Emotional Stress - Part 3 in Gujarati Love Stories by Ruchita Gabani books and stories PDF | લાગણીઓના તાણાવાણા - ભાગ 3

Featured Books
Categories
Share

લાગણીઓના તાણાવાણા - ભાગ 3

માધવ કનિષ્કાના ઘરેથી નીકળીને સીધો પોતાના ઘરે પહોંચ્યો. આખા રસ્તામાં વિચારી રહ્યો હતો કે કોઈ સ્વપ્ન હતું કે ખરેખર કનિષ્કાએ બધું જ કહ્યું હતું જે સાંભળીને આવ્યો હતો.

માધવ ઘરે પહોંચ્યો ત્યારે લગભગ 12 વાગવા આવ્યા હોવાથી અદિતી ઊંઘી ગઈ હતી. માધવને વાતથી થોડી રાહત થઈ, ચલો એકલા વિચારવાનો સમય મળી રહેશે. કારણકે અદિતીને વાત કહેવી કે નહીં તેની અવઢવમાં હતો . આમ તો આજ સુધી એણે અદિતીથી કોઈપણ વાત ક્યારેય છુપાવી નહતી, પણ આજસુધી આવું કશું એની સાથે થયું પણ તો નહતું.

હું બીજાને પ્રેમ કરું છું અને લગ્ન પણ થઈ ગયા છે જાણવા છતાં કનિષ્કા મારા પ્રેમમાં કેવી રીતે પડી શકે? આમ તો કોને પ્રેમ કરવો અને કોને નહીં એના પર ક્યાં કોઈનું જોર ચાલ્યું છે, પણ તકલીફ છે કે ઈચ્છે છે કે હું 2 મહીનાનો એને સમય આપું. મિત્ર તરીકે સાથે રહું એમ કહ્યું છે અફેર કરવાનું ક્યાં કહ્યું છે? બસ સમય દરમ્યાન એટલી યાદો ભેગી કરી લેવા માંગે છે કે જેના સહારે, બાકીનું જીવન વિતાવી શકે. પણ એમ કાંઈ યાદોના સહારે થોડી કોઈ જીવી શકાય? સમજાતું નથી શું કરું? મારા પ્રેમમાં પડવાનું મેં તો એને નહતું કહ્યુંને, અને જાણી જોઈને એવું કશું કર્યું પણ નથી કે જેનાથી મારા પ્રેમમાં પડે. પરંતુ હવે અજાણતા મારા લીધેથી તકલીફમાં છે અને મને ખૂંચી રહ્યું છે. સમજાતું નથી કે હું એને યાદો આપીને સહારો આપીશ કે એની તકલીફોમાં વધારો કરીશ? જો એની સાથે વાત કરવાનું બંધ કરીને એનાથી દૂર રહું તોપણ એને તકલીફ થશે. અને આખી જિંદગી મને યાદ કરતી રહેશે તોપણ એને તકલીફ થશે.અને એની તકલીફનું કારણ તો ગમે તેમ હું હોઈશ. અને હું એવું ક્યારેય ઈચ્છું કે કોઈ મારા લીધેથી દુઃખી થાય. હે ભગવાન તું કહે શું કરું? એને તકલીફ આપીને મારાથી દૂર કરું કે થોડી ખુશી આપીને એને એની રીતે દુઃખી થવા દઉં?” માધવ ખબર નહીં કેટલા કલાકો સુધી સિક્કાની બંનેવ બાજુના પાસાઓ વિશે વિચારીને પોતાની સાથે મથતો રહ્યો. એક સમયે એવું પણ થઈ આવ્યું કે અદિતીને અત્યારે જગાડીને એની સાથે ચર્ચા કરીને વાતનો અંત લાવે. વિચારોમાંને વિચારોમાં માધવને ક્યારે ઊંઘ આવી ગઈ એની તેને પોતાને ખબર ના રહી.

સવારે જ્યારે માધવની આંખો ખુલી તો તેની નજર, સામે રહેલા અરીસામાં જોઈને તૈયાર થઈ રહેલી અદિતી પર પડી. એણે આંખો ચોળીને ફરીથી ધ્યાનથી જોયું કે ક્યાંક કોઈ ભૂલ તો નથી થઈ રહીને? અદિતી છેને? જો અદિતી હોય તો તેણે સાડી કેમ પહેરી છે? 3 વર્ષમાં આજે પહેલી વાર માધવ અદિતીને સાડીમાં જોઈ રહ્યો હતો.

કેસરી રંગની શિબોરી ડિઝાઇન વાળી સાડી અને સાથે વાઈટ કલરનું બ્લાઉઝ. વાળ કદાચ અત્યારે ધોયા હશે, એટલે ભીના હોવાથી હજુ ખુલ્લા હતા. અદિતીનું ધ્યાન તો હજુંય છેલ્લે મેચિંગનો ચાંદલો લગાડીને ભીના વાળ સરખા કરવામાં હતું.

ઓહ મેડમ? સવાર સવારમાં કોનું મર્ડર કરવા નીકળ્યા? હું તો આમેય તારી અદાઓનો ઘાયલ આશિક છું. મરેલાને હજુ શું કામ મારે છે?”, એમ કહીને માધવે અદિતીને ભીંસીને પોતાની બાંહોમાં જકડી લીધી.

