UNTOLD THING - 11 in Gujarati Fiction Stories by DAVE MITAL books and stories PDF | વણકેહવાયેલી વાતો - ૧૧

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વણકેહવાયેલી વાતો - ૧૧

અમે બધાં ભેગાં મળીને નક્કી કર્યું કે આ કામ અમે કરશું, અમે તે જયેન્દ્ર ધર્માને વધારે કોઈની જિંદગી નહી બગાડવા દઈએ.


હવે આગળ,,



આજે બે મહિના થઈ ગયા. અમે બધાં અદાલત માં બેઠા હતા. હું ઢીંગલીને લઈ સૌથી પાછળ બેઠી હતી. મારી ડાબી બાજુમાં અબ્દુલ, મયંક, પેરી અને જમણી બાજુ નાઝિયા, આશિષ અને શિવાય બેઠો હતો. પ્રયાગ હજી આવ્યો ન હતો. અબ્દુલને કોઈ ઓળખી ન જાય એટલે સરદારજી જેવી પાઘડી, મોટી દાઢી- મુછ અને ચશ્માં પહેર્યા હતા. પેલાં એન્જિનિયર વિદ્યાર્થીઓ વર્સીસ તે જે પ્રાઇવેટ કોલેજ માં ભણી રહ્યા છે તેમના ઓનર જયેન્દ્ર ધર્માનો કેસ નંબર બોલાયો એટલે બંને પક્ષના વકીલો ઉભા થઈ પોતાની હાજરી નોંધાવી. બધી કાગળની કાર્યવાહી થઈ ગયા બાદ જયેન્દ્ર ધર્માનો વકીલ ઉભો થઈ પોતાના પક્ષ તરફથી વિદ્યાર્થીઓ ઉપર લાંછન લગાવા લાગ્યો. જયેન્દ્ર કેટલો સાચો છે તેની સબુતી આપવા લાગ્યાં. જયેન્દ્ર પણ ત્યાં હતો જ. ત્યાં જ પ્રયાગ દોડતો દોડતો આવ્યો અને વિદ્યાર્થીઓના વકીલ પાસે બધાની સામે જઈને ગયો અને એક પેકેટ તેના હાથમાં આપ્યું. એટલે જજ સાહેબ ગુસ્સે થઈ ગયા.
તેમણે પ્રયાગની ઝાટકણી કાઢતાં કહ્યુ, "આ શું રીત છે? કોર્ટની માન મર્યાદા નો કંઈ ખ્યાલ છે કે નહી?"
અને પછી તે વકીલ તરફ જોતાં કહ્યુ, "તમે તમારા માણસોને આવી રીતે કોર્ટમાં બોલાવો તે કોઈ પણ રીતે યોગ્ય નથી. એટલી ખબર નથી પડતી તમને!!?"
જે વકીલ ત્યાં ઊભો હતો તે તો આખો ધ્રુજી ગયો. તેણે આની પેલાં કોઈ કેસ લડ્યો જ ન હતો. આ કેસ લેવાં માટે પ્રયાગે એમને કીધું હતું. તે એક નોશિખ્યો હતો. તે માત્ર એક ચેહરો જ છે બસ બાકી બધુ વકીલનું કામ તો પ્રયાગ જ કરતો હતો.
એટલે અત્યારે પણ તે વકીલ ના બદલે પ્રયાગ જ બોલ્યો," માફ કરજો સર. હું પણ એક લૉ નો સ્ટુડન્ટ જ છું. અદાલત ની માન મર્યાદા બખૂબી સમજુ છું. પણ હું આ વકીલ નો માણસ નથી. હું તો મારી કૉલેજ માં મારા પ્રોજેક્ટ સબમિટ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક નાનો છોકરો મારી તરફ આ પેકેટ અને ચીઠ્ઠી લઈને આવ્યો. જેમાં લખ્યું હતું કે આ પેકેટ અત્યારેજ અહીં લઈ આવુ. અને જો મેં એમ ન કર્યું તો એક માસુમ જિંદગી ચાલી જશે. એટલે હું ભાગી ને અહીં આવ્યો અને આ પેકેટ આપી રહ્યો છું આ સાહેબને. મને તો અહીં કયો કેસ ચાલે છે તેની પણ ખબર નથી. હું તો ખાલી આ પેકેટ..."
એટલું કહી પ્રયાગ પેકેટ દઈ ચાલ્યો ગયો. અને અમારી પાસે આવી બેસી ગયો. અને શિવાય ને પૂછે, "કેવી લાગી મારી એક્ટિંગ?"
શિવાય પણ મસ્તીના મૂડ માં હતો તો બોલ્યો, "મારુ ધ્યાન તારી એક્ટિંગ કરતા તું જ્યારે દોડીને આવ્યો તો તારું શરીર જે રીતે આખું હલી રહ્યું હતું તે જોવામાં જ હતું. તું તો ઘણો સેક્સી છે યાર! ક્યારેક તારી પાસે ટાઈમ હોય તો આપણે એકલા મળીએ. બોલ? "
આટલું કહી તેણે પ્રયાગના પગ પર હાથ મૂક્યો.
તો પ્રયાગ તરત તેનો હાથ હટાવતા બોલ્યો, "તું ક્યારેય સુધરીશ જ નહી. હું તને કહી દઉં કે મારી માટે નાઝિયા બરાબર છે. યાર મિત્તલ, આને કાઈક કેહતી જા ને!"
મેં કીધું, "તમે બંને ચૂપ રહો. આપણી બે મહિનાની મેહનત ખુલવા જઈ રહી છે. શાંતી રાખો."
અમારા વકીલે પેકેટ ખોલ્યું અને એક પછી એક સાબિતી કોર્ટ માં જજની સામે મુકતા ગયાં. વિડિયો રેકોર્ડિંગ, ફોટા, દસ્તાવેજી પુરાવાઓ, બીજાં સાથે ફોન માં કરેલી વાતચીત ની રેકોર્ડિંગ એવું બધું હતુ. આટલું ઓછું હોય તેમ કેટલાંક લોકો આવ્યાં જયેન્દ્ર વિરુદ્ધ ગવાહી દેવા. તે લોકો કોણ છે આ વાત થી તો બધાને અજાણ જ રાખેલા. જજ ને આ બધું જોતાં લાગ્યું કે જો તેમણે નિર્ણય કરવામાં વધું મોડું કર્યું તો ફરી આ વ્યક્તિ કે જેણે દેશ ના ભવિષ્ય સાથે છેડખાની કરી છે તે ફરી નવા દાવપેચ કરી છુટી જશે. એટલે એમણે ત્યારે જ નિર્ણય સંભળાવી દીધો.
અને કહી દીધું કે એમના વતી જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે તે બધી જ જગ્યાઓ ની સરખી નિષ્પક્ષ ટીમ પાસે જાંચ કરવામાં આવશે. અને ત્યાં પણ આ કૉલેજ જેવી પ્રવૃત્તિઓ થતી હોવાનો અંદાજો પણ આવે તો તે બધી સંસ્થા બંધ કરવામાં આવશે અને બધા વિદ્યાર્થીઓ ને તેમણે ભરેલી ફી પરત કરવામાં આવે છે. અને તે ફી ની ચુકવણી જયેન્દ્ર ધર્મા જ પોતાના પૈસા માંથી કરશે. તથા કોઈ પણ બીજી કૉલેજ માં તેમનું એડમિશન સરળતાથી થઈ શકે તે માટે ની કોર્ટ બાહેંધરી બધા વિદ્યાર્થીઓને આપે છે. તેમ જ આજ થી જયેન્દ્ર ધર્માને ૧૪વર્ષ ની સજા ફટકારવામાં આવે છે. અને તેમની બધી સંપત્તિ કબ્જે કરવાનો હુકમ કરવામાં આવે છે. એટલું જ નહિ આ કામ માં તેમને સાથ આપનાર દરેક વ્યક્તિ ને શોધીને કોર્ટમાં હાજર કરવા માટે પોલિસને આદેશ કરવામાં આવે છે.અનેે તે માટે બધી છુટ આપવામાં આવે છે. અને આવતી સુનવણી સુધીમાં તેમની વિશે ચાર્જશીટ લઈને આવવાનું રહેશે. આવતી સુનવણી માં એક જ વખત માં આ કેસના બીજા દોષીઓ ને સજા ફટકારવામાં આવશે. જેમાં કોઈ ફેરબદલ આગળથી થઈ શકશે નહી. આજ માટે આટલું પૂરતું. " આટલું કહી જજ સાહેબે કેસ બંધ કરાવી દીધો.

