Dhup-Chhanv - 14 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 14

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 14

આપણે પ્રકરણ 13માં જોયું કે,
મિથિલ ધમકી આપીને, અપેક્ષાને ત્યાં જ 😭 રડતી છોડીને ચાલ્યો ગયો.

હવે શું કરવું..?? અને ક્યાં જવું..?? તે અપેક્ષા માટે એક પ્રશ્ન હતો. પોતે મમ્મીને પણ અબોર્શન કરાવવા માટે "ના" પાડીને આવી હતી અને મમ્મીને સમજાવીને કહીને આવી હતી કે, " હું મિથિલને પ્રેમ કરું છું તેમ મિથિલ પણ મને ખરા હ્રદયથી ચાહે છે, હું તેને પ્રેમથી સમજાવીશ એટલે તે માની જશે અને પછી અમે બંને લગ્ન કરી લઈશું. " હવે તે વિચારી રહી હતી કે, હું હવે કોઈને મોં બતાવવાને લાયક રહી નથી. તેથી હવે સ્યૂસાઈડ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. હવે આગળ...

અપેક્ષાની સહનશક્તિની હવે હદ આવી આવી ગઈ હતી. એક માસુમ બાળકને પોતાના ગર્ભમાં જ મારી નાખવાની તૈયારી નહિ બતાવનાર અપેક્ષા સામે જિંદગી પડકારરૂપ બની ગઈ હતી. આટલી બધી પડકારરૂપ જિદગીનો સામનો નહીં કરી શકનાર અપેક્ષાએ પોતાના જીવનને અંતિમ વળાંક આપવાનું નક્કી કરી લીધું હતું.

જિંદગીની અંતિમ ક્ષણોમાં પોતાની "માં ને એકવાર મળી લઉં " ના વિચારે તેને જિંદગી જીવવાનો રસ્તો બતાવ્યો હતો. સ્યુસાઈડ કરવાનું નક્કી કરીને અપેક્ષા પોતાની માં ને મળવા અને તેના ચરણોની રજ માથે ચઢાવવા માટે પોતાને ઘરે ગઈ તો ઘરમાં જે વાત
જો ચાલી રહી હતી તે સાંભળીને તે ચોંકી ગઈ હતી.

લક્ષ્મીનો કાકાનો દીકરો લક્ષ્મી જે શહેરમાં રહેતી હતી તે જ શહેરમાં પી.એસ.આઈ. ની પોસ્ટ ઉપર હતો.
લક્ષ્મીને આ વાતની જાણ હતી તેથી તેણે તેને પોતાના 🏠 ઘરે તેને મળવા માટે અને અપેક્ષા સાથે થયેલા અન્યાયનો બદલો કઈરીતે લેવો તે પૂછવા માટે બોલાવ્યો હતો.

અપેક્ષાને અને તેની કૂખમાં રહેલા બાળકને, બંનેને આજે નવું જીવન મળ્યું હતું. અપેક્ષાના મામા, પી.એસ આઈ. નિરવ મહેતાએ અપેક્ષાને અને લક્ષ્મીને વચન આપ્યું હતું કે, પોતે મિથિલને બોલાવશે અને તેની પાસે સાચી વાતની કબૂલાત કરાવશે અને હવે લગ્ન તો તેણે આપણી અપેક્ષા સાથે જ કરવા પડશે.

આજે અપેક્ષાની ખુશીનો કોઈ પાર ન હતો. પરંતુ તેને હજીપણ મિથિલ સાચી વાતને, પોતાની ભૂલને કબૂલશે કે નહીં..?? તે વાતની શંકા હતી.

બીજે દિવસે સવારે જ નિરવ મહેતાએ મિથિલને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો અને તેની તેમજ અપેક્ષાની પૂછપરછ કરી હતી પરંતુ જુઠ્ઠું બોલવાની આદત ધરાવતો મિથિલ સાચું બોલવા ટેવાયેલો ન હતો તેથી તેણે " હું અપેક્ષાને ઓળખતો જ નથી " તેવો જવાબ આપ્યો પણ પોલીસના ડંડા પડે એટલે ભલભલાની અક્કલ ઠેકાણે આવી જાય તેમ મિથિલને પણ નિરવ મહેતાએ મારની બીક બતાવી એટલે તરત જ તેણે પોપટ ફટ ફટ બધું બોલે તેમ ફટોફટ બધું કબૂલી લીધું.

અપેક્ષાના મિથિલ સાથે કોર્ટમાં લગ્ન કરવામાં આવ્યા. અપેક્ષાની ખુશીનો કોઈ પાર ન હતો કારણ કે તેણે સાચા હ્રદયથી મિથિલને ચાહ્યો હતો અને તેને મિથિલ સાથે જ લગ્ન કરવા હતાં અને એક સુંદર અને નવા જીવનની શરૂઆત કરવી હતી.

લગ્ન કર્યા બાદ મિથિલ અપેક્ષાને લઈને પોતાના ઘરે ગયો પરંતુ મિથિલના પપ્પાએ અપેક્ષાનો દિકરાની વહુ તરીકે સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો અને તેને તેમજ અપેક્ષાને ઘરમાંથી કાઢી મૂક્યા. હવે ક્યાં જવું તે મિથિલ અને અપેક્ષા માટે એક પ્રશ્ન હતો.

અપેક્ષાએ પોતાની મમ્મીના ઘરે જવાનું નક્કી કર્યું. મિથિલે તેમ કરવાનો સાફ ઇન્કાર કર્યો પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. તેથી મિથિલ અને અપેક્ષા બંને લક્ષ્મીના ઘરે રોકાઈ ગયા.

પણ લક્ષ્મીને હજી પણ શંકા હતી કે મિથિલ અપેક્ષાને સારી રીતે રાખશે કે નહિ રાખે..?? વધુ આગળના પ્રકરણમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
20/2/2021