પત્યું તારું? કે હજી તારા લવેરિયા બાકી છે? આમ આઘો ખસને મને મોડું થાય છે.” અદિતી પોતાને માધવની બાંહોમાંથી છોડાવવા મથી રહી.

માધવ આમ તો કનિષ્કાની વાતોથી ઊંડા વિચારોમાં અને ટેનશનમાં હતો. પણ ગમે તેટલો દુઃખી હોય કે ટેનશનમાં હોય, અદિતીને જોઈને મુડમાં આવી જતો.

આમ કાચમાં જો તો ખરા. કેવી મારા ફેવરેટ ઓરેંજ ફ્લેવરના બરફના ગોલા જેવી ને એના ઉપર મસ્તીનું સફેદ ટોપરુ ભભરાવ્યું હોય એવી લાગે છે. એમ બટકું ભર્યા વિના થોડી તને જવા દઉં?” એમ કહીને માધવે અદિતીના ગાલ પર અને ખભા પર 2-4 બટકા ભરી લીધાં.

પણ કહે તો ખરાં, આજે સાડી પહેરવાનો મૂડ કેમ થયો? મને ખબર છે ત્યાં સુધી તને સાડી પહેરવી નથી ગમતીને? કે પછી મમ્મીને ઈમ્પ્રેસ કરવાનો ઈરાદો છે?” માધવે પૂછ્યું.

હા, મને સાડી પહેરવાનો સહેજપણ શોખ નથી. પણ કાલે જ્યારે મમ્મીને વાતવાતમાં એમ કહેતા સાંભળ્યા કે એમનું સપનું હતું કે એમની વહુ ઘરમાં સાડી પહેરીને કામ કારતી હોય તો કેવી સરસ લાગે છે તેમને જોવું હતું. એમણે મને સાડી પહેરવા માટે કોઈ ફોર્સ નથી કર્યો પણ..”

અદિતીની વાતને વચ્ચેથી કાપતા માધવે કહ્યું, “અદુ, તને ના ગમતું હોય તો રહેવાદેને. મમ્મીને હું સમજાવી લઈશ. તને જે ગમે પહેર અને કર.”

તો કર્યું છે આજે માધવ. એમણે મને સાડી પહેરવા માટે કહ્યું નથી છતાંપણ મને પહેરવાની ઈચ્છા છે, એટલે મેં સાડી પહેરી છે. મને સાડીમાં જોઈને એમની ઈચ્છા પુરી થયાનો જે સંતોષ હશે ને એમના ચહેરા પર, બસ મારે જોવો છે.” અદિતી કોઈ અદમ્ય ખુશી મહેસુસ કરીને મુસ્કુરાઈ રહી હતી.

પણ બીજાની ખુશી માટે તમને જે નથી ગમતું કરવું? ખોટું ના કહેવાય?” માધવ હજુપણ સમજી શકવા અસમર્થ હતો.

અરે ઘેલા, ક્યારેક આપણે સહેજ તકલીફ લઈને પણ કોઈને ખુશી આપી શકતા હોઈએ તો મારા મતે કરવું યોગ્ય છે. કારણકે તેવું કરવાથી એમને ખુશી મળે છે અને બીજાને આપણા કશું કરવાથી ખુશી મળતી હોય તો છેલ્લે આપણને પણ ખુશી થવાની. તું પણ ક્યારેક ચાન્સ મળે તો ટ્રાય કરી જોજે.” એમ કહીને અદિતી બેડરૂમની બહાર નીકળી ગઈ.

વાહ !!” માધવ રાતે કેટલું વિચારવા છતાં પણ શું કરવું અને શું નહીં નો નિર્ણય નહતો લઈ શક્યો, પ્રોબ્લેમનો જવાબ અજાણતા અદિતીએ આપી દીધો.

માધવને જાણે રાહત થઈ ગઈ. એણે નક્કી કરી લીધું હતું કે હવે શું કરવાનો છે અને કનિષ્કાને શું જવાબ આપવાનો છે.

પોતાની મસ્તીમાં ગીત ગણગણતો અને ખુશ થતો ઓફિસ પહોંચ્યો. એને એમ હતું કે કનિષ્કા કદાચ ઓફિસમાં આજે પણ નહીં આવી હોય. પણ એની ધારણા ખોટી પડી. કારણકે પોતાની ડેસ્ક પર લેપટોપ શરૂ કરીને હજુ બેઠો હતો કે પીયૂન આવીને કહ્યું કે કનિષ્કા તેને પોતાની કેબીનમાં બોલાવી રહી છે.

કનિષ્કા હજુ પુરી રીતે સ્વસ્થ તો નહતી થઈ. હજુપણ લપસીને પડવાથી વાગ્યું હતું દુખતું હતું પણ માધવનો શું જવાબ મળે છે જાણવાની અધીરાઈ એને ઓફિસ લઈ આવી હતી.

કેબીનમાં દાખલ થતાં માધવે કનિષ્કાને તેની તબિયત વિશે પુછ્યું, “કેમ છે તને હવે?”

