શબ્દો ની શતરંજ - 2
પ્રસ્તાવના
કેમ છો મિત્રો.. આપ સૌનું મારી વાર્તા શબ્દો ની શતરંજ માં સ્વાગત છે.
પ્રેમ કોઈને પૂછીને નથી થતો એ તો બસ થઇ જાય છે. પરંતુ પ્રેમનો ઈઝહાર કરવો મુશ્કેલ છે. સામેની વ્યક્તિ આપણા પ્રેમનો સ્વીકાર કરશે કે નહિ એ વાતનો ડર હોય છે. પણ જો કોઈ શબ્દોનો જાદુગર પોતાની મહોબ્બત ની જંગ જીતવા શબ્દો નો સહારો લે તો શરૂ થાય......
" શબ્દો ની શતરંજ "
ભાગ 1 ને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો. એ બદલ આપ સૌ નો દિલ થી ખૂબ ખૂબ આભાર.
આગળ ના ભાગ માં આપણે જોયું કે શિવાય ઘણા પ્રયત્ન કરે છે છતાં પણ નથી જાણી શકતો કે આ મિસ stranger કોણ છે . શિવાય ને ક્યારે ખબર પડશે એ ના વિશે કઈ કહી ના શકાય . પરંતુ તમને બધાં ને આ ભાગ માં ખબર પડી જશે મિસ stranger વિશે .
વાત છે ગુજરાતની ડાયમંડ સિટિ ઍટલે કે સુરત ની. જયાં ગુજરાત ના ખૂણે ખણે થી લોકો વ્યવસાય માટે સુરત માં આવી ને વસ્યા હતા. કહેવાય છે કે સુરત માં રોટલો તો માંડી જાય છે પણ ઓટલો મળવો મુશ્કેલ છે. મકાન તો મળી જાય પણ તેને ઘર બનાવા આપણને લાગણીઓના સેતુ બનાવતા આવડવુ જોઈએ.
આવી જ રીતે પોતાના નસીબ આડે નું પાંદડુ દૂર કરવા વિનય ભાઈ પોતાના વતન ને છોડી ને સુરત માં આવ્યા હતા. વિનય ભાઈ જયારે અહી આવ્યા ત્યારે માત્ર એક સપનું લઈ ને આવ્યા હતા. એ સપનું હતું પોતાના પરિવાર ને એક સારી જીવન શૈલી આપવાનું. એના માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યો. જેમાં તેમના પત્ની મીરા બહેન એ તેમનો પડછાયો બની ને સાથ આપ્યો. તેઓ જયારે સુરત આવ્યા ત્યારે પતિ પત્ની એકબીજા ના સથવારે હતા પરંતુ આજે તેઓ ચાર બાળકો ના દાદા-દાદી અને નાના-નાની છે.
વિનય ભાઈ અને મીરા બહેને બે સંતાન છે. મોટી દીકરી જેનું નામ નિતા છે. નાના દિકરા નું નામ અવિનાશ છે. વિનય ભાઈ એ નાના કામ થી શરૂવાત કરી ને એક ફેક્ટરી ના માલિક બન્યા. તેમના વ્યવસાય ને અવિનાશ આગળ લઈ ગયો ને આજે તેમની પાંચ ફેક્ટરીઓ છે.
વિનય ભાઈ અને મીરા બહેન એ તેમની દીકરી નિતા ના લગ્ન સુરત ના જ એક વેપારી પરિવાર ના દીકરા વિજય સાથે કરાવ્યા. નાના દીકરા અવિનાશએ તેની સાથે ભણતી વિણા સાથે પ્રેમલગન કર્યા . જેની સામે વિનયભાઈ ને કોઈ વિરોધ નઈ હતો. તેમણે વિણા ને પોતાની દીકરી સમજી ને અપનાવી લીધી .
નિતા બહેન અને વિજય ભાઈ ને બે દીકરા છે. મોટા દીકરા નું નામ માહિર છે. નાના દીકરા નું નામ રાહુલ છે. અવિનાશ ભાઈ અને વિણા બહેને એક દીકરો અને એક દીકરી છે. દીકરા નું નામ ધૈર્ય અને દીકરી નું નામ આરવી . પરિવાર ની સૌથી નાની અને બધાની લાડકી દીકરી ઍટલે આરવી.
માહિર ની કોલેજ પૂરી થઈ ગઈ હતી અને તે તેના પિતા ઓફિસ માં મદદ કરતો હતો. જયારે ધૈર્ય કોલેજ ના છેલ્લા વર્ષ માં છે. રાહુલ આરવીથી 3 મહિના જ મોટો હોવાથી બંને ભાઈ બહેન એક જ ધોરણ માં હતા. બંનેની સ્કૂલ અલગ હતી . તેનું કારણ એ હતું કે નિતાબહેન નું સાસરું તેમના પિયર થી દૂર હતું. બેસક એક જ શહેર હોવાથી બંને પરિવાર બે - ત્રણ દિવસે મળવાનું થયા કરતું. વિકેન્ડ તો સાથે જ વિતાવતા. રવિવાર હોવાથી બંને પરિવાર અવિનાશ ભાઈ ના ઘરે ભેગા થયાં હતા. રાહુલ અને આરવીની 12 સાઇન્સ ની એક્જામ પતી ગઈ હતી તેથી બંને વધારે ખુશ હતા.
બાર વાગ્યા તેની સાથે જ બધા થી થોડી દૂર જઈ ને આરવી એ તેના થોડા દિવશ પહેલા બનાવેલ નવા ઇન્સ્ટાગ્રામ id પર થી કોઈક ને મેસેજ કર્યો. ''Happy Birthday Shivay '' . શિવાય ના બર્થડે ના દિવશે જ પેહલી વાર આરવી એ શિવાય ને જોયો હતો. તે આ દિવશ ને ક્યારે પણ નહીં ભૂલી સકે. એને શિવાય નો ફક્ત ફોટો જોયો અને થોડી વાર સુધી બસ તેના ફોટા ને નિહાળી રહી.
'' સામે છેડે તમે શતરંજ રમશો કે નહીં આ વાત થી અજાણ અમે પ્રેમના અઢી ડગલાં થી પહેલ કરી . ''
- ANJANI
આટલા માં રાહુલ એ કહ્યું મારે તમને બધા ને એક અગત્ય ની વાત કરવી છે..
શું છે રાહુલ ની અગત્યની વાત ???
એવું શું થયું આરવી ની લાઇફ માં જેથી તે શિવાય ને મિસ stranger બનીને મેસેજ કરે છે ???
જાણવા માટે રાહ જોવો આગળ ના ભાગ ની..