Year 5000 - 9 in Gujarati Science-Fiction by Hemangi books and stories PDF | Year 5000 - 9

The Author
Featured Books
Categories
Share

Year 5000 - 9

દ્રશ્ય નવ -
ભૂકંપ ના આંચકાની તીવ્રતા ખૂબ વધારે હતી જેથી બધાનું બેલેન્સ ના રહ્યું બધા ભાગી ને લેબ તરફ આવા લાગ્યા. ત્યાં નજીક માં રહેલા બધા ને તો લેબ માં લાવ્યા હતા. પણ દૂર રહેલા લોકો અને ફસાયેલા લોકો હજુ ત્યાં હતા અને જ્યાં સુધી બચાવી શક્ય ત્યાં સુધી કોઈ પણ પાછું જવા માટે તૈયાર ના હતું. જેરી ને લેબ માંથી એક ફ્લ્યાઈંગ શૂટ નીકાળ્યો અને પોતાના સાથી ને આજુ બાજુ નું પરમાણુ નું બનેલું કવચ બંધ કરવાનુ કહ્યું. એની પાસે બે ફ્લયિંગ શૂટ હતા જેનો બ્લેક રંગ જેને માત્ર ઉપર થી પેહેરી શકાય અને એની સાથે એક હેલ્મેટ હતું. શૂટ નું ખાલી ઉપર નો બનાવટ તૈયાર હતી પણ લોકો ની મદદ માટે તે પૂરતી હતી. Z5 પર પરમાણુ નું બનેલું કવચ માત્ર રક્ષા માટે જ ના હતું પણ સાથે તે પૃથ્વી ના જેવું વાતાવરણ ત્યાં જાળવી રાખવા માટે હતું હવે તે કવચ દૂર કરે એની પેહલા ફસાયેલા લોકો ને ત્યાંથી બહાર નીકળવા ના હતા.
એ બે શૂટ હિર મ અને કેપ્ટન ને પેહરી લીધા એની પાછળ મીની હાઈડ્રોજન એન્જિન હતા તેને ચાલુ કરીને તે ઉડવા લાગ્ય અને લેબ માંથી બહાર આવ્યા ત્યાં ફસાયેલા લોકોને એક પછી એક બચાવીને લેબ માં લઈ ને આવા લાગ્યા. જમીન માં આંચકા આવવા ને કારણે તેમને લેબ થોડી ઉપર લીધી હતી. ત્યાં બાકી ના બચેલા લોકો જે પોતાને બચાવવા ભૂકંપ નો સામનો કરી ને પણ જાતે પોહચ્યા હતા તે લેબ ઉપર હોવાથી લેબ માં આવિ ના શક્યા અને તે જોઈ જેરી ને લેબ માંથી એક યેલો કલર નો ફોમ નો બાટલો નીકળ્યો એને તેની લાંબી અને પોહોડી પાઈપ થી લેબ ના એક ખૂણાથી નીચે ફોર્મ ને ધીમે ધીમે છાંટવાનું સરું કર્યું અને તે થોડી વાર માં યલો ફોમ ગન પદાર્થ માં બદલાયું તે એક નાના બ્રિજ જેવી હતું જેના સહારે નીચે ફસાયેલા લોકો જાતે ચડી ને ઉપર આવવા લાગ્યા.
સ્વાતિ અને સાથે બીજા વૈજ્ઞાનિકો ઘાયલ લોકો ની મદદ કરવા લાગ્ય. ત્યાં સ્વાતિ ને એના પતિ ખૂબ ગાયક અવસ્થા માં મળ્યા તેમના હાથ અને પગ ને બઉ ગંભીર ઇજા થઈ હતી. સ્વાતિ એમને ઈલાજ કરી ત્યાંથી બીજા લોકો ની મદદ માટે આગળ જઈ છે એના પતિ આ જોઈ ને ખુશ હોય છે એમને થોડું ભાન હોય છે પછી ડોક્ટર અવિ ને એના પતિ તો ઈલાજ કરે છે ત્યાંની સ્થિતિ પણ ખરાબ છે ડોક્ટર બે અને ગણા ત્યાં ઘાયલ અવસ્થા માં હોય છે. બીજી બાજુ પ્રતીક ઘાયલ અને ગંભીર અવસ્થામાં રહેલા લોકો ને ડોક્ટર પાસે લાવે છે. જે એક દમ સજા હોય છે તેમને પાણી અને ફૂડ પેકેટ આપે છે. આમ બધા પોતાનું કામ કરે અને જ્યારે બધા યાન પર અવિ જાય છે ત્યારે યાન ને લઇ ને તે પાછા પૃથ્વી તરફ નીકળે છે.
એક રોબોટ ત્યાં બધાને સ્કેન કરે છે અને ગણતરી કરે છે અને એમને સો માણસો ઓછા દેખાય છે. તે એ લોકો ના નામ ની લીસ્ટ જોવે છે અને હીરમ એમાં એના પિતાનું નામ જોઈ ને ગભરાય છે. આ સો મૃતકો જે ભૂકંપ માં મૃત્યુ પામ્યા તેમાં હીરમ ના પિતા પોતાના સાથી ને બચાવ તા મૃત્યુ પામ્યા અને હીરમ રડતી ત્યાંથી નીકળી ને બીજા રૂમ માં જાય છે.
એક બાજુ ખુશી અને બીજી બાજુ દુઃખ બને સાથે હતું હીરામ ની પાસે સ્વાતિ જઈ છે અને તેને જોરથી ગળે મળી ને એની સાથે એનું દુઃખ હળવું કરવાનો પ્રયત્ન કરે છે પણ આ દુઃખ કોઈ વ્યક્તિ થી ઓછું થાય આવું ના હતું અને દુનિયામાં સૌથી વધુ અગત્યનું માણસ ખોયું હતું જે માટે એ ત્યાં દુઃખ મનાવતી હતી. બીજી બાજુ જેરી પોતાની લેબ માં હતી અને પોતાના આવિષ્કારો માં બદલાવ કરવા લાગી હતી. લોકો શાંતિ થી આરામ કરતા હતા બચી ને આવે લા લોકો હવે એકદમ સુરક્ષિત હતા.