इश्क है या इबादत
अब कुछ समझ नहीं आता ।
एकक खुबसूरत खयाल हो तुम
जो दिल से नहीं जाता ।।
"ભાઇજાન આજકાલ તો શાયર બની ગયા છે." અયાને સમીરની બાજુમાં બેસતાં કહ્યું. સમીરે કહ્યું, "અરે અયાન! એવું કંઈ નથી. આતો કાલે વોટ્સએપમાં વાંચી હતી; સારી લાગી એટલે બોલ્યો." અયાન બોલ્યો, "સમીર... તું મારો જીગરજાન દોસ્ત છે, atlist મારી સામે તો સાચું બોલ. by the way તું આ શાયરી કોના માટે બોલ્યો?" સમીર થોડો અચકાતાં બોલ્યો, "યાસ્મીન માટે!" "ઓહો...! તો બેગમ નું નામ યાસ્મીન છે." અયાન સમીરને ચીડવતા બોલ્યો. સમીર બોલ્યો, "બેગમ બનશે કે નહીં; એ તો ખબર નથી, પણ હા! મારો સફેદ ઇશ્ક છે, એ ખબર છે." અયાન આશ્વર્ય સાથે બોલ્યો, "ઓ.. ભાઇજાન! આ સફેદ ઇશ્ક શું છે?" સમીર તેને સમજાવતા બોલ્યો, "સફેદ ઇશ્ક એટલે જેમાં કોઈ સ્વાર્થ નથી. જેમાં પોતાનાં પાર્ટનર સિવાય બીજા કોઈનો રંગ ચડતો નથી. જે પોતાનાં પાર્ટનર માટે રિસ્પેક્ટ, પ્રેમ અને વિશ્વાસ દર્શાવે છે. શુદ્ધ ચરિત્ર દર્શાવે છે." અયાન સમીરને ટોન્ટ મારતાં બોલ્યો, "ઓહો... તારો સફેદ ઇશ્ક તો ખૂબ વધારે શરતો ધરાવે છે. તને શું લાગે છે, તને તારો સફેદ ઇશ્ક મળશે ?" સમીર બોલ્યો, "મળી તો જશે, પણ હું તેને પામી શકીશ, મારો બનાવી શકીશ કે નહીં એ ખબર નથી." અયાન બોલ્યો, "તારી આ સફેદ ઇશ્કની ફિલોસોફી પછી કયારેક સંભળાવજે, અત્યારે આપણે આઈશા મેડમનાં ફિલોસોફીનાં લેક્ચરમાં જઈએ. નહિતર પછી એમની ફિલોસોફી સાંભળવી પડશે." સમીર બોલ્યો, "હા ચાલ... એમ પણ તને મારી ફિલોસોફી તો નહી સમજાય, ચાલ!" સમીર અને અયાન લેક્ચર એટેઇન કરવા ચાલ્યાં ગયાં.
કૉલેજમાંથી લેક્ચર પૂરાં થયાં પછી યાસ્મીન તેની બહેન નૂર સાથે પોતાના ઘર તરફ જઈ રહી હતી. તેઓ કૉલેજની પાછળનાં રસ્તાથી જઇ રહ્યાં હતાં. તેમનાં ઘર તરફ એ જ રસ્તાથી જવાતું અને તે રસ્તો હમેશાં સૂમસાન રહેતો. તેઓ ચાલતાં હતાં ત્યાં તેમનાં કલાસમેટ અસિમે તેમનો રસ્તો રોક્યો અને તે બાઈકમાંથી ઊતરીને યાસ્મીનને જોઇને બોલ્યો, "ઓ... હુસ્નપરી! ચાલ હું તને ઘરે મુકી જાવ. ચાલ મારી બાઈક પાછળ બેસી જા. તારી બહેનને મારો જીગરી મૂકી જશે." યાસ્મીન ગુસ્સામાં બોલી, "અસિમ! મેં તને કેટલી વાર કહ્યું છે કે તું મારો પીછો છોડી દે." અસિમ યાસ્મીનની નજીક જતાં બોલ્યો, "યાસ્મીન! તું આ શું બોલે છે? તું જાણે છે ને કે હું તને પ્રેમ કરું છું." યાસ્મીન અસીમથી દૂર જવા પોતાનાં પગલાં પાછળ લેતાં બોલી, "અસિમ! પ્રેમ માત્ર ખૂબસૂરતી જોઇને ન થાય. પ્રેમ દિલથી થાય. મને ખબર છે કે તું માત્ર મારી ખૂબસૂરતી નો દિવાનો છે." આટલું બોલી યાસ્મીન તેની બહેન સાથે ત્યાંથી આગળ ચાલવાં લાગી. અસિમ બોલ્યો, "અત્યારે નહિ તો પછી કયારેક! તારે આવવાનું તો મારી જ પાસે છે. કેટલાં દિવસ મારાથી દૂર રહીશ. તું મારી નહિ થાય તો હું તને બીજાંની પણ નહિ થવા દઉં." યાસ્મીન અને નૂર તેની વાતો પર ધ્યાન ન આપતા પોતાનાં ઘર તરફ જવા લાગી.
