Kudaratna lekha - jokha - 27 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 27

Featured Books
Categories
Share

કુદરતના લેખા - જોખા - 27

કુદરતના લેખા જોખા - ૨૭
આગળ જોયું કે મયુરે ગામડામાં વિતાવેલા ૧૦ દિવસોના અનુભવો મીનાક્ષી સામે રજૂ કરે છે અને પોતે હવે કોઈ નોકરી માટેની તૈયારી શરૂ કરશે તેવું મીનાક્ષીને કહે છે. રૂમ પર પહોંચતા જ બધી જ કંપનીમાં પોતાનો resume મોકલે છે.
હવે આગળ.......


* * * * * * * * * * * * * *


મયુરે resume મોકલી આપ્યા એને આજે ૫ દિવસ થઈ ગયા હોવા છતાં કોઈ કંપનીનો પ્રત્યુતર આવ્યો નહોતો. મયૂરને આ સમયે અર્જુનભાઈ ના જૂનો મિત્રો યાદ આવ્યાં તે બધા જ મિત્રોને મળવા પહોંચી ગયો. ત્યાં ઘણા લોકોએ તેને નોકરીએ લગાવી આપવાની ભલામણ કરી તો મયુરે તે બધાને ના પાડી ને કહ્યું કે હું કોઈ પણ જગ્યા એ હું ભલામણથી નોકરી પર લાગીશ નહિ હું મારી મહેનતના આધારે જ નોકરી શોધીશ. આ કહેતા જ મયુરના ચહેરા પર આત્મવિશ્વાસ છલકાતો હતો.


મયુર જેની રાહ જોતો હતો તે ઘડી આવી ગઈ. એક મલ્ટી નેશનલ કંપની વાળાએ એને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો. મયુર બધી જ પૂર્વ તૈયારી સાથે એ ઇન્ટરવ્યૂમાં પહોંચી ગયો. તર્કસંગત દલીલો, દરેક પ્રશ્નના જવાબમાં પોતાનો સ્પષ્ટ જવાબ અને અભ્યાસથી અલગ વિષયોમાં પોતાના જ્ઞાનની ઝલક દર્શાવતા મયુર પર ઇન્ટરવ્યૂ લેનાર ખુશી વ્યક્ત કરતા હતા. મયુરનો આત્મવિશ્વાસ, તેની મીઠી મધુર વાણી અને વિષયો પર ખૂબ સારી પક્કડ હોવાથી ઇન્ટરવ્યૂ લેનાર તેના પર વધુ આકર્ષિત થયા હતા. ઇન્ટરવ્યૂ લેનાર મયુરની આવડતને જોઈ તેને મેનેજરની પોસ્ટ પર પસંદ કર્યો જેમાં મયૂરને ખુબ સારો પગાર પણ નક્કી કરવામાં આવ્યો. મયૂરને બીજા દિવસથી જ નોકરી પર આવી જવાનું સૂચન કરવામાં આવ્યું. મયુર આ સાંભળીને ખુશ થઈ ગયો. ઇન્ટરવ્યૂ લેનારનો આભાર માની કાલથી જ નોકરી પર આવી જશે તેવું જણાવી મયુર ત્યાંથી વિદાય લે છે.


મયુરે તેના મિત્રો અને મીનાક્ષીને આ ખુશ ખબર આપ્યા બધા એ મયૂરને અભિનંદન પાઠવ્યા.


મયુર હવે નિયમિત નોકરી પર જવા લાગ્યો. નોકરીના સમય કરતા વહેલો પહોંચી જતો અને બધા કરતાં છેલ્લે કંપની માંથી નીકળતો. તેના નીચેના કર્મચારીઓને પણ પૂરા માન સન્માનથી બોલાવતો. તે પૂરી ટીમ સાથે તર્કબદ્ધ અને તાલમેળ થી કામ લેતો. તેની કામ કરવાની રિત્તને ઉપેરી અધિકારીઓ પણ નોંધ લેતા હતા.


સમય સરકતો ગયો. મયુર પૂરી ધગશ અને મહેનતથી નોકરી પર ધ્યાન લગાવીને કામ કરતો હતો. એવામાં સાગરનો ફોન આવે છે જેમાં સાગર મયૂરને જણાવે છે કે કાલે રિઝલ્ટ છે અને વિપુલને હેનીશ પણ કાલે આવવાના છે માટે તું કાલે નોકરી પર રજા રાખજે જેથી એક દિવસ બધા સાથે રહી શકીએ. મયુરનું મન તો નહોતું રજા રાખવાનું પરંતુ તેના મિત્રો ઘણા સમય પછી મળવાના હતા માટે મયુરે તેમના ઉપેરી અધિકારી પાસે બીજા દિવસ માટે રજા લીધી.