બધા વિદ્યાર્થીઓ ખુશીના માર્યા નાચી રહ્યા હતા. એમાંથી અમુક અમારી પાસે આવા ગયાં તો મેં દુરથી ઈશારો કરી ના પાડી દીધી. અમે જીતી ગયા!!
આ બધું થયુ પ્રોપર પ્લાનિંગ અને વધું મળેલ સમયને લીધે. અને સાથે થોડીક મુવીઝ અને બુક્સ ને લીધે પણ!!!

જે દિવસે નક્કી થયું કે અમે આ કેસ હાથમાં લેશું. તો ત્યારે જ અબ્દુલે સૌથી પહેલા કહ્યું કે તમે જઈને તે વિદ્યાર્થીઓને જઈને કહો કે તમે આ કામ નહી કરો. કેમકે તે લોકો પાછળ પેલાના માણસો હશે તેમને ખબર પડી ગઈ હશે કે તે લોકોએ મારી પાસે મદદ માંગી છે. એટલે કોઈ બીજી રીતે એમને કહો કે હું આ કામ કરીશ.
એટલે પેરીએ કહ્યું, " મેં એકવાર મુક બધિર ની સાઈન લેન્ગવેજમાં સ્પીચ આપેલી આવા લોકોની સ્કુલમા જઈને. એટલે વધારે નહી પણ હું પ્રેક્ટિસ કરું તો તે પેલી મુંગી છોકરી સાથે વાત કરી શકીશ કે આપણે તેમની સાથે છીએ અને કોઈને ખબર નહી પડે."
અને અમે એમ જ કર્યું બીજે દિવસે હું અને પેરી જ ખાલી તે બધાને મળવા તેમની કોલેજ ગયાં. અને બધા તરત મારી પાસે આવી ગયાં.
એટલે મેં બધાને કહ્યુ, "મને માફ કરજો પણ હું તમારું કામ નહી કરી શકું."
પેલી મુક વિદ્યાર્થીએ તરત એની ફ્રેન્ડ ને પૂછ્યું કે મેં શું કહ્યુ તો તેની ફ્રેન્ડ બોલવા જાય એની પેલાં પેરીએ કહ્યું, "હું એને કહું છું. તમે બધા આને સાંભળો." અને પેરીએ ઈશારામાં એમ કહ્યું કે અમે તમારી સાથે છીએ પણ આ વાત ની ખબર કોઈને પડવી ન જોઈએ. હું અહીં ના પાડવાના ડાયલોગ ખાલી બોલે જાતી હતી. પણ બધાનું ધ્યાન તો પેરી ઉપર હતું. તેમની ગ્રુપમાં એક મુક બધિર છોકરી હોવાથી બધાને થોડી ઘણી ઈશારા ની ભાષા સમજાતી હતી. બાકીનું કામ જેને સરસ આવડે છે તે કરી નાખશે. પેરીએ ચોખુ કહ્યું કે ક્યારેય આજ પછી તમે અમને મળવાનો પ્રયત્ન પણ નહી કરો. અને અમારે તમારું કાઈ પણ કામ હશે તો અમે આવી જાશું ગમે તે રીતે. અને બીજી વાત કે તમારો વકીલ બદલી નાખો કાલે એક સાવ નવો વકીલ સામેથી તમને મળવા આવશે. એને રાખી લેજો. અને તમે તમારી રીતે અત્યાર સુધી જેમ લડી રહ્યા હતા તેવી રીતે આગળ પણ લડતાં રહજો. તમારા લોકોના વર્તનમાં જરા પણ ફેરવાર થવો જોઇએ નહિ. આ સાંભળી બધા વિદ્યાર્થી નીચું મોઢું કરી ઉદાસી નો ઢોંગ કરતા ચાલ્યાં ગયાં.
પ્રયાગે હજુ હમણાં જ LLB નો અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થી ને પકડી પાડયો. તેને ખુબ સમજાવ્યા બાદ તે તૈયાર થઈ ગયો. તેને સમજાવા હું ખુદ ગઈ હતી. અને હું મારી વાત મનાવવા માં હોશિયાર છું!!! તે માની ગયો. અને પોતાની રીતે જે કંઈ ડોક્યુમેન્ટ કોર્ટમાં જમાં કરવાના હોય તે કરાવી દીધાં. ત્યારે પેલાં જયેન્દ્ર ના માણસો તેને હેરાન કરવા આવ્યાં તો જે વાત મેં એને પેલાં કહી હતી તે એક એક શબ્દ પોપટ ની જેમ પેલાં લોકો સામે બોલી ગયો. હા, એક્ટિંગ સારી કરી તેણે.
તેણે કહ્યું, " મેં આ કેસ હાથ માં લીધો એમાં તમારા લોકોનો ફાયદો છે. મારી જેવા નવા નિશાળિયા ઉપર કોણ વધુ ભરોસો કરશે. અને મારી પાસે કોઈ સબુતી કે કોઈ આઈ વિટનેસ પણ નથી. જેના આધાર પર હું તમારી સામે લડી શકીશ. ઉપર થી આ સ્ટુડન્ટ ને કંઈ મળ્યું તો હું તે તમને આપી દઈશ. "આવુ બોલવાથી પેલાં લોકો ને વિશ્વાસ બેસી ગયો.
બીજું કામ તેણે આડકતરી રીતે કેસ ની તારીખ બે મહિના પાછળ કરી નાખી. જેથી અમને સમય મળી જાય.

