A memorable moment in Gujarati Love Stories by soham brahmbhatt books and stories PDF | એક યાદગાર પળ

Featured Books
Categories
Share

એક યાદગાર પળ

‘’ એક યાદગાર પળ ‘
- સોહમ બ્રહ્મભટ્ટ
યાત્રા :
પ્રેમ કેટલો સુંદર શબ્દ છે.વાહ ! કેટલું સરસ માર્મિક છે આ શબ્દમાં ખરેખર આ એક જ શબ્દ એવો છે જેનાથી મોટો મૂછ મારાળો પણ આઈસ્ક્રીમની જેમ ઓગળી જાય. પ્રેમ !! શબ્દ જ એવો જેના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. પેલો ડાયલોગ છે ને ‘’ મેરે બારે મેં જીતના જાનોગે ઉતના કમ હૈ ......! તો હું પણ આવી ગયો છું તમારી સમક્ષ થોડો પ્રેમ સમજાવવા.

આજે સાત વર્ષ થઇ ગયા એ વાત ને પણ કહેવાય છે ને કે અમુક પ્રસંગો તો હોય જ એવા કે જેને કદી ભૂલી જ ના શકાય. એવું લાગે જાણે કાલની વાત હોય.

‘’ હું ફ્લાઈટ હેડ – એટેન્ડન્ટ રીયા, જેટ એરલાઇન્સ પુના જતી ફ્લાઈટ નંબર ૧૫૪ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ, આપનું વિમાન હવે ટેક ઓફ માટે તૈયાર છે. આશા કરું છું આપની યાત્રા યાદગાર રહે. ખબર નહિ એટલો મીઠો અવાજ જ હતો કે પછી પ્લેનના માઈકનો કમાલ હતો, પણ એ અવાજ મારા કાન દ્વારા સીધો મારા દિલમાં ઉતરી ગયો.
મેં સીટ માંથી થોડો ઉંચો થઈને તેને જોવાનો પ્રયત્ન તો કર્યો પણ સીટ બેલ્ટએ મને ખેંચીને પાછો સીટ સાથે ચિપકાવી દીધો. મારી બાજુ વાળી સીટ પર બેસેલી યુવતીએ મારી આ અવળચંડાઇ જોઈ સહેજ મર્મ હાસ્ય કર્યું. હવે કેમ કેવી એને કે હું પહેલી વખત વિમાન માં બેઠો છુ ! થોડી શરમ નો અનુભવ તો થયો પણ ચહેરા પર દેખાવા થોડું દેવાય.
પણ ખરેખર તો મારો ફલાઈંગનો પહેલો અનુભવ હતો. અત્યાર સુધી તો પ્લેનને ઉપર ઉડતા જ જોયેલું છે. થોડો ડર તો લાગતો હતો પણ ડર આપણને શોભે થોડો. એટલે ખાસ ધ્યાન રાખતો કે ચેહરા કે વર્તનમાં કોઈને એવું ણ લાગે કે મને ફ્લાઈટ નો અનુભવ જ નથી. હવે ફ્લાઈટ રન વે તરફ આગળ વધી રહી હતી, સાથે સાથે મારા ધબકારા પણ વધી રહ્યા હતા. વારે ઘડીએ સીટ બેલ્ટ ચેક કરી લેતો, ખુરસીના બાજુના હાથા પણ પકડી રાખીય પણ અહિયા તો હવા નીકળી ગઈ એનું શું. ! એ થોડો એમ ઓછો થાય ઉલ્ટાનો જેમ જેમ પ્લેનની ઝડપ વધતી રહી એમ ડરની માત્રામાં પણ વધારો થતો રહ્યો.
