Raat - 3 in Gujarati Horror Stories by Keval Makvana books and stories PDF | રાત - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રાત - 3

ભાગ :- 3

હોળીની વહેલી સવારે સ્નેહા પોતાનો સામાન પેક કરી રહી હતી ત્યારે ભક્તિ નો કોલ આવ્યો,"સ્નેહા હજુ કેટલો સમય લાગશે ? આ હું તને પાંચમી વખત કોલ કરી રહી છું. Please જલ્દી આવ." ભક્તિ એકસાથે આટલું બોલી ગઇ. સ્નેહાએ કહ્યું, "ભક્તિ! તું પેલાં શ્વાસ લઇ લે. હું પાંચ મિનિટમાં તારી સામે હાજર થઈ જઇશ." ભક્તિ બોલી,"Ok, Please જલ્દી આવજે." સ્નેહા બોલી,"હા પહોંચું જ છું.OK.Bye" . ભક્તિ બોલી,"Ok.Byy".
સ્નેહા ઘરની બહાર નીકળી રવિની રાહ જોવા લાગી. રવિ કાર લઈને આવ્યો. સ્નેહા જલ્દી જલ્દી કારમાં બેસી ગઇ. રવિ કાર ચલાવવા લાગ્યો. કારમાં "એક તુમ પે ભી મરતે રહેના દિલ કી આદત હે" આ ગીત વાગી રહ્યું હતું. આ ગીત સાંભળીને સ્નેહા અને રવિ રોમેન્ટિક થઈ ગયાં. તેઓ એકબીજાનો હાથ પકડવા ઈચ્છતાં હતાં, પરંતુ તેઓ અચકાતાં હતાં. રવિ અને સ્નેહા બંને ધીમે ધીમે પોતાનો હાથ એકબીજા તરફ લઈ જઈ રહ્યાં હતાં. પછી તેઓએ એકબીજાનો હાથ પકડી લીધો. રવિનો એક હાથ કારનાં હેન્ડલ પર અને બીજો હાથ સ્નેહા નાં હાથમાં હતો. બંને એકબીજામાં ખોવાયેલા હતાં ત્યાં સામે અચાનક એક કાર આવતાં રવિનો હાથ સ્નેહાનાં હાથમાંથી સરકી ગયો.

સ્વાર્ણાપુર જવા માટે બસ આવી ગઇ હતી. વિશાલ, ભાવિન અને ધ્રુવ આવી ગયાં હતાં, તેઓ રવિની રાહ જોઈ રહ્યાં હતાં. ભક્તિ, અવની અને રીયા પણ સ્નેહાની રાહ જોઈ રહી હતી. રવિ અને સ્નેહા ત્યાં આવી ગયાં. વિશાલ બોલ્યો,"તમારે બંનેને કેટલો સમય લાગે છે! આજે તમે બધાંની છેલ્લે આવ્યાં છો. ચાલો હવે જલ્દી." બધાં એકસાથે બોલ્યાં,"ચાલો! ચાલો!"

શ્રધ્ધા અને સાક્ષી બન્ને એકબીજા સાથે વાતો કરી રહી હતી. સાક્ષી નું ધ્યાન વાતોમાં ન હતું. તે કોઇને શોધતી હોય તેવું લાગતું હતું. શ્રધ્ધા બોલી, "સાક્ષી! તું કોને શોધે છે?" સાક્ષી બોલી,"શિવ સરને." આટલું બોલી ત્યાં તેને પ્રોફેસર શિવ આવતાં દેખાયાં. તે આઈશા મેડમ સાથે વાતો કરતા કરતા આવી રહ્યાં હતાં. આ જોઈને સાક્ષીને ગુસ્સો આવે છે.

