The flight of dreams - 50 - the last part in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 50 - છેલ્લો ભાગ

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 50 - છેલ્લો ભાગ

લગ્ન ની વિધિ પૂરી થયા પછી કન્યાવિદાય નો સમય આવ્યો... કન્યાવિદાય જેટલો મંગલમય છતાં કરુણ પ્રસંગ તો બીજો કોઈ હોઈ જ ના શકે..

હિતેશભાઇ એ અને કલ્પના બહેન એ જેને ખૂબ લાડકોડ અને પ્રેમ થી ઉછેરેલી એ દીકરી એટલે પ્રિયા... આજે વિદાય લઈ રહી હતી.. તેમની મનોસ્થિતિ ની તો આપણે કલ્પના જ ના કરી શકીએ... જાણે તેમના તુલસીના ક્યારા ને મૂળ સહિત તેઓ બીજાના ઘર માં રોપી રહ્યા હતા...તેમની આંખો માંથી વહી રહેલા આંસુ ને વળી આજે કોણ અટકાવી શકવાના હતા..? પ્રિયા તેના મમ્મી પપ્પા ને મળીને રડી રહી હતી... સાથે ત્યાં હાજર.. દરેક માતા પિતા ની આંખો માં આંસુ હતા.. જાણે તેમની દીકરીઓ ની વિદાય ની ક્ષણો તેઓ યાદ કરી રહ્યા હોય.... સાથે બીજી સ્ત્રીઓ કન્યા વિદાય ના ગીતો ગાઈ રહી હતી...

"આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
દાદાને અતિ વહાલાં પ્રિયાબેન રે એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી દિકરી રે તમને આપું હું કાલે વિદાય
હવે કેમ રોકાઉં મારા દાદા રે સાથ મારો સાસરિયાંનો જાય"

પ્રિયા હવે પરિવાર ના બધા સભ્યો ને મળીને ગાડી માં બેઠે છે... રોહન તેની સાથે ગાડી માં બેઠે છે..પ્રિયા હજી રડી રહી હતી... અને રોહન તેના માથા પર ધીમેથી હાથ ફેરવી રહ્યો હતો... થોડા સમય પછી તેમની ગાડી અમદાવાદ જવા રવાના થઈ ગઈ... રોહન ના માતા પિતા અને તેમના પરિવાર ના સભ્યો બસ માં બેસીને સુરત જવા રવાના થઈ ગયા... બધા મહેમાન વારાફરતી પોતાના ઘરે જવા લાગ્યા...અને ફરી હિતેશભાઈ નું ઘર પહેલાની જેમ સૂમસામ થઈ ગયું...

આખા દિવસ ના થાક ના કારણે પ્રિયા ગાડી માં જ સૂઈ ગઈ હતી...રોહન ની પણ આંખ લાગી ગઈ હતી... રોહન નો ફ્રેન્ડ ગાડી ચલાવી રહ્યો હતો...પ્રિયા અને રોહન ને એટલી ઊંડી ઊંઘ આવી ગઈ હતી કે ઘર ક્યારે આવી ગયું તેની ખબર જ ના રહી... ઘર આવતા જ રોહન ઉઠી ગયો... તેણે પ્રિયા ને જગાડી નહિ અને પોતે અંદર રૂમ માં જતો રહ્યો અને તેની સરપ્રાઈઝ ની તૈયારી કરવા લાગ્યો... થોડા સમય પછી તે બધી તૈયારી કરી ને બહાર આવ્યો... અને પ્રિયા પાસે ગયો... તે હજી સુઈ રહી હતી..

રોહન : પ્રિયા... ઘર આવી ગયું છે... ચાલ ઉઠી જા...
( આ સાંભળી પ્રિયા એ આંખ ખોલી અને બગાસું ખાતા ખાતા બોલી...)
પ્રિયા : ઘર આવી પણ ગયું...?
રોહન : હા....

પછી રોહન એ પ્રિયા નો હાથ પકડ્યો... અને પ્રિયા ગાડી માંથી બહાર આવી.. રોહન તેને લઈ દરવાજા પાસે ગયો અને બોલ્યો...
" પ્રિયા... તું એક મિનિટ અહી ઊભી રહે ..હું હમણાં આવ્યો..."