બીજું કામ નાઝિયાએ કર્યું કેવી રીતે કર્યું તે તો તે જ જાણે. પણ તેણે જયેન્દ્ર ની મુખ્ય ઓફિસ માં ઇન્ટિરિયરનું કામ પોતે જે કંપની માં પાર્ટ ટાઈમ કામ કરતી હતી તેને અપાવી દીધું. જેથી તે પણ શીખવા ના બહાને ત્યાં આવ જા કરી શકે.
અને હજી મુખ્ય કામ કર્યું, શિવાયને મદદ માટે બોલાવ્યો. તેણે એક શરતે મદદ કરવા આવ્યો કે જ્યાં સુધી આ કેસ ચાલે ત્યાં સુધી તે મારા અને અબ્દુલના ઘરે રહશે. મને આ વાતથી કોઈ વાંધો ન હતો. ઉલટું હું અને અબ્દુલ ઘણા ખુશ થયા કે જેણે અમારી આટલી બધી મદદ કરી હતી તે અમારી સાથે રહશે. અને તે પોતાની મોટી બે બેગ લઈને આવ્યો. ત્યારે જે ઘટના બની તે વધું દિલચસ્પ હતી.
શીવાયને અમે બધાએ પેલી વાર જોયો તે દિવસે. બધાય મારી ઘરે જ હતાં. આશિષ તેને જ્યારે લઈને આવ્યો ત્યારે સવારનો સમય હતો. અને જેવો તે ઘરમાં આવ્યો. તો બધા એને જોઈ ચોંકી ગયા. એકદમ કલરફૂલ કપડાં પેરેલા હતાં. સ્ટાઇલિશ અને ફાટેલું બ્લુ જીન્સ, ઉપર લાલ કલરનું ટીશર્ટ, સ્ટાઇલિશ સન ગ્લાસ, અને વોચ. સ્પોર્ટ્સ બુટ પેહરી તે અંદર આવી રહ્યો હતો એટલે મેં તેને ટોક્યો અને હિન્દી માં કહ્યું, "પ્લીઝ ચપ્પલ બહાર."
તો એણે પોતાનાં બુટ ઉતરતા કહયું, "પેલી વાતકે આ ચપ્પલ નથી જાનેમન, આ બુટ છે."તે એકદમ મારી પાસે આવી મારા ગાલ પર હાથ ફેરવતાં બોલ્યો, "ડોન્ટ વરી તું મારી સામે ગુજરાતી બોલી શકે છે. પણ હું ગુજરાતી નહિ બોલું. ચાલશે ને ડાર્લિંગ? બાય ધ વે યુ આર વેરી બ્યુટીફુલ!.
મેં એનો હાથ પકડતા અને હસતાં કહ્યું, "મારા ખ્યાલથી તે પાછળ બ્યુટી જોઈ નથી. તેમને જોઈશ ને તો મને બ્યુટીફુલ નહી કહે."
શિવાય: અચ્છા! ચાલો જોઈ જ લઉ કે કેવી બ્યુટી છે!
અને પછી તેણે બાકી બધાને જોયા બધાએ તેને હાઈ કહ્યું અને પોતાનો પરિચય આપ્યો.
છેલ્લે અબ્દુલ પણ બોલ્યો, "હેલો શિવાય સર. વેલકમ ટુ અવર હોમ. અબ યે આપકા ભી ઘર હૈ. મેં અબ્દુલ હું. આપસે મિલકર બેહદ ખુશી હુઈ. આપને મેરી જાન બચાને મેં મિસ દવે કી કાફી હેલ્પ કી થી. ઇસલિએ આપકો મિલકર શુક્રિયા કેહના થા. હમે આપકી શર્ત શર્ત નહી બલ્કિ હમારે લિયે તો ખુશી કી બાત હુઈ. "
શિવાય તેની પાસે બેડ પર બેસતા બોલ્યો, "એમ વાત છે. તો બોલ મને, - તમારો ખુબ આભાર સાથે એક કિસ પણ."
અબ્દુલ ચોંકી ગયો અને એના મોઢા માંથી એટલું જ બોલ્યો, "જી?"
શિવાય તેના ફ્રેકચર વાળા હાથ પર હાથ મુકતા બોલ્યો, "એમા આટલો ચોંકી શુ ગયો! જો હું તો જે છું તે છું જ. હું કોઈ દિવસ છુપાડતો નથી. હું બાયો સેક્સ્યુઅલ છું તો છું. પણ તારી બોડી જોઈને એવું લાગે છે કે તું પણ આશિષ ની જેમ માચો મેન બનવાનો ઢોંગ કરી રહ્યો છે. "
આશિષ તરત બોલ્યો, "શટ અપ, શિવાય. હું કંઈ ઢોંગ નથી કરતો."
અબ્દુલ: ઓર મેં ભી નહી કર રહા હું. મેં સ્ટ્રેટ હું. આપ પ્લીઝ થોડા દૂર રહિયેના.
બધા હસી પડ્યા. તેનું ધ્યાન નાઝિયા ઉપર ગયું અને બોલ્યો, "લાગે છે ગણપતિ બાપા એ પોતાની બધી ખૂબસૂરતી તને આપી દીધી છે. અને તું પેરી, તું તો ખુબ સેક્સી છો. પણ અહીં ગર્લ્સ કરતા બોયઝ વધારે છે. અને મને તો એમાં જ ઇન્ટરેસ્ટ છે. તો કોણ આજે મારી સાથે રાત વિતાવવાનું પસંદ કરશે?!
પ્રયાગ: કોઈ નહી. અમે કોઈ અહીં નથી રહેતા. આને તો અબ્દુલના રૂમ માં રાખવા માં પણ જોખમ છે. મિત્તલ, આ પેલો પુરુષ હશે જેની સાથે તું રૂમ કંઈ પણ ખચકાટ વગર શેર કરી શકીશ.
શિવાય: એક મિનિટ, હું એક પણ રૂમમાં નહી રહુ, મને એવા નાના રૂમ નથી પસંદ.મારા એન્જિનિયરના પ્રોજેક્ટ માટે વધારે જગ્યા જોઈએ. હું તો આ હોલ માં જ રહીશ. આ અબ્દુલ જે બેડ પર સૂતો છે તે મારો.
મયંક : આ તો કેટલો સારો છે! કોઈને પણ હેરાન કર્યા વગર પોતાની જગ્યા પણ આ ઘરમાં બનાવી લીધી. વાહ!! તને વાંધો ન હોય તો અમે બધાં તને શિવ કહીએ? મિત્તલ ના ફેવરીટ ભગવાન નું નામ મહાદેવ છે અને તેમનું બીજું નામ શીવ છે. તો તે બહાને મિત્તલ આખો દિવસ પોતાના ભગવાન નું નામ લેતી રહશે.
શિવાય: ઓહ માય માય! તું ક્યાં ગર્લ્સ પાછળ છુપાયેલો હતો. તારે મને જે કેહવુ હોઈ તે કહી ને બોલાવી શકે છે. હું તો વારી ગયો તારી ઉપર.
મિત્તલ : હે મારા મહાદેવ! ભાઈ થોડુક કામ ની વાતું કરી લઈ? જો તમારી આ રોમેન્ટિક વાતું થઈ ગઈ હોય તો!
શિવાય: હા બિલકુલ. હું ક્યાં ના પાડું છું.
ત્યાં રૂમ માંથી ઢીંગલી બહાર આવી, પોતાની ઢીંગલીને લઈને. એને જોઈ શિવાય મંત્ર મુગ્ધ થઈ ગયો. તે એની પાસે નીચે બેસી ગયો. અને પોતાનો હાથ લંબાવતા કહ્યું, "હાય, મારુ નામ શિવાય છે તારો નવો ફ્રેન્ડ. મારી સાથે દોસ્તી કરીશ? મને તારો ફ્રેન્ડ બનાવીશ? "
ઢીંગલી તો બધા સાથે દોસ્તી કરી લે. પણ આ મોટો પુરુષ હતો એટલે તેણે પેલાં મારી સામે જોયું મેં હા પાડી તો તેણે વારા ફરતી બધાની સામે જોયું અને બધાએ હા પાડી પછી ઢીંગલી તેની સામે હસી અને તેના હાથ માં હાથ મિલાવવાને બદલે ગળે ચોંટી ગઈ. અને બોલી, "નયા દોસ્ત!"
અને પછી છુટી પડતા બોલી, "મેરે દોસ્ત મેરે સાથ ખેલોંગેના?"
શિવાય: હા બિલકુલ આપણે રમશું.
મહેર: મેરે લિયે ક્યાં લાયે.?
શિવાય: અરે હું લાવતા તો ભુલી ગયો. મને આ આશિષે યાદ જ ન કરાવ્યું કે તું અહીં છો. નહિતર લઈ આવતને. બધો વાંક આશિષ નો છે. એણે યાદ જ ન કરાવ્યું.
મહેર હસી પડી અને બોલી, " કોઈ બાત નહી." અને પોતાની બાર્બી ડોલ લઈને અબ્દુલ પાસે બેડ ઉપર બેસી ગઈ.
શિવાય ની ચાલ, તેની બોલી, તેની વાત કરવાની અદા, બધા માં દેખાઈ આવતું કે તે ગે છે. જ્યારે આશિષ માં નહી. તે હંમેશા કડક થઈને રેહતો. શિવાયને બધાની સાથે એક મુલાકાત માં ભળી ગયું. પણ તે આશિષ સિવાય બધા સાથે ફ્લર્ટિંગ કર્યા રાખતો. હું એને રોકી લેતી. ઘણું સમજાવ્યા બાદ તેણે અબ્દુલને હેરાન કરવાનું છોડી દીધું.
પણ શિવાય ખુબ કામ આવ્યો. તેણે એક નાનો હિડીંગ કેમેરા બનાવ્યો જે મયંક ની એક પેન્ટિંગ માં છુપાવી દીધો. પેરીએ તેના દીકરા સાથે દોસ્તી કરી લીધી અને તે મયંકની આર્ટ ગેલેરી માં લઈ આવી. અને ત્યાં તે જ પેન્ટિંગ ના ખુબ વખાણ કર્યા જેમાં કેમેરા હતો. અને તેણે પેન્ટિંગ ખરીદી લીધી. નાઝિયાની એન્ટિરિયર ગ્રુપના લોકોએ તે પેન્ટિંગ ને એવી રીતે મુકાવડાવી કે જેથી ત્યાંથી બધું અમને દેખાય અને સંભળાય પણ ખરી.
ત્યારબાદ અબ્દુલે જયેન્દ્રને ફોન કરી કહ્યું કે તે એના બધાં ગવાહને મારી નાખશે અથવા કીડનેપ કરી લેશે. જેથી એની વિરુદ્ધ કોઈ બોલી જ નહી શકે. પણ બદલામાં મારા બધા જ માણસો પર ચાલતા પોલીસ કેસ બંધ કરાવી દેવાના અને વધારામાં પૈસા પણ. એનાથી અબ્દુલે પોતાની ગેંગ ને ફરી પાવર માં લાવી દીધી. અને અમને સેહલાઈ થી તે માણસો મળી ગયા. જે લોકોને જયેન્દ્ર ધર્માની બધી ખબર હતી અને કેસ માં ગવાહી દેવા પણ આવશે.
અબ્દુલે ખુબ ચોકસાઈ પૂર્વક બધાને ઉપાડી લીધા. એટલે એમ કહી શકાય કે કિડનેપ કરી લીધા. તેમના બધાં પરિવાર ને કહી દીધું કે કોઈ પોલીસને જાણ નહિ કરે. અને બીજી બાજુ એમ આશ્વાસન આપ્યું કે તે લોકો સુરક્ષિત રહશે.
બીજો એક કેમેરો તેની કારના એરફ્રેશનરમાં હું જઈ લગાવી આવી. ઘણી જ સેહલાઇથી, જ્યારે તેની કાર કોર્ટની બહાર આવી હતી અને હજી તો તે બહાર જ નીકળ્યો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓને મેં કહી રાખ્યુ હતું કે જેવો તે આવે તેવું તેને કારથી દુર લઈ જવો. અને મારામારી જેવું વાતાવરણ ઊભું કરી દેવું. જેથી બધાનું ઘ્યાન ત્યાં ચાલ્યું જાય. અને થયુ પણ એવુ જ. જેવો જયેન્દ્ર ગાડીની બહાર આવ્યો કે તરત જ બધી સ્ત્રીઓ તેને વળગી પડી અને ધીમે ધીમે ધક્કો મારી દુર લેતાં ગયા. પોતાની પાસેથી આટલી બધી ફી વસૂલ કરવા બદલ તેને હેરાન કરવાનું ચાલુ કરી દીધું. આ બધુ નાટક જોવા બધાં ભેગાં થઈ ગયા તેનો ડ્રાઈવર પણ બહાર નીકળી ગયો પણ તેણે ગાડીનો દરવાજો ખુલ્લો રાખી દીધો જેને લીધે હું તરત અંદર જઈ કેમેરો લગાડી બહાર નીકળી ગઈ. કોઈને શંકા પણ ન થઈ.
એક દિવસ આવી જ રીતે બધાં અમારા ઘરે ભેગા થયા હતા. કેસ માં વધું સબૂત કેવી રીતે ભેગા કરવા તેની સ્ટ્રેજી બનાવી રહ્યા હતા. અને હું હંમેશા ની જેમ બધાં માટે રસોઈ બનાવી રહી હતી ત્યારે ખાલી પેરી અને નાઝિયા મારી પાસે આવી અને એક પણ બોયઝ સાંભળી ન જાય તે રીતે મારી સાથે વાત કરવા લાગ્યા.
પેરી: મિત્તલ, શિવ અહીં રહે છે તો કંઈ પ્રોબ્લેમ નથી થતી ને?
મિત્તલ: અરે ના ના! અત્યાર સુધી આ ઘરમાં એક જ બાળક હતું હવે બે થઈ ગયા છે. થોડોક મસ્તીખોર છે. બાકી કંઈ વાંધો નથી. બીજું તો ઠીક પણ ઢીંગલી અબ્દુલ અને શિવ સાથે રહી હિન્દી જ બોલે છે ગુજરાતી બોલતી જ નથી.
નાઝિયા: એ તો ઠીક. આમ પણ તું મુંબઈ માં રહે છે. ગુજરાતમાં નહી. એટલે એટલી તકલીફ રહશે. પણ અમે એમ પૂછતાં હતાં કે અબ્દુલને જ્યારથી વાગ્યું છે ત્યારથી તું જ એક એના બધા કામ કરી રહી છે. તને કાઈ થતું નથી?

