The price of a pinch of vermilion key - 10 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક ચુટકી સિંદૂર કી કિંમત - 10

પ્રકરણ-દશમું/૧૦

બીજા દિવસની સવારે...

બેઠકરૂમમાં મૂકેલાં બેડને અડીને ગોઠવેલી આરામ ખુરશીમાં ટેશથી લંબાવી,ચાની ચુસ્કીઓ સાથે તેમની આગવી સ્વભાવગત વાંચન શૈલીની તન્મયતાથી માથું ઊંધું ઘાલીને કનકરાય સમાચારપત્ર વાંચવામાં મશગૂલ હતાં.

વાસંતીબેને કિચનમાં નાસ્તો બનવતાં બનાવતાં બેઠકરૂમની દીવાલ ઘડિયાળ પર નજર કરીને જોયું તો સમય થયો હતો સવારના ૭:૨૦. એટલે ઘરના મુખ્ય દરવાજાની બહાર ઓસરીમાં સાફ સફાઈ કરતી મિતાલીને સ્હેજ ઊંચાં અવાજમાં કહ્યું.

‘દીકરા, ભયલુને ઉઠાડ. ઓફિસે જવાનું મોડું થશે તો દોડાદોડ કરી મુકશે સવારના પ્હોરમાં.’

બેઠકરૂમમાં દીવાલને અડીને તેની પથારીમાં ચાદરથી માથું ઢાંકીને સૂતેલાં મિલિન્દ પાસે જઈ, હળવેકથી તેના પગના તળિયા પર આંગળીઓ ફેરવી ગલગલીયાં કરવાની ચેષ્ઠા કરતાં, મિલિન્દ ટુંટીયું વાળતાં બોલ્યો..

‘એય.. બિલાડી..સવાર સવારમાં તારા નખરાં બંધ કર જે હો..’
‘આલે લે.. મમ્મી આ તો જાગતો કુંભકર્ણ છે.’ એમ બોલી મિતાલી હસવાં લાગી.
‘એએએ...એ.. મીલું. ઉઠને દીકરા, નઈ તો ઓફિસે જવાનું મોડું થશે તને ?
રસોડામાંથી વાસંતીબેન બોલ્યા.
હજુ ચહેરા પર ઢાંકેલી ચાદર સાથે મિલિન્દ બોલ્યો..
‘મમ્મી આજે મેં રજા લીધી છે. એટલે થોડીવાર પછી ઉઠીશ.’
ઓહ્હ.. શું વાત છે.. ? સરસ.. સરસ આ મને ગમ્યું. ઠીક છે તને ઈચ્છા થાય ત્યારે ઊઠજે.’ વાસંતીબેન બોલ્યા

એ પછી મિતાલી અને વાસંતીબેન બન્ને રોજિંદા કામે વળગ્યાં. આશરે પિસ્તાળીસેક મિનીટ બાદ મિલિન્દ ઉઠ્યો, પછી ફ્રેશ થઈ કનકરાયની બાજુમાં બેઠો. એક બે વખત કનકરાયને ખ્યાલ ન પડે તેમ તેમના ચહેરાના ભાવ પરથી તેમનો મૂડ જાણવાની કોશિષ કરી. મિલિન્દના હાથમાં ચાનો મગ આપી તેની પડખે બેસતાં વાસંતીબેને પૂછ્યું.

‘કોણ મળી ગયું હતું ગઈકાલે ? તે એટલું મોડું થયું ?
જવાબમાં ચા પીતા પીતા મિલિન્દે ટૂંકમાં વૃંદાનો પરિચય આપી વાત પૂરી કર્યા પછી કનકરાય સામે જોઇને બોલ્યો..

‘પપ્પા એક વાત કહેવી છે.’
આંખેથી ચશ્માં ઉતારી, ન્યુઝપેપરની સાથે એક તરફ ટીપોઈ પર મુકતા મિલિન્દ સામે જોઇને બોલ્યા.

‘હાં, બોલ દીકરા, શું વાત છે ?

