પ્લાસ્ટિકનો સંબંધ...!!
""વન યુઝ પ્લાસ્ટિક પર સરકારે પ્રતિબંધ મુક્યો. ખરેખર પ્લાસ્ટિક પૃથ્વીનો મોટો દુશ્મન છે. આપણા રોજિંદા જીવનને આરામદાયક બનાવવામાં પ્લાસ્ટિકનો મોટો ફાળો છે. પ્લાસ્ટિક મજબૂત એટલું જ હળવું. જેટલું પારદર્શક એટલું જ અતૂટ.. પણ શું કામનું જે આપણા જીવન માટે હાનિકારક હોય એનો ઉપયોગ મર્યાદિત જ કરવો જોઈએ. ધન્યવાદ"'
તાળીઓના ગડગડાટ સાથે સ્ટેજ ઉપરથી ઉતરતા પ્રોફેસર પાઠક જાણે કોઈ મોટા હોદ્દેદાર હોય એવો એમનો રુઆબ . એમની પ્રેરણાત્મક વાતો દરેક નાના મોટા પ્રસંગમાં કોલેજ દ્વારા આયોજિત હોય જ..સભાખંડનો દરેક વિદ્યાર્થી એની વાતો અને એમની શૈલીથી પ્રભાવિત હતો, સિવાય કે 'એ'...!!!!છતાં પણ જાણે સૌથી 'એ 'વધુ ખુશ હોય એમ સીટ પર ઉત્સાહથી તાળીઓ પાડતી હતી. કોઈ ન કહી શકે 'એ 'દિમાગથી ઢોંગ કરે છે કે દિલથી પ્રભાવિત છે.
કાર્યક્રમમાં જમીને ગાડીમાં બેસતાં જ શ્રીમાન પાઠકે સિગારેટ જલાવી. ડ્રાઈવરને જલ્દી ગાડી ચલાવવા કહ્યું. ઇશારાથી 'એને પણ સાથે બેસવા કહ્યું. ગુસ્સો ના કરે એ બીકે ' એ' ઝડપથી બેસી ગઈ.
""હાશ, માંડ કાર્યક્રમ પત્યો .. હવે કંટાળો આવે..ભાષણો આપી આપી ને.." મી.પાઠકે કહ્યું
"કાંઈ નહિ આજે સારું બોલ્યા, જોયું નહિ આખો હોલ તાળીઓથી ગુંજતો હતો. તમારાથી વિદ્યાર્થીઓ ઘણા પ્રભાવિત છે.."
""નિવૃત્તિ પછી પણ આવી રીતે લોકો પ્રભાવિત થાય એટલે ગમે જ હો. પણ આ લોકો ટોપિક જ એવાં આપે એટલે મને કમને બોલવું પડે.."
"લે એમાં શું ? ટોપિક સારો જ હતો પ્લાસ્ટિકનો વપરાશ નુકસાનકારક તો છે ""
"એના ફાયદા પણ એટલા જ છે. પ્લાસ્ટિક હળવું , જલ્દી તૂટે નહિ એવું, લાંબો સમય સુધી એવુંને એવું ટકેલું, તો પણ દેખાવે મજબૂત કેટલું...""
""પાઠક ,બિલકુલ આપણાં સંબંધ જેવું.. જિંદગીના લાંબા સમય સુધી ટકેલા , હળવા અને જલ્દી તૂટે નહિ એવા પણ મને ...કમને જોડાયેલા ""
" સમાજમાં રહેવું એટલે થોડુંક છુપાવવું રહ્યું...""
"અરે 20 વર્ષે થોડું કહેવું પડે. લો આવી ગયું તમારું ઘર પાઠક ""
"બાય લવ યુ જાન... ડ્રાઈવર મેમને એમના ઘરે ડ્રોપ કરી દેજે.."
"બાય ....!એક નિસાસા સાથે તેણીએ બાય કહ્યું.
ગાડીમાં કાચની બહાર જોતી એ ઉલતી દિશામાં જતા વૃક્ષોની જેમ જિંદગીના પડાવમાં ઉલતી દિશામાં વિચારોમાં ખોવાઇ ગઈ. ઘણું હોવા છતાં કાંઈ નથી. પાઠક સાથે મુલાકત સાચો પ્રેમ પણ છતાં ખૂટતું હતું કાંઈક ,એ કંઈક બીજું કાંઈ નહિ પણ સંબંધનું નામ....!!
પાઠક તો એની લાઈફમાં સેટ હતો અને છતાં હું એને સાચો પ્રેમ કરવા લાગી અને કરું જ છું. કલીગ કરતા પણ મને વધુ સાચવી અને સાચવે છે છતાં સંબંધનું નામ નથી કંઈ .. આજના એના પ્લાસ્ટિક વિશેના લેક્ચરમાં જિંદગીના અંતિમ પડાવમાં મળી ગયું પાઠક સાથે આપણાં સંબંધનું નામ....!!
""પ્લાસ્ટિકનો સંબંધ" પ્લાસ્ટિકની જેમ કેટલા મજબૂત, હળવા એકબીજાના દિલ પારદર્શક પણ સમાજ પરિવાર માટે તો હાનિકારક જ...!
"મેમ તમારું ઘર આવી ગયું.". ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા વિચારોના વમળમાંથી બહાર આવી કીર્તિ પોતાના ઘરનો ગેટ ખોલવા લાગી....!!!!!
(((સમાજમાં ઘરના ગેટ ઘણી સ્ત્રીઓ માટે ખુલ્લા હોય તો ઘણી સ્ત્રીઓ માટે બંધ.. રીતરિવાજ, જૂની પ્રથામાં બંધાવાનું ના પસંદ કરતી સ્ત્રી, સાચા - ખોટા સંબંધમાં અર્ધ પારદર્શક પડદો ધરાવે છે. જીવન પ્રવાહમાં હોડી લઈ આગળ વધતી સ્ત્રી જ્યારે એકલપંડે પ્રવાસ ખેડે ત્યારે કોઈ હલેસાનો સહારો લે છે ,તો કોઈ પવનના પ્રવેગે આગળ વધે ..પણ કોઈ તો સહારો જોઈએ જ....!!;ભલે એ સબંધનું નામ હોય કે ના હોય ...!!,ભલે એ સબંધ લાગણીનો હોય કે પ્લાસ્ટીકનો .....!!નિભાવે જરૂર છે...
""મધદરિયે તૂફાને હિલોળે ઘૂમતી નાવને મળે સહારો કોઈ દિવાદાંડીનો,
વેહતા જીવનના પ્રવાહે ,જેવો મારા જીવનમાં તારી લાગણીનો....!!
શું સાચું ...શું ખોટું એ ભેદરેખામાં હું શું કામ પડું,??
હું તારી તું મારી ..ઓથે ચાલ્યો સંગાથનો સથવારો.!!"""
written by ... નેન્સી અગ્રાવત