|પ્રકરણ – 17|
‘મલ્લિકા મેન્શન ‘ ની મલ્લિકાઓની વાતો સાંભળવામાં મશગુલ ભાઈસાબ ને બેટરી ક્યારે ગુલ થઇ એનું ભાન જ નથી રહ્યું, એનો ફોન તો હવે ક્યારે લાગ્શે અને એની અનન્યા મેમનો નમ્બર છે નહિ. હવે આ સુગમકુમાર ને પુનાની પહાડી પરથી પાછા કેવી રીતે લાવવા એ પ્રશ્ન છે. અહીં મારે આવેલી ઈમરજન્સીમાંથી સમય નથી ને આ જનાબ ક્યારે ફોન કરશે – ક્યારે અહી પહોચશે એની કોઈ જ ખબર નથી. ‘
હજી તો જેટલા ડોક્યુમેન્ટ્સ જોયા એના કરતા વધારે રીફર કરવાના છે.પછી પપ્પા સાથે ડિસ્કશન. પછી USA કોન કોલ. કેટલું કરીશ. અને હજી ઈમિગ્રેશન ફોર્માલીટીતો બાકી. એ કાલ સવારથી ચાલુ થશે. સુગમને મળાશે કે નહિ ? વાત થશે કે નહિ ? – યેસ ફોન આવ્યો એનો –
હલો ! હલો – મલ્લિકાઓ ને બહુ મેન્શન કર્યું તેં તો – હલો ! સાંભળતો નથી કે સાંભળવું નથી - !! – મેસેજ – “Bad Network. will talk later” અમુક વસ્તુઓ બહુ અજબ હોય છે. જેનાથી સાવ કનેક્ટેડ હો એની ખુબ જરૂર હોય ત્યારે એનો કોન્ટેકટ ન થાય. એની વે શિવાની, બી પ્રેકટીકલ. ફીનીશ વર્ક. રાત થોડી ને વેશ જાજા. વેશ જાજા – ઓહ હજી તો શોપિંગ બાકી છે. ક્યારે કરીશ બધું. !! પણ પહેલા પપ્પાની સાથે મીટીંગ.
યેસ – ગ્રેટમેન – પપ્પા, હવે આપણે final touches આપીએ. મારી નવી રાહ પર ચાલવા માટે.
હા બેટા. મને બહુ આનંદ છે કે એક હોનહાર અને confident દીકરીનો હું પપ્પા છું. બાકી અનંતકુમારે જ્યારે મને ખેદ પૂર્વક માહિતી આપી કે એ હવે આપણું અમેરિકાનું setup સંભાળી નહિ શકે કારણ એને અહી ફેમીલીમાં જવાબદારી આવી ગઈ છે અને shift થવું પડશે, ત્યારે થોડી ચિંતા હતી કે આટલોં spread થયેલો બીઝનેસ, ત્યાના ક્લાયન્ટ્સ નવા બીઝનેસ બધું મેનેજ કેવી રીતે કરીશું. પણ તેં ગજબ હિંમત કરી અને મને આપી પણ.
પપ્પા, સાચું કહું તો મને પણ થોડો સમય શૂન્યાવકાશ જેવું લાગેલું. પણ, ક્યારેક અવકાશ જ ઉપકારક બને છે સાવ નવું રોપવા માટે.ને પછી તો શું મારે માત્ર ડેટા પર કામ કરવાનું હતું. હવે બધું તૈયાર છે.
અને તું પણ... ! અમારે પણ તૈયારી રાખવાની તને દુર મોકલવાની. (ઓહ ! સુગમનો ફોન, હમણાં નહી લેવાય) યેસ તો હવે બધું એકવાર તપાસીએ. આ છે કરન્ટ પ્રોજેક્ટ્સ. આ ક્લાયન્ટ્સ. અને બધાનું સ્ટેટ્સ જોતા જઈએ. અનંતકુમાર પણ જોઈન થશે હમણાં....
ને બસ પછી તો અવિરત અપડેટ્સમાં વર્તમાન લગભગ અટકી ગયો છે. દિવસો છે નહિ અમેરિકાના બીઝનેસ વિષે જ જાણ્યું હજી. અમેરિકામાં કેવી રીતે રહીશ એ તો વિચાર્યું જ નથી. બધું સરળ નહિ હોય. સુગમ પણ નહિ હોય. હા સુગમ નહી હોય.. એ આવી તો ગયો છે પુનાથી અને ફોન ક્રોસ બહુ થયા આ બે ત્રણ દિવસમાં. પણ દર વખતે એવી પરિસ્થિતિ જ એવી હતી કે વાત થાય એવી નહોતી. મેસેજ પણ ડ્રોપ કરાય એવો સમય ન મળ્યો. આજે તો મળવું જ પડશે. કહેવું તો પડશે ને. નજીક આવી ગયા. અને સાવ નજીક પહોચ્યા પછી હવે દુર જવાનું છે.. દુર થવાનું છે.
