Fans - A Unique Love Story - (Part 4) in Gujarati Love Stories by soham brahmbhatt books and stories PDF | ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 4)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 4)

''ચાહત''



ભાગ – ૪

૧૮. દોસ્તી અને પ્રેમ

ઘરે પહોચ્યા બાદ મયંક ને ચેન ના પડ્યો..તે છેલ્લા કલાકથી રૂમમાં આમતેમ આંટા મારી રહ્યો હતો ...અકળાતો , ગુસ્સે થતો અને સ્વાતિની ચિંતા કરતો..સોફા પર બેઠેલી સાક્ષી તેને જોઈ રહી હતી...

‘’ કેમ ? કેમ આવું કયું એણે..આટલું મોટું નાટક ...? ‘’ શું સમજે છે એ પોતાને ? તે ગુસ્સથી તપી રહ્યો હતો આખરે સાક્ષીએ તેને હાથ પકડી બેસાડ્યો ..પાણી આપ્યું...’’ મયંક એ તારી દોસ્ત છે ને ? ‘’ ....’’ હા ‘’ ..તું એને ચાહે છે અને એને વધુ સમજે છે ને ...? મયંકે કોઈ જવાબ ના આપ્યો મોઢું ફેરવી લીધું ...સાક્ષી એ મયંકનો ચેહરો પકડી પોતાના તરફ કર્યો..અને કહ્યું , ‘’ તું એટલું તો માને છે કે સ્વાતિ જે પણ કરે છે એના પાછળ કોઈ કારણ હોય છે ?.....’’ હા પણ ...‘’ ..’’શ શ ...પહેલા મારી વાત ‘’સાંભળ સ્વાતિ એ આવું કેમ કર્યું એ કારણ જાણ ..’’ ...

મયંક મેં પણ તને એક સત્ય નથી જણાવ્યું , ‘’ સ્વાતિ મારી એક સરી મિત્ર હતી , ‘ જેમ પહેલા દિવસે તે કોલેજ પર મદદ કરી હતી , એમ સ્વાતિ એ મને હોસ્ટેલમાં મદદ કરી હતી , ત્યાં રહેવાની , જમવાની બધી જ વ્યવસ્થામાં મદદ કરી હતી..મને વાંચવામાં મારું અધૂરુ અસાઇમેન્ટ પૂરું કરવામાં મદદ કરતી....

સ્વાતિને એ પણ જાણ હતી કે હું તારા વિશે શું વિચારું છું છતાં એણે મને નાની – મોટી વાતોમાં તારી મદદ લેવા કહ્યું. એને મને તારી સાથે વાત કરવા ન રોકી , જયારે મેં તો એમ સાંભળ્યું હતું કે ....સ્વાતિ મયંક માટે ખુબજ પઝેસીવ છે..કોઇપણ યુવતીને એની આસપાસ ફરવા દેતી નથી...મયંક આ બધું ૭ મહિના પહેલા શરુ થયું હતું ...પણ કેમ ? સ્વાતિ એ આવું કેમ કર્યું ?

‘’ એ જવાબ તો હવે બધા સ્વાતિ પાસે હશે . ‘’ ..સ્વાતિ લાગણી પર કાબુ રાખી કહ્યું ...’’ તારે સ્વાતિને શોધવી જોઈએ કે કેમ એ આવી રીતે છોડી ને જતી રહી ? ....કેમ સ્વાતિ તને મારા ભરોસે છોડીને જતી રહી ? ‘’..મયંક જવાબ આપતા કહ્યું ..’’ તું ઠીક કહે છે મારે એને શોધવી જોઈએ...’’હું મમ્મા પપ્પા ને એમ કઈશ કે હું બિઝનેશ મેનેજમેન્ટનો કોર્સ કરવા જાવ છું...એટલે હું એને શોધી શકું અને અહિયાં એમને ચિંતા ના રહે....

બધી તરકીબ નક્કી કરી...એ બીજે દિવસે સ્ટેશન જવા નીકળ્યો સાક્ષી પણ સાથે હતી...’’ સાક્ષી હું ક્યાં જાવ શોધવા એને ? ‘’ બસ સ્ટેશનની ભીડભાડ જોઈ એ ગભરાઈ ગયો...સાક્ષીને તરકીબ સુજી ..’’ તારું મન જાણે છે એને ક્યાં શોધું ..તમે બચપણ થી સાથે જ છો , એણે પોતાની વાતોમાં કોઈક તો સ્થળ કહ્યું હશે ને , જ્યાં એને જવું ગમશે ‘’ મને વિશ્વાસ છે તારા પર મયંક...

