Adhuri Navalkatha - 22 in Gujarati Classic Stories by Pankaj Rathod books and stories PDF | અધૂરી નવલકથા - પાર્ટ 22

Featured Books
Categories
Share

અધૂરી નવલકથા - પાર્ટ 22

મને નવ્યા ની વાતમાં ખૂબ ઈન્ટ્રસ્ટ પડી રહ્યો હતો. મારી સાથે પ્રતીક અને જ્યોતિ ને પણ ઈન્ટ્રસ્ટ પડી રહ્યો હતો. જ્યોતિ ની આંખમાં તો પાણી પણ આવી ગયું હતું. ત્યાં જ્યોતિ અને પ્રતીક એક કામ આવતા બંને જતા રહ્યા. હવે હું અને નવ્યા એકલા બેસી રહ્યા હતાં. નવ્યા એ પોતાની કહાની આગળ કહે તે પહેલાં મેં તેને મારી નવલકથા લખવાના કાલે નવ્યા એ સૂચવેલા ઉપાય વિશે સાચું કહેવાનું વિચાર્યું. મેં નવ્યા ને સાચું કહી દીધું. મને તે ઉપાય થી કોઈ મદદ મળી ન હતી.
"ક્યારેક એવું બને કોઈ સમસ્યાનો ઉપાય આપણે જે કરી રહ્યા હોય તે જ હોય પણ તેની અસર અમુક સમય બાદ થાય." નવ્યા એ કહ્યું. નવ્યા આ વાત હું સમજી રહ્યો હતો. તેનો કહેવાનો મતલબ એ હતો કે મારે આ રીત પર થોડો સમય વધુ ઉપયોગ કરીને રાહ જોવાંની હતી.
મને વિશ્વાસ હતો કે મને કોઈ પણ રીત ઉપયોગ નહીં થઈ શકે. હું હાર માની શુકયો હતો. મેં ખૂબ પ્રયત્ન કર્યા હતા. પણ તે પ્રયત્ન ઓછા હતા. મારે હજી પણ વધારે પ્રયત્ન કરવાના હતા. એ માટે મારી પાસે રહેલી લિસ્ટના આગળના નામ સાથે સંપર્ક કરવાનો હતો.
"તમે કહ્યું હતું કે તમારી પાસે કોઈ લિસ્ટ છે જેમાંથી તમે લેખક ને કોલ કરો છો." નવ્યા એ કહ્યું.
"હા, તે લિસ્ટ માંથી મેં બે લેખકને ફોન પણ કરી જોયા હતા." મેં કહ્યું.
"તો શું જવાબ આપ્યો." નવ્યા.
"મને નવલકથા બાબત નો કોઈ જવાબ ન મળ્યો." મેં કહ્યું.
"તમેં જે લેખક ને ફોન કર્યો હતો. તેમને કોઈ જવાબ ન આપ્યો." નવ્યા એ કહ્યું.
"ના, તેઓ જવાબ આપી શકવાની સ્થિતિ માં ન હતા. એક લેખકને અટેક આવ્યો હતો તે ત્યારે હોસ્પિટલમાં હતા. બીજા લેખક વિદેશ હતા." મેં કહ્યું.
"તમે ત્રીજા લેખક ને કોલ કરવાનો પ્રયત્ન શા માટે ન કર્યો?" નવ્યા.
"મારી પાસે ફક્ત બે જ લેખકના નંબર હતા." મેં કહ્યું.
"નામ તો છે ને તમારી પાસે?" નવ્યા એ કહ્યું.
"હા, પણ તેનાથી શું થશે." મેં કહ્યું.
"નામ થી આપણે તેઓને શોધી લેશું." નવ્યા એ કહ્યું.
"એ કેવી રીતે." મેં કહ્યું.
"એ તમે મારા પર છોડી દયો. હું શોધી શકીશ." નવ્યા.
"તમે મારા માટે કેમ આટલી મહેનત કરવા તૈયાર થયા છો." મેં કહ્યું.
"તમે મારી માટે આટલુ કરો છો તો મારી પણ ફરજ બને કે તમારી મદદ કરવાની." નવ્યા એ કહ્યું.
"હું તમને મદદ કરું છું તેનું એ પણ કારણ છે કે તમે અહીં છો એ મારી ભૂલના કારણે છો. હું મારી ફેસબુકની આઈડી નો સિક્યોર રીતે ઉપયોગ કર્યો હોત તો તમે અહીં ન હોત." મેં કહ્યું અને મનોમન બોલ્યો. "બીજું એ પણ કારણ છે કે હું તમને મનોમન પ્રેમ કરવા લાગ્યો છું."
"મારી અહીં આવવાનું કારણ તમે નથી. આ મારી નિયતિ છે. જેનાથી હું અહી છું. મારા નિયતિમાં આવેલી આ મુસીબતનું કારણ તમે નથી." નવ્યા એ કહ્યું.
નવ્યા મારી વિશે આ પ્રકારે વિચારતી હતી તે મને હાલ જાણ થઈ. નવ્યા મારા વિશે સારું વિચારતી હતી. હું તે જાણી ને પ્રસન્ન થયો. કોઈ છોકરી આજ સુધી મારી સાથે બોલી પણ ન હતી. આજ સુધી કોઈ છોકરીને મેં સામેથી બોલાવી પણ ન હતી. આજે નવ્યા જે એક છોકરી હતી તે મારા માટે સારું વિચારતી હતી.
