૩૦ વર્ષ બાદ
સામે રામેશ્વરમનો વિશાળ દરિયો છે. અતિ સુંદર. પાછા ફરો તો એક વૃદ્ધ માણસ ચાલતો આવે છે.
વૃદ્ધ માણસનું નામ વિશ્વકર્મ છે. અહીં ૩૦ વર્ષથી રહે છે.
એક ટૂંકો, થોડોક કાળો માણસ વિશ્વકર્મની સામે આવે છે. આ માણસ અશ્વિન જોસેફ છે.
અશ્વિનને જોઈ વિશ્વકર્મ હેરાન છે. પરેશાન નહીં.
‘અશ્વિનજી, કેવી રીતે અંહી?’
‘અરે.. - અશ્વિનજી કઈક વિચારી રહ્યાં છે - તમારો પોરબંદરનો બંગલો. જે હોટેલ વાળાને આ બંગલો વેચવાનો હતો, તે લોકોએ..’
ચોથી વાર.
પહેલા એક બિલ્ડર ને, પછી એક ઘર બનાવવા, એના પછી એક ગાર્ડન બનાવવા, અને છેલ્લે એક હોટેલ વાળાને પોરબંદરનો બંગલો વેચવાનો હતો. દસ્તાવેજ કરવાના ત્રણ દિવસ પેહલા - દર વખતે - સામે વાળા ના પાડી દેતા. કારણ? કોઈકકે ‘આા ઘરની જમીન બરાબર નથી.’ કોઈકના પંડિતને આ જમીન ના ગમતી હોય. અને કોઈક તો સાચ્ચુજ કહી દે: બંગલામાં ભૂત છે. જમીન અશુભ છે. જાણે ભૂત એમને કૈડવા દોડવાનો હોય. બુધ્ધિ વગરના.
‘હવે અમે બીજા કોઈક બાયર ગોતીશું પણ -’
‘ના. હવે નહીં. એ બંગલો નહીં વેચાય.’
‘તો શું કરવાનું રહેશે?’
‘તમારે તો કાઈજ નહીં કરવાનું રહે. પણ ચિંતાના કરો, તમને તમારા પૈસા મળી જશે.’
‘જી.. શું તમે તે જમીન રહવા દેશો?’
‘ના. કઈક વિચારીશ.’ અડચણ સાંભળતા અશ્વિનજી તુરંત નાસી ગયા.
ઘરે પહોચીં વિશ્વકર્મ તે ટેલિફોન પર કોઈક સાથે વાત કરે છે. અવાજ ધીમો છે. બરાબર નથી સંભળાતું.
‘જી હા.. ના- હા.. બિલકુલ.. તમે એની ચિંતા ના કરશો.. પણ હવે તો આા કરવુંજ પડશે, જી હા. જેટલી જલ્દી થઈ
શકે. થોડોક સમય.. હા, હા. બિલકુલ.’ કહી વિશ્વકર્મ ફોન મૂકે છે.
રસોડામાં વિશ્વકર્મજી ના પત્નીશ્રી કઈક બનાવી રહ્યાં છે. લેપટોપ ઉપર કોઈકનો વિડિયો ચાલુ છે. વાત ચાલી રહી છે.
વિશ્વકર્મશ્રીના પત્નીશ્રી એટલે જ્યોતિકા. જ્યોતિકાબેન તેમની પુત્રી સાથે વાત કરે છે. ૨૦-૨૨ વર્ષની ગોરી, સ્મિત આપતી, તેમની પુત્રીનું નામ છે શ્રુતિ.
‘કેમ?’
‘મને શું ખબર. પણ કેવું વિચિત્ર લાગે નઇ, કોઈ તમે વાચતા હોઉ અને એકદમ પાસે થી આમ તમારી પુસ્તકને જોવે. આા પ્રોફેસરો બધા આવું કેમ કરતાં હશે.’ શ્રુતિ કહે છે.
‘શું બનાવ્યું જમવામાં?’
જ્યોતિકાજી નો રેગ્યુલર પ્રશ્ન.
‘આજે મે નથી બનાવ્યું, ક્રિયા કઈક કરી રહી છે.’
‘બાપરે. એવું નથી લાગતું તને કે આ ક્રિયા ની વાસણ, શાકભાજી થી ઝેર બનાવવાના ક્લાસીસ આપવા જોઈએ?’
‘ના. બોમ્બ બનાવવાના. મોઢામાં જતાજ માણસમાં સખખત આગ લગાડી દે.’
‘તું એને જમવાનું બનાવવાજ કેમ દે છે?’
‘શીખી જશે. અને મને તો એના ભંગાર ખાવાની આદત છે.’
‘ચાલ પછી વાત કરીએ.’
એમ કેહતાજ જ્યોતિકા કહે છે, ‘ફરી ના પાડી?’
‘તને જોયા વગર એ વસ્તુ કેવી રીતે ખબર પડી જાય છે?’
વિષ્કર્મ કહે છે.
‘ખબરજ હતી. થવાનુજ હતું. હોટેલ વાળાઓ તો ખાસ ના પાડીજ દે. માણસો ના રેહવા માંટે હોય, ભૂત માટે નહીં.’
‘પણ મને તો મજ્જાજ આવે હોં, ભૂત કે સાથ મફત મે દિન બિતાઈએ.. મસ્ત લાગે નઇ.’
‘એમ! તો રહો જઈને ભૂતો જોડે.’
‘એ તને શું લાગે છે, કોનો ભૂત છે ત્યાં?’
‘તમારી માં નું. જોવું હશે, “વધારે મરચું નાખી દીધું કે?” અને કાંતતો “હાય, હાય, અને કોઈ સાફ કપડાં કહે?”’
‘પણ ખરેખર, કેને કોણ હશે.’
‘મુકોને હવે, જે હોય તે હોય. પણ એ કો હવે શું કરવાનું છે.’
‘મે ઋત્વિજ ને હા પાડી દિધી.’
‘હેં!’
કહી જ્યોતિકા તો ખાલી જોતિજ રહે છે.
હેં!