મયંક કોન્ફીડન્સ સાથે , ‘’ મારે હવે નીકળવું જોઈએ સાક્ષી ..’’ બાય એન્ડ ટેક કેર ..’’ તે ઝડપીથી કદમો લેતો ચાલ્યો ...બીજી બાજી સાક્ષી આંખમાં આંસુ લઇ પાર્કિંગમાં જવા લાગી સાક્ષી મયંકને પોતાનો પ્રેમનો ઇઝ્હારના કરી શકી ...મયંક ની જેમ સાક્ષીનો પણ પ્રેમ અધુરો રહી ગયો એનું એને દુખ હતું ...તે સ્કુટી પર બેઠા રડતી હતી ત્યાં અચાનક પાછળ થી કોઈએ પકડી કમર પર હાથ વિટાળ્યો ..તે ગભરાઈ ગઈ...પાછળ જોયું તો મયંક હતો..., ‘’ સાક્ષી આમ તને દર્દમાં જોઈ હું નહિ જઈ શકું કારણકે જયારે હું દર્દમાં હતો તે મારો પળેપળે સાથ આપ્યો છે...તને આમ રડતી બેચેન મૂકી મારે નથી જવું ...’’ મયંકે સાક્ષી નું મો પોતાની તરફ કરતા રૂમાલ થી આંસુ લૂછ્યા ...તારી બેચેની તારા દર્દ નું શું ...તને પછી જીવનભર આમ ના રાખી શકું...

મયંક તરફ જોઈ સાક્ષી બોલી , ‘’ હું ઠીક છું , તું નિશ્ચિંત થઇ જા..’’ ..સાક્ષી મયંક ને ભેટી ગઈ અને મયંક સમજી ગયો સાક્ષીની લાગણી એટલે એણે સાક્ષીના કપાળ પર વહાલસોયું ચુંબન કર્યું ....’’ તું મારી એક સારી દોસ્ત છે સાક્ષી ...’’ પછી મયંક પાસે રહેલો ફોન મયંકે સાક્ષી ને આપી દીધો ..’’ આ ફોન તું રાખ હું તને ઇન્ફોર્મ કરતો રઈશ જે કઈ થશે એ વિશે..’’ ...’’ પણ તારો ફોન હું નવો લઇ લઈશ તું ચિંતા ના કર ..’’

સાક્ષીને સમજાતું નહતું કે એ ખુશ થાય કે દુ ખી...

૧૯. તલાશ

કલાકો સુધી મયંકને આવતી જતી બસોના મથાળા વાચ્યા ..ક્યાં ગઈ હશે એ ...? કઈ બસમાં ચઢવું ક્યાં જવું ..? એ સમજાતું ન હતું ..વિચારતો તે બેંચ પર બેઠો . આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો....થોડીવાર બાદ કોલેજ બેગ ફેરવી તે બહારના ટેક્સી સ્ટેન્ડ તરફ વળ્યો..સ્વાતિનો ફોટો કાઢ્યો..ડ્રાઈવરો ને પૂછતાછ કરી ..કોઈ એ તમે જોઈ હોય ..કોઈ સ્ટેશન છોડી હોય ? કલાક સુધી આમતેમ રખડ્યો ..ચાર પાંચ મહિના પહેલાની વાત કોઈને યાદ હોય ,..!!

એક વૃદ્ધ ડ્રાઈવરે ચશ્માં ચડાવી..ફોટો ધ્યાનથી જોયો અને હકાર માં જવાબ આપ્યો..’’ હા આ દીકરી મેં અહી ઉતારી હતી આમ તો રોજ મારે રોજની ઘણી સવારી હોય , પણ તે દિવસે હું મારી દીકરીને સાસરે મુકવા ગયો હતો આવતી વેળા એ આ દીકરી જકાતનાકા થી ટેક્સીમાં બેઠી હતી ..અને આ દીકરી યાદ્દ હોવાનું બીજું કારણ એ છે એ મૂંગા મોઢે રડતી હતી મેં પૂછ્યું પણ ખરા એણે જવાબ ન આપ્યો ..બસ ટેક્સી ભાડું આપી ઉતરી ગઈ...

