Ascent Descent - 36 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 36

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 36

પ્રકરણ - ૩૬

કર્તવ્ય ડૉક્ટર માનવ સાથે મિતાલી પેશન્ટના ડિસ્ચાર્જ થયાંની જાણ થતાં તરત જ હોસ્પિટલમાંથી નીકળીને ફટાફટ ગાડીમાં બેઠો. એણે હ આધ્યા લોકોએ લખાવેલું હતું એ એડ્રેસ કોઈને પૂછયું. પણ જાણે કંઈ મેળ જ નહોતું ખાતું. જે એરિયા છે એમાં એવું કંઈ લોકેશન નથી. જે સ્થળો છે એ બીજાં એરિયામાં બતાવે છે. બધાનું કહેવું એવું જ અલગ અલગ દર્શાવી રહ્યું છે.

છતાં હિંમત હાર્યા વિના ફટાફટ એ જગ્યાની પૂછપરછ કરતો એક અંતરિયાળ જગ્યાએ પહોંચ્યો. એ જગ્યા તો કોઈ વિચિત્ર જગ્યા દેખાઈ. એકલો ઔધોગિક વિસ્તાર. એ પણ યોગ્ય એડ્રેસ તો છે જ નહીં. પૂછપરછ પણ કરી પણ એવું કોઈ મિતાલી નામની વ્યક્તિ કે એનું ઘર મળ્યુ જ નહીં. બીજી એક બે જગ્યાએ ફર્યો. પણ કોઈ જાણકારી ન મળી. એ થાકીને ફરી પાછો હોસ્પિટલ તરફ ફરી રહ્યો છે ત્યાં જ એને કંઈ વિચાર આવ્યો. એ થાકીને ઉભો રહ્યો. થોડું મન હળવું કરીને યોગ્ય દીશામાં લાવવા એ નજીકનાં એક બીચની નજીકનાં ગાર્ડન તરફ પહોંચ્યો. સમય બપોરનો છે પણ એ ગાર્ડન હંમેશા ખુલ્લું હોય છે એ એને ખબર કોઈ દ્વારા ખબર છે એટલે ત્યાં પહોચીને એક બેન્ચ પર બેઠો.

એ શાંતિથી બેઠો. એણે આસપાસ નજર કરી તો થોડાં ઘણાં લોકો ગાર્ડનમાં તો આવેલા છે પણ બધાં મોબાઈલમાં મશગૂલ છે. એ વિચારવા લાગ્યો કે દુનિયા બસ આવી જ છે. આજે હું પોતે મોબાઇલ ભૂલી ગયો ત્યારે જ તો મને આ દુનિયા જોવાનો મોકો મલ્યો છે. બસ આપણે આમાં જ રચ્યાં પચ્યા છીએ પણ સાથે જ આજે એક મોબાઈલ ભુલી જવાને લીધે આ સમસ્યા પણ થઈ. પણ હવે એ લોકોને શોધવા કેમ? હું શું કરું હવે? એ વિચારી રહ્યો છે.

બપોરનો સમય હોવાથી ખાસ એટલા લોકો નથી દેખાઈ રહ્યા. એને થયું કે એક રાઉન્ડ મારી લઉં પછી ઘરે જવા નીકળું કદાચ હવે હું કંઈ નહીં કરી શકું. વિચારતો એ થોડો નિરાશ થઈને ચાલવા લાગ્યો. ત્યાં ચાલતાં જ એ આમતેમ જોતો જોતો બધું નીહાળી રહ્યો છે ત્યાં જ એક ઝાડની પાછળ કોઈ છોકરીઓનો અવાજ સંભળાયો. એને કોઈ સહેજ પરીચિત અવાજ જેવું લાગતાં એનાં પગ થંભી ગયાં.

આ બધું કર્તવ્ય ક્યારે કરે નહીં એને કોઈ બીજાની બાબતોમાં આવો વિક્ષેપ કરવાનો રસ ન હોય કે પછી સમય ન જ હોય. પણ આજે કોણ જાણે એનું મન એ દિશામાં જ દોડી રહ્યું છે. એ આજે આ બધું અજીબ રીતે જ દોરાઈને કરી રહ્યો છે કારણ કે મોર્નિંગ વોક સિવાય આમ પબ્લીક ગાર્ડનમાં જવું એ પણ એનાં શિડ્યુલ બહારની વસ્તુ છે. એણે ધીમેથી સાઈડમાંથી એ તરફ જોયું તો ત્રણ ચાર છોકરીઓ ત્યાં હોય એવું લાગી રહ્યું છે. એ લોકો કદાચ કંઈ જમી રહ્યાં છે એવું લાગ્યું. એની એક છોકરી પર નજર ગઈ ત્યાં જ એને જાણે કન્ફર્મ થઈ ગયું હોય એમ એનાં ચહેરા પર સ્મિત આવી ગયું અને હાશકારો થયો. પણ એને થોડીવાર એ તરફ નિરીક્ષણ કર્યું એમની વાતો પણ સાભળી. એને એ નક્કી થયું કે એ લોકો કોઈ ચિતામાં છે. આવી ગાર્ડન જેવી જગ્યાએ પણ કોઈનાં ચહેરા પર મુસ્કાન નથી દેખાઈ રહી. પણ પછી તરત જ ત્યાં એ કોઈને મળ્યાં વિના ધીમેથી ત્યાંથી સરકીને નીકળી ગયો...!