મેળાના ચકડોળ માં બેસવામાં પણ ડર લાગતો હોય એને પ્લેનમાં બેસાડીએ તો શું હાલત થાય. મારું પણ એવું જ હતું. મેં કહ્યું હતું કંપની વાળા ને કે હું રેલ્વે માં જતો રહીશ પણ... નહી ...જલ્દી પહોંચવાનું છે એમ કહી ફરજીયાત નવરાવે પ્લેનની મુસાફરી કરાંવી. હવે જોઈએ ભગવાન ભગવાન બીજું શું ? ટેક ઓફ ની તૈયારી હતી ને મને લાગતું કે મારા હાર્ટ ફેલની તૈયારી છે, એક સેકન્ડમાં તો કુળદેવી , હનુમાનદાદા સહિત તેત્રીસે તેત્રીસ કરોડ દેવી દેવતા ને યાદ કરી લીધા ને કેટલીયે તો માનતા માની લીધી. પ્લેનની સાથે સાથે મારો જીવ પણ અધ્ધર થઇ રહ્યો હતો,મારી આંખો બંધ થઇ ગયેલી, ને મોં માંથી ચીખ નીકળવાની તૈયારી જ હતી ત્યાંજ ..............
મને લાગ્યું કે જાણે મારો બધો ડર અચાનક જ ગાયબ થઇ ગયો. મેં આંખો ખોલી તો એક હાથ મારા હાથ પર હતો, મેં બાજુમાં જોયું તેને મારી તરફ જોઇને બીજા હાથથી ઈશારો કર્યો કે કશું નહિ થાય હું છું ને ! મને થોડી શરમ તો આવી પણ ત્યારે તો મારે ખરેખર કોઈના આશ્વાસનની જરૂર હતી .
‘’ આભાર તમારો ‘’ , મેં તેની સામે થોડું હસતા કહ્યું. સામે એ પણ હસી.
‘’ હું શ્રેયાંસ પંડ્યા.’’ મારું ધ્યાન ભાટકાવવા વાત આગળ ચલાવવું વધારે ઉચિત લાગ્યું. એને પોતાના ગળામાં લટકતું આઈ ડી કાર્ડ બતાવ્યું ‘ તેનું નામ પ્રિયા હતું. ‘ મને લાગ્યું કે એને વાત કરવામાં બહુ રસ નથી લાગતો એટલે પછી હું ચુપચાપ બેસી ગયો.
થોડી વાર બંને બાજુથી એર હોસ્ટેસ આવી પાણી બોટલ અને નમકીન વહેચવા નીકળી. ( સાલું આતો થોડું vip લાગ્યું બાકી ટ્રેન અને બસ માં તો પાણી દેવા આવે છે કે લટકવા એ જ ના ખબર પડે.) મારી સીટ પાસે આવી અને મને પણ પાણી અને પેકેટ પકડાવ્યા. એક હાથમાં પાણીની બોટલ ને બીજામાં પેકેટ ખાવું કંઇ રીતે ને પીવું કંઇ રીતે ! હું તો બાઘા જેવો વિચારતો જ રહયો, ત્યાં વળી તે મારી મદદે આવી, સામે ની ટ્રે ખોલી ઈશારો કર્યો.
મેં ‘’ થેંક યુ ’’ કહ્યું તો તેને આ વખતે પણ માત્ર સ્મિત થી જ ચલાવી દીધું. હવે તો મને લાગ્યું કે એને બોલવાની બાધા રાખી હશે. પ્લેન ઉડી રહ્યું છે હું હવે થોડો નોર્મલ થઇ ગયો. આજુબાજુ નજર ફેરવતાં અચાનક મારી નજર તેનાં પર ગઈ.