મિત્તલ: એમાં શું થાય! અબ્દુલે મારી ઘણી મદદ કરી છે અત્યારે એને મદદ ની જરૂર છે તો હું કરું છું. એમાં શું થયું.

પેરી: એમ નહી. હિ ઇઝ એ બોય એન્ડ યુ આર એ ગર્લ. આઈ મીન. યાર તને કાઈ અટ્રેકસન નથી થતું??
મિત્તલ : ઘણો આભાર તારો પેરી, મને કેવા માટે કે હું છોકરી છું અને અબ્દુલ બોય.
હું હસી અને મારું કામ કરતા કરતા બોલી, "હું પણ તમારી જેવી નોર્મલ છોકરી જ છું. ભગવાને જેમ તમને જે હોર્મોન અને કેમિકલ થી બનાવ્યા છે. તેનાથી મને પણ બનાવી છે. કોઈ છોકરાને જોઈ આકર્ષણ થવું સ્વાભાવિક છે. પણ તમે અબ્દુલની વાત કરો છો. એની સાથે એવું કંઈ ન થાય."

નાઝિયા: કેમ? હમણાં શિવ કહેતો હતો કે તું અબ્દુલને તૈયાર પણ કરી દે છે. વાળ ઓળવા થી લઈને શેવ પણ. તો કેમ નહી?
મેં મારુ કામ એકબાજુ મૂક્યું અને તે બંને ની સામે જોઈ બોલી, " ઓકે સાંભળો, મેં પેલાં દિવસ થી એમ જ વિચારી લીધેલું કે તે એક નાનો બાળક છે. અને તે અબ્દુલ છે. અબ્દુલ મને પોતાનાં ખુદાએ મોકલેલ એન્જલ માને છે. જો મેં મારી થોડીક પણ લિમિટ ક્રોસ કરી કે તેનાથી હું અફેક્ટ થઈ રહી છું તેવું કાઈ પણ થયુ તો તે પોતાને જ દોષી માનશે. અને આખી જિંદગી પસ્તાવો કરતો ફરશે. ભલે પછી વાંક મારો હશે તો પણ. તે અબ્દુલ છે ફ્રેન્ડસ્. તે મારું માન ખુબ જાળવે છે. તે તમને બધાને સર, મેડમ કહેતો ફરે છે, પણ મને પોતાની માલકીન જ ગણે છે. અને તેને લીધે મારી ખુબ મર્યાદા જાળવે છે.અનેે આમ પણ તેને વધારે તકલીફ માં હું જોઈ નહિ શકું. અને તે બોયફ્રેન્ડ મટીરીયલ પણ નથી." મેં હસતાં કહ્યું.

