atith in Gujarati Short Stories by Setu books and stories PDF | અતીત

The Author
Featured Books
  • नशे की रात - भाग - 2

    अनामिका ने अपने पापा मम्मी को इस तरह कभी नहीं देखा था कि मम्...

  • अनोखा विवाह - 7

    अनिकेत आप शादी के बाद के फैसले लेने के लिए बाध्य हैं पहले के...

  • अनामिका - 4

    सूरज के जीवन में बदलाव की कहानी हर उस इंसान के लिए है जो कभी...

  • इश्क दा मारा - 35

    गीतिका की बात सुन कर उसकी बुआ जी बोलती है, "बेटा परेशान क्यो...

  • I Hate Love - 4

    कल हमने पढ़ा था कि अंश गुस्से में उसे कर में बैठा उसे घर की...

Categories
Share

અતીત

ભીડ ઘણી હતી, જ્યાં જૂઓ ત્યાં જનમેદની જ ઉભરાતી હતી. રાતની એ વેળા પરથી જણાય જ નહિ કે રાતના અગિયાર વાગી ગયા હશે, સવાર જેવી સ્ફૂર્તિ જણાઈ રહી હતી! ઠંડીનો માહોલ પણ એ મેળવલામાં ગરમી છવાઈ હતી...એવી ગરમી જે કઈક નવું જોવાની, નવા વર્ષના આગમાંનની રાહ જોવાની, ખાણીપીણીના પ્રસંગની, દોસ્તોની ટોળીઓની, સામૂહિક સહકારનો! કાંકરિયા કાર્નિવલ એટલે અમદાવાદીઓનું ક્રિસમસ સેલબ્રેશન કરતાં અમદાવાદનો અસલી રંગ જોવાનો મોકો! પૂરા ગુજરાતના નજરાણા જોવા માટેનો એક એવો પ્રસંગ જ્યાં પાંચ દિવસ પણ ઓછા પડી જાય!


એવી ચિક્કાર ભીડમાં સુરભિ સૌરભ સાથે અચાનક ટકરાઈ ગઈ, એ ટક્કર એવી થઈ ગઈ કે બન્ને સીધા સાત વર્ષના છેવાડે યાદો પહોંચી ગઈ! બન્ને એકબીજાને જોઈએ એકદમ સુન્ન થઈ ગયા, અચાનક આવી રીતે એટલી ભીડમાં મળી જવું એ એક કાયનાત હતી!


બન્નેની આંખોએ માત્ર એક જ સવાલ પૂછ્યો, " તું અહીં???"


બન્નેના હરખનો પાર ન રહ્યો, પણ આજે એ હરખને એ જાહેર ના કરી શક્યા, આજે બન્નેના જીવનમાં નવા પાત્રો હતા જે એમની જીંદગી હતા, આજે એમને એકબીજા પ્રત્યે કોઈ હક નહોતો છતાંય મૌન આંખો હક કરવા માંગતી હતી,પણ અફસોસ આજે બહુ જ મોડું થઈ ગયું હતું!


સાતેક વર્ષ પહેલાં સુરભિ અમદાવાદ આવેલી સૌરભને જોવા, સુરભિના મામાએ એના લગ્ન માટે સૌરભને પસંદ કરેલો. એમની પહેલી મુલાકાત કાંકરિયામાં જ થઈ હતી અને બંને એ અહીંની પાળીઓ પર જ સપ્તપદી ફેરા લેવા માટે વચન આપી દીધા હતા, એક બીજાને દિલ આપી ચૂકેલા બેમાંથી એકેયને ખબર નહોતી કે એ માત્ર એમના માનસ્મૃતિ પર ચિત્રાઈને જ રહી જવાનું છે!


ત્રણ ચાર દિવસની મુલાકાતમાં એમણે આખી જિંદગી એકબીજાને સમર્પિત કરી નાખેલી, કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે સંજોગો એમને અચાનક દૂર કરી નાખશે!


સૌરભના પપ્પાને ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ હતો, અને સૌરભે પણ એમાં જ મંડાણ કરેલાં, એને અવારનવાર ધંધાર્થે બહારગામ જવાનું થતું, સુરભિના મળ્યાના પાંચમે દિવસે એને બર્લિન જવાનું થયું, અચાનક જવાનું થયું એને સવારે પાંચ વાગ્યાની ફલાઇટમાં સૌ મૂકવા પણ ગયા, પણ એમને પ્રેમના પર્વમા તોફાન આવી ગયું, સૌરભ જે ફલાઇટમાં નીકળ્યો એ ક્રેશ થઈ ગઈ અને બહુ શોધખોળ છતાં એની કોઈ ભાળ ના મળી, સૌ એ સ્વીકારી લીધું કે ઈશ્વરની ઈચ્છા એ જ હશે!


એનો આઘાત સુરભિના બહુ જ લાગ્યો, એને ત્રણ મહિના સુધી ભાન પણ નહોતું, પણ છેવટે સૌની સમજાવટ સાથે એને એનું મન મનાવી રોશન સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધું અને રાજકોટમાં એ સેટ થઈ ગઈ પણ એને મનમાંથી સૌરભ હજી સુધી જીવતો જ હતો.


સુરભિના લગ્નને બે વર્ષ બાદ સૌરભ જીવિત હાલતમાં એને ઘર અમદાવાદ આવ્યો, એને એ અકસ્માતમાંથી બચીને આવતાં બહુ વાર થઈ ગઈ હતી, આવતાની સાથે એને સુરભિના સમાચાર મળ્યાં,એને એની હયાત જીવનમાં ખલેલ પહોંચાડવું યોગ્ય ન લાગ્યું, એટલે એને સુરભિના ફરી વાર ના મળ્યો, અને માયા સાથે જીવન શરૂ કર્યું.


. પણ આજે એમની મુલાકાત આવી રીતે અજાણતામાં અજનબી બનીને થઈ એ બન્ને માટે એક દર્દનાક હતું, જિંદગીએ એમને આવી રીતે દૂર કર્યા અને પાછા સામસામે લાવવાનો શું મતલબ?


પહેલી મુલાકાત આજે બન્નેની આંખની સામે રમતી થઈ ગઈ, વર્ષો બાદ આજે એ જૂની મુલાકાત તાજા થઈ ગઈ, બન્નેની એ રંગીન મુલાકાતમાં નવી પરોઢ હતી, પણ પરોઢ થતાં પહેલાં એમાં ગ્રહણ લાગી જશે એ ક્યાં ખબર હતી એમને? નાનકડી પણ જીવનની એ મુલાકાતમાં એટલી બધી આશાઓ હતી પણ એ એક સપનું બનીને રહી ગઈ.
સુરભિ અને સૌરભ આજે એકબીજાને ઓળખાતા હોવા છતાં સાવ અજનબી બનીને રહી ગયા! વીતેલા વર્ષો અને જીંદગીને ન્યાય આપીને એકબીજાને હેમખેમ જોઈને માત્ર મનમાં ઈશ્વરનો આભાર માની, વીતેલાં અતિતને સપનું સમજી એકબીજાના જીવનસાથીનો હાથ પકડીને એ ભીડમાં ખોવાઈ ગયા.