સંધ્યા : સંજય, આપણે મારા ઘરે જઈએ અને ત્યાંથી બેંક ચેકબુક અને FD રસિદ લેતા જઈએ.
સંજય : હા, ત્યાંથી જ જઇએ. તારા કપડાં અને કોઇ બીજી ચીજ-વસ્તુ હોઇ તે સાથે લેતા જઈએ. હોસ્પિટલથી રજા થાય પછી અંકલને પણ ઘરે જ લઈ જવાના છે એટલે તેના કપડાં પણ સાથે બેગમાં લઈ લેજે.
સંધ્યા : ના, એમને ઘરે લઈ જઈશું અમારા લીધે તમારે હેરાન નથી થવું.
સંજય: અરે... એમા હેરાન થવાની કયાં વાત છે... અહીયાં સાથે રહીશું તો જલ્દી સારા થઈ જશે અને અહીયાં ગમશે એને..
સંધ્યા : સારુ, જોઇયે પપ્પા શું કહે છે તે... પણ પપ્પા ને ક્યારે રજા થશે ??.
સંજય : બે - ત્રણ દિવસ તો લાગશે..
( ત્યાં સંધ્યાના ઘર પાસે પૂગ્યા, બધા ઘરે જાય છે.)
સંધ્યા દરવાજાનો લોક ખોલે છે. અંદર જઈને લાઈટ ચાલુ કરે છે.
સંધ્યા : આવો આન્ટી અંદર.
સંજય : (મજાક મા) હા, આન્ટી ને કહો આવવાનું અમને નહિ 😀
સંધ્યા : અરે, તમને થોડી ના કહેવાય... તમારે પણ આવવાનું જ હોઇ ને...
બધા અંદર જાય છે...
સંજય : સાંધ્યા, તું બધુ પેક કરી દે જલ્દી... ત્યાં હું બધું બંધ કરી દવ અને લોક કરી આપુ..
સંધ્યા : હા, સંજય તમે મને બેગ ઉતરી આપો પછી બેસો હું હમણા જ બધું તૈયાર કરી આપુ.. તમે આવો આ રૂમમા ત્યાં બેગ ઉતરવાની છે..
સંજય અને સંધ્યા રૂમમા જાય છે..
સંધ્યાએ કબાટ ખોલ્યો અને સંજયને 5 લાખ રુપિયા આપ્યા અને કહ્યું "લ્યો આ તમારી પાસે રાખો .."
સંજય ચોંકી ગયો... અરે આટલા રુપિયા અને ઍ પણ ઘરમાં..!!
સંજય : અરે સંધ્યા આટલા બધા રુપિયા અને તે પણ ઘરમાં??.
સંધ્યા : હા, આ પૈસા આજ બેંકમા મુકવા જવાના હતા...ગામડેથી મકાન વેચ્યું તેના પૈસા હજુ કાલ બપોરે મારા પપ્પા લઈને આવ્યાં છે..
સંજય : ok... સારુ... હવે શું કામ છે કે મને હું જલ્દી પતાવી આપુ અને ઘરે જઈએ આપણે..
સંધ્યા : હું FD ની રસિદ લઈ લવ.. અને મારા કપડાં પેક કરુ એટલી જ વાર..
સંજય : કેમ તારા જ કપડાં ???.. તારા પપ્પાના કપડાં પણ સાથે લઈ લે..
સંધ્યા : ના, અત્યારે નહિ.. પછી હું લઈ જઈશ..
સંજય : અરે સાથે લઈ લે કાલે હોસ્પિટલ લઈ જવાં પડશે..
સંધ્યા : સારુ તો લઈ લવ છું...
બધું પેક કરીને બધું બંધ કરીને ત્રણેય સંજયના ઘરે જવા નીકળે છે...
રસ્તામાંથી આઇસ્ક્રીમ લેતા જાય છે..
ઘરે પહોંચીને સંજય તેના પપ્પાને ફોન કરે છે... સમય 10.30 જેવો થઈ ગયો હતો..
સંજય : હેલ્લો... પપ્પા અમે ઘરે પહોંચી ગયા છીયે...અંકલની તબિયત કેવી છે ???.
રમણલાલ : બસ. હતા એમ જ છે... અને ડોકટરે કહ્યું હમણા કે કદાચ ઓપરેશન કરાવવું પડશે..
સંજય : પપ્પા, અમે સંધ્યાના ઘરેથી બધું લઈને આવ્યા છીયે... સંધ્યાએ 5 લાખ રુપિયા મને રોકડા આપ્યા છે...
રમણલાલ : બેટા કાલે ઍ બધા પૈસા સંધ્યાના બેંક એકાઉન્ટમા ડિપોઝિટ કરવી દેજો..
સંજય : પણ પપ્પા, ઓપરેશન કરવાનુ કહ્યું છે તો આપણે પૈસા ક્યાથી લાવીશું ??.
રમણલાલ : સંજય મે બધી વ્યવસ્થા કરી દીધી છે.. અને સંધ્યાના પપ્પાની પરમિશન વગર એમના પૈસા આપણે ના વપરાય...
સંજય : સારુ પપ્પા, કાલે અમે સંધ્યાના બેંક એકાઉન્ટમા ડિપોઝિટ કરવી દેશુ... અને રાત્રે કાઈ જરુર હોઇ તો ફોન કરજો હું આવિશ... સારુ ફોન રાખુ છું..
રમણલાલ : OK.. સારુ.. અને સાંધ્યાને કહેજે કાઈ ઉપાદી ન કરે...
ફોન કટ કરે છે.... ત્યાં સંજયના મમ્મી ભાવના બહેન અંદરથી બુમ પડે છે... " સંજય અંદર આવ આઇસ્ક્રીમ ઓગળી જશે બેટા "