In a relationship, marriage initiatives - 5 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 5

Featured Books
Categories
Share

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 5

5

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. ભૂતકાળમાં બંને ના સંબંધની વાત થાય છે. બંને પરિવારોની જેમ જ બંને છોકરા-છોકરીને પણ સંબંધ બહુ જ ગમે છે. નિસંકોચ થી નયન પણ અનન્યા ને કહી દે છે કે એને પ્યારને ટ્રાય કરવા માટે એક છોકરીને પ્યાર માટે હા કહેલી! અનન્યા આ વાતથી હસી પડે છે. નયન એની સાળીના જવાબમાં પણ કહે છે કે મને તારી બહેન બહુ જ ગમે છે. એ દિવસથી એ બંને લોકો રોજ કોલ કરીને લાંબી વાતો કરતા હતા. પણ એક દિવસે અચાનક જ અનન્યા વાતવાતમાં ગુસ્સે થઈ ને કોલ પર વાત કરતી તો નયને એને મૂડ ના હોય તો વાત નહિ કરવા કહ્યું, જેવું એને ના કહ્યું તો એને ફોન કટ કરીને સાયલંટ કરી બેડ પર પછડાયો.

હવે આગળ: સવારે જ્યારે નયને ફોન ઓપન કર્યો તો અનન્યા ના કાલના અને આજે જ સવારના થઈને પચ્ચીસ થી ઉપર મિસ કોલ્સ હતા. એવું પણ નહોતું કે એને વાઇબ્રેશન નહોતું સંભળાતું, પણ જો કોલ્સ રીસિવ જ કરવા હોત તો એ ફોનને સાયલંટ પર ના મૂકતો.

લાઇફમાં અમુકવાર આપને એટલા બધાં અકળાઈ જતાં હોઈએ છીએ કે આપને પણ ખુદ જ મોબાઈલની જેમ સાયલન્ટ થઈ જવા માગતાં હોઈએ છીએ. થાકી જતાં હોઈએ છીએ, સૌને સાબિત કરી કરી ને?! અને જો ખાસ વ્યક્તિ ને પણ સફાઈ આપવી પડે તો એ બહુ જ વિચિત્ર લાગે છે. ખાસ વ્યક્તિ તો જાતે જ બધું સમજી જાય છે તો એને થોડી કઈ કહેવાનું હોય!

એ આગળ કઈ વિચારે એ પહેલાં જ સ્ક્રીન પર અનન્યા નો કોલ આવી રહ્યો હતો. એને કોલ રીસિવ કર્યો.

"ફોન કેમ નહિ ઉપાડતા?! કેટલા બધા કોલ કર્યા ખબર પડે છે!" નારાજગીથી ભરેલા શબ્દો નયનને સંભળાઇ રહ્યા હતા.

"અરે બાબા... ફોન સાયલંટ પર હતો... અને તારે જ તો વાત નહોતી કરવી. તને તો ખબર જ છે ને મારે દોસ્તોના કેટલા બધા કોલ્સ આવે છે... એટલે જ ફોન સાયલંટ..." એની વાત અડધેથી કાપતા જ અનન્યા એ કહેવા માંડ્યું - "હા તો ના કહીશ તો નહિ કરવાની વાત કઈ? હું કેટલી ટેન્શનમાં હતી... આખી રાત ઊંઘ નહિ આવી. કેટલું બધું વિચાર વિચાર કરતી હતી..."

"સોરી... ભૂલ મારી છે!" કેટલું સહેલું હતું આ વ્યક્તિ માટે પોતાની ભૂલ ના હોવા છત્તા પણ માફી માંગવું! વ્યક્તિ જ્યારે બધું જ શાંતિથી પતાવવા માગતો હોય તો આમ જ સરળ અને સારો રસ્તો અપનાવે છે. ખુદ ચાહે તો એની પર ગુસ્સો પણ કરી શકતો હતો, પણ એને ગુસ્સો નહોતો કરવો! ગમતી વ્યક્તિ જો ભૂલ પણ કરે તો પણ એને પ્યાર જ કરવું, એ પણ તો સાચા પ્યારની નિશાની હોય છે ને. ગમતી વ્યક્તિ દુઃખી ના થાય એ માટે ખુદ ભલેને ગમે એટલું દુઃખ સહન કરી લેવા વ્યક્તિ તત્પર હોય છે!

"અરે... એવું ના કહેશો... ભૂલ મારી જ છે..." અનન્યા એ કહ્યું તો એ રડ્યાં વિના ના જ રહી શકી.

"લીસન... વાત આ નહિ... કંઇક બીજું જ છે... હું જાણું ને તને! ચાલ આપણે મળીએ..." નયને કહ્યું.

"હા... આજે જ હમણાં જ!" અનન્યા એ આંસુઓ લૂછતાં કહ્યું.

"અરે! બપોરે આવીશ લેવા... હમણાં જમી લે..." નયને એવી રીતે કહ્યું જાણે કે કઈ થયું જ ના હોય! એ વાતને જેમ બને એમ નોર્મલી સમાપન કરવા માગતો હતો. વાતને વધારીને પણ કોઈ મતલબ નહોતો.

વધુ આવતા અંકે...