THE GUJJU AND GUNS SEASON 1 - 10 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 10 (સાબરમતી જેલ)

Featured Books
Categories
Share

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 10 (સાબરમતી જેલ)

1987, સાબરમતી જેલ

એક વીસ વર્ષનો છોકરો , ઊંચાઈ લગભગ પાંચ ફૂટ આંઠ ઇંચ , શરીરે સાવ પાતળો , દાઢી મૂંછના વાળ હજુ ફૂટ્યા હતા , એક ગોળ કાળા કલરના નંબરના ચશ્માં પહેર્યાં હતાં અને માથે ટકલુ કરાવેલું , ગુન્હેગારોની લાઈનમાં ઉભો હતો.

લાઈન ધીરે ધીરે આગળ વધી રહી હતી.

' નામ? .....અરે નામ બોલ શું મોઢું જોઈ રહ્યો છે ? ' ત્યાં બેઠેલા જેલર જે બધના વારા ફરતી નામ લખી રહ્યો હતો તેણે જોરથી ખખડાવતા કહ્યું.

' સ..સ..' આટલું બોલતા પાછળ ઊભેલા એક ભાઈ જેને જોઈનેજ ડરી જવાય. છ ફૂટ ઊંચાઈ , માંજરી આંખો અને મોઢાં પર મોટો ચીરો અને તેના પર ટાંકા લીધેલા. તેણે સમરને ધક્કો માર્યો.

' સ..સમર પંડિત '

સમર આગળ ગયો. બધું ફિઝીકલી ચેકીંગ પત્યા પછી તેના હાથમાં એક શાલ, 508 નંબરનો જેલનો ડ્રેસ અને ટોપી સાથે સાથે એક ગોબા પડેલો એલ્યુમિનિયમનો મગ.

તેને તેનો જેલ રૂમ બતાવવામાં આવ્યો. જેલ ખાસી મોટી હતી. અંદર જતા સામે , ડાબે , જમણે ગલીઓ હતી જ્યાં સામ સામે બંને બાજુ જેલના લોકઅપ હતા.

તેના લોકઅપમાં એક કેદી પહેલથી હતો. દરેક લોક અપમાં બે કેદી.

તે અંદર ગયો અને જેલરે દરવાજો વાખી દીધો. આજુબાજુના લોકઅપમાંથી દરેક લોકો લોકઅપની જાળી ઉપર હાથ રાખી જોવા લાગ્યા.

તેના લોકઅપમાં જે કેદી હતો તે કેદી પુસ્તક વાંચી રહ્યો હતો. વાંચતા વાંચતા તેણે પુસ્તક ધીરે રહીને સાઈડમાં કરી એક આંખે સમરને જોયો.

સમર ક્યાંક ખોવાયેલો હતો. તેણે પોતાનો સામાન બાજુમાં મૂક્યો અને દિવાલના ટેકે નીચે બેસી ગયો.

માહોલ પાછો પહેલાં જેવો થઇ ગયો. દરેક રૂમમાંથી વાતો કરવાના અવાજો આવવા લાગ્યો.

' ટાઇગર ' તે કેદીએ પુસ્તક બાજુમાં મુકી સમરના તરફ જોતા કહ્યું.

તે કેદી એટલે કે ' ટાઇગર ' લગભગ 29 વર્ષનો હશે , દેખાવે ગોળ મોઢું , આંખો ઝીણી અને વાળમાં થોડી સાઇડમાંથી ટાલ પડી ગઈ હતી પરંતુ બાંધો તેનો મજબૂત હતો કદાચ જેલમાં તે કસરત કરતો હોય તેવું લાગતું હતું.

સમરનું ધ્યાન તેના તરફ ન હતું તે હજુ તેજ દ્રશ્યમાં ખોવાયેલ હતો.

ટાઇગર સમર પાસે ગયો અને ફરીથી તેનું નામ બોલ્યો.
સમરનું ધ્યાન તૂટ્યું અને તેણે ટાઇગર સામે જોયું.

'શું નામ તારું?'

' સમર '

'સરસ ... લુક આઈ એમ અ ગુડ મેન... બટ આઈ હેટ હૂ ઇઝ કવાઇટ...તો મારી સાથે વાત કરજે...'

સમરને ટાઇગરનું ઇંગ્લિશ જોઈ થોડું આશ્ચર્ય થયું.

*****************

તે દિવસની રાતે લગભગ દસ વાગે.

જેલમાં દરેક જેલ લોકઅપ કોરિડોરના ગોળા બંધ થઈ ગયા. સૂવાનો સમય થઈ ગયો હતો.