**** ***** ***** *****
સુગમ ઘર ઘરમાં ક્યારનો અપ - ડાઉન કરતો હતો - વિચારો ફગોળાતાં હતા - આ શિવાની ફોન કાં ન ઉપાડે - એને એક વાત કહેવાની છે - ને આજે ત્રણ દિવસ થી નોન - મિલન સ્ટેઈજ માં આવી ગયા છીએ - સાલા શબ્દો ય કેવા સુજવા માંડ્યા છે... ઓહ યસ રણકી.. ર.. ણ કી
- યુ.... યુ.... તું લિસન.પહેલા મને લિસની લે. એક તો ત્રણ - ત્રણ દિવસથી મળી નથી।.. ને।. ને ફોન પણ નહીં ઉપાડવાના।. આજે સવારથી 240 કોલ કર્યા।. બેવકૂફ।.. સ્ટુપિડ શું શું સમજે છે તારા મન ની માલીપા - બોલ નાવ યુ બોલ
સુગમ, વેરી વેરી સોરી. તારી બધી જ અકળામણ સમજી શકાય છે. પણ વાત જ એવી છે કે - આઈ વોઝ નોટ ઈન પોઝિશન ટુ ટોક
હમમ ઓકે ટેલ મી
ફોન ઉપર નહી કહેવાય. મળવું પડશે. કારણ..
કારણ ? શું – આમ રહસ્યમય ન થા.
કહું આવીને. ક્યાં મળીએ ?
Exhibition ! સર્વેશસરના મ્યુરલ્સના. તને લોકેશન મોકલું છું,.
જગ્યા કહી દે. મુંબઈના લોકેશન તારે મને ના મોકલવાના હોય, ઓકે,.
હા ભાઈ હા.. આ BBB ની તકલીફો બહુ.
BBB ?
Born & Broughtup In Bombay !
હાશ ! છેવટે કોન્ટેકટ થયો. આ ત્રણ દિવસ જે કાઢ્યા છે. આટલા મિશ્ર ભાવ ક્યારેય આવ્યા નથી જીવનમાં. ‘મલ્લિકા મેન્શન’ નો બધો જ કેફ ઉતરી ગયો. આ અમુક સંબંધોનું, પેલા કેટલાક છોડ જેવું છે, ક્યારે ઉગે, શેનાથી ઉગે, કેવી રીતે વિકસે એ ખબર ન પડે.. પણ છોડ હોય ખરો. ને આ છોડ ને કોઈ નવો ફણગો ફૂટે છે કે પવન અડે છે એ તો સાંજે ખબર પડશે. કેટલીક સાંજ નજીક હોવા છતાં દુર લાગે. તે સાંજ માંડ પડી. પહોચ્યો હું exhibition પર. સર્વેશસર દેખાતા નહોતા. મેં પૂછ્યું ત્યાં હાજર વ્યક્તિને તો જાણવા મળ્યું કે એ એક કલાક પછી આવશે. થોડો ઉત્સાહ ઘટ્યો. ત્યાં શિવાની દેખાઈ. ઉત્સાહ નું લેવેલ વધ્યું. શિવાનીની ચાલમાં થોડો ઠેહરાવ હતો. જે Unusual હતું. આવી. નજીક આવી. ને લગભગ ભેટી પડ્યા અમે. આટલા દિવસના મિશ્ર ભાવો ખંખેરી નાખ્યા. આર્ટ ગેલેરીની કેન્ટીન સરસ હતી ત્યાં જઈને બેઠા.
તારા મોઢા પર કૈંક જુદા પ્રકારની શાંતિ છે.
ત્રણ દિવસની અકળામણ નો ઉભરો શમ્યો છે. તું સામે બેઠી છે એટલે રાહત છે. અને કશુક રહસ્ય જાણવાની તૈયારી છે એટલે સ્વસ્થતા ગોઠવાઈ રહી છે. હવે જે કહેવા આવી છે એ કહી દે.
