Fans - A Unique Love Story - (Part 3) in Gujarati Love Stories by soham brahmbhatt books and stories PDF | ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 3)

Featured Books
Categories
Share

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 3)

'ચાહત''

ભાગ – ૩

તો જેવી રીતે આપણે જોયું કે સ્વાતિ મયંકના પ્રેમનો ઇનકાર કરે છે તો આગળ શું મયંક સફળ થશે પોતાનો પ્રેમને ઈઝહાર કરવામાં ? શું સ્વાતિ ને સમજાશે મયંકનો પ્રેમ ? સાક્ષીની એન્ટ્રી શું કામ થઇ આ વાર્તામાં એ માટે વાંચો આગળ..

૧૨. ઇનકાર

સવારે સ્વાતિ નાસ્તો કરવા બેઠી , મમ્મા પપ્પા તેની સામેં જોઈ રહ્યા.....’’ તમારે નાસ્તો નથી કરવો ?’’ ...મમ્મી અકળાઈને બોલી ..’’ કરી લીધો..’’ ..તો સ્વાતિ ધીમે થી બોલી ..’’ તું મને આમ કેમ જોવે છે..?’’

મમ્મી એ ગુસ્સો દબાવતા ધીમે થી પૂછ્યું ..’’ કાલે રાત્રે શું થયું હતું ?’’ ..’’ શું મમ્મી શેની વાત કરો ?’’ ..

તારા અને મયંક વચ્ચે કાલે શું થયું હતું ? ગુસ્સામાં મમ્મી એ પૂછતા સ્વાતિ થયાથી ગભરાઈ ને ઉભી થઇ ગઈ...પણ નિશાબેન સ્વાતિનો હાથ પકડી સોફા પર બેસાડી...કહ્યું .’’ હું ઘણા દિવસ થી જોવ છું બંને સારી રીતે વાતો નથી કરી રહ્યા..’’ ન તો સાથે કોલેજ જાવ છો શું થયું છે કહે મને ...’’ ?

સ્વાતિ સામે બેઠેલા મયંક સામે ગુસ્સમાં બોલી મારે કોઈ વાત નથી કરવી આ બાબતે ..ત્યાં સ્વાતિના પપ્પા આવ્યા કડકાઈ થી બોલ્યા , ‘’ સ્વાતિ આ તારું વર્તન યોગ્ય નથી ‘’ તારી મમ્મી જે પૂછે છે એનો શાંતિ થી બેસીને જવાબ આપ બસ..

‘’સોરી મમ્મા ..’ સ્વાતિએ એ ઊંડો શ્વાસ લીધો અને બોલી , ‘’ હું કોઇક ને પસંદ કરું છું , એની સાથે લગ્ન કરવા માંગું છું ‘’

સ્વાતિના પપ્પાનો મગજ ફરી ગયો ..’’ સ્વાતિ ફરીથી બોલ તો જે તું હમણાં બોલી એ ...’’ .’’ હા પપ્પા હું ચાહું છું એ વ્યક્તિને એ મારી કોલેજમાં જ છે એનું નામ કિશન છે ...મારે એની સાથે જ લગ્ન કરવા છે..’’ ...રાજેશભાઈ સ્વાતિને મારવા ગયા ત્યાં નિશાબેન વચ્ચે આવી ગયા...સ્વાતિ હજુ બોલતી જ હતી ..’’ શું પ્રેમ કરવો ગુનો છે કોઈને મેં શું ખોટું કર્યું મારા દિલની વાત તમને કહી એમાં મારા પર ગુસ્સા શેના થાવ છો..’’

પિતાને આઘાત લાગ્યો ..’’ સ્વાતિ તારા લગ્ન થઇ ચુક્યા છે ..મયંક તારો પતિ છે ..તું બીજા વિશે કઈ રીતે વિચારી શકે ?’’આ સાંભળતા નિશાબેન નું ગળું ભરાઈ આવ્યું એ રડવા લાગ્યા..સ્વાતિને સમજાવતા ..’’ સ્વાતિ તારા પપ્પા તને સાચું કહે છે મયંક તારો પતિ છે ...અને મયંક તને આજ સુધી સાચવી છે તારી બધી જ વસ્તુનું એણે ધ્યાન રાખ્યું છે...’’ સ્વાતિ આંસુ લૂછતાં ...’’ મમ્મી તમે કઈ સદીમાં જીવો છો ? મયંક મારો પતિ ? શું બોલો છો તમે બાળ લગ્ન અપરાધ છે અને મયંક મારો પતિ નથી..હું સમજદાર છું મારો ફેસલો હું જાતે લઈશ..’’ આ બધું સાંભળી રાજેશભાઈ ઉભા થઈને સ્વાતિને ગાલ પર એક તમાચો જડી દીધો...