મયુર પર સવારે વહેલા જ સાગરનો ફોન આવી ગયો કે તું જલ્દી ગાડી લઈને મારી ઘરે આવી જા આપણે વિપુલ અને હેનીશને લેવા બસ સ્ટેશન જવાનું છે. મયુરે ઉતાવળે પોતાનું નિત્યક્રમ પતાવી સાગરને ઘરે ગાડી લઈ ને પહોંચી જાય છે અને ત્યાંથી બસ સ્ટેશન પર ગાડી ચલાવી મૂકે છે.


સાગર બસ સ્ટેશનની ચારો બાજુ નજર ફેરવતા બે નંબરના પ્લેટફોર્મ પર તેમના મિત્રો દેખાતા મયૂરને ઉદ્દેશીને કહ્યું કે જો મયુર બે નંબરના પ્લેટફોર્મ પરથી હેનીશ અને વિપુલ આવે છે. મયુર પ્લેટફોર્મ નંબર બે પર નજર કરી તો તેના બંને મિત્રો તેની સામે જ આવી રહ્યા હતા છતાં સાગરે અને મયુરે દોડીને તેની પાસે પહોંચી ગયા અને બંને ને ગળે મળીને ભેટી પડ્યા. બધા માટે આ એક ખુશીની પળ હતી. કારણે કે ઘણા સમય પછી બધા સાથે મળ્યા હતા. હેનીશે અને વિપુલે મયૂરને નવી નોકરી માટે અભિનંદન પાઠવ્યા અને આજે તો પાર્ટી આપવી જ પડશે તેવું ભાર પૂર્વક કહ્યું. તો અહી બસ સ્ટેશનમાં જ પાર્ટીનું આયોજન ગોઠવવું છે કે? મયુરે મજાકના સ્વરમાં કહ્યું. ચાલો આપણે પહેલા કૉલેજથી રિઝલ્ટ લઈ આવીએ પછી પાર્ટીનું નક્કી કરીએ. સાગરે કહ્યું.


બધા મિત્રો મજાક મસ્તી કરતા ગાડીમાં બેસી કોલેજ જવા નીકળ્યા. મયુરે નોધ્યું કે ત્રણેય મિત્રો ભલે અત્યારે મજાક મસ્તી કરતા હોય પરંતુ ત્રણેયના ચહેરા પર રિઝલ્ટ નું ટેન્શન જરૂર વર્તાતું હતું. મયુરે ગાડી કોલેજના ગેટ પાસે પાર્ક કરી અને બધા એ કોલેજમાં જવા રીતસરની દોટ મૂકી. પહેલા તો બધા જ જૂના મિત્રોને મળીને જૂની યાદોને વાગોળી. પછી ચારો મિત્રો નોટિસ બોર્ડ પાસે પહોંચી ગયા. ત્રણેય મિત્રોની હિંમત નહોતી ચાલતી નોટિસ બોર્ડમાં પોતાનું રિઝલ્ટ જોવાની માટે મયુરે જ ત્રણેય મિત્રોને એક બેન્ચ પર બેસાડી પોતે જ નોટિસ બોર્ડની આગળ જામેલી ભીડ વચ્ચે ઊભો રહી ગયો થોડીવારમાં રિઝલ્ટ જોયા પછી તેમના મિત્રો પાસે પહોંચી ગયો અને કહ્યું કે તમે ચિંતા ના કરો તમે બધા પાસ થઈ ગયા. સાગર અને વિપુલ સામે જોઈને કહ્યું કે તમારે બંને ને ફર્સ્ટ ક્લાસ છે અને હેનીશ સામે જોતા કહ્યું કે તારે સેકન્ડ ક્લાસ આવ્યો છે. "અને તારે" સાગરે અધવચ્ચે જ મયુરની વાત કાપતા પૂછ્યું. મારે distinction આવ્યું અને યુનિવર્સિટી ફર્સ્ટ પણ. મયુરે ખુશ થતા પ્રત્યુતર વાળ્યો. ત્રણેય મિત્રોએ ફરી પાછા મયૂરને અભિનંદન પાઠવ્યા અને ખુશીથી તેને વળગી પડ્યા.


