NARISHAKTI CHAPTER- 6 in Gujarati Women Focused by Dr. Damyanti H. Bhatt books and stories PDF | નારી-શક્તિ.... પ્રકરણ-6 ( વિદૂષી ગાર્ગી )

Featured Books
Categories
Share

નારી-શક્તિ.... પ્રકરણ-6 ( વિદૂષી ગાર્ગી )

નારી-શક્તિ.... પ્રકરણ-6 ( વિદૂષી ગાર્ગી )

[[ નમસ્કાર,વાચકમિત્રો, નારીશક્તિ-પ્રકરણ-6 માં આપ સર્વેનું સ્વાગતછે. ઘણાં સમય બાદ હું ફરીથી આપની સમક્ષ ઉપસ્થિતથઈ છું, તેના માટે દિલગિરી વ્યક્ત કરું છું. આ પ્રકરણમાં હું વિદૂષી ગાર્ગી ની વિશેષતાઓ અને એક સ્ત્રી શક્તિના ઉજ્જવળ પાસાની ગરિમાનું વર્ણન કરવા માગું છું.આશા છે કે આપને આ સ્ટોરીપસંદ આવશે.અગાઉની જેમજ આપના પ્રતિસાદની અપેક્ષાસહ, આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું...]]

પ્રસ્તાવના:- વેદ-ઉપનિષદ્ યુગકાલીન મહાન નારીઓમાં “ગાર્ગી વાચક્નવી” નું નામ મોખરે છે. એવી એક મહાન સન્નારી કે જેનાં નામથી ઈતિહાસ ગૌરવાન્વિત બને છે. જેણે પોતાની તેજસ્વિતા ના બળે શાસ્ત્રાર્થમાં યાજ્ઞવલક્ય જેવા મહાન ઋષિ કે જેઓ રાજા જનકનાં દરબારમાં ગુરુપદ શોભાવતાં હતાં.અને જનક રાજાનાં ગુરુ હતાં, તેમને હરાવ્યાં હતાં.......

એક વખત જનક રાજાએ બહુદક્ષિણા નામક યજ્ઞ કર્યો,એટલેકે જેમાં ખૂબજ દક્ષિણા આપવાની હોય, તેવો યજ્ઞ. કુરુ પાંચાલનાં અનેક બ્રહ્મવેતા બ્રાહ્મણો આમાં હાજર હતા. જનક રાજા સ્વયં બ્રહ્માજ્ઞાની હતા. શ્રેષ્ઠ બ્રહ્મવેતાની ખોજ કરવામાટે જનક રાજાએ સ્વર્ણજડિત શિંગડાવાળી એક હજાર ગાયોને પ્રસ્તુત કરીને ઘોષણાં કરતાં કહ્યું કે,,,,,,,,,

“જે બ્રાહ્મણ સર્વાધિક જ્ઞાની હોય અથવા બ્રહ્મનિષ્ઠ હોય તે આ ગાયોને પોતાને ઘેર લઈ જઈ શકે છે.”

જ્યારે કોઈ બ્રાહ્મણ આ ગાયોની દક્ષિણા લઈ જવાનું સાહસ ન કરી શ્ક્યું ત્યારે, યાજ્ઞવલ્કયે પોતાના શિષ્યને કહ્યું,: સૌમ્ય સોમશ્રવા, ચલો આ ગાયોને આપણાં ઘર તરફ વાળી લો, હાંકી લો.

અન્ય વિદ્વાનોએ આને પોતાની વિદ્વતાનું અપમાન સમજીને યાજ્ઞવલ્ક્યને ચુનૌતિ આપતા પ્રશ્નો પૂછવા નું શરૂ કર્યું.; અશ્વલ,આર્તભાગ,ભૂજ્યું, ઉષસ્તિ, ચાક્રાયણ, વગેરે બ્રાહ્મણોએ પ્રશ્નો પૂછીને શાંત થયા પછી, ગાર્ગી વાચક્ન્વી યાજ્ઞવલક્ય સાથે શાસ્ત્રાર્થ માટે પ્રસ્તુત થઈ, ઊભી થઈ.

ગાર્ગી યાજ્ઞવલક્યને જે પ્રશ્નોપૂછે છે, અને યાજ્ઞવલક્ય તેના પ્રશ્નોનાં જે ઉત્ત્રરો આપે છે, તે સંવાદ અહીં હું પ્રસ્તુત કરું છું.......

ગાર્ગી - આ પૃથ્વી જળમાં ઓત્તપ્રોત છે,તો પછી આ જળ શામાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્ય -વાયુમાં..

ગાર્ગી - વાયુ શેમાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્ય - અંતરિક્ષલોકમાં..

ગાર્ગી - અંતરિક્ષલોક શેમાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્ય -ગંધર્વલોકમાં.

ગાર્ગી -ગંધર્વલોક શેમાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્ય -ચંદ્રલોકમાં.

ગાર્ગી -ચંદ્રલોક શેમાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્ય દેવલોકમાં.

ગાર્ગી - દેવલોક શેમાં ઓતપ્રોતછે ?

યાજ્ઞવલક્ય -ઈંદ્રલોકમાં

ગાર્ગી - ઈંદ્રલોક શેમાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્ય - પ્રજાપતિલોકમાં..

ગાર્ગી - પ્રજાપતિલોક શેમાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્ય - બ્રહ્મલોકમાં.

ગાર્ગી - બ્રહ્મલોક શેમાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્ય - હે ગાર્ગી ! પ્રશ્નોથી જે પર છે,જે પરબ્રહ્મ છે.તેનાં વિષયમાં પ્રશ્નો પૂછીશ નહીં.....