‘’ બહુ થયું સ્વાતિ હવે , તને આઝાદી આપી છે એનો ખોટો ફાયદો ન ઉઠાવ ‘’ મયંક તારો પતિ છે અને તમે હજુ નાના હતા એટલે તું અમારી સાથે રહેતી હતી હવે તારે સાસરીમાં જવું પડશે મયંકના ઘરે...બસ ...’’ સ્વાતિ નિ: શબ્દ બની ગઈ એના પપ્પાનો પહેલીવાર આટલો ગુસ્સો જોતા...તે રડતી રડતી એના રૂમમાં ગઈ...

આખો દિવસ તે રૂમની બહાર ન આવી ..એટલે મયંકે પાઈપ ચઢીને જોયું તો સ્વાતિ રૂમમાં ન હતી...મમ્મી આવ્યા ..’’ બેટા સ્વાતિ ક્યાં છે ? ‘’ પણ સ્વાતિ રૂમમાં હતી જ નહી ...મયંકે ટેબલ પર પડેલો કાગળ જોયો ..અને કાગળમાં લખેલું વાંચીને મયંક તો બેશુદ બની ગયો ...રાજેશભાઈ મયંકના હાથ માંથી કાગળ કઈ લીધો...

મયંકે રડતા સ્વરમાં નિશાબેન ને કહ્યું , ‘’ આંટી એ જતી રહી આપણ ને સૌને છોડીને જતી રહી...મયંક રાજેશભાઈને ભેટીને રડવા લાગ્યો...સ્વાતિ બધા ને છોડીને કંઇક જતી રાઈ હતી....

૧૩. આઘાત

છેલ્લા અડધા કલાક થી મયંક સ્વાતિના રહેઠાણની બહાર બેંચ પર બેઠો હતો...તેના ઢળી ગયેલા ખંભા પરથી બેગ લપસીને નીચે પડ્યું ...શૂન્યમસ્ક તેની આંખો આંસુ ભીની થઇ ગઈ હતી પોતાના આંસુ છુપાવતો તેણે આંખો ચોળી અને કપાળ પર હાથ રાખી ચેહરો છુપાવ્યો...આંખો મીંચી એ દિવસ યાદ કરી રહ્યો હતો જયારે સ્વાતિ તેને છોડીને જતી રહી હતી...

5 મહિના પહેલા

‘’ એ જતી રહી ..આપણને છોડીને જતી રહી ...’’ આ શબ્દો નિશાબેન સાંભળી એ બેહોશ થઇ નીચે પડ્યા ...તાત્કાલિક એમ્બુલન્સ બોલાવી એમને હોસ્પિટલ પહોચાડ્યા...સારવાર શરુ થઇ રીપોર્ટ કરાવ્યા ..પરંતુ તે નોર્મલ આવ્યા ચિંતા ની કોઈ વાત નહોતી ..આઘાતના લીધે હદયને જટકો લાગ્યો હતો...પણ હજુ એમણે આંખ ખોલી ન હતી....સાથે મયંકના પિતાને ખબર પડતા એ પણ ત્યાં આવી પહોચ્યા અને રાજેશભાઈ ને આશ્વાસન આપવા લાગ્યા , ‘’ તમે ચિંતા ના કરો આપડે સ્વાતિને શોધી લઈશું ગમે ત્યાંથી ..’’ તું બસ હિમંત રાખ ..’’ રાજેશભાઈ રડતા અવાજે ..’’ કેવી રીતે હિમંત રાખું યાર...? મારી હિમંત હવે બેજાન બની ગઈ છે

નિશાબેનના ત્રણ દિવસ થયા પણ હજુ હોશમાં ના આવ્યા...રાજેશભાઈ એમનો હાથ પકડી રડતા હતા...બાજુમાં મયંકના પિતા રાજેશભાઈના ખંભા પર હાથ મુકતા કહ્યું , ‘’ હું મોકલું છું મારા માણસો ને સ્વાતિ દીકરાને શોધવા . ‘’ હજુ હાથમાં ફોન લીધો ત્યાજ રાજેશભાઈ એ કહ્યું , ‘’ રેવા દે મિત્ર , સ્વાતિ મારા માટે હવે મારી ચુકી છે...’’ ત્યાં થોડીવારમાં નિશાબેન આંખો ખોલી રાજેશભાઈ ખુશ થઇ ગયા , ‘’ ચલ નિશા હવે આપણે ઘરે જવાનું છે આપણી મરી ગયેલી દીકરીની વિધિ કરવાની છે..’’ રાજેશભાઈ અને નિશાબેન એકબીજાને ભેટીને રડી પડ્યા...

