3
કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. એ એને એની સામે પણ જોવાનું ના કહી દે છે! ભૂતકાળમાં બંનેના સંબંધની વાત છેડાવાય છે. બંને પરિવાર વાળા બહુ જ ખુશ છે. બંને છોકરા છોકરી પણ એકમેક સાથે વાત કરે છે. નયન એને સાચું કહી જ દે છે કે પોતે કેવી રીતે એક દિવસ માટે એક છોકરીના પ્રેમને એને સ્વીકાર્યો હતો. પણ હવે એને ડર લાગી રહ્યો છે કે અનન્યા એમ ના સમજી લે કે અનન્યા સાથે પણ એ એવું જ કરશે!
હવે આગળ: "ચિંતા ના કર... તારી સાથે તો એવું નહીં કરું!" નયને પણ હળવેકથી કહ્યું તો અનન્યા એ પણ એક "હમમ..."થી વાત સમજી લેવાનો ઈશારો કર્યો.
"હમમ.." આ એક નાનકડો શબ્દ આજે ફક્ત શબ્દ જ નહિ, પણ નયનને તો જાણે કે લગ્ન કરવાનું લાઇસન્સ જ આજે લાગતો હતો. નવા સંબંધમાં આવા નાના કામમાં પણ ડર લાગતો હોય છે કે સામેવાળી વ્યક્તિ શું વિચારી લેશે?! ખુદને ગલત તો નહિ સમજી લે ને?! ના પાડી દેશે તો?! આટલી સરસ છોકરી ખુદને બીજી મળશે પણ કે નહિ?! આખી લાઈફ ફેમિલી તાણા તો નહિ મારે ને કે કેમ ખુદે આવું કર્યું?!
નવા સંબંધો આવા જ હોય છે, કાચ જેવા. જો કોઈ પણ ચૂક થઈ જાય તો એને ટુકડેટુકડા થતા જરાય વાર નહિ લાગતી. એથી જ તો નયને પણ એની દુવિધા દૂર કરી દીધી હતી. ખુદ એને પણ ખબર હતી કે સંબંધમાં જેટલાં બંને પ્રામાણિક હશે, એટલો જ ગહેરો સંબંધ પણ રહેશે.
વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઘર આવી ગયું કોઈને ખ્યાલ જ ના રહ્યો. બંનેને અઢળક અલગ અલગ વિચારો આવતાં હતા. અમુક ફ્યુચર ને લઈ ને કે અહીં જઈશું, આને મળાવિશું વગેરે વગેરે.
"જીજુ... ચાલોને અમને તો કંઇક ખાવા લઈ જાઓ!" અનન્યા ની નાની બહેને કહ્યું તો થોડીવાર માં તો ત્રણેય એક આઇસ્ક્રીમની લારી એ હતા. હા, એનો નાનો સાળો પણ આવ્યો હતો.
આઈસ્ક્રીમ તો મારે તમારા બહેન સાથે ખાવી હતી.. વાંધો નહિ પણ એ નહિ પણ મારી પ્યારી સાળી તો છે જ ને.. નયન મનમાં જ વિચારી રહ્યો હતો.
"જીજુ... મારી બહેન ગમે તો છે ને!" સાળી એ પૂછ્યું તો નયન શરમાઈ જ ગયો! એણે તો જવાબમાં પણ એવું જ કહી દેવાની ઈચ્છા થઈ જતી હતી કે હા, બહુ જ ગમે છે. એનામાં ના ગમવા જેવું કંઈ છે જ નહિ તો. અને ખુદ એને બહુ જ ખુશ રાખશે.
પણ એનાં શબ્દો હતાં -
"હા... બહુ જ ગમે છે!" એને કહ્યું અને સાળીના બંને ગાલને હથેળીમાં લઈ લીધા. એનાં નાનકડાં જવાબમાં મોટો અર્થ બસ એને ખુદ જ ખબર હતો.
એ પછી તો આવતા આવતા ત્રણેયે ઘણી બધી વાતો કરી હતી. જાણે કે વર્ષોથી એકમેકને જાણતા ના હોય, એમ એમને લાગી રહ્યું હતું.
કેટલું ખુશનુમા વાતાવરણ હતું... પણ હંમેશાં બધું એકજેવું જ થોડું રહે છે! દિવસ પછી રાત આવે જ છે, અંધારું ગમે કે ના ગમે પણ આપને એનો સ્વીકાર કરવો જ પડે છે. બસ એવી જ રીતે સુખ પછી પણ દુઃખ આવતું જ હોય છે. હવાની દરેક લહેર જેમ દિલમાં ગલગલીયા કરી ને આપણને બહુ જ ખુશી આપે છે ત્યારે સમય એવો પણ આવે છે કે ખુલ્લાં આકાશ નીચે પણ આપણને ગૂંગળામણ થવા લાગે છે. એક બહુ જ વિચિત્ર બેચેની દિલ અનુભવે છે. કઈ જ ગમતું નહિ.
વધુ આવતા અંકે...