એમ બોલી રોહન અંદર જતો રહ્યો અને ફટાફટ એક આરતી ની થાળી , ચોખા થી ભરેલ કળશ ... એક થાળી માં કંકુ નું પાણી.. લઈ ને આવ્યો... આ બધું જોઈ પ્રિયા ખુશ થઈ ગઈ.. રોહન ચોખા નો કળશ જમીન પર મુકતા બોલ્યો..
" મમ્મી નથી તો મારે જ આ બધી રસમ કરવી પડે ને..! "
પ્રિયા : હા.. પણ રોહન આ અંદર ની લાઈટ કેમ બંધ રાખી છે?
રોહન : એ સરપ્રાઈઝ છે...તારા માટે...એક મિનિટ પહેલા અહી મારી સામે જો... હું આરતી ઉતારી લવ...
પ્રિયા : હા...હા... હવે તારે આખી જિંદગી એ જ કરવાનું છે...
રોહન : યા.. રાઈટ..

પછી બંને હસવા લાગ્યા.. રોહન એ પ્રિયા ની આરતી ઉતારી.. પછી પ્રિયાએ ધીમેથી કળશ ને પગ અડાડ્યો.. અને કંકુ માં પગ બોળી.. ને તેના શુભ પગલાં રોહન ના ઘર ની અંદર પાડ્યા..આ સાથે રોહન એ લાઇટ ની સ્વીચ ઓન કરી.. આ જોઈ પ્રિયા એકદમ સ્તબ્ધ રહી ગઈ.. નીચે જમીન પર ગુલાબ ની પાંખડીઓ પાથરેલી હતી.. દીવાલ પર લાલ રંગ ના હાર્ટ શેપ્ ના બલૂન લગાવેલા હતા.. અને ઉપર સિરીઝ લગાવેલી હતી.. અને એ સિરીઝ પર પ્રિયા ના અને તેના રોહન સાથેના ફોટા લગાવેલા હતા... રૂમ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો... પ્રિયા આ જોઈ ને એકદમ ખુશ થઈ ગઈ..
પ્રિયા : wow... So beautiful...
રોહન : યે તો શુરુઆત હે પત્ની જી.. આગે આગે દેખો હોતા હે ક્યાં..
પ્રિયા : હજી...બીજી સરપ્રાઈઝ પણ છે..?
રોહન : હા... પ્રિયા તું આટલા માં જ ખુશ થઈ ગઈ.. પહેલાં કહેવાય ને હું બીજી વધારે મહેનત ના કરેત...!
પ્રિયા : મને ખબર હતી કે તું મને આ સરપ્રાઈઝ આપવાનો હતો... ? નહિતર તને કહી દેત...
રોહન : ઓકે સોરી સોરી... હું ખાલી મજાક કરતો હતો... આજે ઝગડો નહિ... આજે આપણો દિવસ છે...
પ્રિયા : હા.. પણ હું ક્યાં ઝગડો કરું છું.. !
રોહન : હા.. પ્રિયા મને ખબર છે.. તો ચાલ બીજી સરપ્રાઈઝ માટે...

રોહન પ્રિયા ને હાથ પકડી ને અંદર ના રૂમ માં લઇ ગયો... તે રૂમ નો દરવાજો બંધ હતો.. રોહન એ પ્રિયા ના આંખ પર હાથ રાખ્યો અને પછી દરવાજો ખોલ્યો..પછી પ્રિયા ની આંખ પરથી હાથ હટાવ્યો..સામે ચારે બાજુ કેન્ડલ મુકેલી હતી.. રૂમ ખૂબ જ સુંદર શણગારેલો હતો.. બેડ પર ફૂલ ની પાંખડી થી દિલ બનાવેલું હતું.. બેડ ની બંને બાજુ બે હંસલા ની જોડ વાળું સ્ટેચ્યુ મૂકેલું હતું..પ્રિયા રૂમ ની ખૂબસૂરતી જોવામાં ખોવાઈ ગયેલી હતી.. ત્યાં પાછળ થી રોહન હાથ માં ગિટાર લઈ ત્યાં આવ્યો અને ગિટાર વગાડવાનું શરૂ કર્યું... આ સાંભળી પ્રિયા પાછળ ફરી ... તો રોહન ગિટાર વગાડી રહ્યો હતો... રોહન એ પ્રિયા સામે જોતા જોતા ગાવાનું શરૂ કર્યું...