પેરી: આ થોડુક અજીબ નથી લાગતું તને! તને તેની આટલી બધી ચિંતા છે. અને બીજું કંઈ નથી થતું તને!.
હું હસી, અને બોલી, "અત્યારે આ ઘર માં જેટલા છેને તે બધા ની મને ચિંતા છે તેમને કાઈક થઈ ગયું ને તો હું આખી દુનિયા ઊંધી કરી નાખીશ. મારો પરિવાર છો તમે. તમારા માંથી કોઈ પણ ઓછું થયું ને તો સહન નહી થાય મારાથી. હું તમને બધાને ખુબ પ્રેમ કરું છું."
આ સાંભળી બંને ભાવુક થઈ ગઈ અને મારી ગળે ચોંટી ગઈ. ત્યાં જ બરોબર આશિષ આવ્યો. અને અમને આ રીતે ચોંટેલા જોઈ બોલ્યો, "આ શું થઈ રહ્યું છે અહીં?!"

નાઝિયા તરત બોલી, "કીટી પાર્ટી ચાલી રહી છે. તારે શું કામ છે?"

આશિષ: કંઈ નથી જે કરવુ હોય તે કરો. મારે શુ!!!

અને આ વાત ત્યાં જ પુરી થઈ ગઈ. પછી કયારેય કોઈએ મારા અને અબ્દુલ ના સબંધ વિશે સવાલ ન કર્યા.
આ બધા વચ્ચે અબ્દુલના બન્ને ફ્રેકચર પણ ઠીક થઈ ગયા. પેલાં પગનું ફ્રેકચર નીકળ્યું. હાથ ત્યારે હજુ સારો નોતો થયો એટલે ફ્રેકચર કાઠવું ઠીક ન હતું. પગમાંથી ફ્રેકચર નીકળ્યા પછી પણ અબ્દુલને થોડાક દિવસ ચાલવામાં વાંધો આવ્યો. પછી સરખું થઈ ગયું. કોર્ટ માં જે દિવસે કેસ હતો એના આગલા દિવસે જ હાથ નું ફ્રેકચર પણ નિકળી ગયુ.

પેલાં જયેન્દ્ર ધર્માને આખરે સજા મળી જ ગઈ અને હવે તે કોઈ પણ છોકરાઓને નુકશાન પહોંચાડી નહિ શકે. તેમજ અબ્દુલ દ્વારા થયેલી ચિટિંગનો બદલો લેવા માટે પણ તે સક્ષમ નથી રહ્યો.. અમે ખુબ મેહનત કરી હતી. શિવના કેમેરાને લીધે ખાલી કાર માં થતી વાતચીત અને ઓફિસની વાતચીત જ સંભળાતી. બાકી સમય તે શુ કરે છે તે જાણવા માટે હું તેનો પીછો કરતી. મેં બાબાની કંપની તરફથી મળેલ કોન્ટ્રાક્ટ સરખી રીતે પુરો કર્યો. બધા પાસે ડબલ શિફ્ટ માં કામ કરાવડાવ્યું. આ પ્રોજેક્ટની સફળતા ને લીધે મને બીજા કોન્ટ્રાક્ટ સામેથી મળવા લાગ્યાં. હું ઘર, મારુ પ્રોફેશનલ કામ, અને મને કલા શીખવાની જે ઈચ્છા છે તે બધા વચ્ચે બેલેન્સ કરતા કરતા રાત થતાં તો થાકી જતી. પણ બધાની હાલત એવી જ હતી. અમે આખો દિવસ કામ કરતા. પણ કોઈને તે વાતનું દુખ નોતું.

બધા આજની જીત ને લીધે ખુશ થઈ ગયા. આજ સુધી નો બધો થાક આ જજ સાહેબે બે મિનિટ ની તેમની સ્પિચ દ્વારા ઉતારી નાંખ્યો. આજે અમે બધાં ખુશ હતાં તો વિચાર્યું કે બહાર લંચ કરવા જઈએ. અબ્દુલને જે દિવસે વાગ્યું અને પછી બધાની પરીક્ષા આવી તો ક્યાંય બહાર જવા મળ્યું નહી. તો આજના દિવસને સેલિબ્રેટ તો કરવો જોઈએ. અમે બધાં બહાર શાનદાર હોટલ માં બપોરે જમવા ગયા. નાઝિયા, પ્રયાગ ની પાસે જઈ ને બેઠી તો પેરી, મયંક પાસે. અબ્દુલને થયુ કે આશિષ પણ શિવાય ની પાસે બેસવા માંગશે એટલે એણે પેલાં જ એક ખુરશી ખાલી રાખીને મારી પાસે બેઠો.

તો આશિષ બોલ્યો, "અબ્દુલ તને વાંધો ન હોય તો તું શિવાય ની બાજુમા બેસી જઈશ? હું તારી જગ્યાએ બેસી જાવ."

અબ્દુલ: મુજે ક્યું પ્રોબ્લેમ હોગી. મુજે લગા આપ ઉનકે પાસ બેઠના ચાહેંગે ઇસલિએ મેં તો...

આશિષ: અરે ના! પબ્લિક માં થોડી અમે બંને સાથે બેસીએ કોઈક જોઈ જાય તો!! એની કરતા દુર જ સારા.

આશિષ ની આ વાત બધાએ સાંભળી. કોઈને એમાં સારું ન લાગ્યું પણ શિવાય જ હસતાં હસતાં મારી બીજી બાજુ જ્યાં પેરી બેઠી હતી ત્યાં વચ્ચે ખુરશી લઈ બેસી ગયો. અને ઢીંગલીને પોતાનાં ખોળામાં લઈ લીધી. આમ તો હું મોટા ભાગે ઢીંગલીને ટેબલ પર જ બેસાડી દેતી. પણ આજે અમે મોટી રેસ્ટોરાંમાં આવ્યાં હતાં એટલે નોતી બેસાડી.
શિવાય તો જાણે કશું થયું જ નથી એમ અબ્દુલ ને કેહવા લાગ્યો, "બેસી જા અબ્દુલ, તારે સિટ ફેરવાની જરૂર નથી. આમ પણ તું મિત્તલ ની સાથે વધારે સરસ લાગે છે. બીજા ની માટે તું પોતાનો મૂડ શુ કામ બગાડે છે! બેસ!!"
અબ્દુલ મારી સામે જોયું. મેં હા પાડી પછી જ બેઠો. અને આશિષ તેની બાજુમાં. એટલે તે શિવાયથી ઘણો દૂર. પ્રયાગ બીજી વાતું કરવાં લાગ્યો. જેથી ધ્યાન ભટકી જાય. અને તેની આ તિકડમ ચાલી ગઈ. હજુ જમવાનું આવ્યું ન હતું એટલે બધાં વાતોએ વળગ્યાં.

નાઝિયા: અરે કેટલા સમય થી કંઈ શોપિંગ જ નથી કરી. નઝીમા અને નાઝુક પણ કેટલાં દિવસથી પાછળ પડયા છે. પાર્લરની મોટા ભાગની વસ્તુ ખાલી થઈ ગઈ છે. અને મારી પણ કોસ્મેટિક વસ્તુ ખાલી થઈ ગઈ છે.

મયંક: સાચે મારે પણ. ખુબ જરૂરી થઈ ગયુ છે શોપિંગ તો. આ કેસના લીધે એક વસ્તુ ખરીદવા નથી જવાયુ. કાલે તો મેં જીજુની શેવીંગ ક્રિમ વાપરી. મારા સ્પ્રે, મારા જેલ બધું ખાલી છે.