નિશાબેન ની તબિયત સાવ સુધરતા ૧૦ દિવસ જેટલો સમય વીતી ગયેલો..અને બસ હવે તે એક માત્ર મકાન હતું જ્યાં બે જણ રહેતા હતા કોઈનો અવાજ કિલ્લોલ સંભળાતું ન હતું...મોટેભાગે સન્નાટો જ રહેતો ...મયંક તો ત્યાં ના આવ્યો પરંતુ એમના મમ્મી પપ્પા અવારનવાર ત્યાં આવતાજતા...ઘરમાં જોવે તો સામે સ્વાતિની તસ્વીર અને તેના પર ચંદન નો હાર પહેરાવેલો...મયંકે તો પોતાને આઘતથી કેદ કરી રાખ્યો હતો...ના મિત્રને મળતો ના બહાર જતો કઈ જ નહી ...

મયંકના મમ્મી વાતો કરે તો ખાલી સાંભળતો પરંતુ કઈ જવાબ ના આપતો બસ આંખો દિવસ રૂમમાં બેઠો રડ્યા રાખતો...આંખો લાલ હોય ઉજાગરા કરે..જગ્યા રાખે બસ સ્વાતિની યાદમાં...૧૦ થી ૧૫ દિવસ બસ આમજ ચાલ્યું...ત્યાં અચાનક મયંક ના ઘરે સાક્ષી આવી...’’ આંટી હું વાત કરું ? ‘’ ખરેખર જયારે આખરી વાર સાક્ષી અને મયંક મળ્યા પછીની આ પહેલી મુલાકાત છે સાક્ષીને બધું એમના મિત્રો એ કહ્યું કે સ્વાતિ જતી રહી છે ઘર છોડી કિશન સાથે....

સાક્ષી આવી ...’’ મયંક પ્લીઝ દરવાજો ખોલ ..આટલું બોલતા સાક્ષી પોતે રડવા જેવી થઇ ગઈ પરંતુ એણે પોતાની લાગણીઓ પર કાબુ રાખ્યો ...’’ આંટી બીજો દરવાજો ક્યાં છે અંદર જવાનો ? ‘’ મ્ય્ન્કના મમ્મી એ રસ્તો બતાવ્યો બાલ્કની માંથી...એ દરવાજો પણ બંધ હતો પણ ત્યાં કાચની બારી હતી ..બાજુમાં પડેલું કુંડુ ઉઠાવ્યું અને બારી પર માર્યું ...જોયું તો સાક્ષીની આંખો ફાટી રહી ગઈ ....મયંક ના હાથ આખા લોહીથી તરબોળ હતા...તે બેડ પર બેહોશ પડ્યો હતો...તાત્કાલિક મયંકને હોસ્પિટલ લઇ જઈ હાથમાં ટાંકા લીધા પછી ૩ કલાકે ભાનમાં આવ્યો ...આ બધે સાક્ષી મયંકની સાથે જ હતી.

સાક્ષી ગુસ્સે થઇ મયંક પર , ‘’ મયંક તું એ છોકરી માટે મરવા માંગે છે જેને તારી કોઈ પરવાહ નથી..’’ ..મયંકના મમ્મી ખૂણામાં બેસી આંસુ લૂછતાં હતા...મયંકની આ હાલત જોઈ તરત જ સાક્ષી ત્યાંથી બહાર નીકળી મોઢા પર હાથ રાખી ડુસકા ભેર રડી પડી...થોડીવાર પછી બધા ઘરે ગયા ...મયંકના પપ્પાએ મયંકના રૂમનો દરવાજો જ કાઢી લીધો એટલે એ કોઈ આવું પગલું ના ભરે....મયંકના મમ્મી એના માટે એને ભાવતી ફેવરીટ વાનગીઓ લાવ્યા ..’’ લે બેટા જમી લે ચલ ..’’

સાક્ષી એ કહ્યું , ‘’ લાવો આંટી મને આપો હું ખવડાવી દઈશ મયંક ને ...’’ ...ચલ મયંક જમી લેતો ..’’ મારે નથી જમવું મને ભૂખ નથી ..’’ ..પ્લીઝ મયંક ...યાર એકવાર કીધું તો પછી શું છે ..’’ ..સારું તો મને એ કહે એ દિવસે શું થયું હતું એટલે તારું મન હળવું થઇ જાય ....સાક્ષી પ્લીઝ યાર તું જા ..એ મારી પર્સનલ મેટર છે . ‘’ ...સાક્ષી મયંક ને સારી રીતે સમજતી હતી એણે મયંકનો ગુસ્સો સહન કર્યો ...અને કહ્યું , ‘’ સારું ગુસ્સો કરી લીધો ચલ હવે જમી લે..’’ અને સાક્ષીએ ચમચી મયંકના મો પાસે લાવી એને જમાડ્યો...પછી તેણે દવા આપ્યા બાદ એ ત્યાંથી ચાલી ગઈ..