" શુરુ...તુમસે હિ..ઔર ખતમ ભી તુમ પે હિ..
મેં રહુંગા.... હંમેશા...હંમેશા..
હમ જો મિલે.. તો એસા લગા..
જુગ્નું મેં ભી હે તારે બસે...
સારી ખુશી ઉસ પલ મેં બસી...
જીસ પલ મેં દિખે તેરી વો હસી...."

પ્રિયા રોહન ના ગીત માં ખોવાઈ ગઈ હતી... ગીત પૂરું થતાં જ તે રોહન ને ભેટી ગઈ... તેની આંખ ભીની થઇ ગઈ હતી...રોહન એ પ્રિયા ની આંખ માંથી આંસુ લૂછ્યા અને તેના કપાળ પર હલકી કિસ કરી... .

( પ્રિયા તરત નોર્મલ થઈ ગઈ અને એક મુસ્કાન સાથે બોલી )

પ્રિયા : રોહન... વોટ અ સરપ્રાઈઝ હા...મને તો ખબર જ નહોતી કે તું આટલું સરસ ગિટાર વગાડે છે , અને સોંગ તો શું મસ્ત ગાયું છે ! સુપર્બ.. I impressed..
રોહન : હા... સામે જો most beautiful wiffe હોય તો આટલી મહેનત તો કરવી પડે ને...!
પ્રિયા : અચ્છા...જી..
રોહન : હા...જી..

પછી રોહન ધીમે ધીમે પ્રિયા ની નજીક આવવા લાગ્યો...આ સાથે પ્રિયા એ પોતાની આંખ બંધ કરી દીધી... આજે રોહન ની બધી પ્રતીક્ષા નો અંત આવી ગયો હતો..

સાથે ગુલાબની પાંખડીઓ ની મહેકતી સુગંધ અને રોહન અને પ્રિયા ના પ્રેમ એ રાત ને એટલી રંગીન બનાવી દીધી હતી કે.. તે બંને પોતાનું અસ્તિત્વ ભૂલી ને એકબીજાના પ્રેમ માં ખોવાઈ ગયા હતા.. આજે પ્રિયા અને રોહન દેહ અને આત્મા બંનેથી એક થઈ ગયા હતા...

થોડા દિવસ પછી રોહન ના મમ્મી પપ્પા પણ તેમની સાથે રહેવા આવી ગયા હતા... સમય સાથે પ્રિયા અને રોહન નો પ્રેમ પણ વધતો જતો હતો... તેમની એનજીઓ ' flight of Dream ' હવે માત્ર અમદાવાદ જ નહિ પણ ગુજરાત ના દરેક મોટા શહેરો માં કામ કરવા લાગી હતી... એનજીઓ આરોગ્ય કેમ્પ, બાળકો ને મફત શિક્ષણ અને તેની સાથે સાથે અનાથ આશ્રમ , વૃધ્ધાશ્રમ , છોકરીઓ ને સેલ્ફ પ્રોટેક્શન માટે ટ્રેનિંગ વગેરે જેવા કામ પણ કરવા લાગી હતી... પણ આ સાથે પ્રિયા અને રોહન નું સપનું પણ પૂરું થવા જવાનું હતું....

પ્રિયા અને રોહન એ હોસ્પિટલ માટે જે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો ... તેની સાથે પચાસ થી વધુ એનજીઓ અને ઘણી કંપનીઓ જોડાઈ ગઈ હતી... અને તેમની પાસે હોસ્પિટલ બનાવવા માટે પૂરતો ફંડ પણ ભેગો થઈ ગયો હતો... થોડા મહિનામાં હોસ્પિટલ બનાવવા માટે નું કામ પણ શરૂ થઈ ગયું હતું... એક વિશાળ મેદાન પર એક ખૂબ મોટી હૉસ્પિટલ નિર્માણ થવા જઈ રહી હતી જે.. આર્થિક રીતે નબળા લોકો માટે વરદાન રૂપ સાબિત થવાની હતી...

