આઇ હેટ યુ
પ્રકરણ-15
રાજ એનાં પાપા સાથે યુ એસ જવાની તૈયારીઓ અંગે વાતો કરી રહેલો. એનાં બધાં પેપર્સ સબમીટ થઇ ગયાં હતાં એને 12 દિવસ ઉપર થઇ ગયાં હતાં. USની યુનીવર્સીટીમાંથી કન્સ્ફરમેશન આવી ગયુ હતું એનાં વીઝા આવી ગયાં હતાં બધીજ તૈયારી પૂર્ણ થઇ ચૂકી હતી પણ કોલેજ ટર્મ શરૂ થવાને હજી 3 મહીના ની વાર હતી રાજને મનમાં હતું હાંશ હજી 2-3 મહીના છે મારી ખરીદી બાકી છે નંદીની સાથે ખરીદી કરવા જઇશ એનાં ચોઇસ પ્રમાણેજ બધી ખરીદી કરીશ.
રાજે એનાં પાપાને કહ્યું પાપા હવે બધીજ ફોર્માલીટી પતી ગઇ છે અને હું મારી ખરીદીનું પતાવી દઊં એટલે છેક છેલ્લે સુધી મારે કઇ પેન્ડીંગ કામજ ના રહે હું અઠવાઇડીયામાં બધીજ મારી ખરીદી કરી લઊં.
એનાં એડવોકેટ પાપાએ એની સામે જોઇને કહ્યું વાહ દીકરા તારી બધી તૈયારી અંગે એકદમ એલર્ટ છે. અમુક ખરીદી તારી મોમ સાથે જઇને કરી આવજે. અને તારાં કપડાં બીજી એસેસરીઝ માટે આપણે જઇ આવીએ. હું સમય કાઢી લઊ.
રાજે કહ્યું પાપા હું ખરીદી મારાં કપડાં વગેરેની નંદીની સાથે જઇને કરી આવીશ. માત્ર મારાં માટેનું બ્લેઝર લેવા માટે આપણે સાથે જઇશું પાપા બે મીનીટ વિચારમાં પડી ગયાં પછી કહ્યું ભલે દીકરા એમજ કર. નંદીની સાથે બાકીની ખરીદી નું કરી આવ હું તારા A/c માં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઊ છું રાજે કહ્યું પાપા આટલાં બધાં પૈસા મારે શું કરવાનાં ? ના ના તમે 25k ટ્રાન્સફર કરો વધારે જરૂર નથી.
પાપાએ કહ્યું તું કોનો દિકરો છે. હાઇકોર્ટનો હું પ્રસિદ્ધ વકીલ છુ મારો દિકરો શોભવો જોઇએ તને ઠીક પડે એવાં અને નંદીનીનાં ચોઇસની પણ બ્રાન્ડેડ અને ખૂબ સરસ કપડાં લેજે એનાં પાપાનાં અવાજમાં સફળતાની ખુમારી અને અભિમાન ઝળકતાં હતાં.
રાજ કઈ બોલ્યો નહીં અને એનાં પાપાએ એનાં A/c માં પૈસા ટ્રાન્સફર કરી દીધાં. રાજે મેસેજનું નોટીફેકશન જોયુ એ હસી પડ્યો. પાપા પણ કેટલો પ્રેમ કરે છે મારી કેટલી કાળજી લે છે. એનાં મનમાં વિચાર આવ્યા વિના ના રહ્યો.
રાજે નંદીનીને તરતજ ફોન કર્યો. હાય નંદુ તને એક સરસ સમાચાર આપવાનાં છે પહેલાં તું કહે પાપાની તબીયત કેમ છે ? દવાઓ ચાલુ છે ને ? કોઇ અગવડ નથીને ? એય માય લવ તું સમય કાઢે તો આપણે આ અઠવાડીયામાં મારી ખરીદી કરવાની છે આપણે સાથે જઇને બધી મારી ખરીદી કરી આવીએ. મારે તારી ચોઇસ પ્રમાણે બધી ખરીદી કરવી છે તું તારી મંમીને વાત કરીને કહે તો હું તને લેવા આવી જઊં.