‘’ થેંક્યું અંકલ, પણ એ ક્યાં ઉતરીને ગઈ હતી ...? એટલે કઈ બસમાં બેસી હતી એ ખ્યાલ હશે આપને ? ‘’ ...’’ બેટા , એ તો મને નથી ખબર પણ હા સાંજે ૭ વાગ્યે આજુબાજુ અહી છોડી હતી , અને રાતની બસો મોટાભાગે લાંબા અંતરની જ હોય છે ..પુછપરછ બારી એ પૂછી જો ....

ઓકે થેંક્યું ....મયંક તરતજ પુછપરછ બારીએ ગયો...પણ તેને સરખો જવાબ ના મળ્યો આખરે તેણે ખૂણામાં ધૂન ખાતા સમયપત્રક પર નજર કરી જેમાં ૭ વાગ્યા પછી ૧૫ જેટલી બસો હતી જે ગુજરાતના અલગ અલગ છેડા તરફ જતી હતી પણ ૮ જેટલી બસો તો ગુજરાતની બહાર જતી હતી...મયંકને સ્વાતિના શબ્દો યાદ આવ્યા ...’’ હું ગુજરાત નઈ છોડીશ..’’

બસ હવે બચી ૭ બસો જે ગુજરાતના અલગ અલગ ખૂણે જતી હતી તે વિચારમાં ખોવાઈ ગયો આંખો બંધ કરી પ્રાર્થના કરવા લાગ્યો...અને સ્વાતિ એની સાથે જે અવારનવાર વાતો કરતી એ યાદ કરી એમાં ખાસ સ્થળવાલી વાતો...’’ જો હું સાયન્સ લઉં તો હું શિવજી ની નજીક હોઇશ ..’’ એટલે તે વાક્ય યાદ આવતા તે સોમનાથની બસમાં બેસી ગયો...અહિયાથી સ્વાતિને શોધવાની સફર શરુ થઇ....સવારે ૯ વાગ્યે તે સોમનાથ પહોચ્યો ..મહાદેવ મંદિર થી લઈને ધર્મશાળા , ગેસ્ટહાઉસ, હોટેલ બધું જ ફરી વળ્યું..બીજું અઠવાડિયું મંદિરના આંગણા માં બેસી એની રાહ જોવામાં ગાળ્યું...

આખરે ફરી તે બસ સ્ટેશન પહોચ્યો..બીજું એક સ્થળ હતું ...જ્યાં તે જઈ શકત હતી ..ઉત્તર ગુજરાતમાં આવેલ અંબાજી ..’’ હું માતજી પાસે શક્તિ માંગી લાવીશ , જે મને તારી સામે લડવામાં મદદ કરશે . એક દિવસ હું તને હરાવીશ મયંક ‘’..બચપનમાં લડતા સમયે કહેતી... આમ એક દિવસની મુસાફરી બાદ તે અંબાજી પહોચ્યો..ત્યાં પણ બધે શોધી વળ્યો . આમ ૧૫ દિવસ નીકળી ગયા..પણ કોઈ આશાનું કિરણ નજર ના આવ્યું..હવે ખિસ્સમાં રૂપિયા પણ ખૂટી ગયા હતા એણે પિ.સી.ઓ માંથી સાક્ષીને ફોન કર્યો પોતે ઠીક છે એ જણાવ્યું અને ઘરે સૌને ખબર અંતર પૂછ્યા...

નોટબાંધી ચાલી રહી હતી એટલે એ.ટી એમ પાસે પણ મોટી લાઈન હતી થોડા સમય પછી પૈસા ઉપાડી તેની મંઝીલ શોધવા તરફ વધ્યો...આ વાર તે દક્ષીણ ગુજરાતની બસમાં બેઠો એને યાદ આવ્યું કે જ્યારે તે ઝઘડતી ત્યારે તે હ્જુએક સ્થળનું નામ લેતી ..’’ મયંક તારી પત્ની બનવા કરતા તો સારું હું જંગલમાં રહું..’’ થાકેલા વિચારોમાં ખોવાયેલો તેણે ત્યાં જવાનું વિચાર્યું...ત્યાજ કંડકટર આવ્યો ..ટીકીટ માટે પૂછ્યું...પણ તેણે ખિસ્સમાં જોયું તો પાકીટ ચોરી ગયું હતું..

કંડકટર થોડો જડ સ્વભાવ નો હતો એટલે તેણે બસ માંથી અદ્ધ વચ્ચે ઉતારી દીધો હતો....મયંકની હાલત કફોળી બની ગઈ હતી તે પરિસ્થિતિ નો માર્યો ચિલ્લાઈ ઉઠ્યો...પણ તેની આ દર્દ ભરી ચીસ સાંભળનાર કોઈ ન હતું....