૧૪. અંગત મામલો

આમ દિવસો પસાર થતાં ગયા અને મયંકનું ધ્યાન રાખવા સાક્ષી રોજ સવાર થાય આવી જતી મયંકના મમ્મી પણ એને આવકાર આપતા કારણ કે સાક્ષી મયંક ને સમજાવી ને દવા આપી દેતી..મયંકનું ધ્યાન રાખતી...

મયંક સમયસર ઊંઘે છે કે નહી જમે છે કે નહી દવા બધું જ હવે સાક્ષી ધ્યાન રાખવા લાગી પરંતુ મયંકે આ બાબતે કોઈ ફર્ક ના પડ્યો કારણકે એતો બસ સ્વાતિની યાદો માં ખોવાઈ ગયેલો...ઊંઘ તો હવે એ કડવી યાદોએ છીનવી લીધી હતી જે ક્યારેક સોહામણી હતી...

જેમ જેમ દિવસો પસાર થતાં ગયા તેમ મયંક માં પણ સુધાર આવતો ગયો ...એક દિવસ સાંજે સાક્ષી અને મયંક તળાવના કાંઠે બેઠા હતા ...મયંક સાક્ષીને પૂછ્યું , ‘’ સાક્ષી તું આ શું કરે છે અને કેમ ? ‘’ ...’’ સાક્ષી સાવ અજાણ હોય એમ કહેતા , ‘’ હું શું કરું છું ? ‘’ ..મયંક સાક્ષીની સામું જોઈ કહ્યું ...’’ આમ તું કોલેજ ના જઈ આંખો દિવસ મારી સાથે અને મારી સાથે રહેવું ઠીક નથી ..’’ ..જેમ આપડે પહેલા જોયું તેમ સાક્ષીના હદયમાં કોઈ જગ્યાએ પ્રેમનું પુષ્પ આકાર લઇ રહ્યું હતું...સાક્ષી એ મયંકને જવાબ માં કહ્યું , ‘’ મયંક , કોલેજ જઈશ તો શરીર ત્યાં હશે પણ મારું મન ..તારી આસપાસ રહેશે..’’બેચેની રહેશે..તારી ચિંતા રહશે...એના કરતા મારા શરીરના બે ટુકડા ન કરી , પૂરી રીતે તારી સાથે રહું એ વધુ યોગ્ય રહેશે ને ....? મયંક તરફ પ્રેમભરી નજરે જોતા તે બોલી....

મયંક ઉદાસ થઈ બોલ્યો ’’ સાક્ષી હું તને કઈ નહી આપી શકું ..હું તૂટી ચુક્યો છું મારી નજીક આવીશ તો મારા દિલના ટુકડા ઓથી તું ઘવાઈ જઈશ... ‘’ સાક્ષી જવાબ આપતા કહ્યું ..’’ હું તારી પાસેથી કઈ પણ ચાહતી નથી હું બસ એમ ઈચ્છું છું કે તું પોતાને સાચવે ..પોતાને દર્દ ન આપે ...મયંકનો હાથ પકડતા તે બોલી ...ક્યાં સુધી તું પોતાને સજા આપીશ એ તને છોડીને જતી રહી છે એના વિરહમાં ક્યાં સુધી તું પોતાને દુખી કરીશ ?

મયંકે તરત જ હાથ છોડાવી દીધો.., ‘’ આ મારો અંગત મામલો છે તો આ વિશે કઈ મને ન બોલીશ ..’’ ..સાક્ષી ગુસ્સામાં બોલી ..’’ ના મયંક આ તારો એકલો અંગત મામલો નથી...ત્રણ મહિના વીતી ચુક્યા છે અને તું હજુ એ જ હાલતમાં છે ...શું તું આંટી ને રડીને સૂઝેલી આંખો માં જોયું ? અંકલ તારી મમ્મા ને સાંભળે કે પછી સ્વાતિના પપ્પા ને સંભાળવા જઈ તું એમની હાલત તો જો મયંક...અને હા તારા બધા મિત્રો તે તારો ફોન ચેક કર્યો જો એકવાર કેટલા મિસકોલ કેટલા મેસેજ કર્યા છે ...શું તું સ્વાતિના મમ્મી પપ્પાને મળવાની કોશિશ પણ નહી કરે જે તને દીકરો કહી બોલતા તારો ફેવરીટ નાસ્તો બનાવી આપતા ...એમનો શું વાંક તારું ના વિચાર અને ઉભો થા અને જા એમની પાસે ...

