Parijatna Pushp - 23 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | પારિજાતના પુષ્પ - 23

Featured Books
Categories
Share

પારિજાતના પુષ્પ - 23

આપણે પ્રકરણ-22 માં જોયું કે, આરુષે અરમાન અને અદિતિની વાત વાર્તા સ્વરૂપે ગુડ્ડીને કરી તોપણ અદિતિના વર્તનમાં કંઈ જ ફરક પડતો ન હતો તેથી આરુષની ઊંઘ આજે ફરીથી ઉડી ગઈ હતી, તે વિચારી રહ્યો હતો કે, અદિતિને રડાવવા માટે અરમાનનું નામ ગમે તેટલી વખત લેવામાં આવે તોપણ અદિતિને તો જાણે કંઈ જ ફરક પડતો નથી..!! અદિતિ જાણે અરમાનને ઓળખતી જ ન હોય..!! તેને અરમાનના નામ થી કંઈ જ ફરક પડતો ન હોય તેમ તે બીહેવ કરે છે..!! હવે શું કરવું તે એક પ્રશ્ન છે..??

અને આંખો બંધ કરીને મનોમન ભગવાન પાસે ભીખ માંગી રહ્યો હતો કે, " હે પ્રભુ, મને અદિતિ માટે કંઈક રસ્તો બતાવ કે હું મારી અદિતિને પાછી મેળવી શકું..?? "

બીજે દિવસે સવારે કુંજને આરુષને જણાવ્યું કે, " મારા સાસુની તબિયત સારી નથી તેથી મારે આજે હવે ઘરે જવું જ પડશે. "

આરુષ વિચારી રહ્યો હતો કે, કુંજન અને ગુડ્ડી ચાલ્યા જશે તો ફરીથી મારું આ હર્યુંભર્યું ઘર ખાલી થઈ જશે અને અદિતિ પાછી સૂનમૂન તેમજ એકલી થઈ જશે..!!

તેથી તેણે કુંજનને હજી થોડા વધુ દિવસ રોકાઈ જવા માટે વિનંતી કરી પરંતુ કુંજન પણ દિલગીર હતી તેથી તેણે "ના" પાડી.

કુંજન પોતાના ઘરે જવા નીકળી ગઈ. કુંજન અને ગુડ્ડીના ચાલ્યા જવાથી અદિતિ જાણે નિરાશ થઈ ગઈ હોય તેમ ચૂપચાપ રહેવા લાગી.
અદિતિને દરિયાકિનારે જવું ખૂબ ગમતું હતું. તેની અને અરમાનની ઘણીબધી યાદો દરિયા સાથે જોડાયેલી હતી. કોઈવાર આરુષ તેની સાથે દરિયાકિનારે જતો ત્યારે તે અરમાનની વાતો કરતાં થાકતી ન હતી.

અદિતિ કહેતી હતી કે, " અરમાનને માટીમાં 🏠 ઘર બનાવવું ખૂબ ગમતું હતું. જ્યારે અમે દરિયાકાંઠે આવીએ ત્યારે અરમાન હંમેશાં મને કહેતો કે ચાલ હું તારા માટે એક ઘર બનાવું... અને તે મારા માટે એક ખૂબજ સુંદર 🏠 ઘર બનાવતો અને હું ખૂબજ ખુશ થઈ જતી અને પછી અમે બંને ભીની રેતીનાં લાડુ બનાવતાં અને એકબીજાની ઉપર છૂટ્ટા ફેંકતાં. પછી અમે બંને અમારું નામ ભીની રેતીમાં લખતાં અને કોનું નામ જલ્દી નથી ભૂંસાતુ તેની હરિફાઈ કરતાં... પછી અમે બંને દોડપકડ પણ રમતાં...." અને ત્યારે આરુષ વચ્ચેથી જ અદિતિની વાત કાપતો અને તેને અટકાવતો અને આગળ એકની એક વાતો નહીં કરવા સમજાવતો.

આજે આરુષ અદિતિને અરમાનની યાદ આવે તેથી દરિયાકિનારે લઈ ગયો હતો અને અદિતિ જે અરમાનની વાતો યાદ કરતી હતી તે જ વાતો આરુષ અદિતિને સંભળાવવા લાગ્યો.

તેણે પણ અદિતિને ખુશ કરવા માટે માટીમાં સુંદર ઘર બનાવ્યું અને માટીના લાડુ પણ બનાવ્યા પણ અદિતિને જાણે કંઈજ યાદ આવતું ન હોય તેમ તે ચૂપ રહી.

અદિતિની નિસ્તેજ આંખોમાં ન તો તેને પોતાના માટેનો પ્રેમ દેખાતો ન તો અરમાન ચાલ્યા ગયાનું દુઃખ દેખાતું.

પછી અરમાને અદિતિના ગાલ ઉપર પોતાના બંને હાથ પ્રેમથી ફેરવ્યા અને તેને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેની ઉપર ચૂંબનોનો જાણે વરસાદ કરી દીધો અને આરુષ અદિતિના ખોળામાં માથું મૂકીને ત્યાં જ દરિયાકિનારે સૂઈ ગયો અને અદિતિના બંને હાથ પોતાના હાથમાં લઈ પ્રેમથી રમાડવા લાગ્યો અને તેની આંખમાં આંખ પરોવીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોઈ રહ્યો કે જાણે મનોમન અદિતિને પૂછી રહ્યો હતો કે " તને શું પ્રોબ્લેમ છે..?? તું કેમ બિલકુલ ચૂપ છે..?? મને અહીં એકલો-અટૂલો છોડીને કઈ દુનિયામાં ચાલી ગઈ છે તું..?? તું મારી પાસે પાછી આવી જા, મારી અદિતિ મારે તારી ખૂબજ જરૂર છે... " અને આરુષની આંખમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગ્યાં...

આરુષ અદિતિની આંખમાં અદિતિ શું વિચારી રહી છે તે વાતને જાણે કળવા માંગતો હતો...

આરુષના આંસુઓથી અદિતિનું માંહ્યલુ હ્રદય ભીંજાય છે કે નહિ..?? વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/2/2021