બીજી બાજુ.. પરી ના ઘરે એક નાની સુંદર બીજી પરી એ જન્મ લીધો હતો... પરી અને વિશાલ એ તેનું નામ ' નાયરા ' રાખ્યું... પ્રિયા અને રોહન ના પરિવાર નું જીવન ખૂબ આનંદ ઉલ્લાસ થી વિતી રહ્યું હતું... ધીમે ધીમે એક વર્ષ થવા આવ્યું હતું...પ્રિયા ની સપનાની હોસ્પિટલ લોકો ની સારવાર માટે તૈયાર થઈ ગઈ હતી... હોસ્પિટલ નું નામ પણ
" FOD - ફ્લાઇટ ઓફ ડ્રીમ હોસ્પિટલ " રાખ્યું હતું... તેનું ઉદ્ઘાટન ખૂબ ધામધૂમ થી કરવામાં આવ્યું.. આ સાથે બધા ન્યુઝ પેપર અને ટીવી માં પણ આ જ સમાચાર દેખાડવામાં આવી રહ્યા હતા.. પ્રિયા અને રોહન નું નામ ગુજરાત ના દરેક ઘર માં ગુંજી રહ્યું હતું... તેમની એનજીઓ, તેમના કાર્યો ને થોડા વર્ષ પહેલાં કોઈ જાણતું પણ નહોતું તેના આજે દરેક લોકો વખાણ કરી રહ્યા હતા...

એક પત્રકાર આ સ્ટોરી ને દરેક લોકો સુધી પહોચાડવા... પ્રિયા અને રોહન નો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા... તે તેમની આ સફળતા સુધીની સફર નો એક આર્ટીકલ તેમના પેપર માં છાપવા માંગતા હતા... પ્રિયા અને રોહન એ તેમના મેડિકલ કોલેજ ના એડમિશન થી લઈને તેમના જીવન માં આવેલી મુશ્કેલીઓ, , પછી રોહન સાથેની મિત્રતા , પ્રિયા અને અમિત નો પ્રેમ, અમિત ની death, અને રોહન સાથે મિત્રતા થી પ્રેમ , પ્રેમ થી લગ્ન , અને તેમના એનજીઓ ને મળેલી સફળતા અને Fod hospital સુધીની દરેક વાત તેમને જણાવી...થોડા દિવસ પછી તે આર્ટિકલ ન્યુઝ પેપર માં પ્રકાશિત કરવામાં આવ્યું... તેનું ટાઇટલ હતું
" સપના ની ઉડાન ".

ધીમે ધીમે પાંચ વર્ષ જેવો સમય વિતી ગયો હતો...આજે ૨૬ જાન્યુઆરી નો દિવસ હતો...અમદાવાદ માં ધ્વજવંદન નો ખૂબ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો... ગુજરાત ના મુખ્યમંત્રી ત્યાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના હતા.. સાથે સમાજ માટે સારા કાર્યો કરતી સંસ્થાઓ ને એવોર્ડ થી સન્માનિત કરવાના હતા... પ્રિયા અને રોહન પણ પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યા હતા... પછી " રાષ્ટ્ર ગીત " ગાવામાં આવ્યું ત્યારપછી દેશભકિત ના ગીતો, ડાન્સ વગેરે જેવા કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા...

હવે સમય હતો...એવોર્ડ્સ આપવાનો... મુખ્યમંત્રી જી સમાજ માટે કાર્ય કરતા લોકો, એનજીઓ ..વગેરે ને એક પછી એક એવોર્ડ થી સન્માનિત કરી રહ્યા હતા.. હવેનો એવોર્ડ હતો
" Best social worker of the year"...

