આજની વાત સુરત શહેરની છે.
તો વાત સુરતની છે તે તાપી નદી કાંઠે વસેલું છે. કદાચ વર્ષાઋતુની શરૂઆત જ હતી. અને સિઝનનો પેલો વરસાદ થયો હતો. તેથી કંઈક અલગ જ સુગંધ આવી રહી હતી. તાપી નદી પણ હિલોળા મારતી વહેતી હતી. અને સુરત એટલે ફ્લાયઓવરની રાજધાની. સુરતમાં પ્રેમીપંખીને મળવાની જગ્યા એટલે રામમઢી. સવારથી લઈને સાંજ સુધીમાં તો કેટકેટલા પ્રેમીપંખીડાઓ આવતા હશે! અહીંથી જ કેટલાય લોકોનો પ્રેમ બંધાયો હશે. તો કેટલાકના પ્રેમ પ્રકરણ અહીં જ પત્યા હશે.
આ વાતની શરૂઆત તો આજથી લગભગ ત્રણેક વર્ષ પેલાની છે. અને આ એમના પ્રેમની શરૂઆત પણ આ રામમઢીથી જ થઈ હતી. એ બંનેની પહેલી મુલાકાતની ગવાહી આજે પણ જોવા મળે છે. આ બે-ત્રણ વર્ષમાં એમના પ્રેમસંબંધની ઘણીબધી યાદો જોડાઈ ગઈ હતી. નાની-નાની વાતોમાં થતા ઝગડાથી લઈને મનાવણા સુધીના આલિંગન. તો બીજું ઘણુંબધું આ જગ્યા જોડે જોડાયેલું હતું. આ થોડા વર્ષોમાં એમનો પ્રેમ ગાઢ વડલાની જેમ મજબૂત થઈ ગયો હતો. આ વાત સોમાંસ અને કૃતિની છે.
આજે પણ બંને લોકડાઉન હોવા છતાં ઘરેથી કંઈક બાનું કાઢીને એકબીજાને મળવા માટે રામમઢી એ મળવા માટે ભેગા થાય છે. તાપીનું પાણી પણ ખળખળ વહી રહ્યું હતું. એકદમ શાંત અને રળિયામણું વાતાવરણ હતું. જોઈને લાગતું હતું કે કુદરત પણ આજે સોળ શણગાર સજી હોય. સોમાંસ અને કૃતિ બંને એકબીજાને આકાગ્ર થઈ જોઈ રહ્યા હતા. બંને જાણે મૌનમાં વાત કરતા હોય એવું લાગી રહ્યું હતું. એટલેમાં કૃતિના ફોનમાં કોઈકનો મેસેજ આવે છેને અને એ એકચિત્ત માંથી ભાનમાં આવે છે. કૃતિ ફોનમાં જોઈને કંઈક મનમાં વિચાર પડી જાય છે અને સોમાંસ પૂછે છે શું થયું?
"કાંઈ નહિ સેમ, બસ ટીનાનો મેસેજ આવ્યો કે હવે કેટલી વાર? ઘરે પાછી આવે છે ને!"
"તો તું શું કહીને આવી છે કૃપા!"
"બસ ટીના કીધું છે કે હું સોમાંસ જોડે બ્રેકઅપ કરવા જાવ છું એમ કીધું છે તો એ પૂછે છે કે કેમ હજુ ના આવી? જો તારું મન ફરી ગયું હોય તો કે હું પપ્પા જોડે વાત કરી લવ!"
"અરે.. એને તો હવે હદ કરી છે આપણાને જોડે જોડે તો ક્યારેય નહિ રેવા દે."
"સેમ બસ હવે આજે આપણે છેલ્લી વાર મળ્યા છીએ. હવે મને ભૂલી જાજે હો."
"અરે તું આમ કેમ બોલે છે? આપણે ઘરે બધાને મનાવી લેશું."
"સેમ તું કેમ નથી સમજતો? મારા ઘરે બધા જ તારા વિરુદ્ધ છે અને કોઈ નહિ માને. એના કરતાં સારું છે કે આપણે હવે આગળ વધવા કરતા હવે આપણે એકબીજાને ભુલી જઈએ."
આમ બોલતાની સાથે બંનેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.
સોમાંસ બોલે છે, " અરે કૃપા! હું તારા વગર કેમ રહીશ? તે મને પ્રોમિસ આપ્યું હતું કે તું મારો સાથે ક્યારેય નહીં છોડે."
"હા, સેમ હું સમજી શકુ છું. પણ હું પરિવારની વિરૂદ્ધમાં પણ જવા નથી માંગતી. જો આવું તારા જોડે ભાગી જઈશ તો મમ્મી પપ્પા નું શું થશે? એમના પર હું મારા લીધે કાંઈ પણ દુઃખ નથી આવવા દેવા માંગતી. એક તો ટીનાની ચિંતામાં પપ્પા બરાબર જમતા પણ નથી. અને એ સમજતી પણ નથી. એને પેલા જોડે વાત કરવા નથી મળતી તો હવે એ આપણને..!"
"કૃપા, તારું સ્થાન મારી જિંદગીમાં બીજું કોઈ નહિ ક્યારેય નહીં લઈ શકે."
અત્યારે તો બંને માટે પોતાની જાતને સંભાળવી મુશ્કેલ હતી. એટલેમાં કૃતિ સોમાંસને કપાળે ચુંમન કરે છે અને આલીંગન આપે છે. અને હૈયાની અસહ્ય પીડા સાથે બંને ફૂટીફૂટીને રડવા લાગે છે. બસ છેવટે એકબીજાથી છૂંટા પડવાની ઘડી આવી ગઈ હતી.
સાંજ પડી ગઈ હતી અને કૃતિને પણ ઘરેથી ફોન આવવા લાગ્યા હતા. બંનેની આંખમાંથી હજુ પણ આંસુ વહી રહ્યાં હતાં. સોમાંસ થોડી હિંમત કરીને કૃતિને ઘરે જવા માટે કહે છે. અને મન ભારે કરીને કૃતિ પણ ઉભી થાય છે. જતા જતા હૃદય પર પથ્થર મૂકીને બોલે છે, " સેમ, કાલે મને છોકરા વાળા જોવા આવવાના છે અમે મમ્મી-પપ્પા એ તેમને હા પડી છે કે અમે રાજી છીએ અમારી દીકરીને તમારા ઘરની લક્ષ્મી બનાવવા અને આવતા મહિને મારા લગ્ન પણ છે. મને માફ કરજે સેમ."
સોમાંસ એક પણ શબ્દ બોલી શકતો નથી અને તેના આંસુથી તો હવે તાપી પણ છલકાવા આવી ગઈ હતી.
સોમાંસ, કૃતિને વળાવતી વખતે બસ એટલું બોલો છે,
"જે દિવસે હું એકલો પડીશ તે દિવસે હું અહી મળીશ,
જો વાત આવે મારા જીવન મરણની તો હું તડપીશ"
બસ, બંને એકબીજાથી છુટા પડે છે પણ બંને માંથી એકેય પોતપોતાના ઘરે ક્યારેય પહોંચતા જ નથી. એક તાપીને આ કિનારે તો એક તાપીને પેલા કિનારે તાપીમાં વિલીન થઈ જાય છે.
✍🏻~દુશ્મન