('કેન્સર એટલે કેન્સલ' નાટક સ્ટેજ પર ચાલી રહ્યું છે. માનસ દરેક સભ્યોને હેરાન કર્યા કરે છે. આમને આમ તમે સ્કુલે જવા તૈયાર થાય છે. હવે આગળ...)
' 【ત્રીજો સીન】
[સ્ટેજ પર સ્કુલ જેવો લુક તેમાં એક બાજુ ટેબલ-ખુરશી અને બીજી બાજુ બેંચીસ]
(એક ટીચર ખુરશી પર બેઠેલા છે અને એક ટીચર ઊભા છે. જયારે બેંચીસ પર સ્ટુડન્ટસ બેઠેલા છે.)
ટીચર: "જવાબ આપો કે ફાધર ઓફ ઈન્ડિયા એટલે કે રાષ્ટ્રપિતા કોણ છે?"
માનસ: "ફાધર ઓફ ઈન્ડિયા મહાત્મા ગાંધીજી છે."
ટીચર: "ઓકે, તેમના વિશે ડીટેઈલમાં માહિતી આપો."
માનસ: "મહાત્મા ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા છે. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પૂતલીબાઈ હતું. તેમનો જન્મ પોરબંદરમાં 2 ઑકટોમ્બર માં થયો હતો. તેમની પત્ની નું નામ કસ્તુરબા હતું..."
ટીચર: "વેરી ગુડ માનસ, કાલે બધા બાલ દિન કે જવાહરલાલ નેહરુ ચાચા પરનો નિબંધ તૈયાર કરીને આવજો, બાય."
(બાળકોનો સ્પોર્ટ્સ કલાસ શરૂ થાય છે.)
ટીચર: "ચાલો એક્સરસાઇઝ શરૂ કરો. આમ કૂદો અને ઉપર તાળી પાડો."
(સ્ટુડન્ટસ એક્સરસાઇઝ કરે છે. રિસેસ પડતા બધા બાળકો જોડે બેસીને નાસ્તો કરે છે. પછી આઈસપાઈસ રમવા લાગે છે.)
માનસ: "આ બેંચીસ નીચે માનવ છૂપાણો છે. થપ્પો"
માનવ: "જો પેલો નિહાલ"
માનસ: "હે નિહાલ મળી ગયો, એનો પણ થપ્પો."
(એવામાં માનસને ઉધરસ અને ઉબકો આવે છે છતાંય અવગણીને રમે છે.)
માનસ(આંગળીથી બતાવતાં): "એ પેલી જગ્યાએ નમન છૂપાયો છે. તેનો... થ....પ્...પો"
(આટલું બોલતાં જ માનસને ઊલટી થાય છે, તે જોઈને નમન આયાને બોલાવા જાય છે.)
નમન: "આયામેમ.. આયામેમ.. માનસને વૉમિટ થઈ."
આયા: "ચાલ, હું આવું"
(આયા આવીને જોવે છે. પછી દોડતી ટીચર જોડે જાય છે.)
આયા: "મેડમ.. મેડમ, માનસને ઊલટી થઈ છે."
ટીચર: "આ છોકરો આમય તોફાની છે. નાસ્તો કર્યા પછી ગરમી ચડી હશે એટલે થઈ હશે તો સાફ કરી દો."
આયા: "પણ મેડમ, સામાન્ય ઊલટી નથી, આ તો લોહીની ઊલટી થઈ છે."
ટીચર: "લોહીની ઊલટી..."
(બોલતાં ત્યાં જાય છે.)
ટીચર: "માનસ... તને કંઈ થાય છે?"
માનસ: "નો મેમ, હું ઓકે છું. ખબર નહીં કેમ કરતાં લોહી આવ્યું."
ટીચર: "ઈટસ્ ઓકે બેટા, ઘરે જવું છે?"
માનસ: "નો..નો, મેમ?
ટીચર(આયાને): "સાફ કરી દો
(બધા બાળકોને) ચાલો કલાસમાં હમણાં ટીચર આવશે."
ટીચર(મનમાં): "મારે આ વાત પ્રિન્સિપાલને કરવી પડશે. આ નાની સૂની વાત તો નથી."
(ત્યાં જ કલાસમાં ફરીથી માનસને ઉબકો આવે છે અને મ્હોં માંથી લોહી આવતા તે બેભાન થઈ જાય છે. એ જોઈને બાળકો ગભરાય છે.)
