TOY JOKAR - 16 in Gujarati Horror Stories by Pankaj Rathod books and stories PDF | ટોય જોકર - પાર્ટ 16

Featured Books
Categories
Share

ટોય જોકર - પાર્ટ 16

"તું એ જાણતો હોવા છતાં મને મારી પાસે ન આવ્યો. તે એક વખત પણ મને મળવાનો પ્રયત્ન ન કર્યો." દિવ્યા ના આંખમાં આંસુ આવવા લાગ્યા હતા. દિવ્યા અને રાકેશ સ્કુલ સમયમાં એકબીજાને પ્રેમ કરતા હતા. રાકેશ દિવ્યા ના ભાઈનો દોસ્ત હતો. આ દોસ્તીના કારણે અવારનવાર દિવ્યા સાથે મળવાનું થતું હતું. સાથે જ બંને એક જ સ્કૂલમાં અને એક જ ક્લાસમાં અભિયાસ કરી રહ્યા હતા. આથી ધીમે ધીમે બંનેને પ્રેમ થવા લાગ્યો હતો.
રાકેશ અને દિવ્યા નો પ્રેમ સંબંધની કોઈને જાણ ન હતી. પણ જ્યારે તે બંને કોલેજ આવ્યા ત્યારે દિવ્યા એ કોલેજ શરૂ કરી પણ રાકેશ કોલેજે ન આવ્યો. ખૂબ શોધવા છતાં દિવ્યાને રાકેશ ન મળ્યો. આખરે ભગવાનની ઈચ્છા હશે એમ વિચારી દિવ્યા એ રાકેશને શોધવાનું બંધ કર્યું. પણ આજે સાડા ત્રણ વર્ષ પછી અચાનક રાકેશ તેને આમ મળી રહ્યો હતો.
"હું તને એ વિશે નહીં કહી શકું. પણ બસ મને એટલી જ ખબર હતી કે આપણા બંને નો સાથ ફક્ત સ્કૂલ સમય સુધી સિમિત હતો." રાકેશે કહ્યું.
રાકેશના એક એક શબ્દ દિવ્યા માટે વજ્ર ઘાત સમાન હતા. દિવ્યા રાકેશને પ્રેમ કરતી હતી. રાકેશ પણ દિવ્યાને પ્રેમ કરતો હતો. આજે તે અમુક કારણ સર દિવ્યા સાથે દૂર રહેવાનું કહી રહ્યો હતો. પણ શા માટે તે દિવ્યા જાણતી ન હતી. તેને જાણવું હતું પણ તેની પાસે હાલ સમય ન હતો. તેને જેમ બને તેમ વહેલા પોતાની શોપે જવું હતુઁ. તેની શોપે બે એલિયન હતા. જે તેના ભાઈ વિશે માહિતી આપવાના હતા.
"રાકેશ હું તારી સાથે વધુ ચર્ચા નહીં કરી શકું. મારે જેમ બને તેટલું વહેલું મારી શોપે પહોંચવાનું છે." દિવ્યાને જ્યારે શોપે જવાનું યાદ આવ્યું એટલે તેણે રાકેશને જતા કહ્યું.
"મારે પણ એક જરૂરી કામ કરવાનું છે. મારી પાસે એક મોટી સમસ્યા છે જે પુરા શહેર માટે સમસ્યા બની ચુકી છે." રાકેશે કહ્યું.
રાકેશની વાત સાંભળીને દિવ્યા ઉભી રહી. તેણે રાકેશ સામે જોયું અને કહ્યું. "તું કોઈ સમસ્યા માં છો અને તે પુરા શહેર સાથે જોડાયેલી છે?"
"હા, આ શહેરમાં થઈ રહેલા ખૂન પાછળ કોઈ માણસ નથી કોઈ શૈતાન છે. જેને હું જ જંગલમાંથી આઝાદ કરીને શહેરમાં લાવ્યો હતો." રાકેશે સત્ય દિવ્યા ને કહ્યું.