તેની નજર બારીમાં હતી. બહુ વધરેતો ના કહી શકાય પણ ઠીકઠાક સુંદર હતી. કોઇપણ દાગ વગરનો ચેહરા માં કાન પાસે ગાલ પર એક તલ હતો. જે એની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. વાળ બાંધેલા હતા પણ અમુક લટો છુટી પડીને લહેરાતી તેનાં ગાલ પર આવી જતી, વળી તે સરખી કરી બાંધેલા વાળમાં તેને ફસાવી દેતી. ગળામાં એકદમ દોરા જેવો પાતળો સોનાનો ચેઇન હતો, જેમાં એક નાનકડું દિલ આકારનું ચગદુ હતું અને તેનાં પર અક્ષર કોતરેલો હતો. હું થોડો આગળ નીક્ળ્યો પણ ના જોઈ શક્યો. ‘’ ઓહ આ સીટ બેલ્ટ ! ‘’ તેનું ધ્યાન ગયું મારી તરફ કદાચ તેને અંદાજ આવી ગયો કે હું તેને જોતો હતો. પણ, કશું બોલી નહી. બસ ચહેરા પર એ જ સ્મિત..
હવે મારું થોડું દોઢાપણું. ‘’ હું કંપની ના કામથી પુના જઈ રહ્યો છું તમે ?’’ પણ મારા પ્રશ્નના ઉત્તરમાં વળી પોતાનું આઈડી કાર્ડ જ દેખાડ્યું. પુનાની કોઈ સ્કુલનું હતું તે શિક્ષિકા હતી.’’ વેરી ગુડ તમે ટીચર છો એમને ! ‘’ મારાથી બોલાઈ ગયું. તેને ડોકું હા માં હલાવ્યું.
‘’ સરસ હું આસિસ્ટન્ટ મેનેજર છું, ‘’ મેનેજર રજા પર હોવાથી હું પુના જઈ રહ્યો છું એક મિટિંગ માટે. મેં વાતો નો દોર આગળ ચલાવ્યો. પણ તે કશું બોલી નહી ! માત્ર અગુંઠા વડે થમ્સઅપનો ઈશારો કર્યો. ( ખડૂસ છે સાવ મને એવો વિચાર આવ્યો.) હું સમજી ગયો કે તેને બેસ્ટ ઓફ લક કહ્યું.
‘’ તમે પુના જ રહો છો ? ‘’
‘’ ભાવનગર ફરવા આવેલા ? ‘’
‘’ ભાવનગરમાં કોઈ સગું છે. ? ‘’
આવા ઘણા પ્રશ્નનોના જવાબ ડોકું ધુણાવી ને આપ્યા. મને થયું કે એને મારી સાથે વાત કરવામાં શું વાંધો હશે. ! મોબાઈલ કાઢી ફ્રન્ટ કેમરો ચાલુ કરી મેં જોયું બધું બરાબર હતું, વાળ પણ વ્યવસ્થિત જ હતા. કોલર ચેક કર્યા. એ પણ ઠીક જ હતા. મને લાગ્યું ચશ્માં સારાં નહી લાગતાં હોય , કાઢીને ખિસ્સામાં મુક્યા. એ મારી આ બધી હરકત આશ્ચર્ય સાથે જોતી રહી પરંતુ કશું બોલી નહીં. મને થોડી શરમ આવી એટલે સામેની સીટ તરફ જોઇ બેસી ગયો.
એનાઉસ્મેન્ટ થયું .............. ‘’ મને જણાવતા આનંદ થાય છે કે થોડીવારમાં આપણે પુનાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરીશું. જેટ એરલાઇન્સ તરફથી હું રિયા આપ સૌ નું સ્વાગત કરું છું અમારી એર લાયન્સને પસંદ કરવા બદલ આભાર.