સાંજે યાસ્મીન પોતાનાં ભીનાં વાળ સૂકવતી બારી પાસે ઊભી રહીને સૂર્યાસ્તને જોઈ રહી હતી. તેના ચહેરા પર અનોખું તેજ હતું. તેની મુસ્કાન જો કોઈ જોઈ જાય તો પેલી નજરમાં તેનો દીવાનો થઇ જાય. બહારથી આવતો ઠંડો પવન યાસ્મીનનાં વાળને તેનાં ચહેરાં પર ફેરવતો હતો અને યાસ્મીન વાળને પાછા પોતાનાં કાનની પાછળ મોકલી દેતી.
નૂર કોફીનો કપ લઈને યાસ્મીન પાસે આવી અને તેને કપ આપતાં બોલી, "સહેઝાદી...! કોનાં ખ્યાલોમાં ખોવાયેલા છો?" યાસ્મીન શરમાતાં બોલી, "હું તો મારાં સહેઝાદાનાં ખ્યાલોમાં છું." નૂર યાસ્મીનને છેડતાં બોલી, "અને કોણ છે તમારાં ખ્વાબોંનો શહેનશાહ ? યાસ્મીન બોલી, "સમીરરરર..." નૂર બોલી, "ઓહો... તો મારો શક આજે હકીકત બની ગયો છે." યાસ્મીન નૂરનો હાથ પકડીને બોલી, "તને ખબર છે? સમીરમાં મને મારો સફેદ ઇશ્ક દેખાય છે." નૂર બોલી, "હવે આ સફેદ ઇશ્ક શું છે?" યાસ્મીન બોલી, "હવે એ હું તને પછી કયારેક કહીશ". યાસ્મીનની કોફી પૂરી થઈ ગઈ હતી, તે પોતાનો કપ લઈને કિચનમાં જાય છે.
રોઝા પૂરાં થયાં પછી આજે સૌ જેની આતરતાપૂર્વક રાહ જોતાં હતાં તે દિવસ એટલે કે ઈદનો દિવસ હતો. યાસ્મીન આજે બુરખામાં સજીને કોલેજે ગઇ હતી. સમીર પણ આજે કુર્તો અને પજામો પહેરીને કોલેજે ગયો હતો. સમીરે યસ્મીનને જોઈ; તેનો ચહેરો બુરખામાં છુપાયેલો હતો પણ તેની આંખો જોઈને સમીર દીવાનો થઇ ગયો હતો. કૉલેજનાં લેક્ચર પૂરાં થયાં પછી યાસ્મીન અને સમીર કૉલેજનાં કેન્ટીનમાં મળ્યાં. યાસ્મીને પોતાનો ચહેરો જે બુરખામાં છુપાયેલો હતો તેને ખોલ્યો. સમીર થોડી વાર તો પોતાના હોંશ જ ખોઈ બેઠો. યાસ્મીન સમીરનો હાથ પકડતા બોલી, "સમીર! ક્યાં ખોવાઈ ગયો ?" સમીર બોલ્યો, "ઈદનાં આ ખૂબસૂરત ચાંદમાં !" યાસ્મીન બોલી, "શું તું પણ! અચ્છા, તે મને કંઈક કહેવા અહીંયા બોલાવી હતી." સમીર બોલ્યો, "હા... આજે ઈદ પર હું તને મારા દિલની વાત કહેવા માંગું છું." આ સાંભળી યાસ્મીન થોડી શરમાવવા લાગી. સમીર બોલ્યો,
"तुझे देखे बिना तेरी तस्वीर बना दूं,
तुझे मिले बिना तेरा हाल बता दूं।
मेरी मोहब्बत में इतना दम है कि,
तेरी आंखों के आंसू अपनी आंखों से गिरा दूं।।"
