પ્રિયાંશીની પાંચ વાગતા જ આંખ ખુલી ગઈ .તાજગી સાથે ઊભી થઈ અને બારી પાસે આવી ને બારી નો પડદો ખસેડયો. તેના નવા જીવનની આજ થી નવી શરૂઆત હતી . પોતાના ચેહરા પર આવતા સૂરજ ના કિરણો ને આડે હાથ આપી સુંદર મુસ્કાન સાથે તેણે બેડ પર સૂતેલા વિરાજ તરફ નજર કરી અને બેગ માંથી પોતાની સાડી લઈ બાથરૂમ તરફ જતી રહી. થોડીવાર માં જ સુંદર ગુલાબી રંગની સાડી પેહરી ખુલ્લા વાળ સાથે બહાર નીકળી તૈયાર થઈ ઝડપથી નીચે જતી રહી .અને વિરાજ તેને નીચે જતી જોઈ ને ઉભો થયો . તે પણ ઊભો થઈ તેની પાછળ નીચે ઊતર્યો. પ્રિયાંશી નીચે આવીને જોયું તો કોઈ નહિ. ઘર માં એક દમ શાંતિ હતી . પ્રિયાંશી આશ્ચર્યચકિત સાથે ઊભી રહી.
બધા નવ વાગ્યા પછી જ ઉઠશે, વિરાજ સીડી ઉતરતા બોલ્યો .
તો હવે ? પ્રીયાંશી બોલી .
તો હવે તું પણ ચાલ અને સૂઈ જા અત્યાર માં ઉઠવાની કોઈ જરૂર નથી. . વિરાજ બોલ્યો.
પણ સવારની આરતી ,પૂજા તો એ કોણ કરશે ? પ્રિયાંશિ પૂછી રહી .
કોઈ નહિ .વિરાજ સહજતાથી બોલ્યો
પણ કેમ ? પ્રીયાંશિ એ પૂછ્યું .
કેમ કે કોઈ પણ આટલું વેહલું ઘરમાં ઊઠતું જ નથી . બાપુજી, મોટાભાઈ અને જીગ્નેશ બધા જ મોડેકથી પોતાની જાતે ઉઠશે અને પોતાના કામ જાતે જ કરી લેશે. પ્રિયાંશી આવક બની ને સાંભળી રહી અને વિરાજ તેને હાથ પકડી ઉપર પાછો લઈ જવા લાગ્યો ત્યારે પ્રિયાંશી એ તેની હાથ છોડાવતા કહ્યું પણ હું તો ઉઠી ગઇ છું ને હું તો આરતી કરી શકું કે નહિ. અને જાવ તમે પણ નાહી ને આવો આપણે સાથે પૂજા કરીશું કહી પ્રિયાંશી મંદિર તરફ આગળ વધી. અને વિરાજ તેને જતા જોઈ રહ્યો.
ઘરમાં એક મંદિર જ સ્વચ્છ હતું. ઘર પ્રમાણે પૂરતા માપ નું અને વ્યવસ્થિત હતું . પ્રિયાંશી એ સામાન્ય એવી સફાઈ કરવાની શરૂઆત કરી જૂના ફૂલ બદલી બાજુમાં ટોપલી માં પડેલા ફૂલ મૂક્યા. નવી હારમાળા ગુંથી અને દીવો , અગરબત્તી કરી પૂજા શરૂ કરી ત્યાં જ વિરાજ પણ આવી ને ઉભો રહ્યો. ઘંટડી નો અવાજ અને અગરબત્તી ની સુગંધ થી ઘરના બધા ઉઠી ગયા અને મંદિર માં પૂજા કરતી પ્રિયાંશી ને જોઈ રહ્યા. પૂજા પત્યાં પછી પ્રિયાંશી એ બધાને આરતી આપી ને બાપુજી ના આશીર્વાદ લીધા. બાપુજી માથે હાથ મૂકતા પ્રસન્ન મને પોતાના રૂમ પર તૈયાર થવા જતા રહ્યા.
નાસ્તા નો જરૂરી સમાન બહાર થી લાવી આપી પ્રિયાંશી એ ઘરના બધા માટે ચા નાસ્તો બનાવ્યો અને બધા પછી પોતાના કામ માટે છૂટા પડ્યા. અને પ્રિયાંશી ઘર માં એકલી રહી.
