Jindgi no Sangharsh - 1 in Gujarati Fiction Stories by Juli Solanki books and stories PDF | જિંદગીનો સંઘર્ષ - ભાગ 1

Featured Books
Categories
Share

જિંદગીનો સંઘર્ષ - ભાગ 1

જિંદગીના સફરમાં જ્યારે એવી વ્યક્તિ આપણા જીવનમાં આવે કે તેનાથી આપણું જીવન સાચા અર્થમાં સાર્થક થયું હોય, ત્યારે જે હાશકારો થાય, તેની અનુભૂતિ અલગ જ હોય છે.આજે આ હાશકારો ધૂલી અનુભવતી હતી.જીન્સ અને ટી-શર્ટમાં ધૂલી ખૂબ સુંદર દેખાતી હતી.પોતાનું બેગ લઇ નાનકડાં લોખંડના દરવાજાને ખોલી બહાર જતી હતી.

" મમ્મી હું નીકળું છું કૉલેજ માટે ." ધૂલીએ તેની મમ્મીને બુમ પાડીને કહ્યું.

" હા " સામેથી પ્રતિભાવ આવ્યો.

ચાલતે ચાલતે જ તે કોઈકને ફોન કરી રહી હતી. રિંગ વાગી તો તરત હૃદયમાં ધક-ધક થયું.તે અલગ જ ખુશી અનુભવતી, છકડા સ્ટેન્ડ પહોંચી.

" હેલ્લો." ધૂલી બોલી.

" હેલ્લો, બોલ નીકળી કે નહીં."ફોનમાંથી કોઈક છોકરાંની અવાજ આવ્યો.

" હા, નીકળી ગઈ. કેટલા વાગે પહોંચશો તમે ? " ધૂલીએ ચાલતાં-ચાલતાં કહ્યું.

" 12 વાગે પહોંચી આવીશ. કૉલેજના ગૅટ પાસે આવજે, હું ફોન કરીશ." સામેથી પ્રત્યુત્તર મળ્યું.

" ભલે " કહી ધૂલી છકડામાં બેઠી.કૉલેજ આવતાં જ ધૂલી તરત કલાસરૂમ તરફ ગઈ.

" હેલ્લો,ગુડ મોર્નિંગ માનસી" પહેલી બેન્ચ પર બેઠેલી માનસીને બોલાવી તેની બાજુમાં બેસી ગઈ.ધૂલીનું ધ્યાન મોબાઈલ તરફ હતું.મૅસેજની વાટ જોતી હતી.ત્યાં અચાનક રિંગ વાગી.

" હેલ્લો હું નીકળો ગયો છું. કલાકમાં ત્યાં પહોંચી આવીશ."

" હા,ચેતલી" ધૂલીએ જવાબ આપ્યો.

" ચેતલી શા માટે બોલાવશ ?? " ધૂલી તેને ચેતલી બોલાવે તો ખૂબ ગુસ્સે થાય.તેનું નામ તો ચેતું હતું.

" તો શું છોટા ચેતું બોલવું??" કહી સ્માઈલવાળું ઇમોજી મૂક્યું.

" ખમ આવા દે મને પછી કહું તને." કહી ચેતું ધૂલીને મળવા નીકળી ગયો.

" ભલે, આવો." કહી પોતાના વર્ગો પૂર્ણ કર્યા ને તરત કલાસમાંથી બહાર નીકળી.ચેતુંને ફોન લગાવ્યો. કારણ કે કલાક થઈ ગઈ હતી.તે પહોંચતો જ હતો.

" ક્યાં પહોંચ્યા? "

" બસ 5 મિનિટમાં પહોંચું છું.તું આવ બહાર ગૅટ પાસે."

" હા આવું છું." કહી તરત બહાર ગઈ.

ચેતું સાથે તેની બાઈક પર બેસીને તેઓ ત્યાંથી નીકળી ઓછી વસ્તી હોય તેવી જગ્યા પર ગયા.

*

ધૂલીની આંખોમાં આંસુ આવી ગયા.ચેતું તેની આંખોમાં આંસું જોઈને પોતે પણ રડી પડ્યો.

" હવે તમે શું કામ રડો છો? તમને ખબર છે ને કે હું તમારી આંખમાં આંસું ન જોઈ શકું." ધુલીએ ચિંતા વ્યક્ત કરી.

" જો તું રડ તો શું મને કઇ ન થાય એમ?"

" એમ નથી કહેતી હું ....! " આંસું લૂછતાં બોલી.

" તો ? "

" આપણા લગ્ન માટે ઘરના માનશે નહિ તો શું કરશું? " ખૂબ જ ગંભીર થઈ ગઈ.

" એક જ પ્રશ્ન છે જો તેમાં મારા ઘરમાં હા થઇ જાય તો એ જ સમય પર લગ્ન નક્કી થઈ જાય." ચેતુંએ કહ્યું.

" હા મારો પ્રશ્ન..." કહેતા ધૂલી રડવા લાગી.એને તેનો ભૂતકાળ યાદ આવી ગયો.

*
શમી સાંજ સૂરજ જાણે સુવાની તૈયારી કરતો હોય , ગામના લોકો ઘરે જાવા દુકાનો બંધ કરતા ની ભગાભાગી ને સાથે નાના છોકરાંઓના રમવાના અવાજ આ બધું થોડું રોમાંચક લાગતું હતું.ધૂલી શેરીમાં મોબાઈલ લઈને બેઠી હતી.

" હાય , હું ચેતું. " અચાનક ઇન્સ્ટાગ્રામ એપમાં મૅસેજ આવ્યો.

" હેલો " ધૂલીએ સામે જવાબ આપ્યો.

" કેમ છો ? " ચેતુંએ કહ્યું.

" બરાબર. તમે ? "

" મજામાં. તમે ક્યાં ગામના છો?" ચેતુએ ધીમે ધીમે વાત શરૂ કરી.

" હું અમદાવાદની છું."

" ઓહહ હું સૂરતનો. નજીક જ છીએ તો ....! " ચેતું એ કહ્યું .

" હા " કહી ધૂલી મોબાઈલ લઈ ઘરમાં ચાલી ગઈ. સમય જતાં ચેતું ને ધૂલી વચ્ચે વાતો વધવા લાગી.એક સમય એવો આવ્યો જ્યાં બંને એકબીજાને સરખા ઓળખતા થઈ ગયા.એકબીજા સાથે બધી જ વાતો મન ખોલીને કરી શકતાં.તેમની જિંદગીમાં એક વળાંક આવવાનો હતો જેની તેમને ખબર નહોતી.