વાસંતીબેન સામે જોઇ પછી કનકરાય સામે જોઇ મિલિન્દ બોલ્યો..
‘પપ્પા હું એમ કહું છું કે, મારી ફાઈનાન્સ કંપનીમાં તમારી જે મૂડી છે, તેનો આપણે કયાંય વધુ સારું વળતર મળે ત્યાં રોકાણ કરીએ તો કેવું રહેશે ?
‘હમમમ.... તારો આઈડિયા તો સારો છે પણ સુરક્ષિત અને સારું વળતર મળે ક્યાં ?

થોડી ક્ષણ ચુપ રહ્યાં પછી મિલિન્દ બોલ્યો..
‘પપ્પા હું થોડા દિવસ પહેલાં જશવંત અંકલને મળવા ગયો હતો. મેં પણ તેની આગળ પણ આ વાત રજુ કરી.’
‘અચ્છા...તેનું શું કહેવું છે ?
‘હું એવું વિચારું છું પપ્પા કે, આપણે તમારી રકમ જસવંત અંકલને આપી દઈએ અને તેના વળતરના બદલામાં તે આપણને દર મહીને વ્યાજ આપે.’

બીતા બીતા મિલિન્દ આટલું માંડ બોલી શક્યો.. વાક્ય પૂરું થતાં વાતનો ભાવાર્થ સમજી જતા કનકરાયના મિજાજનો અંદાજ લગાવતાં વાસંતીબેનને થયું કે કયાંય કનકરાય ઉગ્ર ન થઇ જાય તો સારું.

કનકરાય મિલિન્દની સામે જોઈ જ રહ્યાં. મિલિન્દને ડર હતો કે પપ્પા કયાંય તેના આકરા સ્વભાવના કારણે આવેગમાં આવી વાતનું વતેસર ન કરી નાખે તો સારું.

‘જો મિલિન્દ આજે આટલા વર્ષે પણ જે પાંચ પચ્ચીસ લોકોને મારા માટે આદર અને સન્માન છે, તે મારા સિદ્ધાંતને આભારી છે. જો આવું જ કરવું હોત તો આજે આપણે અહીં નહીં પણ જશવંતલાલની પડખેના બંગલામાં રહેતા હોત. તારો ઉદ્દેશ સાચો અને સારો જ છે, પણ દિશા ઉંધી છે. આવી હરામની કમાણી મને કોઈ કાળે ન ખપે. મને જશવંત કે તારી પ્રત્યે કોઈ જ અણગમો નથી, પણ મારી આ ખોલી જેવી સલ્તનતમાં પ્રમાણિકતાની પથારી પર આત્મસંતોષની ઓછાળ ઓઢીને નિશ્ચીંતતાની સારી નિદ્રા આવી જાય છે.’
‘હા.. જયારે આ દુનિયામાં મારી હયાતિ ન હોય ત્યારે આ વિચારને તું અમલમાં મૂકી શકે છે.’

‘અરે.. અરે... આવું શું અમંગળ બોલો છો તમે ? સ્હેજ ગુસ્સે થતાં વાસંતીબેન બોલ્યા
‘સોરી પપ્પા, આ તો જશવંત અંકલ ઘરની વ્યક્તિ છે, અને....’ મિલિન્દ તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં તેને હાથના ઈશારાથી અટકાવતાં કનકરાય બોલ્યા..
‘મેં કહ્યું ને કે મને કોઈના પ્રત્યે કોઈ શંકા-આશંકા નથી પણ, એ વ્યાજ વટાવના આવકની ઉપજ મારી વિચારધારા અને પ્રકૃતિથી તદ્દન વિસંગત અને વિરુધ્ધ છે.
અને જિંદગીમાં એક વાત ખાસ યાદ રાખજે દીકરા, સફળતાનો કોઈ શોર્ટકટ નથી. ટનના હિસાબે સોનું ખરીદનારા કરતાં ઓલમ્પિકમાં ૫૦ ગ્રામનો રજત મેડલ હાંસિલ કરનાર વિજેતાની ઈજ્જત મારી નજરમાં અનેક ગણી છે. આશા રાખું છું કે આજ પછી ભવિષ્યમાં તું આવી કોઈ પાયાવિહોણી અનૈતિક ચર્ચા નહીં કરે.’