જીવનભાઈ એક સાડી ના વેપારી .ગામમાં તેમની સારી શાખ.લગ્ન થયા અને પત્ની ના આવ્યા પછી બધું જ સુખે થી ચાલે. જીવનભાઈ ને ત્રણ દીકરા થયા . વિનય, વિરાજ અને જીગ્નેશ. નાનું અને સુખી કુટુંબ .પણ કુદરત ને તે મંજૂર નહિ. થોડા સમય માં જ તેમની પત્ની કાળ ને ભેટ્યા અને ઘર વિરાન થઈ ગયું. એક સ્ત્રી વગર નું ઘર વિખેરાઈ ગયું. જેમ તેમ કરી જીવનભાઈ એ બાળકો ને મોટા કર્યા.બધાએ ખૂબ સમજાવ્યા પણ જીવનભાઈ બીજ લગ્ન માટે તૈયાર થયા નહિ. અને સમય આમ જ પસાર થતો રહ્યો. મોટા દીકરા વિનય ના લગ્ન કર્યા ત્યારે એક આશ બંધાઈ કે હવે બધું સારું થશે પણ તે તો ઘરની દશા જોઈ ને જ પાછી ફરી. બંધાયેલી આશ તૂટી અને ઘર પાછું વિરાન. બધા પોતપોતાની રીતે આવે અને જાય .ઘર નહિ પણ આતો સ્ત્રી વગર નું એક મકાન હતું. જીવન ભાઈ થી થતું એટલું કર્યું પણ હવે તેમની ઉંમર થઈ હતી. મોટા બે દીકરા ને સાડી ની દુકાન સોંપી ને પોતે ખાલી વહીવટી કામ કરતા. નાનો દીકરો જીગ્નેશ તો હજી ભણતો હતો.
તેમણે તો હવે આમ જ જીવન જીવવાની ટેવ પડી હતી.
પ્રિયાંશી ને માતા પિતા નહિ તે તેના કાકા કાકી સાથે મોટી થઈ હતી. પણ કાકા કાકી ખૂબ પ્રેમાળ હતા. તેમણે તેને લાડકોડ થી રાખી હતી. કાકી એ ક્યારેય માની કમી આવવા દીધી ન હતી. પોતાના માં બાપ ની એક જ સંતાન પણ કાકા ને બે દીકરા જે સગા ભાઈ થી પણ વિશેષ હતા. પ્રિયાંશી પણ ખૂબ પ્રેમાળ અને સંસ્કારી હતી. ભણેલી તો ખરા પણ આવડત અને કુશળતા પણ ખરી. વિરાજ જ્યારે તેને જોવા આવ્યો ત્યારે જ તેને પોતાના ઘરની પરિસ્થિતિ વિશે જણાવી દીધું હતું અને વિરાજ ના આં જ સ્પષ્ટતા ના ગુણ ને લીધે તેણે હા પાડી. કાકા કાકી એ તેણે પોતાના આં નિર્ણય પર ફરી વિચાર કરવા કહ્યું પણ પ્રિયાંશી મક્કમ રહી. વળી તેના કાકા ની નબળી પરિસ્થિતિ ને લીધે તેને વધુ કોઈ તકલીફ પ્રિયાંશી આપવા માંગતી ન હતી. જો કે તે જાણતી જ હતી કે એક સ્ત્રી વગર નું ઘર સંભાળવું અને તે પણ એકલા હાથે થોડું અઘરું છે પણ તેને વિરાજ અને પોતાના પર વિશ્વાસ હતો .બંને ના સાદાઈ થી લગ્ન થયા અને નવા જીવનની પ્રિયાંશી એ શરૂઆત કરી.
બધા ના ગયા પછી પ્રિયાંશી એ આખા ઘર માં આટો માર્યો. ઘર જરૂરિયાત મુજબ નું અને સુંદર હતું. ઘર ના આગળ ના ભાગ માં થોડી જગ્યા જ્યાં છોડ વાવેલા હતા પણ પૂરતી દેખરેખ ન હોવાથી સુકાઈ ગયા હતા. ઘાસ પણ પીળું થઈ ગયું હતી અને તુલસી તો બળી જ ગઈ હતી. ઘર ના આગળ ના ભાગ માં એક હૉલ હતો. અંદર દાખલ થતાં આગળ રસોડું અને બીજી અન્ય સુવિધા હતી. બાપુજી અને મોટા ભાઈ નો રૂમ પણ ત્યાજ હતો અને ઉપર મેડી પણ હતી જ્યાં બીજા રૂમો અને અગાસી હતી. ઘરના સભ્યો પ્રમાણે ઘર પ્રમાણ માં સારું હતું. પ્રિયાંશી એ સાડી નો પાલવ કમર માં ખોસી કામ શરૂ કર્યું. બાવા જાડા કરી ધૂળ કાઢી ને બધું વ્યવસ્થિત ગોઠવ્યું .પાણી થી ધોઈ ને મેલ કાઢ્યો. છોડ અને ફૂલ ને પાણી પાયા ઘાસ ને યોગ્ય કાપી નાના બાગ જેવું જ બનાવ્યું .બધા ના રૂમો માં જઈ ને મેલા કપડાં કાઢ્યા પૂરતી સફાઈ અને પોતા કરી ત્યાંનું વાતાવરણ પણ પ્રિયાંશી એ બદલી નાખ્યું. કપડાં ધોઈ ને અગાસી માં સુકવવાની સગવડતા કરી. આમ વિરાન ઘર ને પાછું પ્રિયાંશી એ જીવંત કરી નાખ્યું.