‘’ પાછા બધા દેવી દેવતા યાદ આવવા લાગ્યાં.’’ યાર આ પ્લેન ઉતરશે તો ખરું ને ? પૈડા પહેલા માથું અડી જશે તો ? અચાનક પૈડામાં પંચર થઈ જશે તો ? મેં તો સાંભળેલું કે પ્લેન માં એક કાંકરી અડે તો પણ પ્લેન સળગી જાય !આવા ઘણા બધા વિચારોની હારમાળા ચાલતી હતી મનમાં, ત્યાં ફરી એ જ હાથનો સ્પર્શ ,ખબર નહી કેમ પણ બધી ચિંતા ગાયબ ! બંધ આંખોએ સ્પર્શ આજ સુધી યાદ છે મને સુતરફેણી જેટલો મુલાયમ એનો સ્પર્શ મને કદાચ કદી ભુલાશે પણ નહી. એક પછી એક પેસેન્જર ઉતરી રહ્યા હતા, એર હોસ્ટેસ બનાવતી સ્મિત સાથે બધા ને થેંક યુ , ગુડબાઈ કહેતી હતી. મેં જોયું એની બેજ પર નામ લખેલું હતું. ‘’ રિયા શર્મા ‘’. જેટલો સુંદર અવાજ એટલી જ સુંદર હતી ઉપરથી ફરજિયાત કરવો પડતો મેકઅપ તેની ખુબસુરતી વધારો કરતું હતું.
હું ઉતર્યો, પ્રિય પણ મારી પાછળ જ હતી મેં છેલ્લી વાર જોવા પાછું ફરી તેની સામે જોયું. એ જ પહેલા જેવું જ સ્મિત એનાં મો પર રમી રહયું હતું. ખભા પર એક પર્સ સાથે તે મારી પાછળ ચાલી રહી હતી.
‘’ બાઈ થેન્ક યુ. ‘’ મેં હાથ હલાવતાં કહ્યું. તેને ફક્ત હાથ હલાવી આવજો નો ઈશારો કર્યો.
પાછું મેં ક્યારેય પાછુ ફરીને નાં જોયું બસ એ જ વિચાર આવતો રહ્યો કે ‘’ કેવી છોકરી છે!’’ આખી સફરમાં એક શબ્દ પણ ન બોલી , પણ જે રીતે મારા હાથ પર હાથ મૂકી મને સંભાળ્યો. એ તેનો માયાળુ સ્પર્શ. મારા મગજને શૂન્યવકાશ કરી દેતું. અચાનક યાદ આવ્યું ! કમસેકમ એનો નંબર માંગવા પ્રયત્ન કર્યો હોત તો !
શોધ :-
હું પહોચ્યો પુના સવારનો સમય હતો, મસ્ત મજાના પોહળા રસ્તાઓ જાણે સાંકડા લાગતાં હતા, જીવન જાણે દોડી રહ્યું હતું, કોય કોઈની રાહ જોવા નવરું જ ણ હતું, કોઈ બસ પાછળ તો કોઈ ટ્રેન પાછળ તો કોઈ રીક્ષા પાછળ. અને હું કારમાં બેસી આ બધું જોઈ રહ્યો છું. પણ, મારા મનમાં તો પ્રિયા ચાલતી હતી ! એટલે કે પ્રિયા ના જ વિચારો.
ખબર નહી કેમ પણ એની છબી મારા મગજથી ઉતરવાનું નામ જ નહોતી લેતી. એનો શાંત અને સૌમ્ય ભાવ વાળો ચહેરો, તેનાં ગાલ પરનો એ આર્કષક તલ, એ તેનો જાદુઈ સ્પર્શ તેનું ઈશારામાં કહેવું કે હું છું ને તારી સાથે મન એનાં વિચારો થી ઉભરાઈ રહ્યું. ઉફફ ! પણ હવે શું ! એ હવે ક્યાં મળવાની હતી ! મને તો માત્ર નામ જ યાદ છે તેનું ! ‘’ પ્રિયા ‘’ કેટલું સરસ નામ હતું ખરેખર મન ને પ્રિય થઇ ગઈ. આવડા મોટા શહેરમાં ક્યાં શોધવી એ પણ માત્ર નામના આધારે !