મયંકે શાંતિથી વાતો સાંભળી બધી અને પોતાના આંસુ લૂછ્યા સાક્ષીને કહ્યું , ‘’ તું રાઈટ છે સાક્ષી ‘’





૧૫. હિમંત

રાત્રે મયંક મમ્મી પપ્પા સાથે જમવા બેસો .હમણાં થી તો એ જમી ઉભો થઇ જતો પરંતુ સાક્ષીની વાતની અસરને લીધે તે મમ્મી પપ્પા સાથે ખુશી ખુશી વાતો કરતો ..આ બદલાતો જોઈ મયંકને એના મમ્મી પપ્પા પણ સંતોષની લાગણી અનુભવી..

મયંક તેની મમ્મી પપ્પાને તબિયત વિશે પૂછ્યું...સાથે કામ કરાવા લાગ્યો....

બીજે દિવસે સવારે મયંક ઉઠીને તૈયાર થયો ત્યાં સાક્ષી આવી પહોચી...હજુ નાસ્તો કરવા બેસે ત્યાં મયંકનો હાથ પકડી , ‘’ આંટી હું મયંક ને લઇ જાવ તો તમને કોઈ વાંધો નથી ને ? ‘’....ના વાંધો તો કઈ નથી પણ આ નાસ્તો તૈયાર છે..’’ ..તમે ચિંતા ના કરો આંટી એ હું એને કરાવી દઈશ...

૧૫ મિનીટ બાદ સાક્ષી મયંકને સ્વાતિના ઘર પાસે લાવ્યો ...મયંકનું શરીર આખું કંપારી લેતું હતું સ્વાતિનું ઘર જોઇને...સાક્ષીનો હાથ કડકથી પકડી રાખ્યો ...’’અહિયાં મને કેમ લાવી છે તું . ‘’ ...મયંક ચલ તું અંદર જા , અંકલ આંટી ને મળ ..’’ સાક્ષી એ મયંકને ધક્કો મારી તેના ગેટ પાસે મોકલ્યો અને સ્વાતિના ઘરનો ડોરબેલ વગાડી તે ત્યાંથી નીકળી ગઈ ..થોડે દુર આવેલ ઝાડ પાછળ જઈ સંતાઈ ગઈ...દરવાજો ખુલ્યો અને તે અંદર ગયો ...રાજેશભાઈ સામે બેઠા હતા .’’ આવ બેટા આવ ‘’

મયંકે ગંભીરતાથી રાજેશભાઈને પૂછ્યું ..’’અંકલ , આંટી ક્યાં છે ? એમની તબિયત કેવી છે ..? ..રાજેશભાઈ એ કહ્યું ..’’ તું જાતે જ જોઈ લે બેટા એ કેવી છે ...’’ રાજેશભાઈ રસોડા તરફ ઈશારો કરતા બોલ્યા...મયંક રસોડા ગયો તો જોયું તે એકબાજુ ચા ઉભરાઈને બહાર જતી હતી ...નિશાબેન થેપલા વણી રહ્યા હતા ..અડધું થેપલું પાત્લીની બહાર હતું તવા પર રાખેલું બળી ગયું હતું...મયંકે તરત જ ગેસ બંધ કર્યો....

‘’ આંટી , ભૂખ લાગી છે મને નાસ્તો કરાવશો ? ‘’ ...મયંકને અચાનક કેટલા દિવસ પછી જોતા તે રડતા મયંકને ભેટી ગયા...’’ ક્યાં જતો રહ્યો હતો તું દીકરા ..? ‘’ હું દરરોજ તારી રાહ જોઉં છું તારા માટે નાસ્તો બનવું છું .’’ ક્યાં હતો તું બેટા ? મયંક ના ગાલ પર હાથ મુકતા નિશાબેન બોલ્યા..

મયંકની આંખમાં આંસુ ગયા ..’’ સોરી , હવે તમને રાહ નહી જોવડાવું ..’’ નિશાબેન ખુશ થતાં ..’’ સારું લે બેટા હું તારા માટે હમણાં ફટાફટ ગરમાગરમ નાસ્તો બનાવી લાવું...’’ ...થોડીવારમાં સ્વાતિના મમ્મીએ મયંક માટે એને ભાવતો નાસ્તો બનાવી દીધો...’’ આંટી તમે પણ બેસો હું તમને આજે મારા હાથે જમાડીશ...’’ સ્વાતિના પપ્પા આ જોઈ આંખો ભીની થઇ ગઈ...

સાંજે સાક્ષી મયંક ને એના ફ્રેન્ડસ સાથે મળવા લઇ ગઈ...બહાર જવાનો કાર્યક્રમ ગોઠવ્યો..મયંકે પહેલા તો બધા નો માફી માંગી...બધા સાથે વધુ વાતચીત ના કરી...પણ બધું સાંભળી મયંક મુસ્કુરાયો...બહાર જમ્યા બાદ મયંક સાક્ષીને હોસ્ટેલ મુકવા ગયો..