નંદીનીએ ખુશ થતાં કહ્યું વાહ ચલો અઠવાડીયું હું તારી સાથે ને સાથે રહીશ હું હમણાંજ મંમીને પૂછી લઉ છું અને પાપાની તબીયત ઠીક છે દવાઓ ચાલુ છે હમણાં તો તું બધી દવાઓ આપી ગયો છું કંઇ નહીં તું લેવા આવીજા એમ કહીને નંદીનીએ ફોન મૂક્યો અને અંદરને અંદર એને ખુશી સાથે સાથે ઉદાસી છવાઇ ગઇ રાજની બધી તૈયારીઓ થઇ ગઇ હવે ખરીદી... મારો રાજ મારાંથી દૂર જવાનો. પણ કંઇ નહીં અમારાં જીવન માટે અને રાજની પ્રગતિ માટે જરૂરી છે.
નંદીનીએ મંમીને પૂછી લીધું. મંમીએ હોંશ સાથે કહ્યું જાવ દીકરા તમે જઇ આવો. નંદીનીએ કહ્યું માં એની ખરીદી આજે નહીં લગભગનાં રોજ જવાનું થશે બધી એની તૈયારીઓ કરવાની છે પછી બોલતાં બોલતાં અવાજ મંદ પડી ગયો આંખો ભીંજાઇ ગઇ.
માં એ નંદીનીનો ચહેરો જોઇ સમજી ગાયં અને બોલ્યાં દીકરા જે છે નસીબ એમાં તારે રાહ જોવાની છે થોડો સમય કપરો કાઢવાનો છે પણ તમારાં માટેજ છે એનાં પેરેન્ટસને પણ હોંશ હોયને જા જઇ આવજો તમે.
નંદીની તૈયાર થઇ ગઇ અને થોડીવારમાં રાજ કાર લઇને આવી ગયો. આવીને એનાં પાપાની ખબર પૂછી અને એની મંમીએ બનાવેલી કોફી પી બંન્ને જણાં ખરીદી કરવા માટે નીકળી ગયાં.
રાજે કહ્યું નંદુ મને ઉત્સાહ પણ છે અને દુઃખ પણ છે આ બધી તૈયારીઓમાં તારાથી જુદા પડવાની પળ આવવાની છે એ વિચારે ઉદાસ થઇ જવાય છે.
નંદીની એય કહ્યું રાજ જે છે એ મેં સ્વીકારવા પ્રયત્ન કર્યો છે મારું મન પણ ઉદાસ થઇ જાય છે આવનાર સમયનની કઠણાઈ કેવી રીતે સહન કરીશ નથી ખબર મને. પણ તારી કેરીયર માટે આપણે એ વિરહ સહન કરવો પડશે ચાલ આવા વિચારો કાઢી નાંખ અત્યારે તો આપણે સાથે બધી ખરીદી કરવાની સાથે સાથ ફરવાની પળો માણી લઇએ.
રાજે એને કીસ કરતાં કહ્યું નંદુ તું મારાથી વધારે સમજુ છે આઇ લવ યું તને મેળવીને હું સાચેજ નસીબદાર છું નંદીનીએ કહ્યું લવ યું રાજ તારાં માટે હું બધુજ કરવા અને વિરહ સહન કરવા પણ તૈયાર છું બસ ફરીથી તને મળવાની તારાં સાથે બંધનમાં બંધાવાની રાહ જોઇશ.
બંન્ને જણાં સીજીરોડ અને વિખ્યાત મોલમાં ફર્યા ઘણી ખરીદી કરી પછી રાજે કહ્યું ચાલ વસ્ત્રાપુર જઇએ ત્યાં આલ્ફાવનમાં ઘણી મોટી શોપ છે ત્યાંથી ઘણી ચોઇસ મળી જશે. બન્ને જણાં આલ્ફાવન પહોચ્યાં ત્યાં નંદીની એ કહ્યું રાજ ભૂખ લાગી છે થડું કંઇક ખાઇએ પીએ પછી આગળની ખરીદી કરીએ હજુ તો બીજા દિવસો છે એકજ દિવસે બધી ખરીદી નથી કરવી.