મિટિંગ પતાવી સાંજે રીટર્ન થયો આ વખતે વિન્ડો સીટ હતી. આખી સફરમાં બારીની બહારના દ્રશ્યો જોઈ રહ્યો, પણ દિલના દ્રશ્યો શાંત હતા. બાજુ ની સીટ આમતો ખાલી જ હતી. પણ એવું લાગતું હતું કે તે બેઠી છે ! મારા હાથ ને તેનાં સ્પર્શનો અહેસાસ થતો હતો.આ વખતે બિલકુલ ડર ન લાગ્યો.
હવે ..............મને એમ થયું કે એ તો થોડા દિવસોમાં ભૂલી જવાશે પણ એવું ના થયું. ઉલ્ટાનું હવે એ તો સપનામાં આવવા લાગી. મને કહેતી ‘’ હું નથી ઈચ્છતી કે તમે મને ભૂલી જાવ , આપને જરૂર મળશું. ‘’ મારી બેચેની વધવા લાગી, ક્યાંય પણ મન નહોતું લાગતું. બધે એ જ દેખાતી ! મનમાં થતું કોઈ પણ રીતે એક વાર એને મળવું છે. પણ કેમ ? કઈ રીતે ?
ફેસબુક પર સર્ચ કર્યું ‘’ પ્રિયા ‘’ હજારો પ્રિયામી પ્રોફાઈલનો ખડકલો થઇ ગયો. આટલી બધી પ્રિયા માંથી તેને કેમ શોધવી એ મારો એક પ્રશ્ન થઇ ગયો. પણ હું એમ તો અડગ મનનો મુસાફર એમ તો થોડીને હાર માનું એક પછી એક પ્રોફાઈલ ચેક કરતો રહ્યો. આખી રાત મથી રહ્યો, આખરે સંઘ દ્વારકા એ પહોચ્યો ખરો. મતલબ એ મળી ગઈ. એનું પ્રોફાઈલનો ફોટો જોઈ દિલ હિલોળે ચડ્યું. ધબકારા ગીત ગાવા લાગ્યાં.... ઓ પિયા ...ઓ પિયા ... તું તો હે મેરી પિયા ......જેવા સુર વગરના ગીત ગાઈ રહ્યો હતો. સાલું એ જ ચેહરો , એ જ આંખો , એ જ સ્મિત. સ્તડી એટ ભાવનગર યુનિવર્સીટી એન્ડ વર્કિંગ એટ nc સ્કુલ પુના...... બસ હવે બીજું શું જોઈએ ! સવારની ફ્લાઈટ પકડી સીધો પુના માટે.
......nc સ્કુલના દરવાજા પાસે ટેક્સી ઉભી રહી. મારી ધડકન તેજ થઇ રહી હતી. કોને પૂછવું ? ક્યાં હશે ? મને જોઇને શું વિચારશે. ? જેવા ઘણા સવાલો મનમાં ઉઠ્યા....હિમંત કરી અંદર પ્રવેશ કર્યો, બહુ વિશાળ સ્કુલ હતી, મેદાનમાં બાળકોના કિલ્લોલ ગુંજી રહ્યા હતા તો અમુક ત્યાં રાખેલ બાંકડા પર બેસી ને નાસ્તો કરતાં હતા. શિક્ષકો બાળકોને શાંત રહેવા માટે સુચનાઓ આપી રહ્યા હતા. .
મેં ચારેબાજુ નજર ઘુમાવી, થોડે દુર એક ખુરશી પર કોઈ બેસેલું હતું જેની પીઠ મારા તરફ હતી, મારા પગ હવે એની તરફ ચાલતા થયા. તેને જોઇને દિલ એક ધબકારો ચુક્યું. હા ! તે જ હતી પ્રિય , માય પ્રિયા. ! કેમ ભૂલું એ ચહેરો કે જેના માટે હું પાગલ થઇ ગયેલો , જેણે શોધતા હું અહીં સુધી આવી ગયો........ મને સામે જોઇને એ ખુરશી પર થી ઉભી થઇ. આશ્ચર્યની રેખાઓ હતી તેનાં ચહેરા પર, મારી તરફ એકટીશે જોઈ રહી, હું પણ એની આંખોમાં જોઈ રહ્યો, એ જ શાંત સમુદ્ર જેવી આંખો જેમાં એવું ઘણુંબધું હતું. જે બહાર આવવા મથી રહ્યું હતું પણ.... આવ્યા તો આંસુ જેનું કારણ સમજવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. મારી આંખો પણ ભીની થઇ ગઈ. તેને જોતાં લાગ્યું ઘણા પ્રશ્નો હતા તેનાં મનમાં પણ તે કશું જ ન બોલી.......મેં જ બોલવાનું ચાલુ કર્યું.
