Prem Pujaran - A Crime Story - Part 21 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૧

Featured Books
Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૧

વિક્રમ અને છાયા પહેલી ફ્લાઇટ પકડી ને વતન આવે છે. વિક્રમ ઘરે પહોંચીને તેની બેગ તેના રૂમમાં મૂકીને આરામ કરે છે. પણ છાયા તેમનો સામાન લઈને તેના પપ્પાના ઘરે જવા નીકળે છે. આવી રીતે છાયા નું તેના પપ્પા ના ઘરે જવું વિક્રમ ને અજોકતું લાગ્યુ એટલે છાયા ને પૂછ્યું. છાયા આવી રીતે તારા પપ્પા ના ઘરે કેમ જઈ રહી છે.?

જઈ રહેલી છાયા એટલું કહેતી ગઈ હું આરામ કરવા મારા પપ્પા ના ઘરે જઈ રહી છું. મને લેવા કે મને ફોન કરીશ નહિ. જાણે કે છાયા રિસાઈ ને જતી હોય તેવું લાગી રહ્યું હતું.

વિક્રમ ને વિશ્વાસ હતો મારી પત્ની છાયા ને બધી વાત કરીશ તો તે મારી પડખે ઊભી રહેશે પણ આતો ઉલટું થયું. બધી વાત કર્યા પછી તેણે તો મારો સાથ છોડી દીધો


વિક્રમ આવનારી મુસીબત નું વિચારી રહ્યો હતો ત્યાં બીજી એક મુસીબત આવી ગઈ જે હતું છાયા નું રિસાઈ જવું. ભાંગી પડેલો વિક્રમ છાયા ને રોકી શકતો નથી અને છાયા ને તેના પપ્પા ના ઘરે જવા દે છે.

નિરાંતે બેસીને વિક્રમે વિચાર બનાવી લીધો હવે જે થવું હોય તે થાય બસ આમાંથી બહાર નીકળવું છે. કરેલી સજા ભોગવી રહી. પણ વિચાર એ આવ્યો. જીનલ નું હું શું કરીશ. આકાશ તરફ નજર કરી વિક્રમ બોલ્યો. પ્રભુ તું કરે તે ઠીક. આમ વિચારને તેણે સમીર ને ફોન કરીને જણાવ્યું કે હું અહી આવી ગયો છું. તું કહે ત્યાં હું તને મળવા આવું છું. જવાબ માં સમીરે કોલેજ ની બહારના ગાર્ડન માં મળવા આવવા કહ્યું.

ઘણો સમય વીત્યા પછી ધીરેન ઘરે પાછો ફરે છે. અત્યાર સુધી તે છૂપી ને કોઈ સલામત જગ્યાએ દિવસો પસાર કર્યા હતા. પણ તેને હવે વધુ ઠીક થઈ ગયું છે ને પોલીસ પણ તે કેસ ને બંધ કરી દીધો છે ઍ વિચાર થી તે શહેરમાં આવીને બિન્દાસ ફરવા લાગ્યો હતો.

તે પોતાની પસંદગીની સિગારેટ પીવા તે પાન પાર્લર પાસે જાય છે. અને તે પાન પાર્લર વાળો માણસ પોલીસ ને જાણ કરી દે છે. કે આપ જે કીર્તિ ના મર્ડર કેસમાં ધીરેન ને શોધી રહ્યા હતા તે ધીરેન આજે મારે ત્યાં સિગારેટ પીવા આવ્યો છે.

પોલીસ કોઈ સમય વેડફ્યા વગર પાન પાર્લર જઈને ધીરેન ને ગિરફ્તાર કરે છે અને પોલીસ સ્ટેશનમાં તેને લાવવામાં આવે છે. પહેલા પોલીસ નર્મી થી ધીરેન ને બધું પૂછે છે. રિપોર્ટર કીર્તિ ના મર્ડર કેસ માં તારો હાથ છે.?
તને વિક્રમે કહ્યું હતું કે કીર્તિ મારી અડચણ રૂપ છે તો તેનું તું ખૂન કરી નાખ.?

આવા ઘણા સવાલો પોલીસ ધીરેન ને પૂછે છે. પણ ધીરેન એક જ રટ લગાવીને બેસે છે. કે હું કીર્તિ ને ઓળખતો નથી અને ને કીર્તિ નું મે મર્ડર પણ નથી કર્યું.

પોલીસ સમજી ગઈ કે ધીરેન આમ પોતે કરેલો ગુનો સ્વીકારશે નહિ એટલે તેણે રિમાન્ડ લેવાનું શરૂ કર્યું. ચાર પોલીસ કર્મીઓ લાકડી લઈને ધીરેન પર તુટી પડયા. લાકડી ના માર પડવાથી ધીરેન ચીસ પાડીને બોલ્યો. મને મારશો નહિ હું બધું કહેવા તૈયાર છું. સાહેબ તમારી ગા છું. પ્લીઝ મને મારો નહિ.

આંખ માંથી દડ દડ આશુ આવી ગયા હતા. આ જોઈને મુખ્ય પોલીસ અધિકારી એ તેના કર્મીઓ ને ધીરેન ને મારતા રોકે છે અને ધીરેન ને ખુરશી આપી તેને બેસાડે છે અને થોડું એક પોલીસ કર્મી પાણી પણ આપે છે.

માર ખાઈને ધીરેન નો શ્વાસ ઉપર ચડી ગયો હતો. ધીરે ધીરે શ્વાસ સામન્ય થતાં તેણે પોલીસ અધિકારી સામે પોતાનો ગુનો કબૂલ કરતા વિસ્તાર થી વાત કરે છે.

સાહેબ વિક્રમ કોઈ એક યુવાન ના મર્ડર ના કેસમાં સામીલ હતો. અને તે કેસ બંધ થઈ ગયો હતો.
કયો કેસ...? તું સાગરના કેસ ની વાત તો નથી કરતો ને...? વચ્ચે પોલીસે ધીરેન ને સવાલ કર્યો.

મને ખબર નથી તે યુવાન નું નામ શું હતું. ધિરેને સાહેબ ને કહ્યું.

ટેબલ પર લાકડી પસાડી ને પોલીસ અધિકારી બોલ્યાં. પછી....બોલ...આગળ

વધુ વાત કરતા ધીરેન બોલ્યો. તે કેસ બંધ થઈ ગયા પછી રિપોર્ટર કીર્તિ ને તે યુવાન ના પિતા મળે છે અને પોતાના દીકરાની વાત કરે છે. બસ પછી કીર્તિ તે યુવાન નો કેસ હાથમાં લઈને પુછપરછ શરૂ કરી.

પોલીસ સમજી ગઈ કે ધીરેન સાગર ના કેસની જ વાત કરે છે.

કીર્તિ ના મર્ડર કેસમાં વિક્રમ પણ સામેલ હતો તે ધીરેન કહી દેશે.? જોઈશું આગળ ના ભાગમાં...

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....