ટાઇગર અને સમરના લોકઅપની બારીમાંથી પૂનમના ચંદ્રની રોશની આવતી હતી.

' કયા ગુનામાં આવ્યો તું ' ટાઇગર જે તેના ખાટલામાં ઊંગ્યો હતો તેણે સમરને પૂછતા કહ્યું.

' મમ્મીનાં ડિફેન્સ માટે મર્ડર કર્યું '

' ઓહ... ધેટ ઈઝ ગુડ . તારી મમ્મીએ પ્રસંશા કરી હશે.' ટાઇગરે હસતા હસતાં કહ્યું.

થોડી વાર સુધી સમરે જવાબ ના આપ્યો ...

'શું...થયું? સમર તને યાદ છે ને શું કહ્યું હતું મેં...આઈ હેટ...'

સમરને ટાઇગરની તે વાત યાદ આવી.

' એતો હું ઉપર જઈશ ત્યારે ખબર પડશે કે તેને ગમ્યું હતું કે નઈ '

આ સાંભળતા ટાઇગરે પોતાના કપાળ પરથી કોણી હટાવી સમરના મોઢાં તરફ જોયું અને તેને લાગ્યું હવે હાલ આગળ કોઈ સવાલ કરવા જેવો નથી અને ટાઇગર સુઈ ગયો પણ સમરને મોડી રાત સુધી ઊંઘ ના આવી.

*************

'ચલો....ચલો...!' એક જેલર દરેક લોકઅપના દરવાજાની જાળી પર પોતાનો દંડો અથડાવતા અથડાવતા આગળ વધી રહ્યો હતો અને બધા કેદીઓને ઉઠવાના સંકેત આપી રહ્યો હતો.

લગભગ સવારના સાડા સાત વાગ્યા હશે.

આ અવાજ સાંભળતા જ એક લોકપમાંથી એક કેદીએ ઊઠીને તે જેલરને ગાળ બોલી ' ચલ એ... નીકળ અહીંયાંથી ' એવું કહ્યું. તે જેલર પણ કશું બોલ્યા વગર આગળ વધી રહ્યો હતો. તેને પણ ખ્યાલ હતો કે આખો દિવસ આ જાનવરથી ગયેલા કેદીઓ સાથે જ રહેવાનું છે.

બધા કેદીઓ ધીરે ધીરે લાઈનમાં સવારના ચા - નાસ્તા માટે જઈ રહ્યા હતા. ત્યાંજ ગઇકાલે સમરના પાછળ ઊભેલા છ ફૂટના યુવાને જેણે ધક્કો માર્યો હતો તેણે લાઈનમાં જતા જતા ફરીથી સાઇડમાંથી સમરને માંથે ટપલી મારી.

' બોલ...કાલે કેમ નામ નહતો બોલતો? '

સમરના પાછળ ટાઇગર અડીનેજ ચાલતો હતો. તે યુવાનને ખ્યાલ ન હતો કે ટાઇગર કોણ છે. આજુબાજુવાળા ધીરે ધીરે ખસવા લાગ્યા કારણ કે તેઓને ખબર હતી કે ટાઇગર...

સમર પણ કશું બોલ્યા વગર ગભરાતા મોંઢે આગળ જઈ રહ્યો હતો.

તે યુવાને ફરીથી જોરથી ટપલી મારી...

' શું... મમ્મીએ ના પાડી હતી નામ બોલવાની... હેં બોલ '

આટલું બોલતા જ ટાઇગરે તેની બોચી પકડી તેને લોક અપના દરવાજે પછાડ્યો અને મોંઢે બે - ત્રણ ફેંટ આપી દીધી. તે યુવાનના નાકમાંથી લોહી નીકળવા લાગ્યુ. તે હજુ ઉભો થઈને ટાઇગરને મારવા જાય એટલામાં તો ટાઈગરના પાછળ ટાઇગરના પાંચ - છ દોસ્તો આવી ગયા.

એટલામાં જેલરે આવી માહોલ શાંત કરાવ્યો અને આગળ વધવા કહ્યું. અહીંયાથી ટાઇગર અને તે યુવાનની દુશ્મની થઈ.

****************

બધાં એક એલ્યુમિનયમના મગ અને ગોબા પડેલી જાડી ડિશમાં બે કાઠી બ્રેડ અને ગરમ ગરમ ચા લેવા માટે લાઈનમાં ઊભા હતા.

એક કેદી બ્રેડ આપી રહ્યો હતો અને એક કેદી ડોયાથી બધાના મગમાં ચા...