‘’ પ્રિયા ‘’ જ્યારથી તમે મળ્યા છો મારા મનમાં થી તમારી તસ્વીર હટતી જ નથી. તમે જ દેખાવ છો બધે. બહુ મુશ્કેલીથી તમને શોધ્યા છે. મેં પહેલા કોઈ માટે આવી લ;લાગણી નથી અનુભવી. મને નથી ખબર આ શું છે, કદાચ આ જ પ્રેમ હોઈ શકે ! શું તમે મારા પ્રેમનો સ્વીકાર કરી શકો ? મેં રાહ જોઈ તેનાં જવાબની, પણ ન મળ્યો. બસ તેની નિ: શબ્દ આંખો વરસી રહી હતી....થોડીવારે મારી ધીરજનો અંત આવ્યો.મેં કહ્યું. મેં તો મારા મનની વાત કહી દીધી =, શું તમારે કંઇ નથી કહેવું ! .........’’ ના એ નહી કહે, એ કોઈ ને કશું નથી કહેતી, ‘’ મારી પાછળથી આવેલો અવાજ કોને છે એ જોવા માટે મેં પાછું ફરીને જોયું તો એક થોડી મોટી ઉમંરના મહિલા હતા. ‘’ એ બોલતી નથી, જન્મથી મૌન છે. એમણે ઉમેર્યું. ‘’
શું ! ............... આ એવું કેમ બની શકે ! મેં હળવા આંચકા સાથે પૂછ્યું. ના બનવું જોઈએ પણ હકીકત છે, તે મૂંગી છે. બોલો હવે તમારે કઈ કહેવાનું છે. ? તે મહિલા એ પ્રિયાના માથા પર હાથ ફેરવતાં કહ્યું પ્રિયા રડી રહી હતી......મેં કહ્યું હા મારે કહેવું છે. ‘’ પ્રિયા પ્રેમમાં શબ્દ હોય એ જરૂરી નથી બસ આ એક દિલનો તાર બીજા સાથે બંધાઈ એ જ અગત્યનું છે. મૌન પ્રેમ એમ પણ સ્વર્ગ જેવો છે. મેં નીચે બેસી કીધું પ્રિય ....વિલ યુ મેરી મી ? હું આખી ઝીંદગી નહી ચોર્યાસી લાખ જન્મ મારી સાથે રાખવા માંગું છું. શું તું પણ ? અને પછી જે પ્રિયાના ચેહરા પર ખુશી હતી. એ આજે પણ મને યાદ છે. જે ખુશી ને એણે મારા સંસારમાં ભરી દીધી..................ઓ એક મિનીટ હા પ્રિયા મને ઈશારો કરે છે સાલું તમારી સાથે વાત કરવામાં ભૂલી ગયો આમરે બહાર આજે ફરવા જવાનું છે.....પાછુ જોવું પડે ને હવે તો પત્ની બની ગઈ, એટલે ઘરના માતાજી પાછા..... સારું મિત્રો છેલ્લી વાત આ સોહમની કે પ્રેમમાં ક્યારેય શબ્દ ગોતવા ના જતા પ્રેમનો સ્પર્શ અને તેના અનુભવનો મર્મ જ ઝીંદગી છે.

પૂર્ણ