Jindagina vadanko - 6 in Gujarati Love Stories by Dr Shreya Tank books and stories PDF | જિંદગીના વળાંકો - 6

Featured Books
Categories
Share

જિંદગીના વળાંકો - 6

અમારા ગ્રુપ ના નક્કી કર્યા મુજબ દર અઠવાડિયે અમારી વીડિયો કોલ પર વાત થતી...આ વાતો માં હવે ફાઇનલ થઈ ગયું કે આરવે રીયા ને પ્રપોઝ કુરુ અને તે બને હવે સાથે છે.....હું તેમના માટે બઉ ખુશ હતી...આરવે મને વાત વાત માં લીધું હતું કે તે રીયા ને પસંદ કરે છે અને ને પણ તેને પ્રપોઝ કરવા કહ્યું હતું.
અમે પણ રીયા ના મન ની વાત જાણતા હતા ખબર હતી કે આરવ નુ દિલ નહિ તૂટે.
આમજ દિવસો વીત્યા જતા હતા..એક દિવસ હું કોલેજ ના બ્રેક માં કેન્ટઇન માં મારા કૉફી ના કપ સાથે ટેબલ પર બેસવા જતી હતી અને કોઈ છોકરી ની ટક્કર વાગતા મારી કૉફી તેના કપડા પર ઢોળાઇ ગઈ.મે તેને તરત જ સામે જોતા કહ્યું" આર એમ સોરી, આજણ તા કૉફી તમારા કપડાં પર પડી ગઈ", મે તેમને ટેબલ પર થી લઇ ને એક ટિસ્સુ પેપર આપ્યું..
એ મારા સામુ ગુસ્સા થી જોતા ઇંગ્લિશ માં કહેવા લાગી," કે તું જોઈ ને ચાલી નથી શકતી, આખો હોવા છતાં આંધળા ની જેમ બીજા નાં કપડાં બગડા છો, સોરી કઈ દેવાથી મારા કપડા તો બરાબર નઈ થઈ" , કહી એણે જાણી ને મારા કપડા પર પણ કૉફી ઢોળી....તેની સાથે રહેલો એક છોકરો મને લાગ્યું તે એનો બોય ફ્રેન્ડ હસે તેને પણ તેને આમ ના કરવું જોઈ એવું કહ્યું..પણ મારી તેની સાથે વધારે કઈ બોલવાનું થઈ એવી ઈચ્છા ન હોવાથી હું જ્યાંથી જતી રહી.
મે હોસ્ટેલ જઈ કપડાં બદલ્યા, મને ગુસ્સો તો ખૂબ આવતો હતો.એટલા માં પ્રશાંત નો ફોન આવ્યો,મે બધી વાત તેને કરી, તેને મારું ખરાબ મૂડ જોઈ મને કહ્યું" તને ખબર છે, હું કામ થી વડોદરા આવવાનો છું, હું સરપ્રાઈઝ. આપવાનો હતો, પણ તારો ખરાબ મૂડ જોઈ ને મને થયું કે તને તને ખુશ કરવા આ પૂરતું રહેશે..
હું બહુ ખુશ થઈ ગઈ...અને પૂછ્યું કે એ તું ક્યારે આવવાનો છે, પ્રશાંત જણાવ્યું કે હું રવિવારે આવિસ , સવારે 9 વાગે તું તૈયાર રહેજે , હું તને હોસ્ટેલ થી લેવા આવીશ...
પ્રાચી ખુશ થઈ ગઈ કે એના પોતાના જૂના દોસ્ત ને મળવા નુ થશે ..આજ વિચારો માં શનિવાર વિતી ગયો...અને રવિવારે આવ્યો.સવારે વહેલા ઊઠી પ્રાચી તૈયાર થઈ ગઈ તેને વ્હાઇટ ટીશર્ટ સાથે બુલે ડેનિમ જીન્સ પહેર્યું હતું...અને પ્રશાંત ને ફોન કર્યો..
ફોન ઉઠાવતા ની સાથે અવાજ આવ્યો..તું નીચે આવી જા, હું જલ્દી થી હેન્ડ બેગ લઈ નીચે ઉતરી..નીચે જોઈ ને હું તો ખુશી થી ભાગી ...કેમ કે સામે એકલો પ્રશાંત નહિ સાથે શિવાની, સ્નેહા, આરવ અને રીયા પણ હતા..
હું બધા ને મળી એક પછી એક બધા ને ભેટી પડી.સાચું કહી તો મારા આંખ માં આંસુ જ આવી ગયા, એ જોઈ ને શિવાની એ મને વાહલથી આંસુ લૂછી ના રડવા કહ્યું.
અમે બધા ત્યાંથી એક કેફ માં ગયા કૉફી પીને બધા એ બઉ વાતો કરી, પોતાના કોલેજ ની , પોતે નવા બનાવેલા મિત્રો ની પણ આ વાતો માં હું કઈ કહેતી ના હતી ,પણ ઉદાસ બેઠી હતી.આ જોઈ ને પ્રશાંત બધા ને કહેવા લાગ્યો કે આ વાતો બંધ કરો, કદાચ પ્રાચી ને આ વાતો ગમતી નથી...
બધા એ તેની સાથે હા કરી માથું ધુણાવ્યું..પછી અને બધા એક પાર્ક માં જઈ ને બેઠા ત્યાં હું ને રીયા ને શિવાની હીંચકા માં બેઠા અમને પ્રશાંત આરવ ને સ્નેહા હિચકા નાખી રહ્યા હતા....તેના પર બેઠા બેઠા અમે અમદાવાદ માં કરેલી પોતાની મસ્તી ની વાતો ને યાદ કરતા હતા..એટલા માં શૈલેષ નો પ્રશાંત પર વીડિયો કોલ આવ્યો..બધા તેની સાથે પણ વાતો કરવા માં લાગી ગયા...લગભગ અડધી કાલક ની વાત પછી હવે બધા ફોન મૂકવા જતા હતા..ત્યારે શૈલેષ એ પોતે અમને બધા ને બહુ કિસ કરે છે કહી ફોન કાપ્યો..