Manasvi - 7 in Gujarati Fiction Stories by Divya Jadav books and stories PDF | મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૭

Featured Books
Categories
Share

મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૭

સુગંધા ગુરુ પદમ. અને મનસ વિશે જણાવી રહી હતી. "મનસને ખાલી એકજ વ્યક્તિ બચાવી સકે છે".

"કોણ" મોક્ષ બોલ્યો.

"એ છે મનસ્વી."

"મનસ્વી" બધા એકી સાથે બોલી ઉઠ્યા .

"કોણ છે મનસ્વી .? શું એ પૃથ્વીની રહેવાસી છે? કે પછી તમારી દુનિયાની? અને હા જે પણ હોઇ એ પણ અમે મોક્ષને એકલો નહિ જ મોકલીએ." શ્યામ સુગંધા સામે જોતા બોલી રહ્યો હતો.

"સાચું કહે છે તું શ્યામ,આપણે મોક્ષ ને એકલો નહિ મોકલીએ આપણે પણ તેની સાથે જઈશું." રોમી બોલ્યો.

"મનસ્વી .એ મનસની રાજકુમારી છે. "સુગંધા એ ટુંકમાં જવાબ આપ્યો.

"જો મનસ્વી જ એની દુનિયાને બચાવી સકતી હોય. તો પછી તે મોક્ષને ત્યાં આવવા માટે કેમ કહ્યું.?"રુચિ થી ના રહેવાયું.

"હું તમને કેમ કહું.તમને કઈ પણ કહેવા માટે હું સમર્થ નથી. "

"તો પછી અમે તારી મદદ કઈ રીતે કરીશું.? અને આ મનસ્વી કોણ છે ? એ અમને ક્યાં મળશે? " મોક્ષે ફરી સુગંધાને પૂછ્યું.

" હું તમને ફરી તે ગુફા માં લઈ જઈશ.જ્યાં મોક્ષ ગયો હતો.ત્યાં થી તમને તમારા બધા સવાલોનો જવાબ મળશે.અને ત્યાંથી જ મનસને બચાવવાનો રસ્તો પણ મળશે.પણ હા એક વાત યાદ રાખજો .હું ત્યાં તમારી કોઈ મદદ નહિ કરી શકું."

સુગંધા વાત કરી રહી હતી. ત્યાં ઘરમાં કોઈનો પ્રવેશવાનો અવાજ સંભળાયો.

"કોઈ અવાજના કરતા કોણ હશે .હું બહાર જઈને જોયાવું."કહેતા મોક્ષ ઓરડામાંથી બહાર નીકળ્યો.

"આંટી તમે અહી" મોક્ષ રુચિના મમ્મીને જોઈ ચોંક્યો.

"બેટા,રુચિ અહી આવી છે? ક્યારની તેને ફોન કરું છું.તેનો ફોન સ્વીચ ઓફ આવે છે.મને થયું લાવ મોક્ષને ખબર હશે.તેને જ પૂછી જોવ."

દરવાજા પાછળ ઊભીને રુચિ બધું સાંભળી રહી હતી.તેને પોતાના મોબાઈલ તરફ જોયુ તો મોબાઈલ સ્વીચ ઓફ હતો. કદાચ એ બેભાન થઈ ને પડી ગઈ હશે ત્યારે ફોન બંદ થઈ ગયો હશે.

"મમ્મી,હું અહીજ છું. અમે બધા મિત્રો આજે મોક્ષનો બર્થ ડે છે. એટલે પાર્ટી કરીએ છીએ." ઓરડાની બહાર નીકળતા રુચિ બોલી.

" હા,આંટી આજે મારો બર્થ ડે છે.એટલે "ઋચિની વાત સાંભળી મોક્ષે રુચિ સામે જોઈ આંખો કાઢતા બોલ્યો.

" આજે તારો જન્મ દિવસ છે.દીકરા પહેલા બોલ્યો હોત તો તારી પસંદ ની કોઈ વાનગી બનાવીને લયાવત.આ રુચિ મને કઈ કહે જ નહિ.પણ તમે બંને એકલા જ પાર્ટી કરી રહ્યા છો.?" રુચિ ના મમ્મી બોલ્યા.

