Yuddhsangram - 5 in Gujarati Detective stories by Aniket Tank books and stories PDF | યુદ્ધસંગ્રામ - ૫

Featured Books
Categories
Share

યુદ્ધસંગ્રામ - ૫

આદિત્ય : હું આજે ઘરે પોહચ્યો અને જમીને સૂતો હતો ત્યાં બહારથી અવાજ આવ્યો હું આ સાંભળીને બહાર ગયો તો મેં જોયું કે કેટલાક માણસો એક છોકરીને ઉઠાવીને લાઇ જતા હતા અને તેની પાછળ તેના માબાપ પણ રડતા રડતા જતા હતા.

મેં તરત પોલીસને ફોન કર્યો પોલિસ આવીને મને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ અને મને જેલમાં પુરી દીધો
મેં બોઉ વિરોધ કર્યો કે આમ મને કેમ પકડ્યો ? તો એમને મને ચૂપ રહેવાનું કીધું અને બોલ્યો , જો તારા માં-બાપ ની સલામતી જોઈતી હોય તો તારો ગુનો સ્વીકાર લે .

મેં કીધું , કયો ગુનો? મેં કોઈ ગુનો નથી કર્યો . તો એમને કીધું , તે પેલી છોકરીને ભગાડી તેની સાથે દુષ્કૃત્ય કર્યું છે . આ સાંભળીને મને ખુબ ગુસ્સો આવ્યો પણ મેં મગજ શાંત રાખીને કહ્યું , સર તમારી ભુલ થાય છે એ છોકરીને હું નહીં પણ..... મને મગજ માં ઝબકારો થયો કે મેં ફોન કર્યો ત્યારે પેલા ગુંડામાંથી એક જણ મને જોઈ ગયો હશે અને એને ઇન્સ્પેક્ટર ને ફોડીને મને પકડાવી દીધો .મને હવે ગુસ્સો આવી રહ્યો હતો પણ હું જેલમાં હતો એટલે કાઈ કરી શકે એમ નહોતો હું તને સંપર્ક પણ ન કરી શકુ એટલે મેં યોગ્ય મોકો જોઇ ભાગવાનું વિચાર્યું અને મને આ મોકો મળી પણ ગયો.

આદિત્ય આટલું બોલ્યો ત્યાં તો પોલીસ ની ગાડીની સાયરન સાંભળી મેં આદિત્યને કહ્યું જલ્દી આપણે અહીંથી ભાગવું જોઈએ.અમે તરત ભાગીને મેઈન રોડ પર આવ્યા અને કોઈ વાહન ગોતવા લાગ્યા ત્યાં પાછળ થી પોલીસ ની ગાડી આવતી જોઈ અમે એક ઘટાદાર વૃક્ષની પાછળ છુપાય ગયા પોલીસ ની ગાડી આગળ ગઇ એટલે અમને શાંતિ થઈ થોડીવાર પછી છકડો આવતો જોયો અમે તરત જ તેમાં બેસી ગયા અને દૂર જંગલમાં આવીને એક ગુફામાં સંતાય ગયા અમે ખૂબ થાકી ગયા હતા એટલે થોડીવાર આરામ કરીને આજુબાજુના જળ માંથી ફળ થોડીને ખાધા .નજીકમાં નદી હોવાથી પાણી પીને શાંતિથી બેઠા. આદિત્ય એકદમ ચિંતામાં હતો.

મેં એને પૂછ્યુ , શુ થયું ?

આદિત્ય : યાર હું તો બચી ગયો પણ મારા માતા-પિતા અને બહેનને આ લોકો નુકસાન પોહચાડશે તો?

મેં કહ્યું , કાઈ નહીં થાય પેહલા અહીંયાંથી નીકળીને આપડે તારા ઘરે પોહચીએ .

અમેં ચાલવા લાગ્યા પણ જંગલ ખૂબ મોટું હતું એટલે રાત પડી પણ અમે હજી જંગલમાં જ હતા અને એક ઝાડ નીચે આશરો લીધો . આજુબાજુના ઝાડમાંથી થોડું ખાઈ ને સુવા માટે આડા પડ્યા .

મેં પૂછ્યું , આદિત્ય પછી પોલીસ સ્ટેશનમાં શુ થયું ? તું ત્યાંથી નીકળ્યો કેવી રીતે ?

આદિત્ય : મને એક મોકો જોઈતો હતો અને આ મને સવારે મળી ગયો. સવારમાં પોલીસ સ્ટેશનમાં હલચલ મચી ગઇ એક વિસ્તારમા કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા એટલે એક બે કોન્સ્ટેબલને છોડીને આખું પોલીસ સ્ટેશન ખાલી હતું . મેં પેટમાં દુખાવાનું નાટક કરીને ને એક કોન્સ્ટબલને નજીક બોલાવ્યો જેવો આ નજીક આવ્યો મેં એનું ગળું પકડી લીધુ અને બીજા કોન્સ્ટબલને આ તાળું ખોલવા માટે કહ્યું . જેવું તાળું ખોલ્યું મેં તરત જ કોન્સ્ટબલના હાથમાંથી રાઇફલ લઇ ને હાથ ઉપર રાખવાનું કહ્યુ અને ત્યાંથી નીકળી ગયો.

પછી હું મારા ઘર તરફ ગયો પણ મેં વિચાર્યું કે જે વિસ્તારમાં કોમી રમખાણો થયા છે તે મારા ઘરથી નજીક છે એટલે હું ત્યાં જઈશ અને મન કોઈ પોલીસવાળો જોઈ જશે તો નકામો ડખો થશે એટલે હું તરત જ તારા ઘર તરફ આવી ગયો. મેં કહ્યું , સારું કર્યું ચાલ હવે સુઈ જા કાલે સવારે વહેલું જવાનું છે.

હું સવારે ૫ વાગે ઉઠયો અને આદિત્ય ને ઉઠાડ્યો . અમે તમામ ક્રિયા કરીને ઘર તરફ નીકળી પડ્યા . અમે ચાલતા જતા હતા ત્યાં જ અમે એક સાથે ગોળીબારીનો અવાજ આવ્યો . અમે તરત જ ઝાડ પાછળ સંતાય ગયા અને જોવા લાગ્યા કે શું થયું?

થોડીકવારમાં જ કેટલાક લોકો ત્યાં આવ્યા અમને તેને જોઈને પરસેવા અને ડરની મિશ્ર લાગણી અનુભવી.
-----------------------------------------------------------------------

હું જાણું છું કે આ ભાગ આવતા પણ વાર લાગી છે પણ શુ કરીએ ખેર આ ભાગ કેવો લાગ્યો નીચે પ્રતિભાવ આપવા વિનંતી.

જય હિન્દ , જય ભારત.