા : એડ્રેસ એજ છે જુનું...
ટાઇગર : ઓકે...થઈ જશે કામ.
બંનેનો વાતચીત કરવાનો સમય પૂરો થઈ ગયો.
બંને ત્યાંથી અલગ પાડયા.
**************
એક વાર સમર જેલના જીમખાનામાં બરાબર પરસેવાથી રેબઝેબ થઈ કસરત કરી રહ્યો હતો તેટલામાં ફેઝલ દોડતો આવ્યો અને કહ્યું કે ટાઇગરને કોબ્રા અને ગજરાજ ભેગા થઈને મારી રહ્યા છે.
સમરે આ સાંભળતા તેને સાધનો પછાડ્યા અને ભાગતો ભાગતો ફેઝલ સાથે ગયો. ત્યાં જોયું તો શું...
રસોડના પાછળના ભાગમાં ટાઇગર માર ખાઈ રહ્યો હતો.
સમર સીધો ત્યાં ગયો અને કોબ્રાને પાછળથી પકડી ફેરવ્યો અને ગજરાજને ધક્કો માર્યો.
એટલામાં પાછળથી કોબ્રાએ આવીને સમરને દીવાલમાં ધક્કો માર્યો અને પેટમાં બરાબર મુક્કા મારવા લાગ્યો.
એટલામાં ફેઝલે આવીને કોબ્રાને પકડી તેને નીચે પડ્યો અને તેના પર બેસી તેના મોઢાં પર ફેંટો આપી.
ગજરાજ ઉભો થઇ દોડતો ફેઝલ તરફ જઈ રહ્યો હતો એટલામાં સમરે વચ્ચેથી ડાઇવ મારી ગજરાજને લાકડાંના કબાટમાં લઈને પડ્યો. લાકડાનું કબાટ તોડી બંને અંદર ઘુસી ગયા.
ટાઇગર ખૂબ ઘાયલ હતો જેથી કશું ના કરી શક્યો.
પેલી બાજુ કોબ્રાએ પોતાનું ભારે શરીર ઉપયોગમાં લઈને ફેઝલને હટાવ્યો અને તેને લાત મારી લોખંડની જાળી હતી તેમાં ધક્કો માર્યો અને તેની પાંસળીઓ પર જોરદાર મુક્કા મારવા લાગ્યો.
ગજરાજ કબાટની અંદરથી બહાર પડેલા ચપ્પુને ઉઠાવવાની કોશિશ કરી રહ્યો હતો જ્યારે સમર તેને રોકી રહ્યો હતો. આખરે સમરે ગજરાજને કોણી મારી ચપ્પુ લીધું અને ગજરાજના પેટમાં ચાર - પાંચ વખત ખોસી ખોસીને બહાર કાઢ્યું.
સમર તરત ઉભો થઇ કોબ્રા તરફ ગયો અને તેને પાછળથી ચપ્પુના ઘા માર્યા.
રસોડનાં પાછળના ભાગમાં જમીન પર લોહી લોહી થઈ ગયું હતું.
તરત જ બીજા કેદીઓ જોવા આવી ગયા અને જેલર પણ આવી ગયા. સમરે ચતુરાઈથી ચપ્પુ ક્યાંક ફેંકી દીધું અને ટાઇગરને ઉઠાવીને તેના રૂમ તરફ લઈ જવાનું શરૂ કર્યું.
એટલામાં કલ્લું આવ્યો. તેણે આ જોયું અને ફટાફટ ફેઝલને ઉઠાવ્યો અને તેને પણ તેના રૂમમાં આરામ કરવા લઈ ગયો.
*****************
લગભગ થોડા દિવસ વીત્યા. ટાઇગરને મનમાં થયું કે તેણે નિર્ણય ખોટો નથી લીધો. ટાઇગરને જેલમાંથી છૂટવાની હજુ છ સાત વર્ષની વાર હતી.
એકદિવસ સમર અને ટાઇગર બેઠા હતા.
ટાઇગર : શું કરીશ બહાર જઈને?
સમર : ખબર નઈ... કૉલેજ પણ અધૂરી હતી.... પરિવારના સભ્યો પણ અમુક રાખે અમુક ના રાખે તેવા છે.
ટાઇગર : આટલી હિંમત છે... સામાન્ય જીવન જીવવા માટે ના જતો. ભગવાને જેલમાં તને લોખંડી માણસ રીતે ઘડાવા મોકલ્યો હતો...એટલું યાદ રાખજે.
સમર : હા...મને લાગે છે કે હજુ પણ પોલીસે મારા માતા પિતાની હત્યા કરનારા ને નથી પકડ્યા...હું જાતે તેમને મારવા માંગુ છું...
ટાઇગર : સામાન્ય માણસની રીતે મારીશ તો પાછો અંદર આવીશ ... ધાગ બનાય... આ પોલીસ તંત્ર તેમજ અમુક નેતા... બધું મોટા ભાગનું પૈસા તેમજ પાવરથી ચાલે છે...
સમર : એ...તો ખબર છે પણ શરૂ ક્યાંથી કરું એ ખબર નથી પડતી.
ટાઇગર : તને એક પિતા જેવા વ્યક્તિની જરૂર છે સલાહ માટે...તારે કેટલા મહિના બાકી છે હજુ?
સમર : બે!
*****************
1990,
બે મહિના પણ વીત્યા હવે સમરનો ટાઇગર તેમજ તેના મિત્રો સાથેથી અલવિદા લેવાનો સમય આવ્યો.
સમરને ટાઇગરે જ આવો નીડર બનાવ્યો. તેણે દરેક જગ્યા જોઈ એક એક વાર જ્યાં તેણે ત્રણ વર્ષમાં અમુક પળો વિતાવ્યા.
જતા જતા ટાઇગરે તેને એક નાનકડી કાગળની પરચી આપી.
સમર જોડે ખાલી એક કપડાનો ઠેલો હતો તેમાં એક જોડી કપડાં, જેલમાં અવનવું કામ કર્યું હતું તે કમાયેલા થોડા રૂપિયા અને બીજી નાની જરૂરિયાતની ચીજવસ્તુ.
આખરે સમર ગજવામાં ટાઇગરે આપેલી પરચી મૂકીને જેલની બહાર પગ મૂક્યો.
(ક્રમશ)
- Urvil Gor