‌‌ ‌‌ પ્રોફેસર શિવ આવીને કહ્યું,"તમે‌ બધાં તૈયાર છો. એક રહસ્યમય યાત્રા માટે?" બધાં એકસાથે બોલી ઊઠ્યાં,"Yes Sir". પછી બધાં બસમાં બેસવા લાગ્યાં. સ્નેહા, અવની, રીયા અને ભક્તિ એકસાથે બેસી ગયાં અને ધ્રુવ, ભાવિન, વિશાલ અને રવિ એકસાથે પાછળની સીટ પર બેસી ગયાં. બસ જવા માટે તૈયાર થઈ ગઈ. બસ ચાલું થતાં જ બધાં એકસાથે બોલ્યાં,"ગણપતિ બાપ્પા મોરિયા".

પૂનમની રાત હતી. વિધાર્થીઓની બસ જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આકાશમાંથી સોળે કળાએ ખીલેલો ચંદ્ર પોતાનો પ્રકાશ પાથરી રહ્યો હતો. બસમાં કોઈ મિત્રો કે સહેલીઓ સાથે મસ્તી કરી રહ્યું હતું તો કોઈ ગીતો ગાઈ રહ્યું હતું. સ્નેહા બસમાં તેની સહેલીઓ સાથે વાતો કરી રહી હતી અને રવિને જોઈ રહી હતી. કાનમાં હેન્ડસ્ફ્રી રાખીને મ્યુઝિક સાંભળી રહેલો રવિ પણ સ્નેહાને જ જોઈ રહ્યો હતો. અચાનક જ બસ બંધ થઈ ગઈ. બધાં બસની નીચે ઉતરી ગયા. જ્યારે ડ્રાઈવરે ચેક કર્યું તો બસમાં કંઇ જ વાંધો ન હતો. પ્રોફેસર શિવે બધાંને ફરી બસમાં બેસવા માટે કહ્યું. બધાં બસમાં બેસી ગયાં.

સ્નેહા તેની સહેલીઓ સાથે વાતો કરી રહી હતી ત્યારે તેને અચાનક જ બસની બહારથી કંઇક ખુબ ઝડપથી પસાર થયું એવું લાગ્યું. સ્નેહાએ બસની બારીમાંથી બહાર જોયું. સ્નેહાએ પોતાનો વહેમ હતો એમ સમજીને તે ફરીથી પોતાની સહેલીઓ સાથે વાતો કરવા લાગી. થોડીવાર પછી બહારથી કંઇક ડરામણો અવાજ આવ્યો, સ્નેહાએ બારીની બહાર નજર કરી તો તેની આંખો ખુલી જ રહી ગઈ.

અવનીએ સ્નેહાને ધક્કો મારતાં કહ્યું,"શું થયું?" થોડીવાર તો સ્નેહાને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. અવનીએ ફરી સ્નેહાને ધક્કો મારીને કહ્યું,"અરે.... શું થયું?"‌ સ્નેહા બોલી,"કંઇ નહીં." સ્નેહા સમગ્ર મુસાફરી દરમિયાન પોતાનાં વિચારોમાં ખોવાયેલી જ રહી. બસ સ્વર્ણાપુર ગામમાં પહોંચી ગઈ હતી. બધાં ગામનાં પાદરમાં ઊતરી ગયાં. ત્યાં ઘણાં બધાં લોકો એકઠા થઈને હોલીકા દહન કરી રહ્યાં હતાં. કોલેજનાં બધાં વિધાર્થીઓ, પ્રોફેસર શિવ અને આઈશા મેડમ પણ ગામનાં લોકો સાથે જોડાઇ ગયાં. બધાં લોકો હોળી ફરતે પ્રદક્ષિણા કરી રહ્યાં હતાં અને હોળી આસપાસ ઢોલનાં તાલે નાચી રહ્યાં હતાં. રવિ અને સ્નેહા પણ એકસાથે હોળીની પ્રદક્ષિણા કરવા લાગ્યાં. સ્નેહાએ હોળીમાં સાકરનો હાર નાખ્યો અને રવિએ બાવળનાં કાંટામાં દાળિયા, ધાણી, ખજૂર અને ચણીબોર ભરાવીને હોળીમાં હોમ્યા. જ્યારે ધ્રુવે રવિને પૂછ્યું," રવિ તે આ‌ શું કર્યું?" રવિએ કહ્યું,"આ એક જૂની પરંપરા છે." પછી બધાં હોળીની આસપાસ નાચવા લાગ્યાં.