પેરી : પણ હજી ક્યાં સમય છે. આ કેસ પત્યો છે ખાલી. બીજા ઘણા કામ બાકી છે. અને આપણે બધા એક સાથે શોપિંગ પર ગયાં તો આખો દિવસ વયો જશે.

પ્રયાગ: પણ જે લેવાનું છે તે તો લેવું જ પડશે ને.

આશિષ: એક કામ કરીએ ને ઓનાઈન મંગાવી. આપણા લોકલ શોપ પણ ઓનલાઇન હોય છે. તો ખરીદવું ઈઝી પડશે. અને બધાની વસ્તુ એક સાથે મંગાવશું તો ડિસ્કાઉન્ટ પણ સારું મળશે.

મિત્તલ: બરાબર છે. આમ પણ આપણે કંપની પ્રોડક્ટ જ ખરીદવાના. તો એમા કાઈ ખોટું થશે નહી. સારું પડશે.

શિવાય: પણ ઘર નું એડ્રેસ કોઈ પણ એક જ લખજે. બધાંની વસ્તુ એક જ જગ્યાએ આવે.

નાઝિયા: તો મારા ઘરનું એડ્રેસ લખજે. અમ્મી પણ ઘણા દિવસથી બધાને જમવા બોલાવે છે. પાર્સલ જે દિવસે આવવાનું હોય તે દિવસે મારા ઘરે બધાને જમવાનું.

મયંક: અરે વાહ! જમવા માટે તો અમે હંમેશા તૈયાર. તો આ જ નક્કી રાખો. પાર્સલ જ્યારે પણ આવે આપણે બધાં નાઝિયાના ઘરે જમીશું.
આશિષ: હા, તો એક એક જણા પોતાની વસ્તુ બોલતાં જાવ હું આમા જોતો જાવ.
મિત્તલ: પણ આમા કરિયાણા ની વસ્તુ થોડી લખાશે! મારે તો રસોડાની પણ વસ્તુ ખરીદવી છે.
અબ્દુલ: મિસ દવે, વો સારી ચીજો કી લિસ્ટ મુજે દીજીયેગા. વો મેં લાઉંગા.
હું એની આ વાત સાથે સંમત થઈ ગઈ. બધાં પોતાને જે જોતું હતું તે યાદ કરી કરી લખવતા હતા. ત્યાં જમવાનું આવી ગયું. હું ઢીંગલીને જમાડતી હતી. તો શિવે પણ મોઢું ખોલી મારી સામે જોયું.
એટલે મેં કહ્યું, "હા, તું પણ નાનો છે ને કે તને ખાતા નો આવડે. અબ્દુલને હવે જમાડવાનો હોય નહિ તો તું આવી ગયો."

શિવાય: અરે ડાર્લીગ, તને એમ ન લાગેને કે કોઈ તને પ્રેમ નથી કરતું.
પ્રયાગ: એક મિનિટ, ખવડાવાને અને પ્રેમને શું સંબંધ?
શિવાય: લે એટલી નથી ખબર તને! આપણે એને જ વધારે હેરાન કરીએ જેને વધું પ્રેમ કરતાં હોઈએ.
પેરી: તું તો અમને બધાને હેરાન કરતો હોય છે. તો શું તું અમને બધાને પ્રેમ કરે છે?!
શિવાય કઈક ફોન માં જોતો જોતો બોલ્યો, "હા, તો તને શું લાગ્યું.!"
તે પાછો ફોન માં ખોવાઈ ગયો. હું હકીકત માં તેને પનીરનો ટુકડો નાનમાં લઈ ખવડાવતી હતી.

પ્રયાગ: તો તો પછી તું....
આગળ પ્રયાગ શું બોલવા જઈ રહ્યો હતો તે બધાં સમજી ગયા. આશિષ પણ! નાઝિયાએ પ્રયાગ નો હાથ પકડીને આગળ બોલતાં રોકી લીધો. પણ આશિષે કોઈ પ્રકારનો ભાવ તેના મોઢા ઉપર આવા ન દીધો. તે શું વિચારી રહ્યો છે તે અમે કોઈ સમજી ન શક્યા. તો હવે પેરી એ વાત ચાલુ રાખી.
પેરી: તો મિત્તલ, હવે તું બ્યુટિશિયન બનવાની ટ્રેનિંગ લાઈશને!!
મિત્તલ: હા વિચાર્યું તું એવું જ. પણ હજી તારી પાસેથી ઘણું શીખવાનું બાકી છે.
મયંક: એક વાત તો બધાએ માનવી પડશે કે મિત્તલ ફાસ્ટ શીખે છે. ઓછા સમયમાં ઘણું શીખી ગઈ.
પેરી: હા, ભરત ગૂંથણ, ટાંકા ભરતા આવડી ગયું છે. હવે સિલાઈ શીખવાની છે. તો શું પેલાં શીખીશ તું, મિત્તલ?
"ઢીંગલી માટે ફ્રોક.." હું ખુશ થતાં બોલી.
પ્રયાગ: યાર, શિવ શું કરે છે તું? એટલો બધો ફોન માં શું ઘુસી ગયો છે?
શિવાય: તમારા બધાની વાતું સાંભળું જ છું. બોલો બોલો..
જમ્યા પછી અમે બ્રાઉની વિથ આઈસ ક્રીમ મંગાવ્યો હતો. તે હજુ આવ્યો નોતો એટલે અમે તેની રાહ જોતા બેઠા હતા.
ત્યાં શિવાય અચાનક ઉભો થઈ ગયો અને બોલ્યો, "આપણે અત્યારે જ ઘરે જાવું પડશે. એક મોટો જેકપોટ હાથ લાગ્યો છે."
પેરીએ તરત પૂછ્યું, "અચાનક કેમ? શેનો જેકપોટ લાગ્યો?
શિવાય: અહીં કાઈ નહિ કેવાય. જલ્દી ઘરે ચાલો. અભી રાઈટ નાઉ.
"પણ મારી બ્રાઉની ?" મયંકે ઉદાસી થી પૂછ્યું.
મિત્તલ: આપણે પાર્સલ કરાવી લઈ. પ્રયાગ તું બાઈક સારી સ્પીડ માં ચલાવી શકીશ. અમારી કારને ટ્રાફિક માંથી નીકળતા વાર લાગશે. અમે નીકળી, તું પાર્સલ લઈ આવજે.
પ્રયાગ: હા ડન. નો પ્રોબ્લેમ.
અબ્દુલ: ટ્રિટ મેરી તરફસે થી. મેં પૈસે દેકર પાર્સલ કા કેહ દેતાં હું. તબ તક આપ લોગ બહાર ચલિયે.
અમે બધાં ઉતાવળ રાખી નીકળી ગયા. ઘરે બધા પહોંચી ગયા તો શિવાય તરત જ પોતાનું લેપટોપ ખોલી બેસી ગયો.