કનકરાય આટલેથી અટકી જતાં વાસંતીબેનને હાશકારો થયો.

‘જી, પપ્પા.’

આટલું બોલી મિલિન્દ પણ અટકી ગયો. અને હોઠ પર આવેલી ગોવિંદની વાત પણ ગળી ગયો. અને આમ પણ નફફટ ગોવિંદ માન મર્યાદા રાખ્યા વગ કોઈને ગાંઠતો નથી તો, મિલિન્દને થયું કે અકારણ પપ્પાને ટેન્શન આપવાનો કોઈ અર્થ નથી. જે કઈ થશે એ જાતે ફોડી લેશે.

વાતાવરણ હળવું કરવાં વાસંતીબેનના ખભે હાથ મૂકતા મિલિન્દ બોલ્યો.
‘શું બનાવીશ નાસ્તામાં આજે ?
‘અરે દીકરા, બનાવીશ નહીં, બની ગયું છે. તારા ટેસ્ટના આલુ પરાઠા.’
‘ઓહ્હ..ગૂડ.. તો ચલ હું ફટાફટ નાહી લઉં પછી નાસ્તો કરીને નીકળું.. મારે કેશવને મળવા જવાનું છે. પપ્પા તમારે માર્કેટમાંથી કંઈ લાવવાનું હોય તો યાદી બનાવી રાખજો.’

એમ કહી મિલિન્દ ગયો બાથરૂમ તરફ.



તૈયાર થઈ, બ્રેકફાસ્ટ કરી બહાર નીકળતાં મિલિન્દના હાથમાં એક નાની ચબરખી આપતાં કનકરાય બોલ્યા,
‘આ ચારથી પાંચ પુસ્તકોની યાદી છે, વળતા આવે ત્યારે લાયબ્રેરી માંથી લઇ આવજે.’
‘જી પપ્પા.’
એમ કહી બહાર સોસાયટીના કમ્પાઉન્ડમાં આવીને ૧૦:૨૫નો સમય જોઇને સૌ પહેલાં કોલ કર્યો જશવંત અંકલને.

કોલ રિસિવ કરતાં જશવંતલાલ બોલ્યા.
‘હા, બોલ દીકરા.’
‘અંકલ..આપણી વાત પપ્પાને કરી પણ ઠપકાની ભાષામાં ઘસીને સાવ ચોખ્ખી ના પાડી ચર્ચાનો છેદ જ ઉડાડી દીધો. સારું થયું કે ગુસ્સે ન થયાં.’

હસતાં હસતાં જશવંતલાલ બોલ્યા.
‘દીકરા આ ગાંધીજીના આધુનિક અવતારને તો હું સ્કૂલના દિવસોથી ઓળખું છું. એ પરંપરાવાદી કયારેય પ્રેક્ટીકલ નહીં બને. લાંબા ગાળે આમાં સૂકા ભેગું લીલું પણ બળશે તેની ક્યાં ચિંતા છે, તેને ? આજના સમયમાં આવા આદર્શો થકી એક ટંકનું અન્ન પણ નથી આવતું. મેં તને પહેલાં જ કહ્યું હતું કે કનકરાય કોઈ પણ પ્રલોભન આગળ કંઠીની જેમ બાંધીને કંઠસ્થ કરેલા તેના જીવનના સિદ્ધાંતસૂત્ર સાથે કોઈ બાંધછોડ ન જ કરે. ચલો ઠીક છે. કંઈપણ કામ હોય તો નિસંકોચ ગમે ત્યારે કોલ કરજે.’

‘જી અંકલ.’ એમ કહી નિરાસા સાથે નિસાશો નાખતા મિલિન્દે કોલ કટ કર્યો.