સારું છે હવે. કાલે મેં જે વાત કરી એના વિશે તે કશું વિચાર્યુ? કાલે તું કશું કહ્યા વિના જતી રહ્યો હતો. મને એમ કે તું ગુસ્સે હોઈશ. અને..”

મારો જવાબ હા છે. પણ..”

આટલું સાંભળતા તો જાણે કનિષ્કા એકદમ સ્વસ્થ થઈ ગઈ. એની ખુશીની તો જાણે કોઈ સીમા ના રહી. પરંતુ માધવ આગળ શું બોલ્યો? પણ? ઓહ.. અર્થાત એની કોઈક શરત લાગે છે.

પણ? પણ શું માધવ?”, શું કહેશે માધવએ જાણવાની રાહમાં કનિષ્કા થોડી નવર્સ થઈ ગઈ.

અરે એમ નવર્સ થવાની જરૂર નથી. એવું કંઈ અઘરું નથી મારુ પણ”. અરે તારી ખુશી કદાચ બેવડાઈ જશે મારા પણ ની આગળની વાત સાંભળીને.

કનિષ્કાને થોડી રાહત થઈ.

“2 મહિનાનો સમય હું તને આપવા તૈયાર છું. પણ તારે એટલું સમજવું પડશે કે હું જે પણ કરું છું તારી ખુશી માટે કરું છું. જાણું છું કે અત્યારે કે પછીય તારી તકલીફોનું કારણ હું રહીશ. પરંતુ 2 મહિના ના સમયમાં હું તને થોડી ખુશીઓ આપીને આગળ જતાં યાદ કરીને હસી શકે એટલા સુકુનના પળ આપીને તકલીફની ક્ષણોમાં રાહત આપવા માંગુ છું. અને હા સમય દરમ્યાન હું જે પણ કરું એની પાછળનું કારણ હું સમયને પ્રાયશ્ચિત કરવાનો મોકો માનું છું. સાથે સાથે તું વાત ક્યારેય ના ભૂલતી કે પ્રેમ તો હું..”

કે પ્રેમ તો તું અદિતીને કરે છે અને હંમેશા કરતો રહીશ.” કનિષ્કાએ માધવની વાત અધવચ્ચે કાપતા કહ્યું.

સાચું કહું તો હું હજીય સમજી નથી શકતો કે કરવું યોગ્ય રહેશે કે નહીં.જાણું છે કે આને અફેર ના કહી શકીએ પણ અફેર કરતા વાત ને ઓછી આંકવી યોગ્ય પણ નથી . અને એટલે અદિતીને કહેવાની અત્યારે હિંમત પણ નથી થતી. એને કહીશ, પણ કદાચ 2 મહિના પુરા થાય પછી. ત્યાં સુધી કદાચ હું પણ જાણી લઈશ કે મેં જે કર્યું ખોટું હતું કે સાચું.” માધવ કદાચ હજુપણ અવઢવમાં હતો.

માધવ, તારું મન ના પાડતું હોય તો રહેવાદે. પરંતુ, મારા વિચારે તું એક સારું કામ કરી રહ્યો છે. મારું મન જાણે છે કે તું હા પાડીને મારા પર કેટલો મોટો ઉપકાર કરી રહયો છે. અમુક લોકોને તો જેને પ્રેમ કરતા હોય એની સાથે વાત કરવાનો પણ મોકો નથી મળતો. અને મને, 2 મહિનાનો સમય આપીને તે જાણે અમૂલ્ય ખજાનો આપી દીધો. કાયમ તને યાદ કરી શકું એવી યાદોનો ખજાનો. કદાચ, કદાચ હું સ્વાર્થી લાગતી હોઈશ. અને હું માનું છું કે હું છું સ્વાર્થી. પણ હું વચન આપું છું કે મારા કારણે તારા લગ્ન જીવનમાં ક્યારેય કોઈ તકલીફ ઊભી નહીં થાય.” કનિષ્કાએ માધવના દિમાગમાં ચાલી રહેલી અવઢવને નિરાંત આપવાની કોશિશ કરી જોઈ.

તું જાણે છે વાતનો તોડ અદિતીએ મને અજાણતા આપ્યો છે. એટલે એને હું ભગવાનનો ઈશારો માની ને તને હા પાડવા આવ્યો હતો, પણ જેમ જેમ વિચારું છું એમ હજુપણ ખરાં-ખોટાના સવાલો ઉભા થાય છે. પણ તારી વાત સાંભળીને હવે એમ થાય છે કે, મારી અદિતી સાચું કહે છે, કે આપણે થોડી તકલીફ ઉઠાવીને કોઈને ખુશી આપી શકતા હોઈએ તો કામ કરવું જોઈએ. એટલે મેં તને હા પાડી.” માધવે પોતાનો નિર્ણય જાહેર કર્યો.

કનિષ્કાની ખુશીની કોઈ સીમાં રહી.

માધવને પણ નહતી ખબર કે તેમની 2 મહિનાની આ મુલાકાતો ભવિષ્યમાં શું રંગ લાવશે.