Adhuri Navalkatha - 23 in Gujarati Classic Stories by Pankaj Rathod books and stories PDF | અધૂરી નવલકથા - પાર્ટ 23

Featured Books
Categories
Share

અધૂરી નવલકથા - પાર્ટ 23

પ્રતિકે ફોટા ને ધ્યાનથી જોયો. થોડું ઘણું વુચાર્યુ અને કહ્યું. "મેં આ બેનને ક્યાંક જોયા હોય એવું લાગે છે."
"તમે થોડુંક ધ્યાનથી જુવો તો મને ઘણી મદદ મળશે." નયને કહ્યું.
"ના, ચોરી દોસ્ત હું નથી ઓળખાતો." પ્રતિકે કહ્યું.
"દોસ્ત તમે એક વખત ધ્યાનથી જુવો તો ખરા કદાચ તમને યાદ આવી જાય કઈંક." નયન કહ્યું.
"સોરી દોસ્ત પણ હું કોઈને એક વખત જોઈ લવ એટલે તેને હું ક્યારેય ભૂલતો નથી." પ્રતિકે ફોન નયનને આપતા કહ્યું. નયને ભૂલથી નવ્યા નો ફોટો બતાવવાના બદલે આરતીનો ફોટો બતાવ્યો હતો. જેનાથી નયન અજાણ હતો. આથી પ્રતીકને નયન ભાવનગરમાં છે કે નહીં તે જાણ થતાં થતા રહી ચુકી હતી.
@@@@@
નવ્યા એ કહ્યું કે તે અહીં રહેવાની નથી ત્યારે મને આઘાત લાગ્યો. તે અહીંથી જતી રહેવાની છે પણ ક્યાં તે મારે તેને પૂછવું હતું. હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો. તે પણ મને પ્રેમ કરતી હશે તેવું હું અનુમાન લગાવી બેઠો હતો. મારે તેને જતા રોકવી હતી. પણ મને સમજાતું ન હતું કે એ કેવી રીતે કરું. પણ પછી વિચાર્યું કે જો નવ્યા ક્યાં જવાની છે એ જાણવા મળે તો તેના પરથી તેને રોકવાનું કશુંક વિચારી શકાય.
નવ્યા મને પોતાની આપવીતી કહી રહી હતી. ત્યાર બાદ તેને મારી મદદ કરવાનું વિચાર્યું. મારી અધૂરી નવલકથા કેવી રીતે પૂર્ણ કરવી તે અંગે તે મને મદદ કરવાની હતી. પછી તેને પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું.
"મને વિશ્વાસ આવતો ન હતો કે કાકા અને નયન અહીં સુધી પહોંચી જશે. હું કાકા સાથે કારમાં બેઠી હતી. મારી બાજુમાં હાર્દિક બેઠો હતો. નયન કાર ચલાવી રહ્યો હતો. નયનની બાજુમાં કાકા બેઠા હતા. બધા શાંત હતા. કોઈ કશું બોલી રહ્યું ન હતું. મને એ વિશે નવાઈ લાગી રહી હતી. અત્યાર સુધી મને ખુબ ગાળું અને માર પડી શુકયો હોત. પણ અહીં કોઈ પણ મને કશું કહેતું ન હતું. સાયદ મને ઘરે જઈને મને સજા આપશે. ગાડી ફૂલ સ્પીડમાં અમારા શહેર તરફ આગળ વધી રહી હતી.
મારા મનમાં સવાલોનો મેળો જામ્યો હતો. તેમાંથી મારી એક પણ સવાલના જવાબ ન હતા. ફક્ત સવાલ ના જવાબની ધારણા કરવા સિવાય મારુ બેસેન અને ડરેલું મન કશું પણ કરવા સક્ષમ ન હતું. હું એટલી બધી અક્ષમ હતી કે મારા સવાલો કોઈ ને પણ પૂછી શક્તિ ન હતી. જો સવાલ પૂછવામાં સક્ષમ હોત તો પણ મારામાં એટલી બધી હિંમત ન હતી કે હું એક પણ શબ્દ કોઈને કહી શકું. અહીં હતા તે બધા મારા ફેમેલી મેમ્બર હતા. પણ હું બધા થી ખૂબ ડરતી હતી. સિવાય હાર્દિકથી. તે મારો સાચો કહી શકાય તેવો ભાઈ હતો.
હાલ રાત પડવા આવી હતી. અને બધાને ભૂખ પણ સારી એવી લાગી હતી માટે નયને એક રેસ્ટોરન્ટ મા કાર ઉભી રાખી. અમે બધા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. અમે બધાએ ભર પેટે જમી લીધું. ત્યાંથી હવે સીધા જ ઘરે જવાનું હતું. મને એક વાતની નવાઈ લાગતી હતી હજી સુધી કોઈ એ મને કાંઈ પણ પ્રશ્ન કર્યો ન હતો. એ અજુગતું હતું. મને જ્યાં સુધી કાકા અને નયનના સ્વભાવ વિશે ખ્યાલ હતો ત્યાં સુધી મને તો અતિયારે સુધી ઢોર માર મળ્યો હોત. પણ હાલ કોઈ એ મને કશું પણ કહ્યું ન હતું.