"તમે હાલ એક મોટી સમસ્યામાં છો. અને તમે મારી વિચે વિચાર કરો છો એ મારા માટે ઘણું છે. હું કોઈ ઉપાય મારી રીતે શોધી લહીશ. હું આજ સાંજ સુધીમાં તમારા માટે ભવિષ્ય સારી રીતે નીકળે તે વ્યવસ્થા કરી લહીશ." મેં કહ્યું.
"એ તમે કેવી રીતે કરશો." નવ્યા.
"હું તમારા માટે કોઈ સારી એવી નોકરી અને વ્યવથીત રહેવાનું શોધી લહીશ." મેં કહ્યું.
"ના, એ શોધવાની જરૂર નથી. હું અહી વધુ સમય રહેવાની નથી. હું આ શહેર છોડીને જતી રહેવાની છું." નવ્યા એ કહ્યું.
@@@@@
પ્રતીક અને જ્યોતિ પોતાને એક કામ છે એમ કહીને અજય અને નવ્યા પાસેથી જતા રહ્યા હતા. તે બંને જ્યોતિ ની સહેલી દિશા ને હેલ્પ કરવા આવ્યા હતા. દિશાએ જ્યોતિને ફોન કરીને મદદ માટે બોલાવી હતી.
જ્યોતિ અને પ્રતીક દિશા સાથે મોલની નાસ્તાની શોપ આગળ રહેલા ટેબલે બેઠા હતા. નાસ્તો ઓડર કર્યો હતો અને હાલ નાસ્તો આવ્યો જ હતો. દિશા એ નાસ્તો કરવાનું શરૂ કર્યું હતું. અને નાસ્તો કરતા કરતા પોતાના પર આવેલી મુસીબત અંગે કહેવા લાગી હતી.
દિશાએ શાંતિથી વિગતે પોતાની સમસ્યા કહી સાંભળવી. પ્રતીક અને જ્યોતિએ શાંતિથી દિશાની સમસ્યા સાંભળી. દિશાની સમસ્યા સામાન્ય હતી. જેનો ઉપાય જ્યોતિ પાસે હતો. જ્યોતિએ તેના વિશે શું કરવું તે વિશે દિશાને વ્યવસ્થિત રીતે સમજાવ્યું. દિશા આ સાંભળીને દંગ રહી ગઈ.
"આ વિશે મારે પહેલા વિચારવાની જરૂર હતી." દિશાએ જ્યોતિની સલાહ સાંભળીને કહ્યું.
"એ માટે તારી પાસે મગજ હોવું જરૂરી છે." પ્રતિકે હસતા કહ્યું.
"મારી પાસે તારી કરતા સારું મગજ છે." દિશાએ પણ પ્રતીક સાથે મજાક કરતા કહ્યું.
ત્રણેય ત્યાં મજાક કરી રહ્યા હતા. થોડી વાર એમ જ મજાક કરીને જવાનું વિચાર્યું. પ્રતીક નાસ્તાનું બિલ પૈ કરવા જતો રહ્યો અને દિશા અને જ્યોતિ આગળ ચાલવા લાગ્યા. પ્રતીક જતો હતો ત્યાં તે અચાનક કોઈ સાથે અથડાયો અને સામેનો વ્યક્તિ જમીન પર નીચે પડી ગયો.
"ઓહ ચોરી મને માફ કરો મારું ધ્યાન ન હતું." પ્રતીકે સામેના વ્યક્તિ હતા તેને હાથ આપીને ઉભા કરતા કહ્યું. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નવ્યા નો ભાઈ નયન હતો.
"ઈસ ઓકે." નયન પોતાના કપડાં વ્યવસ્થિત કરતા બોલ્યો.
"આ શહેરમાં નવા છો. આજ પહેલા કોઈ દિવસ અહીં તમને જોયા નથી." પ્રતિકે નયન સાથે વાતચીત શરૂ કરતાં કહ્યું.
"તમે સાચું કહો છો. હું આજે જ આ શહેરમાં આવ્યો છું. અને હું પહેલી વખત આ શહેરમા આવ્યો છું." નયને કહ્યું.
"મને લાગ્યું જ કે આ મોલ મા આવનાર મોટા ભાગના લોકોને મેં એકબે વખત જોયા જ હોય છે. પણ તમને પહેલી વખત જોવ છું. હું કોઈને એક વખત જે સ્થળે જોવ તે સ્થળ અને તે વ્યક્તિ મને બીજે મળે તો તે વ્યક્તિ સાથે થયેલી મારી મુલાકાત મને યાદ હોય છે." પ્રતિકે કહ્યું.
"ઓહ શું વાત છે. ગજબની યાદ શક્તિ છે. તમારી કોઈ પણ ને એક વખત જોવાથી તમે તે વ્યક્તિ ફરી વખત સામે આવવાથી તમને એ ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિ ને પહેલા ક્યાં જોયા હતા." નયને કહ્યું.
"એ ખાસ બાબત છે મારામાં." પ્રતિકે કહ્યું.
"હું અહી કોઈને શોધી રહ્યો છું. જો તમે જાણતા હશો તો મને મદદ મળશે. એક મિનિટ હું તમને ફોટો બતાવું." નયને કહ્યું. નયન અહીં નવ્યા ને શોધવા આવ્યો હતો. તે પ્રતીકને નવ્યા નો ફોટો બાતવવા માટે પોતાનો મોબાઈલ નીકળ્યો. ફોનમાંથી ગેલેરીમાં જઈને તેણે એક ફોટો પ્રતીક તરફ કરીને કહ્યું. "આ બેનને તમે ક્યાંય જોયા છે?"
(વધુ આવતા અંકે)