હોસ્ટ : તો...આજ નો સૌથી લાસ્ટ..અને સૌથી ખાસ..." બેસ્ટ સોશીયલ વર્કર ઓફ ધ યર " એવોર્ડ જાય છે......
" FOD NGO " ને.....
તો મુખ્યમંત્રી શ્રી જી ને મારી વિનંતી છે કે તે અહી આવે અને Fod એનજીઓ ના ઓર્ગેનાઈઝર ડૉ.પ્રિયા શર્મા અને ડૉ.રોહન શર્મા ને આ એવોર્ડ થી સન્માનિત કરે...."

આ સાથે મુખ્યમંત્રી એવોર્ડ લઈ સ્ટેજ પર આવ્યા ...આ સાથે સામેની તરફ થી પ્રિયા અને રોહન આવતા દેખાયા....આ સાથે પ્રિયા અને રોહન ની વચ્ચે એક પાંચ વર્ષ નો છોકરો તે બંને નો હાથ પકડી ને આવી રહ્યો હતો... તે ધીમે ધીમે ડગ મગ કરીને પગલાં મૂકી રહ્યો હતો.. બધા લોકો આ દૃશ્ય જોઈ ને સ્માઈલ કરી રહ્યા હતા... સ્ટેજ પર પહોંચતા જ મુખ્યમંત્રીશ્રી એ પ્રિયા અને રોહન ને એવોર્ડ આપ્યો... પછી મુખ્યમંત્રીશ્રી એ તે છોકરા ને જોઈ તેને તેડી લીધો..અને પૂછવા લાગ્યા..
" બેટા તારું નામ શું છે...? "

આ સાંભળી તે છોકરો કંઈ બોલ્યો નઈ અને પ્રિયા અને રોહન સામે જોવા લાગ્યો... આ જોઈ બધા હસવા લાગ્યા... પછી પ્રિયા બોલી...
" સર આ અમિત છે...મારો અને રોહન નો દીકરો..."
પછી મુખ્યમંત્રી એ અમિત ને એક ચોકલેટ આપી અને તે ખુશ થઈ ને હસવા લાગ્યો...

આમ પ્રિયા ને પોતાના બંને પ્રેમ મળી ગયા...રોહન અને પોતાના દીકરા ના રૂપ માં અમિત...

પ્રિયા પોતાની મહેનત અને આત્મવિશ્વાસ થી દરેક મુશ્કેલીઓ નો સામનો કરી ને પોતાના નિશ્ચિત મુકામ સુધી પહોંચી ... તેણે પોતે તો સપના ની ઉડાન ભરી જ...સાથે બીજા કેટલા લોકો ને સપના ની ઉડાન ભરવા માટે પાંખો ખોલી આપી...

તો આ ' સપના ની ઉડાન ' આપણને એ જ શીખવે છે કે... જો પોતાના ધ્યેય પ્રત્યે દૃઢ નિશ્ચય અને એ નિશ્ચય માટે દૃઢ હિંમત હોય તો દુનિયાની કોઈ પણ તાકાત આપણને તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે રોકી શકતી નથી... સાથે એ પણ શીખવા મળે છે કે જો પ્રેમ પૂર્ણ શ્રદ્ધા થી કરવામાં આવે તો વિધાતા ને પણ ભાગ્ય ની રેખા બદલવી જ પડે છે , સાથે મિત્રતા ની પરખ પણ અહી થાય છે... કે સાચો મિત્ર એ જ જે દરેક પરિ્થિતિમાં પોતાના મિત્ર નો સાથ આપે અને ક્યારેય પોતાનો સ્વાર્થ ના જોવે...

તો તમે આ ' સપના ની ઉડાન ' માંથી શું શીખ્યા...? અને આપ સૌ ને આ ધારાવાહિક પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો..😇 ધારાવાહિક લખવાનો આ મારો પહેલો પ્રયાસ હતો એટલે કોઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરી દેજો..આપ સૌ એ મારી આ ધારાવાહિક ને વાંચી અને તેને આટલો પ્રેમ આપ્યો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ...🙏


😊 🙏 ધન્યવાદ 🙏😊



********* સંપૂર્ણ ********