રાજે કહ્યું તે મારાં દીલની વાત કીધી એમ કહીને એણે એકસેલેટર થી ફુડ કોર્ટ પહોચ્યાં ત્યાં નંદીનીએ કહ્યું હાંશ અહીં કંઇક પીએ યાર ખૂબ તરસ પણ લાગી છે રાજે કહ્યું ચાલ મોકટેલ મંગાવીએ પછી થોડું ખાઇ લઇએ એમ કહી બંન્ને જણાં ત્યાં બેઠાં રાજે કુપન લીધી અને પસંદગીનાં મોકટેઇક-ચણાપુરી અને નંદીનીનું પસંદગીનાં પાઉભાજી પીઝા બધુ ઓર્ડર કરીને નંદીની પાસે આવીને બેઠો.
નંદીનીએ કહ્યું આટલો બધો ઓર્ડર ? આટલુ બધું કોણ ખાશે ? રાજે કહ્યું સવારથી રખડ રખડ કરીએ છીએ ના કંઇ ખાધું પીધું હવે શાંતિતી ખાઇએ પીએ.
ઓર્ડર પ્રમાણેની બધી ડીશ આવી ગઇ બંન્ને જણાં વાતો કરતાં કરતાં ખાવા લાગ્યાં અને વાતો વાતોમાં ઓર્ડર કરેલી બધી ડીશ ખવાઇ ગઇ. રાજે હસતાં હસતાં કહ્યું બોલ બધી ડીશ ક્યાં પુરી થઇ ગઇ ખબર પડી ?
નંદીનીએ કહ્યું સાચી વાત છે ઓર્ડર આપતાં ઘણું લાગતું હતું પણ બધુજ ખવાઇ ગયું પણ મજા પડી ગઇ. એય રાજ તારી સાથે વિતાવેલી આ બધી પળો એટલી યાદ આવશે કે મને ખબર નથી કે અત્યારે બધું બોલું છું કે સહન કરી લઇશ તને યાદ કરી સમય વિતાવીશ પણ તારાં વિના જીવવું શક્યજ નથી રાજ તારો અવાજ, તારો સાથ, તારો સ્પર્શ કેમ કરીને વિસરાશે ? રાજ આઇ લવ યું. હું તો તું સાથે છું તોય જાણે અત્યારથી તને મીસ કરવા લાગી છું રાજ આઇ કાન્ટ લીવ વીધાઉટ યું મારાં રાજ....
રાજે કીધું એય નંદુ મને હિંમત આપીને તું આમ ઢીલી થઇ જઇશ તો હું જઇ જ નહીં શકું હું પણ તને પળ પળ મીસ કરીશ જાન. પછી રાજે વાત બદલવા કહ્યું ચાલ હવે છેલ્લે આપણો ગમતો કોફી આઇસ્ક્રીમ ખાઇ લઇએ એમ કહીને જવાબની રાહ જોયા વિના ઉભો જઇને હેવમોરનાં કાઉન્ટર પર જઇને ચાર કપ લાર્જ કોફી આઇસ્ક્રીમ લઇ આવ્યો.
નંદીનીએ કહ્યું રાજ ચાર ચાર આઇસ્ક્રીમ ? ખવાશે ? રાજે કહ્યું આરામથી ખવાશે. એમ કહીને સ્પૂન થી આઇસ્કીરમ લઇને નંદીનીને ખવરાવી દીધો. અને બંન્ને જણાંએ ચારે આઇસ્ક્રીમ પુરા કર્યા.
નંદીનીએ કહ્યું હવે ભરાયેલા પેટે રખડાશે નહીં બીજી ખરીદી માટે કાલે આવીશું આજે આટલું ઘણુ છે. રાજે કહ્યું ઓકે ડાર્લીગ મારી જાન થાકી છે હવે કાલે સીધાંજ અહીં આવીશું એમ કહી બંન્ને જણાં ઉભા થયાં અને ઘરે પાછા જવા નીકળ્યાં નંદીનીને એનાં ઘરે ડ્રોપ કરી ચુબન કરીને કહ્યું આજની ખરીદી માં પાપાને બતાવીશ કાલે હું સવારે 11 વાગે આવી જઇશ.
નંદીનીએ કહ્યું રાત્રે ફોન પર વાત કરીશું એમ રાત નહીં જાય અને રાજ હસતો ઘરે જવાં નીકળી ગયો.
***************
વરુણ સવારે તૈયાર થઇને ઘરેથી નીકળ્યો અને સીધો મૃંગાંગનાં ઘરે પહોચ્યો અને ત્યાં જઇને જોયું તો....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-16