"મને કશું સમજાનું નહીં." દિવ્યા.
"એક મિનિટ હું તને શાંતિથી સત્ય કહું." રાકેશે આટલું બોલીને તેણે જંગલ થી લહીને એક શોપે થયેલા એક્ટિવ ટોય સુધીની બધી જ ઘટના વિગતે કહી સંભળાવી. દિવ્યા આ સાંભળીને નવાઈ પામી. આ બધા ખૂન થવા પાછળ કોઈ ભૂત નો હાથ હતો. તે પણ બીજાની માફક એમ જ વિચારતી હતી કે આ બધું કોઈ ચાતીર ખૂની કરી રહ્યો છે.
"મારે તારી મદદ ની જરૂર છે. આ શહેરને બચાવા માટે મારી પાસે એક યોજના છે. જેમાં મને કોઈના સાથ ની જરૂર છે. હું ઈચ્છું છું કે તેમાં તું મારી હેલ્પ કરીશ." રાકેશે કહ્યું.
રાકેશની વાત સાંભળીને દિવ્યા ને અજુગતું લાગતું હતું. કોઈ ભૂત આવી રીતે મર્ડર કરે છે. તે પણ રાતે અને અલગ અલગ સ્થળે, જ્યાં સુધી દિવ્યા એ ભૂત પ્રેત વિચે સાંભળ્યું હતું ત્યાં સુધી એ બધાની એક સીમા હોય છે. પણ અહીં જે રાકેશ કહે છે તે પ્રમાણે આ કોઈ જોકર ટાઈપનો ભૂત બધે હરતો ફરતો ખૂન કરે છે. મોસ્ટલપલી ભૂત બનેલી આત્મા ને કોઈ લક્ષ હોય છે.જે તેને પૂરો કરવા મથતો હોય છે.
દિવ્યા ને રાકેશની વાત સાચી લાગતી ન હતી. પણ જ્યારે તેને યાદ આવ્યું કે તેની શોપમાં બે એલિયન છે ત્યારે તેને આ અજીબ પ્રકારની વાતનો વિશ્વાસ કરવાનું વિચાર્યું. આ દુનિયામાં ભૂત અને એલિયન ના હોય તેવું બધા વિચારતા હતાં. તેમાં રાકેશ અને દિવ્યા પણ સામીલ હતા. પણ દિવ્યાને એલિયનનો અનુભવ થયો હતો. તેણે એલિયન સાથે વાત પણ કરી હતી. સાથે સાથે તેને એલિયન સાથે સંધિ પણ કરી હતી. તે એલિયન તેના કોઈ શક્તિશાળી દુશ્મન ને મારવા અહીં આવ્યા હતા. તેને દિવ્યાની જરૂર હતી. દિવ્યા તેને તેના દુશ્મનને મારવા મદદ કરી શકે એમ હતી. પણ જ્યારે અહીં રાકેશને મળતા એક બીજી અજીબ બાબત જાણવા મળી હતી કે કોઈ આત્મા શહેરના લોકો ને મારી રહી હતી. ત્યારે દિવ્યા ના મગજમાં એક ગંભીર વિચાર આવ્યો. જે આ શહેર પર આવી રહેલી મોટી સમસ્યા માટે એક દિવાર સમાન હતો.
"હું તારી મદદ ચોક્કસ કરીશ. પણ તારે મારી સાથે પહેલા મારી શોપે આવવું પડશે." દિવ્યા એ લાંબા વિચાર બાદ રાકેશને કહ્યું.
@@@@
પ્રતીક અને જયદીપ એકબીજા સાથે વાતચીત કરતા શહેરની બહાર આવેલા ટોયનાં કારખાને જઈ રહ્યા હતા. એક ટોયનાં શોપેથી આ કારખાનાનું એડ્રેસ મળ્યું હતું. જયદીપે એ તરફ પોતાની ગાડી આગળ વધારી હતી.
