Paranormal protector co - 10 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 10

The Author
Featured Books
Categories
Share

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 10

દ્રશ્ય દસ -
શક્તિ ના પિતા નું કામ પૂરું થાય એની પેહલા તે મૃત્યુ પામ્યા એને ડેવિલ ને એમની આત્માને પણ કેદમાં કરી લીધી. માટે ડેવિલ ત્યાં ગેહરી ઊંગ માં હતો અને પછી જાગૃત કરવા એની એક ગુલામ આત્માને લોકો ને મારવાના સરું કર્યા. પણ જ્યારે શક્તિ ના પિતા ગાર્ડન માં આવતા હતા એની પેહલા ગાર્ડન ની બહાર એક કવચ બનાવ્યું હતું અને તેને પાર કરવા માટે બઉ તાકાત લગાવી પડે અને પછી જ્યારે ડેવિલ ત્યાંથી બહાર નીકળે તો થોડા સમય માટે એની શક્તિ ઓછી થઈ જાય. પણ એમની યોજના પ્રમાણે કાઈંથયું નહિ. અને હાલ ડેવિલ જાગી ને હાઉસ ઓફ ડેવિલ માં ક્રિસ્ટી ને પોતાની વશ માં કરી ને ત્યાં છે.
બીજી બાજુ શક્તિ ડેવિલ ક્રિસ્ટી ને બચાવા ગઈ છે એ જાણી શ્રી જયા પણ ત્યાં જવાનું વિચારવા લાગી હવે ફરી બધા ને હોટેડ ગાર્ડન માં જવાની તૈયારી કરવા લાગ્યા. પણ આ વખતે માત્ર શ્રી જયા, અભિનવ, મેઘના, સેમ એટલા લોકો જ જવાના હતા. ચર્ચ ના ફાધર આત્માઓ ને મુક્તિ અપાવવા નું કામ કરવામાં ચર્ચ માં હતા. અને વિદ્વાન પંડિતો પાછા જાવા માટે ફ્લાઇટ માં બેસી ગયા હતા. સમય જેમજેમ પસાર થતો હતો તેમ તેમ તેમને શક્તિ ની ચિંતા થતી હતી. શક્તિ અને અભિનવ ની ટીમ ના લોકો પણ પંડિત સાથે ફ્લાઇટ માં હતા.
શક્તિ એની પિતાની પાસે બેસી ને વિચારતી હતી એની ચેહરા પર ડર નહતો પણ એ કોઈ ની રાહ જોતી હોય એવું લાગતું હતું. પણ એ એની ટીમ ના લોકો હતા કે બીજું કોઈ એની ખબર નહતી. શ્રી જયા જાણતી હતી કે અત્યાર સુધી શક્તિ પાછી આવી નથી તો જરૂર કંઇક થયું હસે હોન્ટેડ ગાર્ડન માં જવા માટે ની તૈયારી પૂરી થઈ હતી. અને હવે બધા ગાર્ડન ની ગેટ ની બહાર આવી ને ઉભા હતા. ધીમે ધીમે તે ગાર્ડન માં ચાલવાનું સરું કરે છે.
મેઘના એટલા માં બોલી " આજે આ ગાર્ડન વધુ ભયાનક લાગે છે "
શ્રી જયા ને બધાને પોતાને સાચવવા માટે કહ્યું અને હવે તે આગળ વધ્યા. બીજી બાજુ શક્તિ ત્યાં ભૂતો થી ભરેલા રૂમ માં એકલી બેસી હતી અને ત્યાં ડેવિલ આવે છે તે એની આંખો માં જોવે છે અને એ જોઈ ને તે કહે છે " યોર આઈસ..." શક્તિ એની વાત પૂરી થાય એ પેહલા બોલે છે " એમાં બીક નથી ભય નથી મને નથી લાગતો... ભય તારા થી પણ નઈ કે મોત થી પણ નઈ."
એટલું બોલતાં સંભળી ડેવિલ અને મારવા માટે આગળ આવે છે તે એના પાંખ ખોલી ને એની તરફ ઊડે છે અને એટલા માં કોઈ તેને ધક્કો મારે છે અને શક્તિ ને તે દુનિયા માંથી બહર નીકળે છે.એની પાછળ એ ડેવિલ પણ આવે છે અને તે શક્તિ ને મારવા એની તરફ આગળ વધે છે. શક્તિ તેને જોઈ ને ત્યાજ ઊભી થઈ જાય છે તે ડેવિલ પોતાના પાંખો ને ખોલે છે અને એ ભયાનક પાંખો થી અને મારવા જાય છે પણ ફરી કોઈ અદ્રશ્ય ઉર્જા રોકી લે છે. એટલા માં ત્યાં શ્રીજયા આવી ને ઉભી થાય છે અને તે ડેવિલ પર પવિત્ર જલ નાખે છે. હવે તે બધા એ ડેવિલ પર એક સાથે પવિત્ર પાણી નાખે છે અને સાથે બાંધે છે. ડેવિલ ને હવે ગાર્ડન ની બહાર લાવવાનો વિચાર કરે છે પણ એ પોતાને એ દોરી માંથી છોડાવી લે છે. હજુ પણ એ ખૂબ શક્તિશાળી હોય છે. એમને ખબર હતી કે ડેવિલ ને હરાવું એટલું સેલું નથી અને એ પણ કોઈ પણ ચર્ચ ના ફાધર ની મદદ વિના અશકય હતું. શ્રી જયા હવે ત્યાં ઊભી થઈ છે અને પોતાની પૂરી તાકાત થી ડેવિલ પર મંત્રો અને પવિત્ર પાણી નાખે છે આજોઈ ને ડેવિલ એની પેટ માં પોતાના હાડકા ના પાંખ નાખી ને અને દીવાલ પર અથડાવી ને નીચે નાખી દે છે. બધા આ જોઈ ને એમની પાસે દોડે છે પણ એ ત્યાં થોડી જ વાર માં શક્તિ ની ખોડા માં દમ તોડી ને મૃત્યુ પામે છે.
હવે શક્તિ બઉ ગુસ્સા માં આવી જાય છે તે બૂમો પાડવાનુ
સરું કરે છે અને જોર જોર થી રડવા લાગે છે આ જોઈ ને તે ડેવિલ ભયાનક હસી નીકળી ને એમની નજીક જવાનું ચાલુ કરે છે. એનો બિહામણો અવાજ ગુંજવા લાગ્યો.
જોત જોતામાં ડેવિલ ના શરીર માં થી એના જેવા દેખાતા બીજા ડેવિલ બહાર આવે છે અને તે બધા ની તરફ આગળ વધે છે. એ બધા અને જોઈ ને ડરી ને હાઉસ ઓફ ડેવિલ માં જુદી દિશા માં દોડવાનુ સરું કરે છે અને હવે એક બીજા થી છૂટા પડી જાય છે. શક્તિ હજુ ત્યાં એની માતા ને પોતાના ખોળામાં લઈ ને બેસી હોય છે અને રડતી હોય છે અને એની સામે ડેવિલ જઈ ને ઉભો થઇ છે અને કહે છે " યોર ફ્રેન્ડ નીડ હેલ્પ.. " એટલું બોલી ને ત્યાં થી ગાયબ થઈ જાય છે. બીજી બાજુ ક્રિસ્ટી ત્યાં એ ડેવિલ ને સાથે જ ગુલામ ના જેમ એની પાછળ જ હોય છે. શક્તિ ને ડર લાગે છે. આ ડર એને એની માટે નથી લાગતો પણ એનાથી છૂટા પડેલા એ મિત્રો ની ચિંતા થઈ છે.