મયંકે સાક્ષીને થેન્ક્સ કહ્યું , ‘’ સાક્ષી આજે તે મારા માટે જે કર્યું છે એના માટે થેન્ક્સ ઓછું છે..’’ મયંકના ફેસ પર સ્માઈલ જોઈ સાક્ષી ને સંતોષની લાગણી થઇ..

૧૬. સ્વીકાર

હવે તો મયંકનો રોજ નો કાર્યક્રમ નક્કી થઇ ગયો...તે એકાંતરે દિવસે રાજેશભાઈના ઘરે જતો..આંટી ને મળતો..સાંજે મિત્રો સાથે ફરવા જતો ..ઘરે પણ મમ્મી સાથે ટીવી જોવું ક્યારેક પપ્પા ને દુકાને મદદ કરાવા માટે જતો...

હવે મયંક સવારનો નાસ્તો કરવા સ્વાતિના ઘરે ગયો ...ટેબલ પર ત્રણની જગ્યાએ ચાર પ્લેટ પડી હતી આશ્ચર્ય થી મયંકે નીશબેનને પૂછ્યું , ‘’ આંટી આજે ચાર પ્લેટ કેમ ? ‘’ ..નિશાબેન હસીને બોલ્યા ’’ હા મેહમાન આવે છે . ‘’ બેટા બહાર જે તારી દોસ્ત ઉભી છે ને એને નાસ્તો કરવા બોલાવ...’’ ..મયંક ઉભો થઇ સાક્ષીને બોલાવી લાવ્યો ...’’ બેટા તારે બહાર ઉભા રહી રાહ જોવાની જરૂર નથી...તારે પણ અહિયાં નાસ્તો કરવા આવી જવાનું...’’ થેન્ક્સ આંટી ‘’...સાક્ષી ચોથી ખાલી પડી રહેલી સ્વાતિની ખુરશી પર બેસી ગઈ સૌ જોતા રહ્યા પણ જાણે કઈ બન્યું જ ના હોય એમ બધા નાસ્તો કરવા લાગ્યા...

સાક્ષી આખો દિવસ મયંક ને ત્યાં રોકાઈ ગઈ...ઇન્ટરનલ પરીક્ષા હતી એની તૈયારી માટે ...મયંક તેને મદદ કરી રહ્યો હતો...વાંચતા વાંચતા ક્યારે સાંજ ઢળી ગઈ કશી ખબર ના રહી...સાંજ થઇ જતા સાક્ષીએ ચોપડા સંકેલી એ જવા લાગી..., ‘’ મયંક હવે મારે જવું જોઈએ નહિતર મોડું થઇ જશે..અને હા મયંક હવે તો તું ખુશ છે ને ? ‘’ છતાંપણ આ હસવું , વાતો કરવું , બધું સાંભળવું ...એ દુનિયા માટે છે ..તે તારો સાચો ચહેરો છુપાવીને રાખ્યો છે...ઓકે સારું મયંક હું જાવ છું ગુડ નાઈટ ..’’

મયંકે સાક્ષીનો હાથ પકડ્યો અને ભેટી ને રડવા લાગ્યો..., ‘’ તું મારી એક બેસ્ટ મિત્ર છે તું મને છોડીને નહી જાને હવે ? ‘’

સાક્ષી મયંકના માથા પર હાથ ફેરવતી..’’હું અહીજ છું તારી પાસે ક્યાંય નથી જવાની ...’’ ..’’મયંક રડતા રડતા.. ‘’સાક્ષી આ દર્દ કેમ ઓછો થતો નથી ?..એ જતી રહી છે એ દિવસથી દરરોજ હું અંદરોઅંદર રડું છું ..ચિલ્લાઉ છું ...કદાચ કદાચ આ દર્દ એટલે છે કારણકે મેં સ્વાતિ વિના જીવવાનું ક્યારેય વિચાર્યું જ નથી નાનપણ થી સાથે જ રહ્યા ..જીવ્યા , ઝઘડ્યા , અને મોટા થયા બાદ પણ ..જયારે એ દુખી થતી હું પણ રડતો ...એને તકલીફ થતી હું કંપી ઉઠતો...