થોડી વારબાદ જયદીપે ગાડી ઉભી રાખી. પ્રતિકે જોયું તો ખંડેર અવસ્થામાં એક કારખાનું હતું. પણ તે હાલ બંધ હતું. તેને એક મોટું લોખંડનું મજબૂત તાળું માર્યું હતું. જેના પરથી એવું લાગી રહ્યું હતું કે આ કારખાનું લાંબા સમય થી બંધ હશે.
"આ કારખાનું તો બંધ છે. મને નથી લાગતું કે અહીંથી કશું પણ આપણને મળે." જયદીપે કહ્યું.
"હંમેશા નેગેટિવ વિચાર ધરાવતા લોકો આવું જ વિચારે છે." પ્રતિકે જયદીપની મજાક ઉડાડતા કહ્યું.
"હું નેગેટિવ વિચાર ધરાવતો નથી પરંતુ વિચાર તારા હલકા છે. કોઈ પણ નું સાચું કારણ જાણ્યા વિના હું કોઈ ને ગોળી મારતો નથી." જયદીપે પોતાની અંદરનો રહેલો ગુસ્સો બહાર લાવતા કહ્યું.
"મારે ત્યારે તેને મારવો ન હતો પણ ત્યારે તેણે મારી પર ગોળી ચલાવી હતી." પ્રતિકે પણ ગુસ્સે થતા કહ્યું.
"તે હંમેશા આ વિશે ઝુઠું બોલ્યો છો. તું એ કદાપિ સ્વીકારી નહીં શકે કે ત્યારે તે એનું એન્કાઉન્ટર કરવાનું એક બહાનું શોધ્યું હતું." આટલું બોલી જયદીપ આગળ ચાલવા લાગ્યો.
પ્રતીક જયદીપની વાત સાંભળી ને ત્યાંજ ઉભો રહ્યો. જયદીપે કારખાનાની અંદર જવા માટે કોઈ બીજો રસ્તો છે કે નહીં તે ચકાસવાનું શરૂ કર્યું. થોડીવાર બાદ પ્રતીક પણ તેને હેલ્પ કરાવવા આજુબાજુ જોવા લાગ્યો. કોઈ રસ્તો મળે તો અંદર જવાય તેમ વિચારી રહ્યા હતા.
પ્રતીકને કારખાના એક બાજુ ની દીવાલ થોડી નીચી દેખાણી. પ્રતિકે જયદીપને બોલાવ્યો. બંને સાથે દીવાલ કૂદીને અંદર પ્રેવેશિયા. તે બંને અંદર કારખાના હાલત જોઈ તો તેને નવાઈ લાગી. અહીં થોડી સફાઈ થયેલી હતી. જોતા એવું લાગતું ન હતું કે આ કારખાનું વર્ષો થી બંધ હશે. એવું લાગતું હતું કે બે ત્રણ મહિનાથી આ કારખાનું બંધ હોઈ શકે. કારખાનામાં અંદર એક નાનો દરબાજો હતો જ્યાંથી અંદર મુખ્ય ભાગમાં જવાતું હતું.
પ્રતીક તે દરવાજામાંથી અંદર પ્રવેશિયો. જયદીપ બહાર ક્યાંય ટોય અંગે ની કોઈ સાબુત મળે તે માટે ફરી રહ્યો હતો. થોડીવારમાં પ્રતિકે જયદીપને આવાજ આપીને બોલાવ્યો.
બહાર નિરીક્ષણ કરી રહેલો જયદીપ પ્રતિકનો અવાજ સાંભળી તે જ્યાં હતો તે તરફ દોડ્યો. પ્રતીક જ્યાં હતો ત્યાં જયદીપ પહોંચીયો ત્યારે તેણે જોયું કે એક છોકરીને બાંધીને રાખેલી છે. પ્રતીક તેને છોડી રહ્યો હતો. તે છોકરી હાલ બેહોશ હતી. અને તે શુભમ ની દીકરી હેતુ હતી. કે જેના પર જોકર ટોય ની શક્તિની કોઈ અસર થઈ ન હતી.