૨૦. સફર

ઉનાળાનો સમય હતો એટલે તડકો પણ ખુબ હતો ...તે થોડીવાર ત્યાં બેઠો આસપાસ નજર ફેરવી...એક દુકાન દેખાઈ ..તે મૃગજળ છે કે હકીકત એ જોવા તેણે ચાલવા લાગ્યું અડધા કલાકે તે ત્યાં ઢાબે પહોચ્યો..પંખા નીચે ખુરશીમાં ફસડાઈ પડ્યો..પાણી પીધું ..એ તો ‘ફ્રી’ જ હતું ને !! ચહેરા પર હાથ ફેરવ્યો તો ધૂન હાથમાં આવી ..કપડાં પણ મેલા ઘેલા બહાર નીકળી તેણે નળ નીચે માથું પલાળ્યું મોં પર પાણી નાખી ..પોતાના દાઢી વધેલા ચહેરાને લૂછ્યો...ઊંડો શ્વાસ ભર્યો ...તે થોડીવાર બેઠો...

શું કરવું ? ક્યાં જવું ..? કેવી રીતે જવું ? એ સમજાતું ન હતું આ સફર તો હવે ઘણો કઠીન બની ગયો ..’’અરે શેઠ યહાં ગાવમે કોઈ ક્લીનર મિલેગા ? ‘’ મેરા આદમી બીમાર હો ગયા હૈ , ઉસકો વાપસ ભેજ રહા હું ‘’ તેના નજીકના ટેબલ પર બેઠા સરદારજી ધાબાના માલિક ને પૂછીને રહ્યા હતા...

મયંક સરદારજી ના ટેબલ પર આવીને પૂછ્યું , ‘’કહા તક જાયેગી ટ્રક ‘’ ..’’ બરોડા તક ..’’ શંકાભરી નજરે તેણે જોયું..પેહેલે પૈસા લગેગા....એણે ઢાબાના માલિક પાસે કામ માંગ્યું .., ‘’ મને કોઈ પણ કામ આપો હું કરવા તૈયાર છું ..’’ સરદારજી એ એને ઢાબા ના વાસણ અને ઢાબા ની સાફ સફાઈ કરવાનું કામ આપ્યું...મન લગાવી કામ કરતો અને રાત્રે ત્યાં બાજુમાં પડેલી તૂટેલી ફૂટેલી લારી પર સુઈ રહેતો... ઢાબા ના માલિક ખુશ થઇ ગયા કામથી એણે મયંક ને પૈસા આપ્યા ...’’ મયંક તરત જ પૈસા લઈ ત્યાંથી આહવા જવા નીકળી ગયો...કારણકે સ્વાતિ એ જંગલનું કહેલું એટલે એ ડાંગ જીલ્લાનું આહવા જ હોઈ શકે એક આશા રાખી એ તરફ નીકળ્યો..

મયંક બોલતો હતો , ‘’ સ્વાતિ તું ક્યાં જતી રઈ છે ..? જો તું નહી મળે તો હવે આ મયંક પણ ખોવાઈ જશે...’’ભીની આંખુ લુછી ....ઢોળાવ વાળો રસ્તો હતો એને ઉલટી આવતી હતી ગઈકાલે રાતે કેટલા સમય પછી જ્મેલું પણ નીકળી ગયું ..એ બેભાન થઇ ગયો બસમાં ..અને હાલત સાવ કફોડી બની ગઈ એની...કપડાં પણ ફાટી ગયેલા ચપ્પલ પણ તૂટી ગયેલા...બેભાન હાલતમાં મયંક ને જોતા ..કંડકટર કહ્યું , ‘’ દારૂડિયો લાગે છે . ‘’ ઓય ઉઠી જા ભાઈ ! ‘’ હવે તો બીજો દિવસ થઇ ગયો ...બસ અહિયાં થી ઉપડશે હવે ...અચાનક અવાજ સાંભળતા મયંકે ખબર ના રહી કેટલો સમય એ બેહોશ હતો....અચાનક ફફડીને ઉભો થયો...’’હું ક્યાં છું ‘’ ..’’આહવા’’ આંખો દાડો તું સુતો હતો કેટલું પીવે છે...’’ પણ કંડકટર ના ક્યાં ખબર હતી મયંકની હાલત ...

