ae kon hati? in Gujarati Horror Stories by Darshna Upadhyay books and stories PDF | એ કોણ હતી?

Featured Books
Categories
Share

એ કોણ હતી?

એ કોણ હતી?

"એક અનુભવ"

હું ધોરણ ૧૧. માં ભણતી હતી. મારી સેમેસ્ટર ૨ ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. હવે વેકેશન ના દિવસો ચાલુ હતા. જીવન માં બધું જ સરસ જઈ રહ્યું હતું.

અચાનક જ મામા ના ઘરે થી ફોન આવ્યો કે હોસ્પિટલ માં બા ના નામ ની એપોઇમેંટ લખાવી આવ... સમચાર મડતા જાણ થઈ કે બા ને છાતી માં દુખાવો ઉપડ્યો છે. અને ગામડા ના ડોક્ટર થી દુખાવો દૂર કરવામાં અસમર્થ છે, માટે શહેર ની મોટી અને જાણીતી હોસ્પિટલ માં નામ નોધવું.

મે સૂચના મુજબ કર્યું... બા ની તાત્કાલિક માં એપોઇમેન્ટ લઈ લીધી. બા ને તરતજ દવાખાને ખસેડાયા .. સારવાર ચાલુ થઈ ગઈ. ડોક્ટર એ તપાસ બાદ જણાવ્યું કે આ હાર્ટ એટેક ની અસર છે. પણ સ્થતિ હવે બરાબર હતી.. પણ બા ને ૩ દિવસ માટે હોસ્પિટલ માં જ રેહવું પડશે એવું નર્સ દ્વારા જાણવા મળ્યું. હવે મામા ના ઘરે ખેતર અને ગાય ભેંસ હોવાથી તેમને માટે રાત રોકવું તો એમના માટે અશક્ય હતું. હવે આ વાત મને જણાવવામાં આવી તો મે કીધું હા હું રોકાઈશ.

હું અને મારો મોટો ભાઈ બંને અમે રાતે બા જોડે રોકવાના હતા. નક્કી કર્યા મુજબ કર્યું. પણ આજ થી પેહલા હું ક્યારેય આવી રીતે દવાખાને રોકાઈ ના હતી માટે આ એક નવો અનુભવ હતો મારી માટે... જગ્યા બદલાઈ અંને દવાખાના ની એક અલગ પ્રકારની ગંધ ના લીધે મને ઊંઘ ના આવી...

રાતે ૧૨ વાગી ગયા હતા પણ હું વોર્ડ માં આંટા મારતી હતી.. આ જોઈને મને નર્સે રૂમ માં જઈ સુવા કહ્યું. મે એના કેહવા મુજબ કર્યું પણ કોણ કે મને ઊંઘ આવે?!!!!!!

હવે થયું હાથ - મોં ધોઈ આવું એથી થોડું સારું લાગે. ઘડિયાળ માં જોયું રાત ના ૧ વાગી ગયા હતા. હું રૂમ ની બાર ધીમેથી નીકળી. મે જોયુ બધા જ સૂઈ ગયા હતા. ધીમેથી મે મેઈન કાઉન્ટર તરફ પગલાં માંડ્યા પણ ત્યાં તો એ માણસ ટેબલ પર માથું મૂકીને સૂતો હતો. હવે કોને પૂછવું કે પાણી ક્યાં મળશે.
ત્યારબાદ દવાખાના ની બાર નીકળી. સિક્યોરિટી વાળા ભાઈ જ જાગેલા હતા.. હવે ચાલો આમને જ પૂછી લઉં કે પાણી પીવા અને હાથ મોં ધોવા માટે કયા મળશે.. એમને મને કહ્યું કે દવાખાના ની પાછળ.. એમને ઈશારામાં મને રસ્તો બતાવ્યો.. નજીક હોવાથી મે એ તરફ પગલાં માંડ્યા...

ત્યાં ઘણું અંધારું હતું. પણ સ્ટ્રીટ લાઈટ નું થોડું અજવાળું મળી ગયું તેથી મને પાણી ના નળ દેખાઈ ગયા. મે હાથ મો ધોયા. હવે થોડું ઘણું ફ્રેશ લાગ્યું.. હવે કંઇક હળવાશ અનુભવી...
પાણી નો નળ ચાલુ જ હતો પણ મને કોઈના મારી તરફ આવવા ના પગલાં નો અવાજ સંભળાયો. એટલામાં જ મારી પાછળ એક સ્ત્રી આવીને ઊભી રહી ને ત્રાસી નજરે જોયુ તો એના હાથ માં બોટલ હતી.. મે અચાનક જ પૂછી લીધું,' શું કામ છે?

સામેથી જવાબ આવ્યો કે પાણી ભરવું છે. હું ત્યાંથી ધીમેથી ખસી ગઈ. અને નીકળી ગઈ.. ૨-૩ પગલાં આગળ માંડતા મને નળ નો આવાજ આવ્યો પણ ત્યાંથી આગળ જતા મને નળ નો અવાજ આવવાનો બંધ થઈ ગયો.. હું વિચારમાં પડી ગઈ કે અવાજ કેમ બંધ થઈ ગયો???????

પણ વધારે વિચાર્યા વગર હું ફટોફટ મેઈન કાઉન્ટર ની બાજુમાં આવેલા સોફા પર બેસી ગઈ. અને શાંતિ થી આરામ કરવા વિચાર્યું કેમ કે રૂમ ની એસી ની હવા એમને માફક નતી આવતી....

લગભગ અડધો કલક ત્યાં બેસી અચાનક જ ધ્યાન ગયું કે પેલી સ્ત્રી હજુ પછી ના આવી ...

હવે વધુ વિચાર્યા વગર હું રૂમ માં જતી રહી. સવારે ઉઠી હું ઘરે આવી ગઈ.. બપોરે ફરી એ વાત યાદ આવી અને એ સ્ત્રી કોણ હશે એનો જવાબ મને નથી મળ્યો....

આ વાત ૨૦૧૬ ની છે. આજે ૨૦૨૦ માં પણ મને જવાબ નથી મળ્યો કે એ કોણ હતી?.
મારા જ જીવન ની સત્ય ઘટના...

કોણ હશે એ?!

- દર્શના ઉપાધ્યાય

(એક અનુભવ)