The door slammed shut - 16 in Gujarati Fiction Stories by Bhushan Oza books and stories PDF | બારણે અટકેલ ટેરવાં - 16

Featured Books
Categories
Share

બારણે અટકેલ ટેરવાં - 16

|પ્રકરણ – 16|

 

અમને હવે અહીં સુધી એમ જ આવી જવાનો થોડો અફસોસ થતો હતો. જો કે બુદ્ધિ હજી કોઈ નિશ્ચિત મત બાંધવા તૈયાર નહતી. અનન્યા થોડી ગભરાઈ. થોડીવારના મૌન પછી એક સ્ત્રી ઉઠીને અમારી તરફ આવી. થોડેક દુર રહી એણે અનન્યાને કહ્યું. 

 

“મેડમ,પ્લીઝ રીલેક્સ. નથીંગ ટુ વરી. હમ લોગ ભી શોક્ડ હૈ. લેકિન કુછ બાત સમજ મેં આ રહી હૈ. બાય ધ વે આપ લોગ ચાય લેંગે યા કોફી ?

 

પહેલીવાર અંગ્રેજી શબ્દોનો ઉપકાર માન્યો, કે આટલા અંગ્રેજી શબ્દોએ આખું રહસ્ય ઓગાળી નાખ્યું. 

 

ચાય દોનો કે લિયે. – આટલું કહીને હજી હું પુછુ એ પહેલા મારી છલકાયેલી આતુરતા અને અનન્યાની થોડી ઓગળતી ગંભીરતા ને પકડી ને ઘડ કરીને મુકતી હોય એમ એણે અમારી સામે જોયું. એ દરમિયાન બીજી સ્ત્રી અંદર જઈને આવી.કદાચ ચા ની સુચના આપી હશે. બન્ને બેઠા અને મોટી સ્ત્રીએ શરુ કર્યું. 

 

અબ આપ ધ્યાન સે સુનીએ. મેરા નામ હૈ નંદીની ઔર યે મેરી છોટી બહેન શુભ્રા. યે મલ્લિકા મેન્શન – મેરી મધર કે નામ સે હૈ. કરીબ ૨૫ સાલ પહેલે પાપાને બનવાયા. હમારી મા બહોત અચ્છી સિંગર રહી અપને ઝમાને કી, પાપા કા પુના મેં બીઝનેસ થા. વૈસે હેડ ક્વાર્ટર પુના થા ફેલાવ તો પૂરી દુનિયામે રહા. પાપા કો મ્યુઝીક બહોત પસંદ થા. ઔર કોન્સર્ટ મેં જાતે જાતે મમ્મા ભી પસંદ આ ગઈ. 

 

નંદીની આટલું બોલી રહી ત્યાં સુધીમાં મરાઠી ઢબના પોશાકમાં એક ભાઈ આવ્યા. મોટી ટ્રે માં ચા અને થોડા રીફ્રેશમેન્ટ લઇને. અમે હવે ખાસા રીલેક્સ હતા પણ હજી અમુક કડીઓ કઇ રીતે ઉકેલાશે એની રાહ તો હતી જ. શુભ્રા અને નંદીની અલબત્ત સ્વસ્થ હતા પણ, થોડી જિજ્ઞાસા અને આશ્ચર્ય તો એમની અંદર પણ ઘોળાતું હશે જેના છાંટા ચેહરા ઉપર વચ્ચે વચ્ચે દેખાતા. 

 

આટલો સમય થયા પછી મેં ફોન જોયો શિવાનીના ૫ મિસ્ડ કોલ. whatsapp પર મેસેજીસ. ઈમોજીસ. ત્યારે ખબર પડી કે અહી આવ્યા ત્યારે ખરેખર ફેંટસીમાં હતા.. ચા આવી ને વાસ્તવિક થયા. મેં એને બહુ જ ટૂંકાણમાં મેસેજથી બધું લખ્યું. એણે આઈડિયા આપ્યો કે ફોન જોડી સ્પીકર પર કરી દે. મને પણ લાગ્યું કે મારે બીજા કોઈ ફોન આવવાના નથી તો આ વાત બરાબર છે. મારે આખી રેકર્ડ ફરી ના વગાડવી. 