લાઈન મોટી હતી એટલે એક લાઇનની બાજુમાં જ બીજી લાઈન બનેલી હતી . સાંપની જેમ. ટાઇગર અને સમર ચા આગળ પહોંચ્યા ત્યાં જ જમણી બાજુની લાઈનમાંથી તે યુવાન ટાઇગરને ગુસ્સા સાથે જોઈ રહ્યો હતો જ્યારે ટાઇગર પણ તેને જોઈને ધીમી ધારે હસી રહ્યો હતો. આ જોઈને તે યુવાનને વધારે ગુસ્સો આવી રહ્યો હતો.

આ દ્રશ્ય એક છ - સાત લોકોની કેદીઓની ગેંગ જોઈ રહી હતી. તે ગેંગના દરેક કેદી ખૂંખાર લાગતા હતા.

ટાઇગર સમરને લઈને એક ટેબલ પર બેઠો ત્યાં ટાઇગરની ગેંગના છ લોકો આવ્યા.

' સમર આ મારા મિત્રો... કંઇ પણ તકલીફ હોય કે મારી ગેરહાજરીમાં કોઈ પણ હેરાન કરે આમાંથી કોઈને પણ કહેજે તારી મદદ કરશે.

તે લોકોએ હા..હા.. કહેતા કહ્યું.

' આજે તો તને ટાઇગર ભાઈએ બચાવી લીધો પણ તારે પણ શીખવું પડશે આ બધું...' કલ્લું જે તેમાંથી એક તેણે ચામાં બ્રેડ દબોળતા દબોળતા કહ્યું.

ટાઇગર : હજુ ....નાનો છે કલ્લુ... વાર લાગશે.

જ્યારે તે યુવાન જેને ટાઇગરે માર્યો તે એક ખાલી ટેબલમાં જઈ ચા - બ્રેડ લઈ બેઠો.

ત્યાંજ એક છ - સાત કેદીઓનું ટોળું આવ્યું જેણે ચાની લાઈનમાં તે દ્રશ્ય જોયું હતું.

તે ટોળાંમાંથી એક પાંચ ફૂટ પાંચ ઇંચનો જાડો અને માથે ટકલો તેવો કેદી તે યુવાનની સામે બેઠો.

' તે ટાઇગર હતો...એની ઊંચાઈ જો અને તારી જો તોપણ તને મારી ગયો '

આ બોલતા આજુબાજુ ઉભેલા તે ગેંગના કેદી હસવા લાગ્યા.

' હું કોબ્રા... આ મારી ગેંગ ' તે જાડા કેદીએ તેની અને તેના ગેંગની ઓળખાણ આપતા કહ્યું.

' હું ગજરાજ... ' તે છ ફૂટના યુવાને પોતાની ઓળખાણ આપતા કહ્યું.

કોબ્રા : અમારી ગેંગમાં આવી જા. અમારી તો કેટલાય સમયથી ટાઇગર અને તેના કૂતરાઓ સાથે દુશ્મની ચાલી રહી છે...સાથે મળીને મારીશું બધાને...

ગજરાજે થોડું વિચાર્યું અને એમ પણ તે જેલમાં નવો હતો તેથી તેણે કોબ્રા સાથે હાથ મિલાવીને તેમની ગેંગમાં શામિલ થઈ ગયો.

આ દ્રશ્ય ટાઇગરની ગેંગમાંથી ફેઝલે જોયું અને ટાઇગર અને તેમના મિત્રોને કહ્યું.

કલ્લુ : હા... હા... એ ટકલાનું આજ કામ છે ટાઇગર જેને મારે તેના સામે બેસી તેને પોતાની ગેંગમાં લઈ લેશે અને બધા સાથે ટાઇગર અને અમારો માર ખાશે.

આટલું બોલતાં જ ટાઇગર અને તેમની ગેંગ હસવા લાગી.

સમર હજુ પણ ચા અને બ્રેડને જોઈ રહ્યો હતો. તેનું ધ્યાન હજુ પણ તેજ દ્રશ્ય પર અટકી પડ્યું હતું જે તેણે પોતાની આંખે પોતાના ઘર આંગણે જોયું હતું.

ટાઇગર : અરે...સમર કેમ બેસી રહ્યો છે? ચા ઠંડી થઇ ગઈ.

લગભગ સમય પૂરો થઈ ગયો હતો. દરેક કેદી હવે કામે લાગવાના હતા. ત્યાંજ ટાઇગરે તેના મિત્રોને જતા રહેવા કહ્યું.

કલ્લુ , ફેઝલ અને બાકીના મિત્રો ત્યાંથી ટાઇગરનો ઈશારો સમજતા ત્યાંથી ઊભા થઈ ગયા.

ટાઇગર સમરને લઈને જેલના જીમખાનામાં ગયો.

(ક્રમશ:)
- Urvil Gor