સાગર અને વિપુલ પોતાના રિઝલ્ટ થી ખુશ હતા તેમને આટલી અપેક્ષા પણ નહોતી કે તેમને ફર્સ્ટ ક્લાસ આવશે જ્યારે હેનીશ પણ ખુશ જ હતો કારણ કે એક પેપર તેને ખરાબ ગયું હતું જેમાં તેને નાપાસ થવાનો ભય હતો જ્યારે એને સેકન્ડ ક્લાસ મળ્યો હોવા છતાં એને સંતોષ હતો. ત્રણેય મિત્રો જાણતા જ હતા કે પોતાની અપેક્ષા કરતા પણ સારું રિઝલ્ટ મયુરના કારણે જ આવ્યું છે જો પરીક્ષાના છેલ્લા દિવસોમાં મયુરે મદદ ના કરી હોત તો આવું રિઝલ્ટ આવ્યું પણ ના હોત. ત્રણેય મિત્રો એ મયુર નો આભાર માન્યો.


બધા ખુશીના માહોલ વચ્ચે અમદાવાદની સહેર કરવા નીકળી પડ્યા. જેમાં મયુરે એક આલીશાન હોટેલમાં મિત્રોને પાર્ટી આપી. પાર્ટીની સાથોસાથ જ મયુરે બધા મિત્રોને આગળના ધ્યેયને નક્કી કરવા કહ્યું. જેમાં મયુરનો ઈરાદો હતો કે પોતાની જેમ તેમના મિત્રો પણ જલ્દી નોકરી પર લાગી જાય. મયુર પાસે જેટલી કંપનીની માહિતી હતી તે બધી જ માહિતી તેમના મિત્રોને આપી દીધી.


એક દિવસનો સમય ક્યાં વીતી ગયો કોઈને ખ્યાલ ના આવ્યો. આમ પણ ખુશીનો સમય જલ્દી જ પસાર થાય છે. વિપુલ અને હેનીશને ગામડે જવાનું હતું તો તેને બસ સ્ટેશન પર ઉતારી દીધા અને મયુરે જતાજતા બંને ને કહ્યું કે કોઈ કામ હોય તો નિઃસંકોચ ગમે ત્યારે કહેજો. પછી મયુરે સાગરને પણ તેમના ઘરે ઉતારી પોતાના ઘરે જવા નીકળી ગયો.


* * * * * * * * * * * * * *


મયુરના અલગ તર્કબદ્ધ સૂચનો, અમુક કરેલા સુધારાઓ અને પોતાના આયોજન બધ્ધ કાર્યપ્રણાલી થી કંપનીને ઘણો ફાયદો થયો હતો. મયુરના ઉપરી અધિકારીઓ પણ હવે નવા પ્રોજેક્ટમાં મયુરનું સૂચન જરૂરથી લેતા. મયુરની કંપનીના માલિક પણ મયુર ના કામથી પ્રભાવિત થયા હતા. થોડા સમયમાં જ મયુરના વખાણ આખી કંપનીમાં થવા લાગ્યા પરંતુ મયુર ક્યારેય પોતાની વાહ વાહિમાં ફુલાયો નહોતો.


મયુર પોતાની સમયસૂચકતા અને અલગ કાર્ય પ્રણાલીથી સખત મહેનત કરે રાખતો હતો. તેના કાર્યના વખાણ પણ થતાં હતા છતાં કેમ જાણે એવું તો શું હતું કે મયૂરને સંતુષ્ટિ નહોતી થતી. મયૂરને એવું જ લાગી રહ્યું હતું કે તે તેનો કિંમતી સમય વેડફી રહ્યો છે. મયુર જે નોકરી કરી રહ્યો હતો તેવી નોકરી મેળવવાના તો ઘણા યુવાનોના સ્વપ્ના હતા. જ્યારે મયૂરને તો આ નોકરીમાં પણ સંતુષ્ટિ નહોતી મળતી.


ક્રમશઃ

પ્રમોદ સોલંકી


ખૂબ સારો પગાર અને હોદ્દો હોવા છતાં મયૂરને કેમ નોકરીમાં સંતુષ્ટિ નથી મળતી?


શું મયુર નોકરી છોડી દેશે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