તેં જેટલી સ્વસ્થતા સાંભળવા માટે રાખી છે એટલી મેં કહેવા રાખી છે. તને ખબર છે કે અમારી IT Company છે. આઉટ સોર્સિંગ બેઝ્ડ પ્રોજેક્ટ્સ જ છે. USA માં પણ ઓફીસ છે. એ પપ્પાના પાર્ટનર સંભાળે છે. એ લોકો ક્લોઝ ફ્રેન્ડ્ઝ છે. બધું જ બહુ જ સરસ ગોઠવાયેલું છે.. પણ એમને ફેમિલીમાં એવા સન્જોગો ઉભા થયા છે કે એમનું ઈંડિયા આવવું ઈન ઈવિટેબલ થયું। સો હવે ધ હોલ સેટઅપ ઇઝ ઓન અસ, પપ્પા ત્યાં જાય તો અહીંનું બધું અટકી જાય. અંતે એક નિર્ણય લેવાયો છે - જે આમ અઘરો છે પણ જરૃરી છે - ધ પ્રોસેસ ઇઝ ઓન ઇન ફેકટ ઓવર. –
શું – કેવો નિર્ણય લીધો છે તમે – ને શેની પ્રોસેસ પતી ગઈ !
મારે – મારે ત્યાં જવું પડશે. અમેરિકા.. દુર દેશમાં.
એટલે... યુ.. મીન તું ત્યાં. જઈશ.. જતી રહીશ. !? આપણે આમ.અલગ.. થવાનું.!...
...
....
વેલ, ત્યાં કોઈ સેકન્ડ લાઈન નથી ઉભી કરી જે થોડો સમય સંભાળી લે. આઈ મીન તારે આમ અચાનક ન જવું પડે.
છે ત્યાં સીનીયર લોકો પણ એ બધા પ્રોફેશનલ. નિષ્ઠા અને મહેનત હોય. લગાવ પણ હોય, કામ પ્રત્યે. પણ કામ પ્રત્યે જ. કમ્પની પ્રત્યે તો ન જ હોય ને. એ તો આપણે જ ધ્યાન રાખવું પડે.
એ વાત સાચી. લગાવ – લાગણી.. બધું પોતીકું તો પોતાના સાથે જ હોય. સારું.. એક લગાવ બીજા લગાવને અસર કરશે જો કે.
અસર કરશે પણ અલગ નહી કરે. દુર જાઉં છું. દુર થતી નથી.
થોડી મીનીટો એમ જ ગઈ અમારી વચ્ચે. ત્યાં ગેલેરી તરફ થોડી મુવમેન્ટસ દેખાઈ. સર્વેશસર આવી ગયા હશે એવું અનુમાન કરી અમે એ તરફ ગયા. અંદર ગયા. સર્વેશ સર દેખાયા. અમારી નજર મળી. થોડીવાર થઇ એમને.
યુ... યંગબોય... બીકેમ યંગમેન ઇન સચ શોર્ટ ટાઈમ. બહુ આનંદ થયો. તને અહી જોઇને.
મને પણ બેવડો – આનંદ થયો. તમને અહી મળીને અને આ તમારી સંપૂર્ણ સર્જનાત્મકતા જોઇને.
કશું સંપૂર્ણ નથી. સર્જનાત્મકતા તો નહી જ. ચાલ આપણે સાથે જોઈએ.
ચોક્કસ, આનાથી વધુ મજા કઈ હોય. સર્જક સાથે એમની કૃતિઓ જોવાની.
અમે થોડા આગળ વધ્યા પછી સર્વેશસર નું ધ્યાન શિવાની પર ગયું. એ પૂછવાના હતા જ નહી એટલે મેં કહ્યું શિવાની વિષે ટૂંકમાં
એકદમ નિરાંતે બધા જ શિલ્પો-મ્યુરલ્સ જોતા, સમજતા આગળ વધતા રહ્યા. અચાનક બે શિલ્પ બાજુ બાજુમાં મુકેલા ત્યાં અટક્યા.
સર આ... આ શું છે !! અજુગતું લાગે છે કે... છે !?
અજુગતું કે સહજ એ તો જોવા ઉપર છે. પણ હા આ બન્ને એવા શિલ્પ છે જે – એક તબક્કે પહોચાડી ને કંડારવાના છોડી દીધા છે.
અધૂરા તો નથી લગતા !
એક્ઝેકટલી. ! શિલ્પો એવી જગ્યાએ છોડ્યા છે જ્યાં અપૂર્ણ ન લાગે પણ હા હજી ટાંકણું હાથમાં લો તો ઉમેરાવાની શક્યતા છે.
મેં અને શિવાનીએ બન્ને શિલ્પ સામે જોયું અને પછી પરસ્પર. અને અંદરથી કે ક્યાંકથી અવાજ આવ્યો –
કશુક છોડી દો એટલે એ અપૃર્ણ રહ્યું એમ ન કહેવાય... ઉમેરાવાની શક્યતા સાથે છૂટે છે.