 

નંદીની એ આગળ ચલાવ્યું. - દોનો કી નયી ઝીંદગી શુરુ હુઈ. મેરા જન્મ હુઆ. સબ કુછ અચ્છા ચલ રહા થા. મેરા ભી મ્યુઝીક સે લગાવ આને લગા. in બીટવીન પાપા કો એક ફોરેન પ્રોજેક્ટ ઐસા આયા કી ઉસે શુરુઆત મેં ફ્રીક્વેન્ટલી જાના હોતા બાદ મેં વહાં રહેના હુઆ. તો ઉસી દૌરાન પુના મેં એક એકેડેમી હમને શુરુ કી. મમ્મા સિખાતી થી, અચ્છે અચ્છે કન્સર્ટ ઓર્ગેનાઈઝ કરતે થે હમ. એકેડેમી વાઝ ગ્રોઈંગ. થોડે સાલ કે બાદ પાપા આ ગયે વાપિસ. ફિર શુભ્રા કા જન્મ હુઆ. ઔર ફિર પાપા ને યહાં પ્લોટ ખરીદા. ઉસકે દીમાગ મેં પુરા ડીઝાઇન થા ઇસ મેન્શન કા ઔર આપ જૈસા હી હોનહાર આર્કીટેકટ ને ઉસી હિસાબ સે ડીઝાઇન કિયા ઔર કરીબ ૨ સાલ મેં યે ઈમારત ખડી હુઈ. એક ગ્રાન્ડ ઓપનીંગ હુઈ. હમ લોગ યહાં આતે થે વીક એન્ડ્સમેં. ઔર ફિર એક દિન અચાનક મમ્મા કી હેલ્થ બિગડી, સિર્ફ દો દિન – હોસ્પિટલ મેં રહી - લેકિન રહી નહિ, ચલી ગઈ હમે છોડકર. 

 

વાતાવરણ સ્વાભાવિક રીતે ગમગીન થયું. શુભ્રા ફરી અંદર ગઈ ને પાણી લઈને આવી. દરમિયાનમા શિવાનીનો મેસેજ આવ્યો “હજી રાતનું રહસ્ય તો કેતી જ નથી – ડાન્સ કોણ કરે છે સફેદ અને લાલમાં” – મેં જવાબ આપ્યો કે “વધારે પડતી શંકા, સામાન્ય બુદ્ધિ ને ઢાંકી દે છે. ડાન્સ આ બે જ કરતા હોય – ડ્રેસ કોડ નું જાણી લઈશ”

 

‘હમ લોગ બહોત શોક્ડ થે. પાપા ભી અપસેટ રહે. લેકિન ફિર ઉન્હોને હી સબ કો સંભાલા ઔર જોશ દિયા. ઇસ ઈમારત કા નામ રખા ‘મલ્લિકા મેન્શન’. વક્ત ચલતા રહા મેને મ્યુઝીક સીખના ચાલુ રખ્ખા પુના કે હી દિગ્ગજ પંડિતજી સે. શુભ્રા કો ડાન્સ મેં રૂચી થી. ઉસને ભી શુરુ કિયા સીખના. સાલ બીતતે રહે. એકેડેમી કા ભી વ્યાપ બઢ રહા થા. હમને ધીરે ધીરે સભી પરફોર્મિંગ આર્ટસ સિખાના શુરુ કિયા. પાપા કી એઈજ હો રહી થી. હમ દોનો બીઝનેસ ભી attend કરતે રહે. પાપા ને ઔર ઉનકે ટ્રસ્ટ વર્ધી સ્ટાફને હમે બીઝનેસ ભી સિખાયા. પાપાને ટોટલ રીટાયરમેન્ટ લે લિયા. ઔર પહેલે વો અકેલે યહાં શિફ્ટ હુએ. પુરા દિન મ્યુઝીક સુનતે. સિર્ફ મમ્મા કા મ્યુઝીક. ઉસી તરહ મમ્મા કો ઝીંદા રખતે હૈ. લેકિન વો ફિર ભી અકેલાપન મહેસુસ કરતે રહે. તો હમ ભી યહાં શિફ્ટ હુએ. 

