THE GUJJU AND GUNS SEASON 1 - 15 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 15 (સરકારના ગણતરીના દિવસો)

Featured Books
Categories
Share

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 15 (સરકારના ગણતરીના દિવસો)

ધારાસભ્ય નીરજ કુમારના બંગલે ગોળીબારી થઈ. મુખ્યમંત્રીને ખબર પડી કે તેમની જ સરકારના ધારાસભ્યે પોતાના બંગલામાં કાયદા વિરુદ્ધ દારૂ પાર્ટી કરી.

મુખ્યમંત્રીએ ચોખ્ખો આદેશ આપ્યો કે કડક પગલાં લેવા.

વનરાજે કમિશનરને ફોન લગાવ્યો.

વનરાજ : અરે...સાહેબ આ શું થયું? કોણે ગોળીબારી કરાવી?

કમિશનર : મને કશુજ ખબર નથી. મને ઉપરથી ઓર્ડર આવી રહ્યો છે કે આના સામે પગલાં લેવા.

વનરાજ : અરે...પણ હું પણ પાર્ટીમાં હતો અને બધો સ્ટોક મારો હતો...કમિશનર કઈક ઉકેલ લાવજો. જેલમાં જવાના વારા આવશે...જેટલા માંગશો તેટલા પૈસા આપીશ...પણ મારો ધંધો અને મને બચાવી લેજો.

કમિશનર : આ વખતે ખૂબ મુશ્કેલ છે...બધા અખબારમાં , સમાચારમાં આવી ગયું છે અને જનતા ભડકી ઉઠી છે.

વનરાજ : અરે...માંગો તેટલા આપીશ...બધું તમારા ઉપર છે કઈક કરજો...

કમિશનર : જોઈશું...

આટલું કહી કમિશનરે ફોન કાપી નાંખ્યો...

વનરાજ : હેલ્લો...હેલ્લો...અરે

' આ કમિશનર પણ ફરી ગયો...'

*********************

જનતા આ સમાચાર જોતા જ ભડકી ઉઠી હતી અને આના સામે પગલાં લેવા માટે ધરણા પર ઉતરી...અમુક જગ્યાએ રેલીઓ કાઢી... સરકાર સામે પણ રોષ ઠાલવ્યો કે આમ જનતા માટે કડક નિયમ અને આ મોટા મોટા નેતાઓ તેમજ માલદાર પાર્ટીઓ માટે કશું નહીં?

આ વખતે સરકારે કડક પગલાં લેવાની ભલામણ કરી. કમિશનર તેમજ પોલીસ તંત્રને કામે લગાડવામાં આવ્યા.

સાથે સાથે નીરજ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પાર્ટીમાં જેટલા હાજર હતા બધાને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા અને તેમની સામે નિયમો ભંગ કરવાની ફરિયાદ નોંધાઈ.

અમુક લોકો પૈસા આપીને બેલ પર ઘરે આવ્યા જ્યારે અમુકને લોકઅપમાં જવાના વારા આવ્યા.

સબ ઇન્સ્પેક્ટર અને અનેક કોન્સ્ટેબલો જ્યાં જ્યાં દેશી ભઠ્ઠીઓ અને શરાબો બનતી હતી બધે દરોડા પાડયા અને કેરબે કેરબા ખાલી કર્યા.

વનરાજને શંકા ગઈ કે તેની હાલ દુશ્મની ડિસોઝા સાથે થઈ છે...કદાચ તેણે જ આ બધું કરાવ્યું હશે.

વનરાજે પીઆઈ જાધવને ડિસોઝા વિશે કહ્યું અને તેના ઠેકાણાના સરનામાં આપ્યા.

જાધવે તે આપેલા સરનામે રેઇડ પાડી પરંતુ ડિસોઝાએ પહેલેથીજ બધું ગાયબ કરી રાખ્યું હતું.

આખરે પોલીસે ડિસોઝાના ઘરે પહોંચી.

જાધવ : મિસ્ટર ડિસોઝા...

ડિસોઝા મેઈન હોલમાં જ બેઠો હતો.

ડિસોઝા : અરે...પીઆઈ સાહેબ...કેમ શું થયું?

જાધવ : તમારા બંગલાની તપાસ લેવી હતી. આ રહ્યું સર્ચ વોરંટ...

ડિસોઝા : હા... હા... હા... મતલબ બીજા ફસ્યા એટલે મારા સુધી રેલો લાવવાનો...સરસ સરસ કરો સર્ચ...કશું નથી કરતો હું... અહમદાબાદમાં હું વેકેશન મનાવવા આવ્યો હતો...કોઈ શરાબની ફેકટરી ખોલવા નહિ...કરો સર્ચ.

પોલીસે સર્ચ શરૂ કર્યું.લગભગ બે - ત્રણ કલાક સર્ચ કર્યા બાદ પણ પોલીસને એક શરાબની બોટલ ના મળી... ડિસોઝાએ તેના માણસોને પણ ક્યાંક જતા રહેવા કહ્યું હતું.

ડિસોઝા આ આખી ઘટનામાંથી સુરક્ષિત રીતે બચી ગયો.

લગભગ ત્રણ મહિના સુધી બધો ધંધો બંધ થયો. દર મહિને અદાલતમાં તારીખ નીકળતી અને પૈસા આપી ધારાસભ્ય અને વનરાજ બચી જતા.

જનતાનો રોષ ઉગ્ર બની રહ્યો હતો. આખરે અદાલતને નિર્ણય લેવો પડ્યો.

વનરાજ તેમજ નીરજ કુમારના વકીલોએ ખાસી મથામણ કરી પરંતુ કશુજ ના થયું.

અદાલતમાં આમ જનતા પણ બેસી હતી. લોકોએ જજ સાહેબને ખાસી મોટી લાંચ આપી.

છેવટે જજે નિર્ણય લીધો વનરાજ તેમજ નીરજ કુમારને એક એક વર્ષની સજા થઈ.

નીરજ કુમારે અને વનરાજે ખૂબ પૈસાનું પાણી કર્યું ત્યારે જજે એક વર્ષ સુધી લાવ્યા નહીંતર બંને ઓછામાં ઓછા ચારથી પાંચ વર્ષ સુધી અંદર જાત.

સાથે સાથે જેટલા પાર્ટીમાં હાજર હતા તેમને પણ અમુક દંડ કર્યો.

વનરાજને નક્કી ખાતરી હતી કે આ બધું ડિસોઝાએ જ કરાવ્યું છે. તેણે નીરજ કુમારને પણ આ વાતની જાણ કરી.

બંનેએ ડિસોઝાને બરબાદ કરી નાખવાનો સંકલ્પ લીધો .

પોલીસ તંત્ર પણ એ વાતની શોધખોળ કરવામાં લાગી ગઈ કે આખરે આ ભયંકર હથિયાર સાથે ગોળીબારી કોણે કરી?

(ક્રમશ:)
- Urvil Gor