" ના,આંટી અમે બધા મિત્રો સાથે જ છીએ." રોમી બોલતા બોલતા બહાર આવ્યો. પાછળ બીજા મિત્રો પણ આવ્યા.

"સારું ,તો તમે બધા જલસા કરો હું જાવ છું."કહેતા આંટી બહાર નીકળ્યા.

એના ગયા પછી બધા એ હાશકારો અનુભવ્યો.

"હાશ! આંટી એ સુગંધાને જોઈ નહિ.નહિતર આજે તો બરાબર ના ફસાત." નકુલ માથા પર હાથ મૂકતા બોલ્યો.

"પણ સુગંધા ક્યાં છે?"મોક્ષ ઝડપભેર બોલ્યો.

"એ તો ગઈ.હવે આપણે ક્યારે જવાનું છે.?" શ્યામ બધાની સામે નજર ફેરવતા બોલ્યો.

"આજે રાત આપણે જઈશું."મોક્ષ બોલ્યો.

"હા, ઘરે ઉટી જવાનું બહાનું કાઢવું પડશે. એટલે કોઈ ચિંતા નહિ.જરૂરી સામાન સાથે લઈ લેજો." રોમી બોલ્યો.

"ઓકે, મિશન મનસ્વી માટે તૈયાર." મોક્ષ પોતાનો હાથ આગળ કરતા બોલ્યો.

"હા" મોક્ષ ના હાથ પર હાથ મૂકીને બધા એકી સાથે બોલી ઉઠ્યા.


રાતના બાર વાગ્યાનો સમય થયો.બધા મિત્રો પોત પોતાની તૈયારી કરીને ફરી મોક્ષના ઘરે પહોંચ્યા. ત્યાં સુગંધા પણ હતી. બધા આવેલા જોઈ સુગંધા ઊભી થઈ અને તેની આસપાસ ફરી એજ ગુલાબી પ્રકાશ છવાઈ ગયો.અને સુગંધા બધાની વચ્ચે આવી.

બધા મારા હાથમાં હાથ મૂકો.સુગંધા પોતનો હાથ આગળ કરતા બોલી.બધા એક પછી એક કરી સુગંધના હાથમાં હાથ મૂક્યો.સુગંધા એ પોતાની આંખો બંદ કરી.અને તે મન માં કઈક બોલી રહી હતી. ઓરડા માંથી ગાયબ થઈને એ બધા સીધા ગુફામાં પહોંચ્યા. ગુફામાં ચોતરફ અંધકાર છવાયેલ હતો.



"મોબાઈલ ની લાઈટ તો કરો કોઈ."નકુલ બોલ્યો.

"અરે!! અહી મોબાઈલ ની લાઈટ કે પછી ટોર્ચ કામ નહિ કરે.અહી કોઈ બહાર નું અંજવાળું પણ નહિ આવે."સુગંધા બોલી.

"મોક્ષ શું તું આવા ભયાનક અંધકાર માં રહ્યો હતો."
રુચિ પોતાનો હાથ મોક્ષને ગોતવા માટે આમતેમ ફેરવી રહી હતી.

"હા ,આ બિહામણા અંધકાર માં મે જાણે કેટલાય. દિવસો પસાર કર્યા હશે. એ ભૂખ,તરસ અને સાથે તમરા ઓનો ભયાનક આવાજ.જાણે હમણાં હદય બહાર નીકળી હાથ માં આવી જસે એટલું જોર જોર થી ધડકતું.

" બાપરે!!મોક્ષ આપણે આવા અંધારા માં કઈ રીતે સુગંધા ની મદદ કરીશું .અને મને તો ખુબ જ ડર લાગી રહ્યો છે. તું ક્યાં છો મોક્ષ. "રુચિ ની આંખો માંથી ડરના મારે દળદળ આંસુ વહી રહ્યા હતા.

"મોક્ષ તું એ શાહી સિતારો કાઢ.તેની રોશની થી આ અંધકાર દૂર થશે." રુચિને રડતા સાંભળી સુગંધા એ મોક્ષ ને પેલી ધારદાર વસ્તુ કાઢવા કહ્યું.

