Big dreams of small villages ... - 3 in Gujarati Fiction Stories by Gal Divya books and stories PDF | નાના ગામડાના મોટા સપના... - 3

Featured Books
Categories
Share

નાના ગામડાના મોટા સપના... - 3


હવે આકાશ રંગીન થયું હતું અને સાંજનું આગમન થયું હતું. આ મારો ખુદ સાથેના મિલનનો સમય હતો. આ સમયે ખુલ્લા આસમાન સાથે વાતો કરતી, પંછીનો કલરવ સાંભળતી, આકાશમાં બદલાતી રંગોડીઓ જોતી, ડૂબતો સૂરજ નિહાળતી, હું કુદરતને માંણતી. છત પર મારો કબ્જો જમાવી બેસી જતી.૫રંતુ આજ મારી પાસે એ ડેરો જમાવવા મારા ઘરની છત ના હતી. અહીં અપારમેન્ટ હતો, ૪ માળ પર મારો રૂમ હતો. ન મારી પાસે નીચે જમીન હતી ન ઉપર ખુલ્લુ આસમાન.

નાના ગામડાના મોટા સપના ( ભાગ - ૩ )

3. ઘર અને રાજકોટ....

હું રાજ્કોટ પહેલી વાર આવી ના હતી, આ પહેલા દર વખત મને આ રાજકોટ પરાયુ લાગેલું પણ આજ, આજ પહેલીવાર આ રાજકોટ મને પોતિકુ લાગીયુ હતું, મારું લાગીયુ હતું. આ રસ્તાઓ મને ઓળખીતા લાગ્યા હતા. લાગતું હતું જાણે આખું રાજકોટ મારું સ્વાગત કરતું હતું.
હું રૂમ પર પહોંચી પહેલું જ કામ ઘરે કોલ કરવાનું કરીયું. ઘરના બધાને જણાવ્યુ કે હું પહોંચી ગઈ છું રાજકોટ . પછી આંખો દિવસ મારો સમાન ગોઠવવામાં, રૂમને થોડો સજાવી ઘર જેવો બનાવવામાં નીકળી ગયો. હવે આકાશ રંગીન થયું હતું અને સાંજનું આગમન થયું હતું. આ મારો ખુદ સાથેના મિલનનો સમય હતો. આ સમયે ખુલ્લા આસમાન સાથે વાતો કરતી, પંછીનો કલરવ સાંભળતી, આકાશમાં બદલાતી રંગોડીઓ જોતી, ડૂબતો સૂરજ નિહાળતી, હું કુદરતને માંણતી. છત પર મારો કબ્જો જમાવી બેસી જતી.
૫રંતુ આજ મારી પાસે એ ડેરો જમાવવા મારા ઘરની છત ના હતી. અહીં અપારમેન્ટ હતો, ૪ માળ પર મારો રૂમ હતો. ન મારી પાસે નીચે જમીન હતી ન ઉપર ખુલ્લુ આસમાન.
આખી સોસાયટી વચ્ચે બટાયેલ‌‌ ટેરેસ‌‌ હતુ. તો હુ‌ચાલી મારા આસમાન ને મળવા ટેરેસ પર, પરંતુ અહીંનો નજારો અલગ જ હતો. પંછિઓનુ કલરવ‌ નહી ‌ખાલી ગાડીના હોનનો કોલાહલ હતો, ખુલ્લુ આસમાન નહીં ધુમ્માસની પરત હતી, ડુબતા સુરજ વાળુ રંગીન આકાશ‌ નહીં‌ કાળુ ભદૃ અસર હતુ, પરંતુ ટેરેસના એક ખુણે‌ મને સુકુન મળ્યું. ત્યાથી આ ધુમ્મસને પાર ડૂબતો સૂરજ દેખાયો, ત્યાં આ હોનની પાછળ થોડું મધુર સંગીત સંભળાયું. હા, ઘર ના હતુ ના એ કુદરતનુ સૌંદર્ય હતુ. પણ ઘર જેવુ થોડુ હતુ, થોડુ કાઈક સુંદર હતુ.
‌‌‌‌‌‌ આખરે કકળતી ભુખ લાગી હતી અને ટીફિન મળ્યું ‌ હતું, બસ હવે હુ જમવા પર તરાપ મારવા તૈયાર જ હતી. ટિફિન ખોલ્યું તો નજારો જ કંઇક અલગ હતો. શાકમા તેલનુ નામો નિશાન પણ‌ ના હતુ, છાસના નામે તો બસ પાણી જ હતુ, દાળમા પણ જાણે રંગની જ હતી, ને રોટલી પાપળ જેવી કડક હતી. ક્યા ઘરનુ જમવાનુ‌ ને ક્યા આ ટિફિન બસ આ જોઈને તો થય ગયો મારો‌ ઉપવાસ ...
આખરે સપના સાકાર થવાની ખુશી બાજુમાં રહી અને આખા દિવસનો થાકને ઘરની યાદ તેમા પણ રાતનો સન્નાટો અને એકલતાનુ સામ્રાજ્ય હવે મારી આખમાથી મોતી જેવી આશુની બુંદ વહેવા લાગી. અને બુંદ તો ગંગા - જમનાનો ધોધમા બદલાય ગઈ. ઘરની યાદ, મા નો દુલાર, પપ્પાનો પ્યાર, દાદિની થપ્પકી, દાદાની આંગળી , ભાઈનો સહારો ને ભાભીની હસી બધું જ એક પછી એક બસ આંખ સામે આવી ને કહી દૂર જઇ રહ્યું હતું. અંદર દુઃખથી ડૂમો ભરાય ગયો હતો. આ કાળી રાત ડરાવની લાગવા લાગી હતી. રાતનું અંધારું મને ઘેરી વળ્યુ‌ હતુ. ખુબ રડ્યા પછી બસ ઊઘમાં સરી ગઈ હતી પણ આવી ભયાનક રાત પહેલી હતી પણ પસાર થઇ ગઈ હતી.