Prem Pujaran - A Crime Story - Part 20 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૦

Featured Books
Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૦

વિક્રમે જ્યારે સમીર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. અને શરીર આખું કાંપવા લાગ્યું હતું. આ જોઈને છાયા એ પૂછ્યું. શું થયું વિક્રમ..?

છાયા ને વિક્રમે કોઈ જવાબ આપ્યો નહિ એટલે છાયા તેની પાસે જઈને ખંભા પર હાથ મૂકતા કહ્યું. વિક્રમ જે હોય તે કહી દે. હું તારી અંધાંગીની છું, તારી જીવનસંગિની છું, તારા સુખ દુઃખની ભાગીદાર છું. તું મને કહીશ નહિ તો કોને કહીશ.!!!

તારો આ ચહેરો મારાથી નથી જોવાતો પ્લીઝ વિક્રમ જે હોય તે દિલ ખોલી ને કહી દે. આશ્વાસન આપતી છાયા બોલી.

વિક્રમ ને કહેવું તો ઘણું હતું પણ ક્યાં મોઢે થી કહુ તે સમજાતું ન હતું. કરેલા ગુનાઓ તેની સામે દેખાઈ રહ્યાં હતા. પણ આજે વિક્રમ ની ચહેરો ગમગીન સાથે ગંભીર બની ગયો હતો. તેનો આત્મા એટલું કહી રહ્યો હતો. હજુ સમય છે બધું સાચે સાચું બધાને કહીં દે અને ગુના ની સજા ભોગવી લે. જો હજુ તું વાર લગાડીશ તો ગુના ને છૂપાવવા તું વધુ ગુનો કરતો રહીશ પણ બહાર નીકળવું મુશ્કેલ છે એટલે તેના કરતા અત્યારે સમય મળ્યો છે. બધું કહી દેવાનો.

આત્મા ની વાત સાચી લાગી રહી હતી વિક્રમ ને પણ મો માંથી શબ્દો નીકળી રહ્યા ન હતા. એટલે છાયા ના ખંભા પર માથું રાખીને વિક્રમ રડતો રડતો બોલ્યો.
છાયા મારા થી એક મોટો ગુનો થઈ ગયો છે જેને છૂપાવવા મે ઘણા ગુના કર્યો છે. હવે હું શું કરું મને કઈ સમજણ પડતી નથી.

છાયા ને પહેલે થી અંદાજ હતો કે વિક્રમે કઈક તો ખોટું કર્યું છે. પણ એ વિશ્વાસ થી તે ચૂપ રહી કે વિક્રમ મારી સાથે રહેશે તો બધું ઠીક થઈ જશે અને મારી જેવો સારો માણસ થઈ જશે. પણ આજે વિક્રમ ના મોઢે થી આ વાત સાંભળી ને તેને વિક્રમ પર જાણે વિશ્વાસ ઉડી ગયો હોય તેમ તેના ખંભે રાખેલું વિક્રમ નું માથું તેણે હટાવી અને દૂર ઉભી રહી.

ગુસ્સા માં આવીને છાયા બોલી. વિક્રમ આજે તું જે હોય તે સાચે સાચું કહી દે. આજે મને તું કહીશ નહિ તો પછી મને તારા પર ક્યારેય વિશ્વાસ નહિ બેસે. હજુ પણ સમય છે ફરથી કદાચ નોર્મલ લાઇફ તને જીવવાનો મોકો મળી જાય. પ્લીઝ જે હોય તે કહી દે. ફરીથી હાથ જોડતી છાયા બોલી.

વિક્રમ ને લાગ્યું હવે છાયા ના સપોર્ટ થી મને કઈક તો ફાયદો થશે. જો હું કહીશ તેમ છાયા કરશે તો કદાચ આ મુશ્કેલી માંથી હું બહાર જરૂર થી નીકળીશ. પણ ફરી મનમાં ડર લાગવા લાગ્યો કે જો બધી વાત છાયા ને કરીશ તો તે મને સપોર્ટ કરવાના બદલે મને ધિકારશે અને વધુ એક મુશ્કેલી નો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

હજુ આટલું વિચારી રહ્યો હતો ત્યાં છાયા બોલી. વિક્રમ હવે એક મિનિટ પણ ગુમાવ્યા વગર વાત નથી કરે તો આનું પરિણામ સારું નહિ આવે. ધમકી આપતી હોય તેમ છાયા એ વિક્રમ ને કહ્યું.

સોફા પર બેસીને વિક્રમ અત્યાર સુધીમાં બનેલી ઘટના છાયા ને વર્ણન કરે છે.
જેમાં તે સાગર ને મારી નાખવાની વાત ને લઈને જીનલ સાથે ના પ્રેમ અને લગ્ન સુધીની વાત અને અહી આવવાનું કારણ પણ છાયા ને કહે છે. એક એક વાત છાયા આગળ વિક્રમ કરે છે. અને છાયા શાંત શિતે ધ્યાન થી સાંભળે છે.

બધી વાત સાંભળ્યા પછી છાયા ને એ સમજાયું નહિ કે તારા પર હુમલો કોણે કર્યો હતો અને શા માટે અને બીજું અત્યારે તારે સમીર નો ફોન આવ્યો હતો તેને તો હું કે તું ઓળખતા નથી તો કેમ તું આપણા દેશમાં જવા તૈયાર થઈ ગયો.

વિક્રમ તેના પર હુમલો કર્યો તે માણસ ને જાણતો ન હતો કેમકે તે હુમલો કરનાર વ્યકિતએ હેલ્મેટ પહેર્યું હતું પણ તેને એ સમજાયું નહિ કે મારા પર હુમલો કેમ કરવામાં આવ્યો.

છાયા ને વિક્રમે કહ્યું. હું તે હુમલાખોર ને જાણતો નથી કે મારી પર શા માટે હુમલો કરવામાં આવ્યો. પણ કોલ પર સમીરે મને ધમકી આપી કે તું અહી બે દિવસમાં નહિ આવે તો અહી ની પોલીસ તેને લેવા આવશે. તારા દરેક ગુનાનો હું સાક્ષી છું.

સમીર સાચે બધા ગુનાનો સાક્ષી હતો કે જીનલ ના પ્રેમ મેળવવા માટે આટલું બધું કરી રહ્યો હતો.? જોઈશું આગળ ના ભાગમાં.

વધુ આવતા ભાગમાં....

ક્રમશ....