નિહાલ: "ટીચર.. ટીચર, માનસ કંઈ બોલતો નથી... ટીચર.. માનસ કંઈ બોલતો નથી."
ટીચર(આયાને): "જલ્દી જા પ્રિન્સિપાલ મેમને બોલાવી લાવ.
(બાળકને) ચાલ ફટાફટ, શું થયું? તમે મસ્તી કરતા હતા?"
(પ્રિન્સિપાલ અને ટીચર આવે છે. માનસને ભાનમાં લાવે છે.)
પ્રિન્સિપાલ: "માનસ તું આરામ કર."
(ટીચરને) તમે માનસના પેરેન્ટ્સને ફોન કરી સ્કુલમાં બોલાવો."
(ટીચર નમ્યાને ફોન લગાવીને)
ટીચર: "માનસની મમ્મી નમ્યા બોલો છો?"
નમ્યાનો અવાજ: "હા, ટીચર"
ટીચર: "પ્લીઝ તમે સ્કુલમાં આવી જાવ."
નમ્યા: "ઓકે મેમ"
(નમ્યા આવે છે)
નમ્યા(મનમાં): "શું વાત હશે? હશે મારો માનસ આમ તો તોફાની છે. કંઈક ફરિયાદ આવી હશે."
(પ્રિન્સિપાલને મળે છે)
પ્રિન્સિપાલ: "બેસો, તમારું બાળક માનસની તબિયત ઓકે છે ને?"
નમ્યા: "હા મેમ, તે તો એક હેલ્ધી બાળક છે. શું કોઈ પ્રોબ્લેમ થયો છે?"
પ્રિન્સિપાલ: "લોહીની ઊલટી કે ચક્કર આવવા કે બેભાન થવું એવું કંઈ કયારેય ઘરમાં થયું છે?"
નમ્યા: "નો મેમ, પ્લીઝ કહોને કે શું વાત છે? કેમ આમ ગોળ ગોળ પૂછો છો? મને ડર લાગે છે."
પ્રિન્સિપાલ: "એકચ્યુઅલી, માનસને નાસ્તો કર્યા પછી રમતાં ઉધરસ અને ઉબકો આવ્યો અને લોહીની ઊલટી થઈ. અને પછી તે કલાસમાં ફરીથી ઉધરસ આવીને મ્હોં માંથી લોહી પડવા લાગ્યું અને તે બેભાન થઈ ગયો. હાલ તેને ભાન આવી ગયું છે અને તે આરામ કરે છે. પણ આ વાત તમને જણાવવા અને જાણવા માટે કે તેને શું થયું છે? માટે તમને બોલાવ્યા છે."
નમ્યા: "મારે મારા માનસ જોડે જવું છે. મેમ હું તેને પહેલાં જોઈ લઉં."
(નમ્યા ઊભી થવા જાય છે ત્યાં)
પ્રિન્સિપાલ: "બેસો, માનસ હાલ આરામ કરે છે. માનસ હોંશિયાર છોકરો, બધું જ તેને આવડતું જ હોય અને ફર્સ્ટ રેન્કર ખરો જ. પણ તેને લોહીની ઊલટી થવી એ તો એની હેલ્થ માટે બરાબર નથી. એટલે તમે એકવાર બધું ચેકઅપ કરાવી લો, પ્લીઝ."
નમ્યા(અધીરાઈ થી): "સ્યોર મેમ, હું મારા દીકરાને એકવાર દેખી લઉં, પ્લીઝ મેમ. મને ખૂબ જ ડર લાગે છે. મારા દીકરાને શું થયું હશે?"
પ્રિન્સિપાલ: "સ્યોર મેમ"
(નમ્યા માનસ જોડે જાય છે. અને તે નમનને ફોન કરે છે.)
નમ્યા: "નમન, તમે હાલને હાલ ડૉ.શાહની હોસ્પિટલ પહોંચો."
નમન: "શું થયું તને?"
નમ્યા: "મને કંઈ નથી થયું. માનસને થયું છે. તમે એકવાર હોસ્પિટલમાં આવો. ત્યાં જ બધી વાત કરું છું."
(પડદો પડે છે.)
યશ્વી મનમાં બોલી કે, "સોહમ તારી જોડે પણ આવું જ બન્યું હતું. તું આવી જ રીતે બેભાન થઈ ગયો હતો. સોહમને લોહીની ઊલટી જોઈને તેને પહેલીવાર તો કેવો શૉક લાગ્યો હશે, બેટા?"
(શું થશે નાટકમાં?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)