Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૨

Featured Books
Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૨

ધીરેન પોલીસ આગળ વાત કરતા કહે છે.
સાહેબ.. વિક્રમે મને બોલાવીને એટલું કહ્યું કે કીર્તિ ને રસ્તા માંથી હટાવવાની છે. બસ પછી થોડા દિવસ કીર્તિ પાછળ હું પડી ગયો અને મોકો મળતા મે કીર્તિ ને ટેરેસ પરથી ધક્કો મારી દીધો અને તમારી સામે કીર્તિ એ આપઘાત કર્યો હોય તેવું બતાવી દીધું.

પોલીસ અધિકારી એ ધીરેન ની વાત ગળે ઉતરી ગઈ પણ તેને એ સમજાયું નહિ કે કીર્તિ ના ફ્લેટ ની અંદર કેવી રીતે પહોંચ્યો.
પોલીસ અધિકારીએ ધીરેન નો સર્ટ નો કોલર પકડીને કહ્યું. ધીરેન તું કીર્તિ ના ફ્લેટમાં કેવી રીતે પહોંચ્યો. ફ્લેટ માં એમને ફોર્સ એન્ટ્રી જોવા મળી ન હતી તો તું કેવી રીતે તેમાં દાખલ થયો..?

સાહેબ તમે હજુ સમજ્યા નહિ. આટલું બધું સાફ સાફ કહ્યા પછી પણ...ધીરે થી ધીરેને સાહેબ ને કહ્યું પણ મારવા ના ડરથી ધીરેને તે ફ્લેટ માં કેવી રીતે દાખલ થયો તે કહે છે.
સાહેબ મને ખબર હતી કે કીર્તિ અજાણ્યા માણસ ને જોઈને દરવાજો ખોલશે નહિ એટલે મે તે દિવસે નોટિસ કરતો રહ્યો કે કીર્તિ શું કરે છે અને બહાર થી શું મંગાવે છે. ત્યારે તેને બહાર થી દૂધ મંગાવ્યું અને દૂધ ને પહોંચાડનાર માણસ ને રોકીને હું દૂધ આપવા કીર્તિ માં ફ્લેટ માં પહોંચ્યો. દૂધ આપનાર માણસ જોઈને તેને દરવાજો ખોલ્યો અને મે મારું કામ પતાવી દીધું.

પોલીસ ને આ વાત પર હજુ વિશ્વાસ બેસ્યો નહિ કેમકે તે ઘટના સ્થળે બે માણસો ના હયાતી ની સાબિતી મળી આવી હતી. એટલે ધીરેન ને એક લાકડી મારી ને સાચું કહેવા કહ્યું. ત્યારે ધીરેન સાચું બોલ્યો. મને કીર્તિ ના ફ્લેટ સુધી પહોંચાડનાર વિક્રમ હતો. હું અને વિક્રમ બંને ફ્લેટ અંદર પહોંચ્યા અને કીર્તિ ને ઘણી સમજાવવા ની કોશિશ કરી પણ કીર્તિ અમારી કોઈ વાત માનવા તૈયાર થઈ નહિ અને ન છૂટકે વિક્રમે મને કહ્યું કે હવે કીર્તિ ને મારી નાખવા સિવાઈ કોઈ છૂટકો નથી. અને પછી હું અને વિક્રમ બંને એ મળીને કીર્તિ ને મારીને ટેરેસ પર તેની લાશ લઈ જઇને તેને ટેરેસ પર થી નીચે ફેંકી દીધી.

હવે પોલીસ ને બધી વાત ગળે ઉતરી ગઈ હતી. ધીરેન ની એક એક કહેલી વાત રેકોર્ડ કરવામાં આવી હતી. પોલીસ ને કીર્તિ નો એક ગુનેગાર તેની સામે હતો અને બીજો ગુનેગાર વિક્રમ સાબિત થઈ ચૂક્યો હતો એટલે પોલીસ હવે વિક્રમ ને પકડવા નીકળી પડે છે.

સમીર જ્યારે વિક્રમ ને મળવા કોલેજ ના ગાર્ડન બાજુ પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જીનલ તેને જોઈ જાય છે. ચાલુ સ્કુટી માં જીનલ સાદ કરે છે.
સમીર... ઓ સમીર....
જીનલ નો અવાજ સમીર ના કાન સુધી પહોંચતો નથી અને તેને મળવા તેની પાછળ તેની સ્કુટી કરે છે.

ફાસ્ટ ચલાવવા નો જીનલ ને ડર લાગી રહ્યો હતો તો પણ તે સમીર નો પીછો કરવા પોતાની સ્કુટી ફાસ્ટ ચલાવી રહી હતી.

સમીર ની બાઇક કોલેજ ના ગાર્ડન પાસે આવી ને ઉભી રહી. તેણે બાઇક પાર્ક કરીને સમીર ગાર્ડન ની અંદર પ્રવેશ્યો. પાછળ જીનલ પણ ગાર્ડન ની અંદર દાખલ થઈ.

સમીર ની પાછળ પાછળ જીનલ ચાલી રહી હતી ત્યાં સમીર એક મોટા વૃક્ષ પાસે ઊભો રહ્યો. આજુબાજુ કોઈ હતું નહિ. ગાર્ડન આખું સુનસાન દેખાઈ રહ્યું હતું. જાણે કે ઉનાળા ના દિવસો હોય ને માથે સૂરજ તપી રહ્યો હોય ત્યારે પક્ષી તો શું માણસ પણ ઘરે પુરાયેલો રહે છે એમ આજે ગાર્ડન એવું લાગી રહ્યું હતું.

સમીર પાસે વિક્રમ આવે છે. બંને થોડે દૂર ઊભા રહી વાતો કરવા લાગ્યા. આ જોઈને જીનલ પણ થોડે દૂર ઉભી રહીને છૂપી રીતે બંને ની વાતો સાંભળવા લાગી.

વિક્રમ જ્યારે પહેલી વાર સમીર ને જોવે છે એટલે તે ઓળખી શકતો નથી. એટલે વિક્રમ સમીર ને પૂછે છે.
ભાઈ હું તને ઓળખતો નથી.? તું કોણ છે અને અહી મને કેમ બોલાવ્યો.?

હું સમીર છું. આટલું બોલી સમીર અટકી ગયો.

તું સમીર છે. એમ ને...!!!
તું મારી લાઇફ વિશે કેમ આટલું જાણે છે અને મને શા માટે સજા આપવા માગે છે.

હું જીનલ ને ન્યાય આપવા માટે આટલું કરી રહ્યો છું. તને સજા આપી ને હું જંપીશ. ધીરે ધીરે ક્રોધમાં આવતો સમીર બોલ્યો.

આટલી બધી મુશ્કેલી અને ઉપર થી આ નવી ધમકી જોઈને વિક્રમે ઘરે થી લાવેલી પિસ્તોલ સમીર સામે તાકી દીધી.

શું વિક્રમ પિસ્તોલ થી સમીર નું ખૂન કરશે કે સમીર ને ડરાવવાની કોશિશ કરશે તે જોઈશું આગળ ના ભાગમાં...

વધું આવતાં ભાગમાં....

ક્રમશ....