મિલિન્દ તેના મનોસ્થિતિની મધ્યસ્થતા કરતાં સમજાયુ કે, જશવંત અંકલ અને પપ્પા બન્ને તેમના સૈધાંતિક સ્થાન પર યોગ્ય જ હતાં. ભવિષ્ય માટેની કાયમી આર્થિક સંકડામણનો ઉકેલ લાવવાની મથામણના મનોમંથનમાં તેનું દિમાગ વ્યસ્ત થાય એ પહેલાં મિલિન્દે કેશવને કોલ જોડ્યો..

‘ભાઈ.. ક્યાં છો તું ?
‘અહીં વસઈ સ્ટેશનની બહાર છું. બોલ’ કેશવ બોલ્યો
‘તારે ક્યાંય જવાનું છે ?’ મિલિન્દે પૂછ્યું
‘હા, જવાનું તો પણ હજુ બે કલાક પછી. કંઇ કામ છે ?
‘અચ્છા ચલ આવ્યો દસેક મીનીટમાં ત્યાં.
‘સાંભળ..મનોહર ભાઉની રેસ્ટોરેન્ટ સામે ટેક્ષી સ્ટેન્ડમાં છું. કેશવે કહ્યું.
‘અચ્છા.’ કહી મિલિન્દ કોલ કટ કર્યો.

ચાલતાં ચાલતાં સ્ટેશન સૂધી પહોચતાં મિલિન્દને ગઈકાલની વૃંદાને અણધારી મળવાના મંશાની પુર્ણાહુતીના અંતે અનપેક્ષિત ફલશ્રુતિના રૂપે વૃંદા તરફથી મળેલો સ્નેહાધીન સાનિધ્યનો સંકેત મિલિન્દને સતત મૂંઝવતી તેના મુસીબતોની બળતરામાં
મરહમ જેવું કામ કરી રહ્યો હતો. વૃંદાનું આત્મચિંતન અને ઉપસ્થિતિ મિલિન્દના સમગ્ર અસ્તિત્વને એક એવા કમ્ફર્ટ ઝોનમાં લઇ જતી કે, જ્યાં તે પોતાની વિટંબણા વિસરી જતો.


કેશવે જણાવેલા સ્થળ પર આવી સામેની તરફ નજર કરતાં હાથ ઉંચો કરી તેની તરફ ધ્યાન દરવાનો પ્રયાસ કરતાં કેશવ રોડ ક્રોસ કરી, મિલિન્દ નજીક આવતાં બોલ્યો..

‘આવ બેસ અહીં બેન્ચ પર. ચા પીતા પીતા વાતો કરીએ.’
રેસ્ટોરેન્ટની બહારના ભાગે મૂકેલાં બાંકડા પર બંને ગોઠવાયા. કેશવે ઇશારાથી બે ચા નો ઓર્ડર આપ્યા પછી પૂછ્યું.

‘હા. બોલ કેમ આજે રજા લીધી છે ?’
‘હા..બસ..આજે ઓફિસે જવાનો મૂડ નહતો.’
‘કોઈ ખાસ કારણ ?
‘ના, પણ એમ થયું કે, કયારેક જાતને પણ મળવું જોઈએ.’
‘ઓહ્હ.. શું વાત છે, તને આવું પણ સૂજે ખરું એમ ? અચાનક આ બ્રહ્મજ્ઞાન આવ્યું ક્યાંથી ? કોઈ અથડાઈ ગયું કે કોઈને અથડાવવાની ઈચ્છા છે ?
હસતાં હસતાં કેશવે પૂછ્યું.

‘જીવનપથમાં કોઈપણ આકસ્મિક અથડામણ સાહજિક છે. પણ એ અથડામણના પરિણામનું અર્થઘટન આપણા સકારાત્મક કે નકારાત્મક વિચારો પર આધારિત છે.’
સહજ સ્પર્શના સંદર્ભમાં લ્યો તો સંતુલિત થવાની સંભાવના ખરી અને અથડામણના અર્થમાં લ્યો તો સ્વાભાવિક છે કે સંકડામણની જ અનુભૂતિ થવાની.’
મિલિન્દ તેના જ મનોમંથનનું ગર્ભિત શબ્દસંકલન કરતાં બોલ્યો.