 

થોડીવાર થઇ ત્યાં લાકડીનો તાલબદ્ધ અવાજ આવ્યો. ને એક ગરિમા પૂર્ણ ને રોયલ વ્યક્તિત્વ અમારી સામે આવીને ઉભું રહ્યું. 

 

“ હેલો, ફ્રેન્ડઝ, માય સેલ્ફ અંશુમાન – મલ્લિકા કે મન કા માલિક ઔર ઇન દોનો હોનહાર બેટી કા પીતા. હાલાંકી એક Mystery સુલઝાને કે લીએ ઇતના કાફી નહી હૈ. Mystery આપ કે લીએ હમારા તો રૂટીન હી હૈ વૈસે. 

 

આટલું બોલીને એ આરામથી એમને માટે જ હોય એવી આલીશાન રીકલાઇન ચેર પર બેઠા. મને આટલી વાતો સાંભળ્યા પછી, ઘરમાં રહીને જીવાતી સર્વસામાન્ય લાઇફ ને બહાર ફિલ્મની જેમ કેમ જોવાય છે એનો અંદાજ આવવા લાગ્યો. તો પણ હજી સાવ સ્પષ્ટ થઈને જ જવું હતું, હવે શુભ્રાએ અંતિમ હિસ્સો સમજાંવવાની તૈયારી કરી. 

 

અમને લાગે છે કે તમારી અહી આવ્યા ત્યારની તાજ્જુબી હવે થોડી કમ થઇ.. હ.. હોગી. –

 

અમે બને થોડા ગૂંચવાયા – કે આ ગુજરાતીમાં શરુ થઇ ગઈ !! જો કે બન્ને બેઝીકલી ઈન્ટેલીજેન્ટ બહેનો હોઈ, અને આ તો નૃત્યની તાલીમ વાળી, તે આશ્ચર્યભાવની ડીઝાઇન કળી ગઈ-

 

મ્હારા ડાન્સક્લાસમાં ગુજરાતી ગર્લ્સ આવે. તો મને ભી થોડા થોડા ક્યાં બોલતે હૈ – આવ – આવડી ગયી છે. લેકિન અબ આપ કો મેરી સજ્જતા કી જગહ સીધી હકીકત બતા દુ. હમ લોગ જૈસે દીદીને બોલા પાપા કી ઓફીસ ઔર એકેડેમી દોનો સંભાલતે હૈ. તો સુબહ જલ્દી નીકલ જાતે હૈ ઔર લેટ ઇવનિંગ ઘર આતે હૈ. હમ ઇસ મેન્શન સે બહાર નિકલને ઔર આને કે લિયે પિછલા ગેઇટ યુઝ કરતે હો જો તુરંત હાઈ વે પે નીકલતા હૈ. તો આઈ થીંક હમે આતે જાતે ઇસ સાઈડ કોઈ દેખતા નહિ. શામ કો ઘર આકે ડીનર કે બાદ હમ રીયાઝ કરતે હૈ – જો શાયદ કોઈ દેખતા હોગા I think this is what all about mystery !! 

 

થોડીવાર શાંતિ ફેલાણી, અમને શાંતિ થઇ. તો પણ થોડા સવાલો મેં નોંધેલા મગજ –ડાયરી માં –

 આપ દોનોને બહોત અચ્છી તરીકે સે સબ કુછ સુના, સમજા ઔર હમે સમજાયા – લોગ ભી ઇસ મામલેમેં બડે ક્રિએટીવ હોતે હૈ. સિર્ફ એક સીન દેખ કે પૂરી ફિલ્મ બના લેતે હૈ. – લેકિન થોડે સવાલ હૈ – 

 

દેખે મેને આપકે ચેહરે પર ! – શુભ્રા

 

આપને બતાયા કી પૂરે દિન બહાર હોતે હૈ – લેકિન સંડે યા હોલી ડે ! ?

 

“વો દિનો મેં પુરા ઘરમે રહતે હૈ ! તો દિખતે નહી. –“ નદીની એ ફોડ પાડ્યો. 

