Hind mahasagarni gaheraioma - 4 in Gujarati Thriller by Hemangi books and stories PDF | હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 4

The Author
Featured Books
Categories
Share

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 4

દ્રશ્ય ચાર -
દેવ ને સંજય ને તે જગ્યા વિશે પૂછ્યું " આ કેવા પ્રકાર ની જાદુઈ જગ્યા છે કે કોઈ બીજી દુનિયા છે?"
સંજય ને જવાબ આપ્યો " ના આ કોઈ જાદુ નથી આ એક હકીકત છે જે તું જોવે છે એ આ પૃથ્વી નો એક ચમત્કાર છે હું એ નથી જાણતો કે આ ગુફાનું ભૂતકાળ શું હતું પણ હું વર્તમાન ને જાણું છુ. આ સ્થાર સમય ને રોકી આ જગ્યા માં જાણે કેદ કર્યો હોય અહી રહ્યા પડી તમે ના પાણી મગ્સો કે ના ખોરાક ના તમે વૃદ્ધ રહો કે ના જવાન અહી તમને અમર જીવન મળશે."
માહી ચોંકી ને બોલી " સુ અમર જીવન કેવી રીતે?"
સંજય ને જવાબ આપ્યો " એ તો આપડી સમાજ ની બહાર છે કે અહી અમર કેવી રેતી બનીએ પણ જયા પ્રકૃતિ નો કોઈ નિયમ ન લાગે ત્યાં એવો ચમત્કાર થવો કઈ નવાઇ ની વાત નથી."
પણ અહીં અંજલિ ના વિચાર અલગ હતા અને દેવ ને એની વાત સાંભળી ને સંજય ની વાત નકાર તા અંજલિ એ કહ્યું" એવું નથી કે અમે અહીથી આઝાદ થવાનો પ્રયત્ન નથી કર્યો પણ આ જગ્યા માં આવ્યા પછી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. બસ પાણી પથ્થર અને ભ્રમ સિવાય બીજું કંઈ નથી."
ગોપી ને પૂછ્યું " તો તમને અહીં રેહવુ ગમતું નથી. "
અંજલિ ને માથું હળવી ના પડી અને એની આંખો માંથી પાણી આવી ગયું. એ મનમાં પોતાને લાચાર સમજતી હતી સંજય ને એ અમર જીવન ની માયાજાળ માં જોઈ ને દુઃખી થતી. એના માટે ત્યાં સમય પસાર કરવો મુશ્કેલ હતો પણ તેની પાસે બીજુ કોઈ સમાધાન ના હતું. તે વિચારી ત્યાંથી નીકળી ને બીજી ગુફા માં આવી માછલી ની ગુફામાં આવી ને ઉભી હતી ને એની પાછળ માહી આવી.
માહી ને એની ભાવના સમજી ને કહ્યું " હું એતો નથી સમજતી કે તમારા મન પર સુ વીતતી હસે પણ જો તમે મારી સાથે મન હળવું કરવા માગતા હોય તો તમારા માટે અહી ઊભી છું"
થોડો સમય ત્યાં શાંતિ હતી પણ પછી અંજલિ ને બોલવાની શરૂઆત કરી " સુ સમજવું એ કે છેલ્લા પચાસ વર્ષ એક કાળી અંધારી ગુફા જેમાં કઈ પણ સામાન્ય નથી એમાં મે વિતાવ્યા અને મારું જીવન બરબાદ કર્યું."
મહીં ને કહ્યું" ના મારે એ નથી જાણવું એ જાણવું છે કે આ ગુફાની બહાર તમારું જીવન કેવું હતું."
અંજલિ ને કહ્યું " આ ગુફાની બહાર નું જીવન.... હા એની બહારની દુનિયા માં હું બહુ ખુશ હતી ગમતી વ્યક્તિ સાથે મે લગ્ન કર્યા અને અમારે બે જુડવા બાળકો પણ છે. હાલ એમની ઉમર બાવન વર્ષ ની છે. મોટી છોકરી નું નામ જીનલ અને એનાથી નાના છોકરા નું નામ જીવન છે. એમના પણ બાળકો છે. હું એમને જોઈ ને થોડી વાર ખુશ થાઉં છું."
અંજલિ એના બાળકો વિશે કીેહવાનું ચાલુ રાખ્યું અને હસતા હસતા બને વાતો કરવા લાગ્યા. જ્યારે એમને બોલવા માટે રિયાંશા આવી ત્યારે એમને ખબર પડી કે એક કલાક વિતી ગયો છે. અંજલિ તેને કહે છે" તરી સાથે મારા જીવન ના ખુશી ના ક્ષણો યાદ કરી મારું મન હળવું થઈ ગયું."
માહી તેને જવાબ માં કહે છે " મારી મમ્મી મને કહે છે જ્યારે જીવન માં દુઃખ અને નિરાશા હોય ત્યારે એ સમય યાદ કરવો જે માં ખુશી હોય અને સારી યાદો હોય."
અંજલિ કહે છે" તરી માતા ની જીવન જોવાની રીત અલગ છે."
હવે તે બને ત્યાંથી બાકી ના લોકો પાસે જાય છે ત્યાં સંજય એજ વાત પર હોય છે કે એ ગુફા માં ચમત્કાર અને અમર જીવન. હવે બધા એની વાત પર ધ્યાન આપવા લાગે છે અને ત્યાંથી બહાર જવાનો વિચાર પર ખચકાવા લાગે છે. આ સ્થિતિ માહી અને દેવ ને સમજાવી દે છે કે જો બધા લાંબો સમય સંજય સાથે વાત કરશે તો એમના મગજ માં પણ અહી રેહવાનો વિચાર આવશે. હવે તે બધાને ત્યાંથી બહાર લઈ જાય છે.
બીજી ગુફા માં આવ્યા પછી પણ વાતો નો વિષય બદલાયો ના હતો એ અમર જીવન ની માયાજાળ મન માં ગૂંથવાની સરું થઈ હતી. હજુ તો એમને આવી ને થોડો સમય થયો હતો અને તે ત્યાં જીવન વિતાવા માટે ના વિચાર કરવા લાગ્ય હતા.