"સુગંધા ,શું આ શાહી સિતારો છે?. મને અત્યાર સુધી એમ હતું કે આટલી ધાર વળી વસ્તુ કોઈ હથિયાર હશે. લે આને તું જ સંભાળ મને તો આવા શાહી સિતારો એવું નામ સાંભળીને જ ધ્રુજારી ઉપડે છે. મોક્ષે પોતાની બેગ માંથી એ ધારદાર હથિયાર જેવી લાગતી વસ્તુ કાઢીને.સુગંધના હાથ માં મૂકતા કહ્યું.

" આ તને ધારદાર હથિયાર લાગી રહ્યો છે? આ તો મનસ ના રાજા ની શક્તિ છે. "કહેતા સુગંધા એ એ સિતારાને હાથ માં લઈને હવામાં ઉછાળ્યો.એ સિતારો હવામાં ઉછળતા ની સાથે ચારે બાજુ પ્રકાશ ફેલાય ગયો.આ પ્રકાશને બધા મિત્રો જોઈ રહ્યા.

ફરી સુગંધાએ હાથ લાંબો કર્યો અને એ સિતારો તેના હાથ માં આવ્યો. પણ આ અચરજ ની વાત એ હતી કે સિતારા ની ધાર લીસી થાઈ ગઈ હતી.સિતારો ગોળ પૂનમ ના ચંદ્ર જેવો લાગી રહ્યો હતો. સુગંધા એ સિતારો મોક્ષના હાથ માં આપ્યો.

"મોક્ષ ,તું આ સિતારો તારી પાસે રાખ એ તારી મદદ કરશે.તમને બધા ને આ સિતારો રસ્તો બતાવશે."

"આતો સાવ શીતળ થઈ ગયો. પહેલા આની ધાર ખૂંચતી હતી. અને હાથમાં કોઈ અંગાર ઉપાડ્યો હોય તેમ ધગતો હતો.હું મહા પરાણે આ સિતારા ને હાથ માં લેતો.તો હવે કેમ આટલો શીતળ,અને મનમોહક લાગી રહ્યો છે.જાણે કોહિનૂર હીરો હોય એમ.મોક્ષે સિતારો પોતાના હાથ માં લઇ ને જોયુ.


"મોક્ષ આ સિતારો પોતાનું રક્ષણ પોતાની મેળે જ કરે છે. આટલો ધારદાર અને ગરમ હોવા છતાં તું એને અડકી સક્તો હતો. કારણ આ શાહી સિતારો પણ મારી જેમ મનસને બચાવવા માંગે છે."

"શું આ સિતારો એક વસ્તુ આવું કરી શકે? જાણી ને નવાઈ લાગી રહી છે." શ્યામ નવાઈ પામતા બોલ્યો.

"કેમ ના કરી શકે.એ તો મનસનું રદય છે."સુગંધા મલકાઈ ને બોલી.

"મનસ નું રદય એટલે શું? કઈ સમજનું નથી. "રોમી બોલ્યો.

સુગંધા રોમી ના સવાલ નો જવાબ આપવા જતી હતી. ત્યાં ફરી એ શાહી સિતારો ગરમ આગ ના ગોળા જેવો થઇ ગયો. અને ફરી એટલોજ ધારદાર . મોક્ષ ને હાથ માં સિતારો ગરમ લાગવા માંડ્યો.અને સિતારા ની ગરમી થી મોક્ષ ની હાથની હથેળી દાઝી ગઈ.અને એ સિતારો મોક્ષ ના હાથમાંથી પડી ગયો. મોક્ષ દર્દ ના મારે રાડો પાડી રહ્યો હતો.

"શું થયું મોક્ષ.અને તારી હથેળી પર આટલા છાલા કેમ પડ્યા."રુચિ એ પૂછ્યું.સિતારો નીચે પડી ગયો એટલે તેની ચમક ગાયબ થઈ ગઈ.અને ફરી ગુફામાં અંધકાર છવાય ગયો.

( શું થયું હશે..?કેમ શાહી સિતારો ફરી આગ ના ગોળા ની જેમ ગરમ થઈ ગયો. હવે આગળ શું થશે? મનસ અને મનસ્વી ના રહસ્યો સુધી પહોંચવા અને તેમને મુસીબતો માંથી બહાર લાવવા માટે મોક્ષ અને તેમના મિત્રોને કેવી કેવી મુસીબતો માંથી પસાર થવું પડે છે. તે જાણવા માટે વાંચતા રહો. મનસ્વી(એક રહસ્ય) .......)