સમીરની વાત સાંભળી યાસ્મીન સમજી ગઇ હતી કે સમીર સુ કહેવા માંગે છે, છતાં પણ તે સમીરનાં મોઢેથી સાંભળવા માંગતી હતી. યાસ્મીન બોલી, "સમીર તું શું કહેવા માંગે છે. please જે કહેવું હોય તે સીધે સીધું કહી દે." સમીર થોડીવાર અચકાયા પછી બોલ્યો, "I Love You, યાસ્મીન. તું જ મારી સફેદ ઇશ્ક છે." યાસ્મીન પણ સમીરને પ્રેમ તો કરતી જ હતી પણ તે સમીરનાં મોઢેથી પોતે પણ સમીરનો સફેદ ઇશ્ક છે એ સાંભળી તે સમીરને આવેગથી ભેટી પડી અને બોલી, "I Love You Too સમીર, તું પણ મારો સફેદ ઇશ્ક છે." સમીર યાસ્મીનનાં મોઢેથી સફેદ ઈશ્ક સાંભળી અને બોલ્યો, "તું પણ મારી જેમ સફેદ ઇશ્કમાં માને છે." યાસ્મીન બોલી, "હા..! આ સફેદ ઈશ્ક ની ફિલોસોફી મેં તારી પાસેથી જ જાણી છે." સમીર આશ્ચર્ય સાથે બોલ્યો, "મારી પાસે થી? પણ મેં તો આ વાત તને ક્યારેય જ નથી, તો પછી કેમ???" યાસ્મીન બોલી, "અરે... બસ બસ. તું તારા મગજ પર આટલું બધું જોર ના કર. હું તને કહું છું. એક વખત જ્યારે આપનો હિસ્ટરીનો લેક્ચર પૂરો થયો, ત્યારે બધાં ક્લાસમાંથી ચાલ્યાં ગયાં. માત્ર આપણે બે જ ક્લાસ માં હતાં. થોડીવાર પછી તું પણ ઉભો થઈને ડસ્ટબીનમાં એક પેપર નો ડૂચો ફેંકીને ક્લાસમાંથી ચાલ્યો ગયો હતો. પછી મેં તે પેપર કાઢી ને વાંચ્યું હતું, એમાં જ હતી તારી સફેદ ઇશ્કની ફિલોસોફી." સમીર બોલ્યો, "અરે... હું પણ કેટલો બુદ્ધુ છું. જે પણ થયું સારું થયું." યાસ્મીન બોલી, "ચાલ! હવે હું નીકળીશ. નૂર મારી રાહ જુએ છે. આપણે કાલે મળીશું. Ok. Bye"
સમીર પણ ઉદાસ ચહેરા સાથે બોલ્યો, "Okkk. Bye". યાસ્મીન બોલી, "અરે, તું ઉદાસ કેમ થાય છે? આપણે કાલે મળશું જ. હું તને અત્યારે છૂટો કરું છું. હંમેશા માટે તને છોડીને નથી જતી. એક વાર આપણા નિકાહ થઈ જાય પછી તો તને ક્યાંય નહી જવાં દઉં." સમીર થોડી શરારતી અદા સાથે યાસ્મીનને પોતાની તરફ ખેંચીને બોલ્યો, "અચ્છા...તો બેગમ નિકાહ સુધી પહોંચી ગયા છે. સારું છે." યાસ્મીન બોલી, "સારું ચાલ, હવે મને જવા દે. લેટ થાય છે.Bye." સમીર હસીને બોલ્યો, "Bye".
યાસ્મીન અને નૂર કોલેજની પાછળનાં રસ્તાથી ઘરે જઈ રહ્યાં હતાં. અચાનક તેની સામે અસિમ આવી ગયો અને બોલ્યો, "આજે તો મેં સાંભળી લીધી, તારી અને સમીરની પ્રેમકથા. આજે તો હું તને મારી બનાવીને જ રહીશ. તું મારી ન થઈ તો તને બીજા કોઈની પણ નહીં થવા દઉં." આટલું બોલી અસિમ યાસ્મીન તરફ આગળ વધવા લાગ્યો. યાસ્મીન બોલી, "નૂર...! ભાગ જલ્દી. આ શેતાન છે." આટલું બોલી યાસ્મીન અને નૂર ભાગવા લાગી. અસિમ પણ તેમની પાછળ ભાગવા લાગ્યો.