 

ઔર – જબ હમ આયે યહાં મેઈન ગેઇટ પે તો કોઈ થા નહી, કોઈ કોલબેલ જૈસા હમને બજાયા નહિ – તો વો ભાઈસાબ કૈસે આ ગયે ? ઔર યહાં ઘર કે દરવાઝે પે હમે છોડ દિયા વો ગાયબ હો ગયે, આંર દરવાઝા ખુલ ગયા ! 

 

“દોનો કા આન્સર એક હી હૈ. દોનો દરવાઝે ઔર ઇન ફેક્ટ પુરા in and out સર્વેલન્સ પે હૈ. ઔર ડોર્સ આર સેન્સર વાલે હૈ. જૈસે હી કોઈ આતા હૈ તો વો અલર્ટ મિલતા હૈ, કેમેરા સે કોન આયા વો દીખતા હૈ. વો સબ પીછે એક મોનીટરીંગ રૂમ હૈ વહાં હોતા હૈ.દો લોગ અંદર સબ ઓબ્ઝર્વ કરતે હૈ હમે સુચના દેતે હૈ આંર ફિર હમે ઠીક લગે તો હમ ગુલાબસીંગ – જો આપકો લેને આયે થે – ઉસકો સૂચિત કરતે હૈ તો વો લેને આ જાતે હૈ. – વૈસે યહાં આનેવાલે અનજાન વિઝીટર્સ આપ લોગ હી હૈ. “ 

 

નદીની એ બધા જ રહસ્યો ક્લીઅર કર્યા. ત્યાં સુધીમાં અનન્યાના ફોન પર અમારા કલાયન્ટના ફોન આવી ગયા બે વાર કે હવે આવો ડીનર આવી ગયું છે. 

 

“વૈસે હકીકત બહોત સિમ્પલ હૈ લેકિન આપકી ટેલેન્ટ ઔર કામિયાબી – દોનો ક્ષેત્રમે – બીઝનેસ ઔર આર્ટ – લાજવાબ હૈ. એંડ અબોવ ઓલ – you all are so humble and considerate. અગર આપ ચાહતે તો હમારે જેસે અનજાન કો અંદર હી નહિ આને દેતે- યા તો કુછ બતાયે બીના ભગા દેતે – “

 

“ human approach dear,. હમ સંગીત ઔર કલા કી ઉપાસના કરતે હૈ – યા બીઝ્નેઝ મેં ઇતને લોગો સે મિલતે હૈ – તો ઉસમેં સે હમ વહી તો સિખતે હૈ. ઔર આપ દોનો કો દેખ કે – કેમેરા મેં ભી – પતા ચલ ગયા કી યુ આર from some cultured background – તો બસ ફિર ક્યા થા મિલકે બાત કરની થી. “ 

ફિર ભી વી બોથ આર very much pleased and thankful to you. અભી જાને કા મન નહી હો રહા હૈ, but our client is waiting for dinner, તો હમે જાના હોગા. – અનન્યા એ છેલ્લે સમ અપ કર્યું.


“ઓહ વી આર સોરી – ઇતની બાતેં હુઈ તો ડીનર પૂછના હી ભલ ગયે – “

 

અબ આપને ઇતની Hospitality કી વો કમ હૈ. – હમારા ડીનર બાકી રહા – હમ આયેંગે વાપિસ જરૂર- મેં પૂરું કર્યું.

“ઓહ sure હમે ભી અચ્છા લગેગા – હિઅર ઈઝ અવર બીઝનેસ કાર્ડ – you may please call in advance and come” – નદીની

 

અમે પણ contact details આપી ને નીકળ્યા. દરવાજો ખુલ્યો ને થોડીવારમાં ગુલાબસીંગ હાજર. પછી સહજ રીતે મોબાઈલ પર ધ્યાન પડ્યું. બે બ્લીન્ક્સ હતા. એક બેટરી 1 % અને શિવાનીનો મેસેજ – call me urgently. અને હજી કોલ કરવા જાઉં ત્યાં – ફોન બંધ થઇ ગયો. જીપમાં બેઠા. અનન્યા પાસેથી ફોન લઇ કોલ કર્યો પણ – નોટ રીચેબલ. –શું હશે આ urgent ?