the starting of relationship after marriage - 4 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 4

Featured Books
Categories
Share

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 4

4

એ દિવસે બધા એ ખૂબ જ મજા કરી. ત્યાં રહેવાનું, જમવાનું બધું હતું તો સિમ્પલ જ પણ આ નવા સંબંધને લીધે બધાની જે ખુશી વધી ગઈ હતી એને જાણે કે બધા પર જાદુ જ કરી દિધો હતો! બધા બહુ જ આનંદમાં હતા. આવા પ્રસંગે ખુશ થવાનું કોઈ ખાસ કારણ ના પણ હોય તો પણ સૌ બહુ જ ખુશી અનુભવવા લાગે છે. મમ્મી પપ્પાને પણ બહું જ આનંદ થતો હોય છે કે ખુદની છોકરી છોકરો આમ લગ્નગ્રંથિથી જોડાશે!

એ પછી તો એ લોકો નિયમિત એકમેકને મળવા લાગ્યા. સાથે જ રહેતા. કોલ પણ એ લોકો એકમેકને બહુ કરતા હતા, પણ જે બે વ્યક્તિનો કોલ બહુ જ લાંબો ચાલતો એ પોતે નયન એને અનન્યા જ હતા! વાત સ્વાભાવિક જ હતી કે બંનેને એકબીજા વિશે જાણવાની ઈચ્છા પણ હતી અને આતુરતા પણ હતી.

એવી જ રીતે એકવાર એ બંને રાત્રે જમીને કોલ પર એકમેકની જાણે કે સામે જ હતા!

"તમારી બહુ જ યાદ આવે છે..." અનન્યા એ કહ્યું તો સામેથી નયને પણ કહ્યું - "યાદ તો મને પણ તારી બહુ આવે છે!"

"એક વાત કહું... હું બહુ જ નસીબદાર છું કે મને તમારા જેવા પતિ મળ્યા!" અનન્યા કહેતી તો નયન પોતાને વધારે નસીબદાર ગણતો! કેટલી આશ્ચર્યની વાત હતી કે નસીબ ને તો કંઇક બીજું જ મંજૂર હતું! જે થવાનું હોય છે, કોણ એની કલ્પના પણ કરી શકે એમ હોય છે?!

એકવાર બંને કોલ જ કરી રહ્યા હતા. બંનેને આખાય દિવસમાં બસ રાતના આ પળનો જ ઇન્તજાર રહેતો હતો.

"એક વાત કહું... તારે વાત ના કરવી હોય તો કઈ નહિ..." નયને કહ્યું તો લાગતું હતું જાણે કે હમણાં જ રડી પડશે!

"કેમ? કોઈ બીજી સાથે વાત કરવાના છો?" અનન્યા એ પૂછ્યું.

"ના... આજે તારો મૂડ ખરાબ લાગે છે... હું તારા મૂડને વધારે ખરાબ નહિ કરવા માંગતો!" નયને કહ્યું.

ખરેખર તો આટલી વાતચીતમાં આજે અનન્યા કેટલીય વાર ગુસ્સાથી બોલી ગઈ હતી. એની વાતોમાં બહુ જ નારાજગી વર્તાતી હતી. આખરે નયને કહેવું જ પડેલું! હા, સામેથી કહી દે એ જ તો સારું કહેવાય ને, કારણ કે મૂડ વગર બંને એકબીજા સાથે વાત કરે તો બંનેને મજા ના આવે, એનાથી સારું તો એ જ ને કે બંને વાત જ ના કરે.

"જો વાત ના જ કરવી હોય તો ના કહી દે..." નયને કહ્યું તો અનન્યાનાં "ના" કહેવાની સાથે જ એને કોલ કટ કરી દિધો. ફોનને સાયલંટ કરી ને એ બેડ પર જઈને પછડાયો.

હા, તો બરાબર જ તો એને કર્યું હતું ને?! કેવી રીતે એ જબરદસ્તીથી એની સાથે વાત કરતો?! જો ગમતી વ્યક્તિનો મૂડ ખરાબ પણ હોય તો, એને થોડો સમય આપવો એ પણ તો આપની ફરજ હોય છે ને?! સુખનું દરેક પળ જેની સાથે વહેંચ્યું હોય, શું દુઃખ પણ વહેંચવું યોગ્ય નહિ?! આખરે જો ગમતી વ્યક્તિ જ નહિ સમજે તો આખરે કોણ સમજશે?!

નયન ખુદને આશ્વાસનો આપતો હતો અને ખુદને નેગેટિવ વિચારો ના આવે માટે થોડા શાંત દિમાગથી વિચાર કરવા લાગ્યો. આવા સમયમાં નેગેટિવ વિચારો જ સંબંધને હંમેશાં હંમેશાં માટે ખતમ કરી દે છે!

વધુ આવતા અંકે...
                                      
આવતાં એપિસોડસમાં જોશો : કેટલો પ્યાર હતો નયનને અનન્યા માટે કારણ જે કઈ હોય પણ એને આટલી મોટી મુસીબત બસ અનન્યા ની ખુશી માટે જ લીધી હતી!

એ રાતે બંને માટે ઊંઘવું બહુ જ મુશ્કેલ હતું. અનન્યા એ તો કોલ પણ કર્યા હતા. પણ નયન સમજતો હતો કે હવે કહેવા માટે કઈ બાકી જ નહિ. આખરે નસીબ કાલે શું ફેંસલો લેવાનું હતું!