**********

લગભગ અડધો કલાક થયો આધ્યા લોકોએ થોડું બહારથી જમવાનું લાવેલું પતાવી દીધું. બધાં સહેજ નિરાતે બેઠા પણ કોઈનાં ચહેરા પર નિરાત નથી જણાતી. એક ચિંતાની રેખાઓ જાણે એમની આસપાસ ટળી રહી હોય એમ ચારેય મૂઝવણમાં છે.

આધ્યા: " હવે શું કરશું? ક્યાં જશું? આ ગાર્ડન તો માહિતિ મુજબ ચોવીસ કલાક ખુલ્લો હોય છે પણ દિવસ તો નીકળી જશે પણ રાત્રે અહીં કોઈ તપાસ કરવા આવે કે આપણને આમ અહીં જુએ તો? કોઈ ઉલટું કોઈ રીતે આપણે પર શક કરશે તો ક્યાંક બીજી જાળમાં ફસાઈ જઈશું તો? વળી શકીરાના જાસૂસો મને નથી લાગતું કે આપણને એમ છોડી દે. એ કંઈ તો મોકાની રાહમાં હશે જ. બહાર તો કોઈ પણ આપણને જોઈ શકે."

"કોઈ ઘરની તપાસ કરવા પણ ડાયરેક્ટ કોઈ ઘર આપશે નહી અને એડવાન્સ પેમેન્ટ જેટલાં પણ પૂરા પૈસા નથી ત્યાં દલાલી કેમ કરીને આપવી?"

અકીલા નિસાસો નાખતાં બોલી, " વો શકીરાની અકીલા ઈતને સાલો સે સબકુછ મેનેજ કેસે કરતી હોગી? હમ ચાર હોકર ભી... "

" એની પાછળ કોઈ મોટો હાથ છે. વળી જે દુનિયાદારી આ ઉમરે આપણે શીખી હોવી જોઈએ એ આપણને કદાચ પૂરતી ખબર પણ નથી. આપણને એક કોટડીમાં પૂરીને આધુનિક દુનિયાની કોઈ સમજ મળી નથી. આપણો વિકાસ રૂધી નાખ્યો છે."

એટલામાં જ કોઈ એક સાદા સરળ કપડામાં કોઈ સારાં ઘરનો દેખાતો હોય એવો પાત્રીસ ચાલીસ વર્ષનો દેખાતો એક વ્યક્તિ આવ્યો. "એક્સક્લુઝ મી!" કહીને ઉભો રહ્યો.

એ સાથે જ બધાં પોતાની જગ્યાએથી ઉભાં થઈ ગયાં. બધાં હવે આ કોણ હશે એ વિચારવા લાગ્યા કોઈ કંઈ બોલ્યું નહીં.

એ વ્યક્તિ શાંતિથી બોલ્યો, " મેમ ચિંતા ન કરો. હું કોઈને કંઈ નહીં કરું. એક રિક્વેસ્ટ છે કે આપને અમારી પાસે એક ઘર છે એમાં રહેવા આવી શકો છો. તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પછી તમને કોઈ ઘર મળી જાય તો જઈ શકો છો કોઈ ફોર્સ નથી."

બધા વિચારવા લાગ્યાં કે કોઈએ એમની બધી વાતો સાંભળી હશે બાકી કોઈને શું ખબર કે અમે રહેવા માટે ચિતામાં છીએ. પણ આજુબાજુ તો દૂરદૂર સુધી કોઈ બેઠેલું દેખાયું નથી એમને.

આધ્યા બોલી, " પણ તમને કેમ ખબર કે અમારે રહેવા માટે ઘર જોઈએ છે?"

" એ તમે ચિંતા ન કરો. અત્યારે તમારે આરામની વધારે જરૂર છે. મેડમ વિશ્વાસ રાખો. તમે સલામત રહેશો."

સોના કંઈ વિચારીને બોલી, " પણ કોઈ અજાણ્યા પર વિશ્વાસ રાખીને એમ કેમ આવી શકીએ? તમારી ઓળખાણ? કોઈ પરિચય?"