‘હમમમ.. ટૂંકમાં તું અથડાવવું કે નહીં એ મથામણમાં એમ જ ને ?
ચા નો ગ્લાસ મિલિન્દના હાથમાં આપતાં કેશવે પૂછ્યું.

ચાની ચુસ્કી ભરતાં મિલિન્દ બોલ્યો.
‘આવા કોઈ ઠોસ વિચારને અમલમાં મૂકીકે તેના પર પૂર્ણવિરામ મૂકતા પહેલાં અનેક પ્રશ્નચિન્હ સાથેના અલ્પવિરામને ઓળંગવાના છે. કોઈ અંગત આકાંક્ષાને અંતિમરૂપ આપતા પૂર્વે પરિવારના પાયાની જિમ્મેદારીના ઉત્તરદાયિત્વની ભૂમિકા નિભાવવી જરૂરી છે.’


‘પણ.. યાર તારી હાલની પરિસ્થિતિ અને આજીવન સળંગ જવાબદારીની કતાર જોતાં એવું લાગે છે કે તું તારી પર્સનલ લાઈફ ક્યારે જીવીશ ? ‘

‘મારો સપરિવાર જ મારી સંજીવની છે.’ મિલિન્દે તેનું વાક્ય પૂરું કર્યું

ત્યાં જ આખા શરીર પર માત્ર ટૂંકી કેસરિયા રંગની પોતડી, ગાળામાં બે-ચાર રુદ્રાક્ષની માળા, કપાળ પર ચંદન સાથે આખા શરીરે ભભૂત ચોપડેલો એક દાઢીધારી ફકીર કેશવના ચરણ સ્પર્શ કરી તેના પગ પાસે પલાઠી વાળીને બેસતાં સ્હેજ ઊંચાં અવાજે બોલ્યો..

‘જય મહાકાલ.’
તેને જોઇ ખુશ થતાં કેશવ બોલ્યો.
‘જય મહાકાલ...... બાબા. ચાય પીયોગે ?
‘પ્રેમ સે પીલાઓગે તો જરૂર પીયેગે.’ ફકીર બોલ્યો.
એટલે રેસ્ટોરેન્ટના કાઉન્ટર તરફ બૂમ પાડી ઇશારાથી કેશવે ચાય લાવવાનું કહ્યું.

‘અરે બાબા કાફી વક્ત કે બાદ દિખાઈ દિયે... કહાં ચલે ગયે થે ? કેશવે પૂછ્યું
‘ઉત્તર કાશી કી તરફ ગયા થા. હમારા એક સંઘ જા રહા થા તો મેં ભી ચલ પડા.
ઔર વૈસે ભી હમ સાધુ કા કોઈ એક ઠીકાના થોડી હોતા હૈ. ભોલેનાથ કી કિરપા સે જહાં સે ભી બુલાવા આતા હૈ.. બસ નિકલ પડતે હૈ, ઝોલી ઉઠા કે. બાકી સબ કુશલ મંગલ ?

ફકીરે તેની ઝોળીમાંથી ચિલમ કાઢી સળગાવી દાઢી પર હાથ ફેરવતાં પૂછ્યું,

‘આપ કી દયા સે સબ ઠીક ચલ રહા હૈ.’ કેશવે જવાબ આપ્યો.