મયંક ને તો હજુ ચક્કર આવતા હતા તેણે હિમંત કરી ફટાફટ પાણી પરબ પાસે ગયો માથામાં પાણી છાટ્યું થોડી રાહત મળી ..થોડા પૈસા બચ્યા હતા એમાંથી તેણે પિ.સી .ઓ માંથી સાક્ષીને ફોન કર્યો...’’ સાક્ષી હું હારી ગયો હવે ..’’ મારી હાલત સાવ કફોડી બની ગઈ એ ડુસકા ભેર રડી પડ્યો ...’’ આ બાજુ સાક્ષી એ રડવા પર કાબુ રાખી મયંકની હિમંત વધારી ..’’ મયંક હું તારા ફોન ની જ રાહ જોતી હતી એક સારા સમાચાર છે સ્વાતિ મળી ગઈ ...’’ ? ..’’ ક્યાં ક્યાં છે મારી સ્વાતિ જલ્દી કહે મને ...’’ ...મયંક ની તબિયત લથડતા એ નીચે ફસડાઈ પડ્યો...પરંતુ સ્વાતિએ મળવાની આશાનું કિરણ દેખાતા એનામાં થોડી હિમંત આવી...

...સાક્ષી એ કહ્યું , ‘’ એ આહવામાં જીવનદાસનામનું એન.જી.ઓ માં છે.’’ અને બીજી બાજુ અંકલ અને આંટી ને ખબર પડી ગઈ કે તું કોઈ કોર્સ કરવા નહી ગયો પરંતુ સ્વાતિને શોધવા માટે ગયો છે એટલે એ બહુ ચિંતા ના કરે એટલે મેં બહુ કહી દીધું...’’ સોરી..’’

‘’ઇટ્સ ઓકે...સાક્ષી હવે તો સ્વાતિ મળી ગઈ એટલે હું એને લઈને જ આવું છું બસ ..’’ મયંકના મનમાં સંતોષની લાગણી અનુભવી...

૨૧. મિલન

કોઈ રાહ જોતા તે તરત જ સરનામું પૂછતાં જીવનદાસ પહોચ્યો...તેના મુખ્ય દરવાજે ઉભો રહ્યો...આ સંસ્થાને કારણે તેના આજુબાજુ ના ગામડાઓનો વિકાસ પણ સારો થયો....આ સંસ્થાને આહવાના રાજા એ બહુ મોટા પ્રમાણમાં જમીન ફાળવી હતી એ જમીન પર આ સંસ્થા ની સ્થાપના કરવામાં આવી જે ખુબજ વિકાસ લક્ષી કામો ના લીધે પ્રચલિત બન્યું ...તે સંસ્થામાં દવાખાનું , આશ્રમ , ગૃહ ઉધોગો ના કેન્દ્રો , બેઘર , તરછોડાયેલા લોકોમાટે પુનવર્સનની તકો અપાતી હતી...

મયંક ગેટ પાસે બેઠા ચોકીદાર પાસે ગયો..’’ મારે કોઈક ને મળવું છે ‘’ ....’’ ભાઈ તું મોડો પડ્યો મળવાનો સમય પૂરો થયો હવે કાલે સવારે જ ગેટ ખુલશે...’’ તેણે આખી રાત ગેટ પાસે બેસી ગયો ...ચોકીદાર ને ડ્ય આવતા તેણે પોતાની કેબીનમાં સુવડાવ્યો..વહેલી સવારે પક્ષીઓના કલરવ સાથે તે ઉઠ્યો તેણે સ્વાતિ વિશે પૂછ્યું અને ચોકીદારે એક સરનામું આપ્યું ...

‘’ સાહેબ , જમણી બાજુ તરફ જઈ પહેલો ગેટ આવશે તેની અંદર જતા રહેજો ..’’ મિલાપ ‘’ નામનું ઘર હશે ત્યાં રહે છે સ્વાતિ મેડમ ...’’ મયંક તો ખુશ થતાં થતાં ગયો...’’ સાહેબ પહેલીવાર કોઈ મળવા આવ્યું છે એમને સારું લાગ્યું એમનું કોઈ પોતાનું પણ છે એ જોઇને . ‘’