બધાંએ ખૂબ આનંદ કર્યો. સાથે સાથે બધાં લાંબી મુસાફરી અને નાચ-કૂદને કારણે થાકી પણ ગયાં હતાં. તેમની રહેવાની વ્યવસ્થા ગામની એક જૂની હવેલીમાં કરવામાં આવી હતી. ગામમાં પહેલાંથી જ જાણ કરી હોવાથી ઘણાં સમયથી બંધ હવેલીને ખોલીને તેની સાફસફાઈ કરી નાખવામાં આવી હતી. ચાર વિદ્યાર્થીઓને એક રૂમમાં રહેવાનું હતું. એટલે ભાવિન, વિશાલ, ધ્રુવ અને રવિ એક રૂમમાં અને ભક્તિ, રીયા, અવની અને સ્નેહા એક રૂમમાં રહ્યાં. બધાં ખૂબ થાકી ગયાં હોવાથી પથારીમાં પડતાં જ બધાં ઊંઘી ગયાં.

હવેલીમાં અંધારાએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. રવિની ઊંધ અચાનક ઊડી જાય છે. રૂમની બહાર રવિને કોઈ સ્ત્રી ચાલી રહી હોય એવો ઝાંઝરનો અવાજ આવ્યો. રવિને ડર લાગતો હતો. રવિની પથારી બારીની બાજુમાં જ હતી. અચાનક બારીમાંથી કોઈ ખૂબ ઝડપથી પસાર થઈ ગયું. રવિનો ડર વધી રહ્યો હતો. રવિ દરવાજો ખોલીને બહાર ગયો. તેને બહાર જઇને જોયું તો ત્યાં કોઈ ન હતું. રવિ પોતાનો વહેમ હતો એમ માનીને રૂમમાં જઈને સૂઈ ગયો.

સવારે બધાં ઊઠીને તૈયાર થઈ ગયાં હતાં. રવિ સ્નેહા નાં રૂમમાં ગયો. રૂમમાં કોઈ ન હતું. અવની, રીયા અને ભક્તિ ચાલી ગઈ હતી. રવિ રૂમમાં આવીને સ્નેહા નાં ગાલમાં ગુલાબી રંગ લગાવે. સ્નેહા પોતાનો ગાલ રવિનાં ગાલ પાસે લઈ ગઇ અને તેનો ગાલ પણ રંગી દીધો. પછી તેઓ બધાંની પાસે ચાલ્યાં જાય ગયાં.

ગામનાં પાદરે બધાં ગામનાં લોકો રંગોથી રમી રહ્યાં હતાં. કોલેજનાં વિધાર્થીઓ પણ ત્યાં બધાં સાથે જોડાઇ ગયાં. તેઓએ ગામડાંની ધુળેટી કોઈ દિવસ ઉજવી ન હતી એટલે તેઓ ખૂબ ઉત્સુક હતાં. બધાં ખૂબ આનંદથી રંગે રમ્યા.

સાંજે બધાં ફ્રેશ થઈને હવેલીની અગાસી પર બેસીને વાતો કરી રહ્યાં હતાં. રવિ અને સ્નેહા બંને ગુમસુમ હતાં. ભક્તિએ બંનેને પૂછ્યું,"કેમ બને કંઇ બોલતાં નથી? શું થયું?" રવિ અને સ્નેહા બંને એકસાથે બોલે છે," કંઇ નહીં".

#રાત
#horror #romance #travel