‘તું ઓળખે છે આને ? મિલિન્દે પૂછ્યું

‘અરે.. યાર. જો સારું થયું આજે આ બાબાની રૂબરૂમાં તારો ભેટો થઇ ગયો.. આમના વિશે હું તને વાત કરવાનો હતો પણ, તને વિશ્વાસ ન આવે એટલે ન કરી. હવે મારે પરિચય નહીં આપવો પડે. તું જાતે જ ચમત્કાર જોઈલે. અરેરે.... તને યાદ છે.. તે દિવસે આપણે ટેરેસ પર બેઠાં હતા અને મેં તને કહ્યું હતું કે, કોઈ દૈવી ચમત્કાર થાય તો તારો બેડો પાર થઇ જાય... આ બાબા જરૂર કોઈ તોડ કાઢશે તું જો જે.’
અતિ ઉત્સાહમાં આવી કેશવ બોલ્યો.
હસતાં હસતાં મિલિન્દ બોલ્યો,
‘એલા...આ બાબા દસ રૂપિયાની ચા પણ તારા પૈસે પીવે છે, એ મારો ઉદ્ધાર કરશે ? શું યાર તું પણ ?

પેલો ફકીર બન્નેના વાર્તાલાપનો અર્થ સમજી ગયો એટલે મિલિન્દ સામે જોઇને પૂછ્યું,

‘અભી બુરા વક્ત ચલ રહા હૈ ? કાફી પરેશાન હો ?
એટલે હસીને કેશવ બોલ્યો.,

‘લ્યો હવે આપો જવાબ. તું બસ જોયા કર. હમણાં તેની ચા પૂરી થાય એ પહેલાં તારા આગળ પાછળનો બધો કચ્ચો ચિત્ઠો ચીતરી મારશે જો જે તું.’

ચિલમનો ઊંડો સુટ્ટો મારતાં ફકીર આગળ બોલ્યો,.
‘આગે ઇસે ભી ઔર બુરે દિન ઔર કઠીન વક્ત આયેગા.. તું હર તરફ સે પરેશાન હો જાયેગા. દિન મેં તારે દીખ જાયેગે.’ ચાનો સબડકો મારતાં ફકીરે કહ્યું.

મિલિન્દનો સ્હેજ ભયભીત ચહેરો જોઇ કેશવે પૂછ્યું,
‘પર બાબા ઐસા કબ તક ચલેગા... કોઈ ઉપાય ?
કેશવનો સવાલ સાંભળીને ફકીર હસવાં લાગ્યો.
‘ઊપાય.. ? મેં ભગવાન થોડીના હૂં. યે સબ તો મહાકાલકા રચાયા માયાજાલ હૈ. યે આદમી ખુદસે જ્યાદા ખાનદાન કે ખ્યાલો મેં રહેતા હૈ. દુઃખી ઈસલીયે હૈ કી દિલ કા સચ્ચા હૈ, ઔર અપને કે લિયે કમ અપનો કે લિયે જ્યાદા જીતા હૈ.’

પરમઆશ્ચર્ય સાથે મિલિન્દે કેશવની સામે જોયું એટલે પાંપણ ઉલાળતાં આંખો પહોળી કરીને સ્મિત કરતાં કેશવે પૂછ્યું,

‘હવે બોલો મિસ્ટર મિલિન્દ. શું કહેવું છે તારું ?’

‘પણ....મારી પ્રકૃતિ અને પરિસ્થિતિનો આને કેમ ખ્યાલ આવે ?
માથું ખંજવાળતા મિલિન્દે પૂછ્યું.

‘કેમ કે તેની પાસે ચા પીવાના પૈસા નથી એટલે સમજ્યો..’
આટલું બોલીને કેશવ ખડખડાટ હસવાં લાગ્યો...

ઊભાં થતાં ફકીર મિલિન્દની સામે જોઇને બોલ્યો..
‘પર કુછ હી મહિનો કે બાદ તુમ એશો-આરામ કી જિંદગી જીને લગોગે. તેરી તકદીરકા સિક્કા પલટને વાલા હૈ.’

‘પર કૈસે ? ઇસકે લિયે ઇસકો ક્યા કરના હોગા, બાબા ?” અધીરાઈથી કેશવે પૂછ્યું.
‘કોઈ લડકી ઇસકી જિંદગી કા ફેંસલા કરેગી.’ ફકીર બોલ્યો..


-વધુ આવતાં અંકે..