તે મિલાપ નામના ઘરે પહોચ્યો , વાતાવરણ એકદમ શાંત હતું ..થોડી ધુમ્મસ હતી ..શાંત વાતાવરણમાં અચાનક તૂટવાનો અવાજ આવ્યો ...માયકે નજર કરી તો એ સ્વાતિ હતી ....મયંકે આમતેમ નજર કરી અંદર જવાનો બીજો દરવાજો જોયો...સ્વાતિ દરવાજાને ટેકવી ને ઉભી હતી અને આંખો મીચેલી હતી...થોડી ફિક્કી પડી ગઈ હતી ...આંખો નીચે કુંડાળા પડી ગયા હતા ...જાણે કેટલીય રાતોની જાગતી હોય...કદાચ એ પણ બેચેન હતી પણ એણે આમ કેમ કર્યું ? કહેવું ઘણું હતું એને જોઇને પણ શબ્દો નોહતા નીકળતા મુખમાંથી ....

મયંકે સ્વાતિ ના કપાળ પર પોતાનું માથું રાખ્યું પછી સ્વાતિ એ કીધેલા શબ્દો એટલા ઘાતકી હતા કે એ સાંભળી તે બહાર જતો રહ્યો ...1 કલાક સુધી વિચારના વામોળ માં તે બહાર બેઠો ...કઈ સમજાતું નહોતું કે સ્વાતિ કે આવું કરે છે ..? ત્યાં જ એક વૃદ્ધ સ્ત્રી બહાર આવ્યા..’’ બેટા મારી સાથે આવ . ‘’

મયંક કંઈપણ બોલ્યા વિના ચાલવા લાગ્યો ..સાઠેક વર્ષના તે વૃદ્ધ સ્વસ્થ લગતા હતા અને સ્ફૂર્તિથી ચાલી રહ્યા હતા ..તેમના હાથ અને ગલા પરના છુંદણા જોઇને લાગતું હતું કે આદિવાસી વિસ્તારના રહેણાંક હશે...તે એનજીઓ માં આવેલ દવાખાને પાસે લઇ જઈ ત્યાં બંને થોભ્યા.., ‘’ અહી ઉભો રહે હું જોઈ આવું છું કે મેડમ છે કે નઈ ? ...તે અંદર ગયા અને થોડીવારમાં બહાર આવ્યા અને તેણે દવાખાના પાછળ આવેલા ક્વાર્ટસ તરફ લઇ ગયા...બહાર ડો. રજની ના નામનું બોર્ડ માર્યું હતું..

વૃદ્ધે મયંકને કહ્યું , ‘’ બેટા તું પહેલા હાથ મોં ધોઈ લે બહુ દુર થી સફર કરી આવ્યો છે....’’ ના ચાલશે ‘’...’’ બેટા મયંક મનનો થાક નહી તો તનનો થાક ઉતારી લે જા હાથ પગ ધોઈ આવ ..’’ ..મયંક ને સમજાઈ ગયું કે આ વૃદ્ધ મારી અને સતી વિશે બધું જાણતા હશે એટલે એમણે મનની વાત કરી....મયંક હાથ મોં ધોવા માટે ગયો ...ઘણા સમય પછી એણે પોતાનો ચેહરો કાચમાં જોયો...એક ક્ષણ તો પોતાને પણ ના ઓળખી શક્યો ..હાથ મોં ધોઈ તે બહાર આવ્યો..

ત્યાં ડો. રજની મેડમ પણ આવી ગયા હતા. ૩૫ વર્ષના લગતા ડોક્ટર તેની સામે સોફા પર બેઠા...’’ હેલ્લો ડોક્ટર મારું નામ મયંક છે . હું સ્વાતિનો મંગેતર છું ,.’’ ..હેલ્લો હું રજની ‘’ ....મયંકે પૂછ્યું ..’’ શું એ કોલ તમે કર્યો હતો...અને સ્વાતિ અહી શું કરે છે ? અને કેટલા સમયથી ? પહેલા જાણ કેમ ન કરી ? તેણે ઘણા પ્રશ્નો પૂછ્યા..’’.

‘’ શાંત ..શાંત ..શાંત મયંક બધું જ કહું તને ..’’ સ્વાતિ પોતાની ઈચ્છા થી અહી રહે છે , અહી એ શિક્ષિકા છે છેલ્લા ચાર મહિનાથી એ ગામના મોટા વિધાર્થીઓ , ગૃહિણીઓ , ખેડૂતોને શિક્ષણ આપે છે . ‘’ આ સંસ્થામાં જોડવા પહેલા એણે શરત મૂકી હતી કે એના પરિવાર કે એના ભૂતકાળ વિશે કંઈ ન પૂછે ..ચાર મહિના સુધી આ વચન નિભાવ્યું હતું અમે પણ હવે તોડવું પડ્યું...