પ્રિયાંશી એ હવે રસોડા ની સફાઈ શરૂ કરી. આ કામ કરતા તેનો ન તો થાક લાગ્યો હતો કે ન તેને સમય નું ભાન હતું. પણ ઘર નું દ્રશ્ય જાણે ફરી જ ગયું હતું. તેણે રસોડા ની સફાઈ શરૂ જ કરી હતી ત્યાં જ તેનો નાનો દેવર જીગ્નેશ આવ્યો અને ઘરને બદલાયેલું જોઈ ખુશ થઈ ગયો. થોડી વાર તો લાગ્યું કે આ કોઈ બીજા નું ઘર છે. તે રસોડા તરફ આવ્યો અને ખુશ થતા બોલ્યો "વાહ ! ભાભી તમે તો આવતા જ જાદુ કરી નાખ્યું ,ચાલો હું પણ તમને મદદ કરીશ ." પ્રિયાંશી એ હસતા હસતા ઠેલો અને ચિઠ્ઠી આપતા કહ્યું જાવ અને આં બધું બજાર જઈ ને લઇ આવો. જીગ્નેશ બજાર ગયો અને પ્રિયાંશી એ બધું ધોઈ કાઢ્યું. વાસણો ધોઈ ને પાછા નવે થી ગોઠવ્યા અને જીગ્નેશ ની રાહ જોવા લાગી. પછી બંને એ થઈ ને બધી જ વસ્તુ ઠેકાણે કરી અને સંધ્યા પૂજા માટે મંદિર માં ગયા.
આમ દિવસ કયા વીતી ગયો તે ખબર જ ન પડી.જીગ્નેશ ને પૂછી ને પ્રિયાંશી એ બધાની પસંદ ની વાનગીઓ બનાવવાની શરૂ કરી . જીગ્નેશ પણ તેની ભાભી ને રસોડા માં મદદ કરવવા લાગ્યો.ત્યાજ બાપુજી અને બંને ભાઈ આવ્યા. ઘરની બદલાયેલી શુરત જોઈ ચકિત થઈ ગયા. રસોડામાંથી આવતા હાસ્ય ના આવાજ તરફ ગયા અને જીગ્નેશ અને પ્રિયાંશી ને હસતાં જોઈ જ રહ્યાં. ઓછું બોલનારો જીગ્નેશ આજે ભાભી સાથે વાતો કરતો હતો. તેમની રસોડામાં મદદ કરતો હતો. જાણે આજે હવા એ દિશા ફેરવી હોય તેવું જીવનભાઈ લાગ્યું. બધા એ સાથે બેઠી ભોજન લીધું અને તે વેળા આજે વર્ષો પછી જીવનભાઈ ના ઘર માં આવી હતી.
પછી તો જીવનભાઈ નું ઘર ઘર નોહતું રહ્યું. રોજ બધા ની સવાર પરોઢિયે આરતી થી થતી અને સાંજ એક સાથે ભોજન લેતા.પ્રિયાંશી ને લીધે બધા ની જીવનશૈલી બદલાઈ ગઈ હતી. જીવનકાકા તો જાણે પાછા જીવતા થઈ ગયા હતા. ધીરે ધીરે મોટાભાઈ વિનય ની પત્ની પણ પાછી આવી ગઈ અને જીગ્નેશ ના પણ લગ્ન થઈ ગયા. બાળકો, વહુઓ અને દીકરા ના પ્રેમ થી જીવનભાઈ નું ઘર આજે સ્વર્ગ બની ગયું હતું.