ઢીંગલીને મેં નીચે મુકી તો તે તરત જ પોતાનાં રમકડાં લેવાં રૂમ માં ચાલી ગઈ. હજી પેલો મોટો રૂમ અબ્દુલ પાસે જ હતો. અને હું તેના રૂમમાં રહુ છું. બધા આવી ગયાં. મારુ અનુમાન સાચું હતું પ્રયાગ અમારા પાછળ નીકળ્યો તો પણ અમારી સાથે પહોંચી ગયો. આઈસ ક્રીમ મયંકને આપતાં તે શાંતિથી બેસી ગયો. બધાં પોતાનો આઈસ ક્રીમ લઈ સોફા ઉપર બેસી ગયા. અબ્દુલ બેઠો પણ તેણે ડાઇનિંગ ટેબલ ની ખુરશી ખેંચી તેના ઉપર બેઠો. અમે કોઈ કાઈ બોલ્યાં નહી એટલે શિવાય સામેથી જ બોલવાનું ચાલુ કર્યુ.
શિવાય: ઓકે ફ્રેન્ડસ, લીસન ટુ મી વેરી કેરફૂલી. આપણે બે કેમેરા જયેન્દ્ર ની પાછળ રાખ્યા હતા. એક તેની કારમાં જેને લીધે તે કારમાં જે કાંઈ વાત કરે તે સાંભળી શકીએ. જેને આપણે આજે સવારે કોર્ટમાં જ કાઢી લીધો. જેથી કોઈને કયારેય ખબર ન પડે. અને બીજો કેમેરો તેની ઓફિસમાં.
પણ તે ઓફિસમાં ખાસ કંઈ કામની વાતો કરતો નહી એટલે આપણી મિત્તલે તેની પાછળ જાસુસી કરવી પડી. અને એટલે જ તે કેમેરો પણ નાઝિયાની ટીમે કાઢી નાખ્યો તેની પેહલા તે કેમેરા એ ખુબ સરસ કામ કર્યું. તેણે એવી વસ્તુ રેકોર્ડ કરી જે આપણી માટે જેકપોટ બનશે જો આપણે તે લઈએ તો..

મયંક: યાર, તે અત્યારસુધી જે કીધું તે બધું તો અમને બધાને ખબર હતી. શું જેકપોટ લાગ્યું તે બોલને.

મિત્તલ: કોઈ સબૂત હોય તો હવે કાઈ કામનું નથી. તે હવે જેલમાંથી બહાર નીકળી શકશે નહી. તો આપણે હવે એની પાછળ સમય બગાડવાની જરૂર નથી.

શિવાય હસ્યો. અને બોલ્યો, "વાતને ગોળ ગોળ ન ફેરવતાં સીધું કહું તો તેના ઘણા એકાઉન્ટસ્ છે જે દેશની બહાર પોતાનાં પૈસા છુપાવવા માટે તેણે ખોલ્યાં હતા. તેમાંથી મોટા ભાગના પોલીસે પોતાનો કબ્જો લેવાનું ચાલુ કરી દીધું છે. પણ તેનું એક એકાઉન્ટ સ્વિઝ બેંક માં પણ છે. અને તેની ખબર તેના સિવાય કોઈને નથી. તેના દિકરા ને પણ નહી. અને મેં તે બેંકના એકાઉન્ટ ને હેક કરી લીધી છે. હું ઇચ્છુ તો અત્યારે જે પૈસા જયેન્દ્ર ના ખાતા માં છે તેને હું મારા ખાતા માં ટ્રાન્સફર કરી શકું. "
હવે ચોકવાનો સમય અમારા બધાનો હતો. અમે બધાં ઉભા થઈ ગયા.

સૌથી પેલાં અબ્દુલે સવાલ કર્યો, "આપકો કેસે પતા કી ઉનકા એકાઉન્ટ સ્વીસ બેંક મેં હૈ. ઓર ઉસકે બારેમે કિસીકો નહી પતા?"
શિવાય: વેરી ગુડ, અબ્દુલ. તેણે જ આ વાત પોતાનાં ભરોસા વાળી વ્યક્તિ એવી તેની સક્રેટરી કમ પ્રેમિકા ને કહી હતી. તેની પ્રેમિકાએ આ વાત હસવામાં કાઢી નાખી. પણ તે આ એકાઉન્ટનું હેન્ડલિંગ તે જ ઓફિસથી કરતો હતો. જે આપણા કેમેરા માં કેદ થઈ ગયું. બે દિવસ થી મથતો હતો તો આજે હું હેક કરવામાં સફળ થઈ ગયો. તે પોતાનાં બધાં કાળા કામ પોતાની આ વાઇટ ઓફિસથી દુર રાખે છે. એવું તેનાં બધા ઓળખીતા માનતા. એટલે જ કોઈને કયારેય આ વાતની ખબર પડી નહિ. તેણે આ પૈસા બધાથી છુપાડ્યા હતા. મિત્તલને પેલાં વિદ્યાર્થિઓ ન મળ્યાં હોત તો તે ધીમે ધીમે પોતાનાં બધાં એકાઉન્ટ્સ કલોઝ કરી અહીંથી પૈસા લઈ ભાગી જવાનો હતો. પેલાં કેસ ને લીધે તે જઈ શક્યો નહિ.

નાઝિયા: તેના એકાઉન્ટ માં કેટલા પૈસા છે?
શિવાય: વેલ, બધાં પેલાં બેસી જાવ. ક્યાંક કોઈને જાટકો લાગ્યો અને કોઈ પડી ગયું તો મારો વાંક નહિ.
આશિષ: તું સીધી રીતે કહીશ??!
શિવાય: ઓકે તો જેવી તમારી બધાની મરજી. બસો પચાસ.
પેરી : શું બસો પચાસ? હજાર?
શિવાય: કરોડ!!! બસો પચાસ કરોડ!!

અબ્દુલ તરત જ આગળ આવ્યો. બધાના મોઢા ખુલા રહી ગયા. ઢીંગલી આવી અને બોલી ત્યારે બધાં વર્તમાન માં આવ્યાં. કોઈને સમજાયું નહી. કે શું કેવું.
પણ મયંક ને લાગ્યું કે શિવાય મસ્તી કરે છે. એટલે એણે કહ્યુ, " જો શિવ, આવી મસ્તી ન કરાય."

શિવાય પણ એકદમ શાંતિ થી બોલ્યો, "હું કોઈ મસ્તી નથી કરી રહ્યો. જે બોલ્યો તે સાચું બોલી રહ્યો છું. તેના પૈસા લેવા માટે મેં ખોટા પુરાવા આપી તે જ બેંક માં મારુ ખાતું ખોલાવી નાખ્યું છે. તમે બધા ખાલી એકવાર કહો તો તેના બધાં પૈસા મારા ખાતા માં આવી જશે. પછી ધીમે ધીમે અહીં લઈ લેશું. પાંચ દસ લાખ રૂપિયા નુ ટ્રન્સેકશન વિશે કોઈને શંકા નહિ પડે. આપણે બધા માલામાલ થઈ જાશું."

તે મારી પાસે આવ્યો અને બોલ્યો, "મિત્તલ, તારે કમાવાની જરૂર નહિ પડે. તું મહેરને એક સારી લાઈફ આપી શકીશ. એક વાર વિચારો બધાં."

અબ્દુલ: મિસ દવે મેરે પૈસે ના લેનાં પડે ઇસલિએ પ્રોજેક્ટમે ગલતી નહી હોને દેતી. વો ઈતને બડે કરપ્ટ કે પૈસે કહા લેંગી.!!

મિત્તલ: એક મિનિટ. એટલે તને ખબર હતી કે હું શું કામ તારી પાસેથી પૈસા નથી લેતી તો પછી તું દરેક પ્રોજેકટ ની શરૂઆત માં મને એવું શું કામે કહેતો કે મારાથી કોઈ ભુલ થઈ તો તું તે ભુલની ભરપાઈ કરીશ!!?

અબ્દુલ : મુજે પતા થા યે શબ્દ આપકા કામ ઔર ઠીકસે કરને કી પ્રેરના દેંગે. ઓર કુછ નહીં કરેંગે. આપ હંમેશા જીતે ઇસલિએ એસા બોલતાં થા મેં.

પ્રયાગ: ઓકે. આ ખુબ જ સારી વાત છે અબ્દુલ, કે તું મિત્તલને પ્રોત્સાહિત કરવા આવુ કરતો. પણ અત્યારે વાત વીસ હજારની નહી. બસો પચાસ કરોડ રૂપિયા ની થઈ રહી છે. આઈ મીન, આવડી મોટી રકમ શું કામે જવા દેવી. પોલિસને આ વાતની ખબર પડે તેની પેહલા આપણે હાથ સાફ કરી લઈએ.