ડો. રજની આગળ વાત વધારતા ...’’સ્વાતિ આ ચાર મહિનામાં ઘણીવાર બીમાર પડી છે, વરસાદ પડે તો તાવ આવી જાય અને સારું થતાં દસ – બાર દિવસ જતા રહે ...ત્રણ વાર તો એને ન્યુમોનિયા થઇ ગયેલો કોઈ દવા અસરના કરે.. તેની તબિયત વધુ ને વધુ ખરાબ થતી ગઈ ...’’ વાત કરતા કરતા ડો. રજની એ કબાટ માંથી એક ફાઈલ કાઢી ટેબલ પર મૂકી ..’’ જો આ ફાઈલ આમાં બધા રીપોર્ટ છે ..એક પણ રીપોર્ટ ઠીક ના હતા...મયંક ને તો કંઈ જ સમજતું નથી કે આ બધું અચાનક આટલું બધું થઇ ગયું....’’ રીપોર્ટસ ..શેના રીપોર્ટસ ડોક્ટર...મને કંઈ જ નથી સમજાતું...બસ એટલી ખબર છે કે એ બીમાર છે એને હું અહિયાં થી લઇ જઈશ...

મયંક ની લઇ જવાની વાત સાંભળતા ડો. મેડમ એને ખંભે હાથ મૂકી નીચે બેસાડયો ...’’ નીચે બેસ મારી વાત શાંતિ થી સાંભળ ‘’ આમ તો આ વાત મારે એના મમ્મી પપ્પા ને કહેવી જોઈએ પણ તને જોઈ એમ લાગે છે કે તું આ બાબતની ગંભીરતા સમજી શકીશ...

‘’ મયંક રીપોર્ટસમાં એવું આવે છે કે સ્વાતિ ને લ્યુકેમિયા છે એટલે કે સ્વાતિને બ્લડ કેન્સર છે ..તેની બીમારી ખુબ આગળ વધી ગઈ છે ..તેની પાસે હવે વધુ સમય નથી ...મયંક ઝટકા સાથે ઉભો થઇ ગયો...’’ ડોક્ટર તમે આ શું બોલો છો .? આવું કઈ રીતે ? બ્લડ કેન્સર ...? ડોક્ટર એ હજુ ૨૩ વર્ષની છે હજી તો લાઈફ જીવવાની શરુ પણ નથી કરી એણે તમે કહો છો કે સમય નથી એની પાસે...તેણે ગુસ્સાથી દીવાલ પર હાથ પછાડ્યો....

મયંક હું સમજી શકું છું કે તારા માટે આ સ્વીકારવું ખુબજ કઠીન છે..કદાચ સ્વાતિ પણ પોતે પહેલા જ જાણતી હતી એની બીમારી વિશે ...એ લોહીની તપાસ કરવા તૈયાર ન હતી ..એની જાણ બહાર અમે લોહીના સેમ્પલ વલસાડ મોકલ્યા હતા...

‘’ પહેલા અજુગતું લાગતું હતું કે આ છોકરી કેમ અહિયાં રહે છે પણ પછી કારણ સમજાઈ ગયું...સ્વાતિ ખુબજ હિમંતવાળી છે પણ એને હવે પરિવારની જરૂર છે...અ એ વધુ બીમાર થઇ રહી છે...

મયંક ડોક્ટર નો આભાર માનતા...’’ થેન્ક્સ ડોક્ટર .’’ હવે હું જાવ છું સ્વાતિ પાસે...

૨૨. મારે જીવવું હતું

મયંક સ્વાતિના રીપોર્ટની ફાઈલ લઇ ગયો અને સ્વાતિના ઘર તરફ વળ્યો...દરવાજો ખુલ્લો જ હતો સ્વાતિ બાલ્કનીમાં રાખેલ ખુરશી પર બેઠી હતી ..શૂન્યમસ્ક એક નજર જોઈ રહી હતી ..આંખો માંથી આંસુ ટપકતા હતા તેની સામે ઉભેલા મયંકે તેના આંસુ લૂછ્યા...વિચારો માંથી બહાર આવતી સ્વાતિ મયંક પાસે આવી..