ત્યારે ગાર્ગી યાજ્ઞવલક્યનાં અભિપ્રાયને સમજીને શાંત થઈ ગઈ.ગાર્ગીનાં શાંત થઈ ગયા પછી ઉદ્દાલક- આરુણિએ યાજ્ઞવલક્યને ઘણાં ગમ્ભીર પ્રશ્નો પૂછ્યા. ત્યારબાદ ગાર્ગી ફરીથી પ્રશ્નો પૂછવા માટે ઊભી થઈ.

ઊભા થઈને બે હાથ જોડીને ગાર્ગીએ કહ્યું, આદરણીય બ્રાહ્મણો ! આપલોકોની અનુમતિ હોય તો હું યાજ્ઞવલક્યને બે પ્રશ્નો પૂછવા માગું છું.જો તેમણે આ બે પ્રશ્નોનું યોગ્ય સમાધાન કરી આપ્યું, તો આ ( બ્રહ્મવેતા ) શ્રેષ્ઠ બ્રાહ્મણને કોઈ જીતી શકશે નહીં.

બ્રાહ્મણ સભાની અનુમતિ પ્રાપ્ત કરીને, ગાર્ગીએ યાજ્ઞવલક્યને સંબોધિને કહ્યું;

જેવી રીતે કાશી યા વિદેહનો કોઈ ઉગ્ર વીર પુરુષ ધનુષ ચઢાવીને શત્રુને વિંધવા માટે તીક્ષ્ણ બાણો લઈને સામો ઊભો રહી જાય,,તે રીતે હું બે પ્રશ્નો લઈને આપની સામે ઊભી છું, ઉપસ્થિત થઈ છું,,,મારાં બે પ્રશ્નોનાં ઉત્ત્રરઆપો.

યાજ્ઞવલક્યએ કહ્યું; હે ગાર્ગી ! પૂછો, તમારાં બે પ્રશ્નો ક્યા છે ?

ગાર્ગીએ કહ્યું; દ્યુ ( આકાશ ) થી જે ઉપર છે, પૃથ્વીથી જો નીચે છે, અને દ્યુ અને પૃથ્વીની જે વચ્ચે છે,તે બધું શામાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્યએ ઉત્તર આપ્યો ;- આકાશમાં.

ત્યારે ગાર્ગીએ પૂછયું કે ;આ આકાશ કોનામાં ઓતપ્રોત છે ?

યાજ્ઞવલક્યએ કહ્યું કે “આકાશ જેમાં ઓતપ્રોત છે, તેમને બ્રહ્મવેતા “અક્ષર”કહે છે.( આપણે જેને એકાક્ષર ”ઓમ” કહીએ છીએ તે પણ આ જ બ્રહ્મવેતા છે. ) આ અક્ષરનાં શાસનસૂત્રમાં બંધાઈને જ “બ્રહ્માંડનું તત્વ સ્થિરછે.,અથવા ગતિ પ્રાપ્ત કરે છે. આ અક્ષર અદ્રશ્ય હોવા છતાં દ્રષ્ટા, અકર્ણય , એટલે કે નહીં સાંભળનાર, હોવા છતાં,શ્રોતા,સ્વયં અજાણ હોવા છતાં,બધું જ જાણનાર છે, હે ગાર્ગી ! આ અક્ષરમાં આકાશ ઓતપ્રોત છે.”

ત્યારે ગાર્ગીએ યાજ્ઞવલક્યને નમસ્કાર કરીને કહ્યું; હું આ બ્રાહ્મણ શ્રેષ્ઠને બ્રહ્મવેતા સ્વીકાર કરું છું....

ખરેખર તો ગાર્ગીએ યાજ્ઞવલક્યને જે પ્રશ્નો પૂછ્યાં હતાં, તેનાં ઉત્તરો તે પોતે જાણતી હતી. તેણીનાં પ્રશ્નો સૃષ્ટિનાં આધારભૂત મૂળ સ્રોત અથવા કારણથી સંબંધિત હતાં, જેનાં કારણે આ જગત દ્રશ્યમાન ,દ્રષ્ટિગોચર થાય છે,અર્થાત્ એક્સૂત્રમાં બંધાઈને માળાનાં મણકાની જેમ અસ્તિત્વ ધારણકરે છે.

આ શાસ્ત્રાર્થ રાજા જનકનાં દરબારમાં યોજાયો હોય છે, આ ગહન ચિંતનનો વિષય છે, અને જેમાં આવી વિદૂષી ગાર્ગી જેવી સ્ત્રીઓ પોતાની વિદ્વતા નો પરિચય આપે છે. પ્રાચીન કાળમાં આવી વિદૂષિઓ ઘણી હતી જેની ઈતિહાસ સાક્ષી પૂરે છે.

ગાર્ગી પોતાની મેધાવી પ્રતિભા માટે ઈતિહાસમાં અમર છે,તેણીએ તપસ્યાથી ઋષિપદ પ્રાપ્ત કર્યું હતું અને બ્રહ્મવિદ્યાનાં ગૂઢ રહસ્યોમાં તેણી પારંગત બની હતી. અને તેણીએ અનેક મહ્ર્ષિઓમાં પોતાની પહેચાન બનાવી હતી....... આવી વિદૂષિઓને મારાં સાષ્ટાંગ દંડવત પ્રણામ........................

[( C ) AND BY : DR. BHATT DAMYANTI HARILAL.. ]