સુધા અત્યારે એક ટ્રેન માં હતી. આ ટ્રેન હલ-હલ જ કરે છે. તે એક 'કોમ્પાર્ટમેન્ટ' માં ઊંઘે છે. સામે ના સીટ પર અવિરાજ ઊંઘે છે. તેણા ખરરાટા એટલે.. સમજી જાવ. અત્યારે એ લોકો અમદાવાદ જઈ રહ્યા છે. અમદાવાદ પોહચંતા હજી ત્રણ કલાક છે. મૃગધાં એ જે રાતે કહ્યું તેજ રાતે તે લોકો અમદાવાદ જવા નીકળ્યા. સુરતના ટેશન થી ટ્રેન પકડી. હવે અમદાવાદ ઉતારવાનું છે. મૃગધાં ગાડી માં અમદાવાદ પહોંચે છે.
આ વસ્તુ સુધાને યાદ છે. હાલ તે એક સ્મશાન માં છે. હાઈશ મરી ગઈ. સુધા મરી ચૂકી છે, આ વાતની ખાતરી છે. સુધા મૃત્યુ પામી છે. તે પહેલા કૉમામાં હતી, હવે મરી ગઈ છે. અવિરાજ કોઈકની સાથે ફોન પર વાત કરવા ફોન લગાડે છે. કોઈ ફોન નથી ઉપાડી રહ્યું. સુધાને ભલી ભાતી ખબર છે, કે તે કોને ફોન કરી રહ્યો છે.
સુધા ફરી તે દિવસ યાદ કરે છે. સુધા કેટલી બદલાઈ ગઈ છે નઈ. સુધા ના જીવ ને ખતરો છે. એ મૃગધાં નામની છોકરી કહેતી હતી કે સુધાને કોઈક મારી નાખવા મથી રહ્યું છે. સ્મિતા, એ પેલી છોકરી જેનું મુખ સુધા જેવુ છે, એને કોઈકે મારી નાખી છે. હવે તે સુધા પાછળ પડયા છે. સુધાને આ વસ્તુ સાબિત કરવામાં આવી હતી. તે મરવાની છે. અમદાવાદમાં એક માણસ છે, મીનેશ મીરાણી. મીનેશ મીરાણી એક લેખક છે. તે સુધાને તેના ભાઈને બચાવશે. સુધાએ મીનેશ ને જોયો છે. તે મીનેશ ને ઓળખે પણ છે (હવે). સ્મિતાના મારનારને સુધાની જરૂરિયાત છે. સુધાજ એકલી માણસ છે, જેને ખુશવંત રાઠવા ઓળખે છે. કોણ છે એ? તે સુધા પણ નથી જાણતી. પણ એ સુધાને ઓળખે છે.
સુધા બારીની બહાર જોવે છે, તો એને કશુંજ નથી દેખાતું. બહાર અંધારું છે. રાત્રિનો ત્રીજો પો'ર.
પેહલા તો સુધા આા વાત માનતી નતી. પણ પછી, તેને સાબિતી મળી. સુધાને એ લોકો ના ફોટા દેખાળ્યા. તે એમાના ત્રણ ને ઓળખે છે. એક તો એને રોજજે જોવે છે. સુધાના પપ્પા પરત ઘરે આવ્યા, ત્યારે તેમણે એજ વસ્તુ કહી. સુધા, ભાગી જા અહીં થી, સુધા, એ લોકો ને મે જોયા છે. શું થયું તું? તે કોઈ દિવસ એમણે નથી કહ્યું.
એટલે હવે, સુધા અને અવિરાજ અમદાવાદ જઈ રહ્યા છે. મીનેશને ત્યાં.
હવે સુધા આા દ્રશ્યને પ્રશ્ન પૂછે છે: હેં?
આ શું થઈ રહ્યું છે? સુધા સાથે? સુધા કોઈ દિવસ ટ્રેનમાં નથી બેઠી. શુ છે આ!
પછી ટ્રેન થોભાઈ છે. બિલકુલ, અત્યારે સુધાનું મન અને આા ટ્રેન બંનેવ બંધ છે.
અવિરાજ પણ શાંત હતો. એ એકવાર ટ્રેનમાં બેસ્યો છે. મામા એણે સોમનાથ લૈ ગયા હતા. કેમ? કોઈની અસ્થિ વિસર્જન વખતે.
મસ્ત છે, આ ટ્રેન. હવા આવે છે.
આ ટ્રેન ના ડબ્બામાં ખાલી બેજ સીટો છે. બાકી બધામાં વધુ હતી. એવું કેમ?
પછી સુધા કઈક સાંભળે છે, પગનો અવાજ. પણ સુધા પાછળ નથી ફરતી. સુધા ધીમે થી તેના હાથ વાળે છે. કોણ છે અહીં? ખબર નહીં.
અને પછી, સુધાના ગળા આગળ એક ચપ્પુ મૂકી દે છે, એ માણસ ધીમે થી સુધાના કાનમાં બોલે છે.
'જો અવાજ કર્યો છે ને તો..'
પછી તે સુધાને ઊભી કરે છે. સુધા તેનું મોઢું નથી જોઈ શક્તી. ટ્રેન હલવા લાગે છે. તે આગળ વધે છે. સુધા એકદમ સુન્ન છે. સુધાનું હ્રદય એટલું ઝોર-ઝોરથી બોલે છે કે તે બેભાન થવાની છે.
અને પછી બેભાન થઈ ગઈ.
હવે, અવિરાજ તેનું શરીર લાકડાઓ પર મૂકે છે.