નૂરનાં પગમાં પથ્થર વાગી ગયો. તે પડી ગઇ. યાસ્મીન તેને ઊભી કરવા લાગી. નૂર બોલી, "યાસ્મીન! તમે ભાગો હું મારી જાતને સંભાળી લઈશ. યાસ્મીન ભાગવા લાગી. અસિમ નૂર પાસે પહોંચી ગયો. નૂર અને અસિમ વચ્ચે અથડાણ થઇ. નૂરે અસિમનાં પગમાં પથ્થર મારી દીધો. અસિમને ખૂબ પીડા થવાં લાગી. તેને ગુસ્સામાં નૂરનાં માથામાં પથ્થર મારી દીધો. નૂર પથ્થરનાં વારથી બેભાન થઇ ગઇ. તે ફરી લંગડાતો લંગડાતો યાસ્મીન પાછળ ભાગવા લાગ્યો.
યાસ્મીન હવે ભાગી શકે તેમ ન હતી. તેને થોડી દૂર એક ઘર દેખાયું. તે ઘર ઘણાં સમયથી બંધ હોય એવું લાગતું હતું. યાસ્મીન દોડીને તે ઘરમાં ચાલી ગઇ. તેણે ઘરમાં જઈ દરવાજો અંદરથી બંધ કરી દીધો. અસિમ તેને જોઈ ગયો હતો. અસિમ પણ તેની પાછળ તે ઘર તરફ દોડ્યો. તે જોર જોરથી દરવાજો ખખડાવવા લાગ્યો. અસિમ બોલ્યો, "યાસ્મીન... દરવાજો ખોલી દે. નહિતર હું દરવાજો તોડી નાખીશ." યાસ્મીનને લાગતું હતું કે તે હવે પોતાને આ શેતાનથી નહિ બચાવી શકે. જેમ જેમ અસિમ દરવાજો ખખડાવતો હતો, તેમ તેમ યાસ્મીનનાં શ્વાસની ગતિ વધી રહી હતી.
યાસ્મીને પોતાનો મોબાઇલ કાઢયો અને તેણે સમીરને કૉલ કર્યો. તે સમીરને 10 કૉલ કરી ચૂકી હતી, પણ સમીરનો ફોન out of coverage area આવતો હતો. તે રડવા લાગી. તેણે સમીરને મેસેજ કર્યો, "સમીર... આપણો ક્લાસમેટ અસિમ મારી પાછળ છેલ્લાં ઘણાં સમયથી પડ્યો છે. આજે તેણે આપણી વાતો સાંભળી લીધી હતી. તે શેતાન બની ગયો છે. તે મારી ખૂબસૂરતી પાછળ પાગલ થઈ ગયો છે. તે મારાં શરીરને પામવા માંગે છે. મને નથી લાગતું કે હું હવે તેનાથી બચી શકીશ. એટલે હું હવે આ દુનિયામાંથી વિદાઈ લઈ લઉં છું. હું નથી ઈચ્છતી કે આપણા સફેદ ઇશ્ક પર આ શેતાન ની શેતાનીયતનાં કાળા ડાઘ પડે. તું હમેશાં મારો જ છે અને હું હમેશાં તારી છું. ખુદાએ ઈચ્છયું તો આવતાં જન્મમાં હું તારી બનીને આવીશ. જેમ મેં આપણા સફેદ ઇશ્ક પર ડાઘ ન પડવા દીધા એમ તું પણ આપણા સફેદ ઇશ્ક પર ડાઘ ન પડવા દેતો. Good Bye. તારો સફેદ ઇશ્ક...યાસ્મીન." આટલું લખી યાસ્મીને આત્મહત્યા કરી લીધી. અસિમે દરવાજો તોડી નાખ્યો. તે યાસ્મીનને મૃત હાલતમાં જોઈને ત્યાંથી નીકળી ગયો.
યાસ્મીનનો મેસેજ જ્યાં સુધી સમીરને મળ્યો ત્યાં સુધી ખૂબ વધારે મોડું થઇ ગયું હતું. યાસ્મીનનો મેસેજ જોઈ સમીર રડવા લાગ્યો. તે સાવ તૂટી ગયો હતો. ઈદનાં પવિત્ર દિવસે સમીરનાં જીવનમાં આવી ઘટના બની હતી.
......તો કેવી લાગી તમને યાસ્મીન અને સમીરના સફેદ ઇશ્કની વાર્તા ? કૉમેન્ટમાં જણાવજો જરૂર.