"કોઈ વ્યક્તિ જે ઓળખાણ વિના કોઈની સારવાર માટે આટલું કરી શકે તો તમે ફક્ત વિશ્વાસ પણ ન કરી શકો?"

આધ્યા તરત બોલી, "ક્યાંક આપ કર્તવ્ય મહેતા તો નથી ને?"

" ના મેમ એટલો મહાન બની શકુ એમ તો હું નથી. પણ એમનાં કહેવાથી જ હું આ બધું કહી રહ્યો છું. હું તો ચીટ્ઠીનો ચાકર છું."

બધાં એકબીજાની સામે જોવા લાગ્યા. કે તરત જ એ વ્યક્તિ બોલ્યો, " તમે લોકો વિચારી લો. હું દસ મિનિટ રાહ જોઉં છું. કોઈ ફોર્સ નથી પણ એક નમ્ર વિનંતી છે. કારણ કે આજકાલ જમાનો બહુ ખરાબ છે આમ બહાર રહેવું યોગ્ય નથી. આપને યોગ્ય લાગે તો... " કહીને એ વ્યક્તિ થોડો દૂર જતો રહ્યો.

નેન્સી : " આ બધું આપણા સાથે શું બની રહ્યું છે? કોઈ સ્વપ્ન તો નથી ને? જેનાં નસીબને અને ખુશીને છત્રીસનો આંકડો હોય એને એકાએક આટલી ખુશી મળે તો નસીબ નજર પણ શંકા જાય કે ક્યાંક એની સાથે કોઈ રમત તો નથી રમાઈ રહી ને?"

"એકદમ સાચી વાત. પણ આ વ્યક્તિ આટલું બધું શું કામ કરી રહી છે એ સમજાતું નથી. કોઈ તો કારણ હશે ને? " સોના પોતાની લટ સરખી કરતા બોલી.

"એવું પણ હોઈ શકે. પણ આપણે ફક્ત અત્યારે વિકલ્પ પસંદ કરવાનો છે. આપણી પાસે હાલ બીજો કોઈ વિકલ્પ તો નથી જ વળી એ વ્યક્તિ કોઈ સારી વ્યક્તિ તો હશે જ બાકી કોઈનો ખરાબ ઈરાદો હોય તો એ આટલી સારી રીતે બધું કરે જ નહીં એને તો એક ઘા ને બે કટકા હોય... સીધાં ઉઠાવીને જ લઈ જાય. " આધ્યા પોતાનો વિચાર રજૂ કરતાં બોલી.

" તો ક્યા કરના હે?" અકીલા આધ્યા સામે જોઈને બોલી.

" નિર્ણય બધાએ સાથે કરવાનો છે. કુદરતે આપણાં જીવનને એક વિચિત્ર વળાંક સાથે બદલવાનો એક મોકો આપ્યો છે. જો એને ગુમાવીશું તો કુદરત પણ મદદ નહીં કરી શકે."

"મને એક જ શંકા છે કે કદાચ શકીરા તો આ બધું નહીં કરાવતી હોય ને?" સોના ઉભી થતાં બોલી.

"મને તો નથી લાગતું. જે એક નાની વસ્તુનો હિસાબ ગણતી હોય એ મારાં માટે આટલું કરે? વળી એને મને સારી કરવી જ હોત તો એ મને એટલાં દિવસ એમ થોડી સબડવા દેત.હું ચક્કર ખાઈને પડી ગઈ હતી એ સ્થિતિમાં પણ એ મને આવેલા કસ્ટમરને સોંપીને જતી રહેલી. એ સ્ત્રી શું આપણે માટે કંઈ કરી શકે?" આધ્યા પોતાનો શકીરા પ્રત્યેનો ગુસ્સો બતાવતા બોલી.

"કદાચ એને આપણાં ત્યાંથી નીકળી જવાથી કોઈ શાન આવી હોય તો?" વાત શરું છે ત્યાં જ એ વ્યક્તિ ફરી આવીને બોલ્યો, " માફ કરશો પણ વીછી મરે ત્યાં સુધી ડંખ મારવાનું છોડે નહીં. બહેતર છે કે આપ મારી સાથે ચાલો.

કોણ સાથે બધાને શું થયું કે બધાં જ એ ભાઈને "ઠીક છે ચાલો. કહીને ચાલવા લાગ્યાં...!

 

આધ્યા એ લોકોને લેવા કર્તવ્યનો માણસ જ હશે કે કોઈ બીજી વ્યક્તિ હશે? એ એ લોકોને ક્યાં લઈ જશે? મલ્હાર આધ્યાને મળવા શું કરશે? જાણવા માટે વાંચતા રહો, " આરોહ અવરોહ - ૩૭