અને જયારે એને કોઈ બીજા પ્રત્યે લાગણી થઇ ત્યારે મને મારા મન ની ખબર પડી કે હું એને કેટલો ચાહું છું..એને મેળવવાના ઘણા પ્રયાસો કર્યા ..મેં એને મારો પ્રેમ ઇઝ્હારના કર્યો હોત તો આજે એ મારી સાથે હોત..મારી જ ભૂલ છે એ જતી રહી ...સાક્ષી છેલ્લા ૩ મહિના થી જે વાત હું પોતાને પણ કહેવાથી ડરું છું પોતાને અટકાવું છું દરરોજ પોતાને ખોટો દિલાસો આપું છું કે એ ‘’આવી જશે’’... પણ હકીકત તો એ છે કે’’ હું સ્વાતિને ગુમાવી ચુક્યો છું ‘’..હું મોડો પડ્યો સાક્ષી હું મોડો પડ્યો ..અફસોસ અને પીડા થી ઠાલવતો મયંક જમીન પર ફસડાઈ પડ્યો રડવા લાગ્યો...

સાક્ષી એ મયંકને આ હાલતમાં જોઈ એના ખંભા પર હાથ રાખ્યો સાંત્વના પાઠવી...તેની બાજુમાં બેસી ગઈ ....સાક્ષી એ મયંકને સાંત્વના આપતા ભેટી રહી...

સાક્ષી એ જ વ્યક્તિ હતી જે મયંક ને સારી રીતે ઓળખી ગઈ હતી...એની બધી વાત ને સમજતી ..સાંભળતી...

આ પુરુષ પ્રભુત્વ ધરવતા આપણા સમાજ કે એમ કહો કે આ વિશ્વમાં ..પુરુષો ને જ રડવાની આઝાદી નથી..પુરુષ રડે તો બધા ઉલટું સમજી બેસે છે જયારે પુરુષ રડતો હોઈ એટલે એ દુખ કઈ પરાકાષ્ઠા એ હશે તમે સમજી શકો છો...પરતું જો પુરુષને તેની પીડા , દર્દ સમજનાર વ્યક્તિ મળી જાય ત્યારે એ પણ રડે છે....એવી જ રીતે અહિયાં સાક્ષી એક જ વ્યક્તિ હતી જેની સામે બધું દર્દ મયંક ઠાલવી શકતો કારણકે સાક્ષી મયંકને બહુ સારી રીતે સમજતી....

સાક્ષી એ મયંકનું માથું પોતાના ખોળામાં લઇ એને વ્હાલ કરી સુવડાવ્યો અને સાક્ષી પણ એના આંસુ છુપાવતી હતી....

૧૭. ભ્રમ

સાક્ષી અને મયંક હવે એક સારા દોસ્ત નહી પરંતુ કયાંક ને ક્યાંક હવે મયંકના દિલમાં પણ થોડો પ્રેમ સાક્ષી માટે જાગતો દેખાયો અને એ કંઈ ખોટું નથી ..કારણકે આજે જે વ્યક્તિ સાથે નાનપણ થી હતો એ મયંક ને ના સમજી શકી ..માત્ર ૪ કે પાંચ મહિના સાથે રહેવા વાળી સાક્ષી સમજી ગઈ....આજે સાક્ષી એના પ્રેમનો ઈઝહાર કરવાની હતી...એટલે તેણે મયંક માટે એક પાર્ટી બહાર રાખી હતી ...મયંક આ વાત થી અજાણ હતો..કે સાક્ષી આજે એના પ્રેમનો ઈઝહાર કરશે....

સ્વાતિ અને મયંક ના મમ્મી પપ્પા એ તો પહેલેથી જ મયંક ને હા પાડી હતી કે સાક્ષી તારા માટે બરોબર છે ..પણ મયંક માટે તો સ્વાતિ જ જીવન હતું...હવે મયંક ખુશ હતો તૈયાર થઇ...બાઈક લઇ નીકળ્યો...

સાક્ષી પણ આજે પીંક અનારકલી ડ્રેસ ...લાંબા વાળ આગળ તરફ રાખ્યા હતા કાનમાં ઝૂમખાં ...હોઠ પર આછો ગુલાબી લિપ્સિટ્ક માથા પર નાની બિંદી લગાવી ..એ સુંદર લાગતી હતી...મયંક એની હોસ્ટેલ બાઈક લઇ પહોચ્યો ....સાક્ષી અને મયંક બંને નીકળ્યા..મયંક આજે અલગ જ મુડમાં હતો એટલે સાક્ષીની મસ્તી કરવા ઘડી ઘડી બ્રેક મારતો અને હસતો...

આજે દિવસ તો સારો હતો...પણ મોસમ મહેરબાન ન હતું ..વરસાદ ચાલુ થઇ ગયો અને રસ્તા પર ટ્રાફિકજામ હતો..અડધા કલાક પછી પણ ટ્રાફિક ઓછું ન થયું ...પાછળ ફરવું પણ શક્ય ન હતું...આથી તેમણે નજીક ના કોમ્પેક્ષના પાર્કિંગમાં બાઈક મુક્યું..વરસાદ ધીમો પડી ગયો હતો...આથી તેમણે ચાલીને જ ઘરે જવાનું વિચાર્યું...વાતો કરતાં બંને ફૂટપાથ પર ચાલી રહ્યા હતા..મયંક અચાનક થંભી ગયો..સ્થિર ઉભો તે આગળની શેરીમાં વળેલી રીક્ષા તરફ જોઈ રહ્યો...