નયન બિલ પૈ કરવા રેસ્ટોરન્ટ માં હતો. કાકા હળવા થવા વોશરૂમ ગયા હતા. હું અને હાર્દિક અમારી કાર પાસે ઉભા હતા. ત્યારે અચાનક હાર્દિકે મારો હાથ પકડ્યો અને મને કારથી દૂર લહી આવ્યો. મને હાર્દિક નું આ પ્રકારના વ્યવહારથી તે શું કરવા ઈચ્છે છે તે ન સમજાણુ. મને ત્યાં રેસ્ટોરન્ટમાં ઉભી રહેલી બસમાં જવા નું કહ્યું. મને થોડા પૈસા અને મને એક અડ્રેસ આપ્યો. તે મને ત્રણ દિવસ પછી આ અડ્રેસે મળશે તેમ કહીને ત્યાંથી જતો રહ્યો.
મને આ બધું શું થઈ રહ્યું છે તે સમજાતું નથી. મારા ભાઈ બહેન મને એક મુસીબતમાંથી બહાર નીકાળીને બીજી નવી મુસીબતમાં નાખતા હતા. આરતીએ મને સંકેતની મુસીબતમાં નાખી ત્યાંથી મને નમ્ય એ બચાવી. નમ્ય એ મને સમીર નામની મુસીબતમાં નાખી. જ્યાંથી મને આરતીએ બહાર નીકાળી. પાછી આરતીએ જ મને સંકેત નામની મુસીબતમાં નાખી જ્યાંથી હું ભાગી અને બચાવમાં નયન અને હાર્દિક આવ્યા. અને હાલ હાર્દિક મારી મદદ કરવા હેતુથી મને એક અજાણી બસમાં છોડીને જતો રહ્યો હતો. મારી બધી જ સમસ્યાનું શરૂઆત અને સમાધાન મારા ભાઈ બહેનના જ હાથે થતા હતા.
મને એક કાગળ અને થોડા પૈસા આપવવામાં આવ્યા હતા. મેં તે કાગળ ખોલ્યો. તેમાં લખ્યું હતું હાર્દિકે. અક્ષર હાર્દિકના હતા.
"જો બહેન નવ્યા. કાકા તને ઘરે જઈને એક છોકરા સાથે લગ્ન કરાવા ઈચ્છે છે. જેના કારણે કાકાની સંપત્તિ ટકી રહે. પણ હું નથી ઈચ્છતો કે તું કાકાના બતાવ્યા છોકરા સાથે લગ્ન કર. મારી પાસે તારી મદદ કરવાનું એક કારણ એ પણ છે કે મને હિકીકત માં તારી ચિંતા છે. આ કાગળમાં છેલ્લે જે એડ્રેસ લખ્યો છે ત્યાં તું પહોંચ હું બે દિવસમાં ત્યાં આવીશ. પછી તને હું કહીશ કે આપણે આગળ શું કરવાનું છે. તારો નાનો ભાઈ હાર્દિક." અને પછી નીચે અડ્રેસ લખ્યો હતો. મને આ કાગળ જો બીજા કોઈએ આપ્યો હોત તો હું તેને અનુકરણ ન કરત. પણ આ કાગળ મને મારા ભાઈ હાર્દિકે આપ્યો હતો. જે મને સારી રીતે રાખતો હતો. મારી સાથે હંમેશા પ્રેમથી વાત કરતો. મારું ધ્યાન રાખતો.
એ એડ્રેસ વડોદરા નો હતો. હું જે બસ મા બેઠી હતી તે ભાવનગર જતી હતી. મેં વિચાર્યું કે હું ભાવનગર થી વડોદરા જતી રહીશ. આથી હું તે જ બસમાં બેઠી રહી. થોડી વારમાં બસ ચાલુ થઈ. બસ હોટલમાંથી બહાર નીકળવા લાગી. મને ડર લાગી રહ્યો હતો. મને એ વાતનો ડર હતો કે મારા કાકા કે નયન અહીં આવી ના ચડે. પણ કોઈ ન આવ્યું. હું આસાનીથી ત્યાંથી નીકળવામાં સફળ થઈ.
હાર્દિકે મારા ગયા પછી ત્યાં કેવી રીતે સંભાળ્યું હશે તેની મને ચિંતા થવા લાગી. હું ખૂબ ડરેલી હતી પણ હાલ સામાન્ય હતી. મારો બધો જ ડર ગાયબ થઈ ગયો હતો. બસ મને એ વાતની ખુશી હતી કે હું ભાવનગર જઈ રહી છું. ભાવનગર હું પહેલા અજયને મળીશ પછી ત્યાંથી હું વડોદરા જવા નિકળીશ. નવ્યા બોલી રહી હતી અને હવે તે અટકી હતી.
નવ્યા એ મને પોતાનું હાલ સુધીનું દુઃખ કહ્યું હતું એવું મને લાગતું હતું. તે બોલતા અટકી હતી. અને તેણે મને કહ્યું હતું કે તે અહીંથી જતી રહેવાની છે. તેના હાલ કહેવા અનુસાર તે અહીંથી જતી રહેવાની હતી એટલે તે વડોદરા જવાની હશે. આવું મારું મન વિચારી રહ્યું હતું. પણ સત્ય હકીકત મારે જાણવી હતી. પણ શું સાચેમાં નવ્યા તેના ભાઈ સાથે વડોદરા જવાની હતી?
(વધુ આવતા અંકે)