@@@@@
મયુર અને પ્રજ્ઞા અર્ધા દિવસથી તે શોપ આગળ ઉભા હતા. તેને કોઈ એવો અંદાજો આવ્યો ન હતો કે આ શોપમાં કોઈ ગડબડ હોઈ શકે. પ્રજ્ઞા હવે કંટાળી હતી. તે પોતાનો વેશ બદલીને શોપ પર ધ્યાન રાખી ઉભી હતી. મયુરને પણ હવે એવું લાગી રહ્યું હતું કે તેનો અંદાજ ખોટો હતો.
આખરે હવે મયુરે અહીંથી જવાનું વિચાર્યું. તેણે પ્રજ્ઞાને બોલાવી તેને કહ્યું "મારું એવું માનવું છે કે આપણે અહીં ખોટો સમય બગાડી રહ્યા છીએ."
"મારું પણ એવું માનવું છે. સર." પ્રજ્ઞા એ કહ્યું.
"હું બે મિનિટમાં આવું." મયુર પ્રજ્ઞાને ત્યાંજ ઉભી રાખી જતો રહ્યોં.
જયદીપ હજી ગયો જ હતો ત્યાં એક કાર ત્યાં આવીને ઉભી રહી. કારની થોડીક દૂર પ્રજ્ઞા ઉભી હતી. કાર નો માલિક બહાર નીકળી સામેની શોપે જવા માટે ચાલ્યો. કારમાં એક નાની બેબી હસી મજાક કરી રહી હતી. અચાનક તેનું ધ્યાન પ્રજ્ઞા પર પડ્યું. પ્રજ્ઞા નું ધ્યાન પણ તેની પર પડ્યું. બંને એ એકબીજા ને જોયા તો પ્રજ્ઞા પોતાના સહેરો આડોઅવળો કરીને તે બેબીને હસાવાનો પ્રયત્ન કર્યો. તે બેબી પણ તેની સામે જોઈ ને હસી રહી હતી.
પ્રજ્ઞા અને તે નાની છોકરી હસી મજાક કરી રહી હતી ત્યાં મયુર તેની પાસે આવ્યો. મયુર પ્રજ્ઞા ને જોઈને હસવા લાગ્યો. તેની હસી રોકાતી ન હતી. પ્રજ્ઞા આ જોઈને મયુર પર ખોટો ગુસ્સો બતાવતી ચિલ્લાની. મયુરે મહાપરાણે પોતાને આવી રહેલી હસી પર કન્ટ્રોલ કર્યો.
મયૂર અને પ્રજ્ઞા હસી રહ્યા હતા. ત્યાં અચાનક મયુરની નજર કારમાં રહેલા ટોય પર પડી. તેમાનું એક ટોય એકદમ એવું લાગતું હતું જે દરેક ખૂન વખતે મળી આવતું હતું. મયુર કાર પાસે પહોંચીયો. ત્યાં સુધીમાં કારનો માલિક કાર મા બેસી ચુક્યો હતો.
કાર ચાલુ થઈ ને આગળ નીકળે તે પહેલાં મયુર તેની પાસે પહોંચીને કારના માલિકને જઈને કહ્યું "એક મિનિટ સર. આ ટોય તમે ક્યાંથી લાવ્યા. મારે મારા દીકરા માટે આવું જ ટોય ખરીદવું છે. મને પ્લીઝ અડ્રેસ આપશો તો તમારી મહેરબાની."
મયુરે પહેલા જ્યારે કહ્યું ત્યારે તે કારના માલિકે કોઈ સારો ઉત્તર ન આપ્યો પણ જ્યારે મયુરે પોતાની પોલીસ આઈડી બતાવી ત્યારે તેના મોરચા મરી ગયા. પટ પટ પોપટ ની માફક બધું બોલવા લાગ્યો. મયુરે શોપનો અડ્રેસ લહીને તેને જવા દીધો. તે એડ્રેસ હતો દિવ્યાની શોપનો.

ક્રમશઃ