‘’ મયંક શું થયું ?’’ ...સાક્ષી ની વાત સાંભળે એ પહેલા તો મયંક મુઠ્ઠી વાળીને એ રીક્ષા પાછળ દોડ્યો ..સાક્ષી ગભરાઈ ગઈ કે અચાનક મયંક ને શું થયું....સાક્ષી પણ તેની પાછળ ગઈ ...ઘણા દિવસ પછી આવી બેચેની મયંક ના ચહેરા પર જોઈ હતી...સાક્ષી માટે કારણ જાણવું અઘરું હતું...દોડીને ઊંડા શ્વાસ લઇ રહી અને ફરી પાછી મયંક પાછળ ગઈ....રીક્ષા થંભી અને હાંફતો મયંક ધીમો પડ્યો..

તે થોડે દુર જ ઉભો રહ્યો..આ કિશન નું એપાર્ટમેન્ટ હતું ..રીક્ષા માંથી કિશન ઉતર્યો અને હાથ લંબાવ્યો . એક નાજુક નનમણા હાથે કિશનનો હાથ પકડ્યો..મયંકની બેચેની વધવા લાગી...તે ધીમા પગલે નજીક ગયો..યુવતી નો ચેહરો જોવા માટે તે વધુ નજીક ગયો ..રીક્ષા માંથી સામાન કાઢતા કિશનની નજર મયંક પર પડી...કિશન હસીને બોલાવ્યો ’’ હેય મયંક ..’’ ..બંને એ હાથ મિલાવ્યા..મયંક ને આશ્ચર્ય તો થયું પણ તેની નજર પેલી યુવતી પર હતી ...તે સ્વાતિ ન હતી !!

કિશન હાથ મિલાવતા મયંક ને પૂછે છે ‘’ કેમ છે ? અને સ્વાતિ કેમ છે ? ‘’ તમે બંને મારા લગ્નમાં કેમ ન આવ્યા ? ‘’ તેણે પૂછ્યું અને મયંકને જટકો લાગ્યો ..કિશન તેની પત્ની સાથે મુલાકાત કરાવતા...’’ હેય મયંક સી ધીસ ઇસ માય વાઈફ દીપ્તિ..’’ તે યુવતી એ મયંક ને નમસ્તે કર્યું અને મયંક ફિક્કું હાસ્ય છોડ્યું...

કિશન બોલ્યો ..’’ અરે તમારા લગ્ન નું શું થયું ?’’ એક્ઝામ બાદ તમે લગ્ન કરી લીધા અને પછી ફરવા નીકળી ગયા હતા એટલે સ્વાતિ સાથે કઈ ઘણા સમયથી વાત નથી થઇ ...અમે તો આજે સવારે જ આવ્યા... મયંક તો આ બધું સાંભળતા સાથે જ સ્તબ્ધ બની ગયો...કિશનની વાતોને એ શું જવાબ આપે તેના વંટોળમાં ફસાઈ ગયો...મયંક ત જડ બની ઉભો રહી ગયો ..વિચાર સ્થિર થઇ ગયા ..કિશન ક્યારે તેની સાથે વાત કરી જતો રહ્યો ખબર પણ ના રહી ...પાછળ દોડી આવતી સાક્ષી મયંક ના ખંભે હાથ મૂકી હાંફતી હતી...અચાનક ભાન આવતા તે સફાળો લથડીયા ખાતો ...પગ જાણે લકવો મારી ગયો હોઈ એમ નીચે બેસી ગયો...

છેલ્લા પાંચ મહિનાથી ભ્રમને સાચું માની જીવી રહ્યો એ આજે ધડાકા સાથે તૂટી ગયો ..છાતીમાં અસહ્ય અકળામણ થઇ રહી હતી...તે દર્દ સાથે છાતી પર હાથ ફેરવતો હતો ...સાક્ષી નો અવાજ તેણે જાણે કોઈ ઊંડા કુવા માંથી પડઘા પડતા હોય એમ લાગી રહ્યો હતો...અને તેનું શાંત થવું હવે મુશ્કેલ હતું.... ક્રમશ : શું થશે ? સ્વાતિ ક્યાં ગઈ હશે ? શું મયંક સ્વાતિને શોધવા જશે ? સાક્ષીનો પ્રેમ અધુરો રહશે ?