‘’ ક્યાં સુધી સ્વાતિ ? ‘’ ‘’ છેલ્લા 5 મહિના થી તું ભાગી રહી છે ...મારાથી ...અંકલ આંટી થી ..’’ મયંક એને ઘણું કહેતો હતો પણ સ્વાતિ જાણે કઈ સાંભળતી જ ના હોય તેમ દુર જવા લાગી..મયંક ફરી બોલ્યો ,,’’ ક્યાંક એવું ના થાય કે આપણા વચ્ચે એટલું અંતર વધી જાય કે ન તું મને મળી શકે ન હું તને ..!! મયંકની આંખમાં આંસુ આવી ગયા તેને રડતો જોઈ દોડી આવી સ્વાતિ તેને ભેટી ગઈ...રડતા આવજે મયંકને કહ્યું , ‘’ મયંક હું મરી રહી છું , હું મરી રહી છું ‘’ મારે નથી મરવું , મારે જીવવું છે , મારે તારી સાથે જીવવું છે ..,મારે તારી સાથે જીવવું છે ‘’ ..’’ તને કઈ નહી થાય આપણે બીજા ડોક્ટર્સ ને બતાવીશું તને કઈ જ નહી થાય ...તે સ્વાતિના આંસુ લૂછતો બોલ્યો..

મયંકે સ્વાતિને ખુરશી પર બેસાડી , પોતાના હાથે જમાડી સ્વાતિ ઘણા દિવસ બાદ સરખી રીતે જમી રહી હતી ..જમ્યા બાદ સ્વાતિ મયંકના ખોળામાં માંથું નાખી સુઈરહી , મયંક દીવાલે માથું ટેકવી આંખુ મીંચી...સાંજ થતાં ઠંડી વધવા લાગી અને ઉધરસ ખાતી સ્વાતિ બાથરૂમ તરફ ગઈ ...મયંક તેની પાછળ ગયો ...જોયું તો વોશ બેસિનમાં લોહી હતું ..એને મોં માંથી લોહી નીકળી રહ્યું હતું ...સ્વાતિ બહાર આવી મયંકે પાણી આપ્યું અને કહ્યું , ‘’ આપડે અત્યારે જ જઈએ કોઈ સારા ડોક્ટર પાસે ચલ...’’

સ્વાતિએ કહ્યું , ‘’ મયંક આ બીમારી નો કોઈ ઈલાજ નથી મેં બધી કોશિશ કરી લીધી છે . ‘’ હું મારી રહી છું ..મારું શરીર પણ નબળું પડી ગયું છે...આ શરીર સાથે મારું મન પણ બીમાર પડવા લાગ્યું છે ..હું માંડ પોતાને સંભાળું છું ..તને , મમ્મી પપ્પા ને તૂટતા હું નહિ જોઈ શકું...પ્લીઝ મને મારા હાલ પર છોડી દે..’’

મયંક સ્વાતિને સમજાવતો ...’’ સ્વાતિ તારા ગયા થી જ અંકલ અને આંટી તૂટી ગયા છે ..એ હસે છે પણ ખુશ નથી, જીવે છે પણ જીવન નથી ..બસ તું જ છે જે એમની ખુશી જીવન પાછું આપી શકે છે ...મયંકે સ્વાતિનો ચેહરો પોતાની તરફ કરી બોલ્યો...’’ મારી તરફ જો છેલ્લા કેટલાય મહિનાથી બેચેન ફરું છું તને શોધી રહ્યો છું..તારા વિના તડપી રહ્યો છું...હું તને ચાહું છું...જેવી રીતે પ્રેમ અને લોહી નો રંગ ક્યારેય સફેદ ના થાય એમ આ તારો આશિક ક્યારેય બીજા કોઈને ચાહી નહી શકે..મને તો બસ તારી જ ચાહત છે..તારી જ લગની લાગી છે સ્વાતિ ....

સ્વાતિ આ બધું સાંભળતા ભાવુક બની ગઈ અને ગાલ પર કપાળ પર મયંકને વ્હાલ કરવા લાગી...’’ કેવો થઇ ગયો છે તું પણ મયંક ...હાલત જો તારી ..’’ એમ કહી સ્વાતિ મયંક ને ભેટી ગઈ...પછી જાણે કેટલા સમયની લાગણીઓ પોતાના દિલમાં હોય એમ બધી લાગણીઓ આઝાદ કરી એ દિવસે બંને એક થઇ ગયા.....

ક્રમશ : આગળ શું થશે ? શું સ્વાતિ બીમારી માંથી બહાર નીકળી શકશે...? સાક્ષી નું શું થશે વાંચો આગળનો અંતિમભાગ