નાઝિયાને આ વાત ગમી નહી. તે તરત બોલી, "નહી પ્રયાગ. આપણે તેવા ખોટા પૈસા લઈને આપણી લાઈફને અપગ્રેડ કરીશું તો પણ ખુદા માફ નહી કરે. ગમે તે હોય પણ તે પૈસા બેઈમાનીના છે. આપણે તે ન લઈ શકીએ.

મયંક: હું નાઝિયા સાથે સહમત છું. મારા પેરેંટ્સ દિવસ રાત ગરીબોની સેવા કરવામાં પસાર કરે છે. અને તેમનો દિકરો થઈ હું ખોટા કામ કરું! કયારેય નહી.

પેરી: સાચી વાત છે. મહાવીર સ્વામી તો ખોટું બોલવાને પણ પાપ ગણે છે. અને તેણે આ પૈસા કેવી રીતે કમાયા છે તે આપણે બધા જાણીએ છીએ. મને સ્વામી કયારેય માફ નહી કરે.
આશિષ: નહી યાર, શિવાય આ રેવા દે. આપણે મેહનત કરી લેશું. તે પૈસા મારે પણ નથી જોતાં.

પ્રયાગ પણ બધાંની વાત સાથે સહમત થઈ ગયો.
પણ હું કાઈક બીજુ વિચારી રહી હતી. મારા મોઢા પર ફરતા હાવભાવ ને અબ્દુલ જોઈ ગયો. તેણે તરત પૂછયું, " ક્યાં સોચ રહે હૈ આપ?"

મેં શિવાય ને કહ્યું, " આ પૈસા તું તારા ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય તો કંઈ ટાઈમ લિમિટ છે એમાં? કે આટલા સમય પછી તું ફેરવી નહી શકે એવું કાઈ?

શિવાય: નહી. જયેન્દ્ર જેલમાં છે. તે કોઈને જ્યાં સુધી પોતાનો પાસવર્ડ કહી પૈસા લેવાનું નહી કહે ત્યાં સુધીનો સમય છે. મારી પાસે તેનો પાસવર્ડ છે. એટલે હું ગમે ત્યારે લઈ શકું. પણ ઉતાવળ કરવામાં આપણી સુરક્ષા છે. કોઈને ખબર પડે તે પહેલા લઈ લઈએ.

મિત્તલ: તો લઈ લે. અત્યારે જ. હું કહું છું તને. કરી નાખ!!!

પેરી: મિત્તલ તું! તું તો ખોટા કામો અને તેના પૈસા બંને થી દુર રહે છે તો પછી આટલા બધા પૈસા તું શુ કામ લઈ રહી છે!

મિત્તલ: આ પૈસા મારા માટે નથી. હું પોતાનું અને મારી ઢીંગલી નું ભરણ પોષણ એકલાં હાથે જ કરી શકું તેમ છું. હું ઢીંગલીને બેસ્ટ લાઈફ આપીશ જ. પણ આ પૈસા જે લોકો ના છે તેમને તો પાછા આપી શકીએને!!

મયંક: એટલે તું કરવાં શું માંગે છે?

મિત્તલ: આપણે જયારે પણ કાઈક સારું કામ કરવુ હોય તો મોટા મોટા માણસો પાસે ફંડિંગ માટે હાથ ફેલાવો પડે છે. બધી મેહનત આપણી હોવા છતાં તેમનો હાથ ઉપર હોય. પણ હવે આપણે કોઈ પાસે માંગવા જ નહી જાવું પડે. આ પૈસા નો ઉપયોગ પાછળ રહી ગયેલા લોકોને આગળ વધારવા માટે કરશું. હોશિયાર છોકરાઓ ને ભણાવશું. પીડિત સ્ત્રીને આગળ વધવા માટે મદદ કરી શકીશુ.
અરે! આપણે એક આખું ગામડું દતક લઈ શકીશુ.!!

અબ્દુલ: પર મિસ દવે, ઈતના સબ કરને કે લિયે બહોત સમય ચાહીયે. જ્યાદા લોગ ચાહીયે હમ આંઠ કાફી નહિ હૈ.

ત્યાં જ લેપટોપ માંથી મોઢું બહાર કાઢતાં શિવાય બોલ્યો, "ડન. પૈસા મારી પાસે આવી ગયાં. હવે બોલો કેટલા આપું?" તેણે આંખ મિચકારી મારી સામે.

હું પણ હસી પડી. અને બોલી, " તમે બધા મને સવાલો પૂછો એના બધાં જ જવાબ હું આપીશ. તમે જેટલા સવાલો પૂછો એટલી મને મારી લાઈન ક્લીઅર દેખાય છે. તમારા સવાલો ખુબ કિંમતી છે મારી માટે. તો અબ્દુલે જે પૂછ્યું તેનો જવાબ પેલાં આપી દઉં. આપણા ભારત માં આપણે એક જ નથી જે આવા સેવાભાવી કાર્યો કરે છે. બીજા ઘણા છે. અને તેમની સંસ્થા પણ મોટી હોય છે. તે લોકો ની પાસે કેવી રીતે માણસો આવતાં હોય છે તેવી રીતે આપણે પણ લાવશું."

આશિષ: બાપુજી તો પગાર ઉપર માણસો ને રાખે છે. તો આપણે પણ એવી રીતે કરશું?

મિત્તલ: તારા સવાલમાં જ જવાબ છે. હા આપણે પણ એવી રીતે માણસોને હાયર કરીશું. આપણા દેશમાં બેરોજગારી ઘણી છે. લોકોને બસ કામ જોઈએ છે. આપણી સંસ્થા સાથે જોડાઈને તેમને પગાર અને માન બંને મળશે. લોકો તેમના કામને બિરદાવશે. અને તેનાથી તેઓ વધુ પ્રોત્સાહિત થશે.

મયંક: મિત્તલ, દર વખતે તેવુ થાય તે જરૂરી નથી. મારા ડાડ જયારે ફ્રી કેમ્પ નો પ્રોગ્રામ ગોઠવતા હોય છે ત્યારે ઘણી વાર બીજા ડોક્ટર ઉદાસી દેખાડતાં હોય છે.

મિત્તલ: એનો પણ રસ્તો છે. આપણે પ્રાઈવેટ અને ગવરમેન્ટ જોબ બંને ના ફાયદા ભેગાં કરીને આપણી સંસ્થાની નવી પોલિસી બનાવીશું. પ્રાઈવેટ જોબની જેમ કામનો ટાર્ગેટ આપીશું. અને તે પ્રમાણે કામ કર્યું તો બોનસ અને ન થયુ તો ગવરમેન્ટ જોબની જેમ પગાર તો મળશે જ. પણ બે થી ત્રણ વખત સુધી સફળ ન થયા તો પગાર પણ કાપીશું. પણ તમે પોતાને સારા વ્યક્તિ સાબિત કર્યા તો જોબ ની ગેરંટી.
આવુ કાઈક કરી શકાય.

નાઝિયા: મિત્તલ આ બધુ બોલવું સહેલું છે. હકીકત માં માણસો પાસેથી કામ કઢાવવા માટે સ્કિલ જોઈએ. એટલું પણ સહેલું નથી.

મિત્તલ: હું સમજુ છું. તેનો પણ રસ્તો કાઢી લઈશ. હું તેવા વ્યક્તિઓને લઈ આવીશ જે તે કરી શકે.

શિવાય: અરે આ પૈસા નુ શું કરવુ છે તે બોલો. !

પ્રયાગ: તને ખુબ ઉતાવળ છે. તારી ઉપર ભરોસો કરાશેને! ક્યાંક અમે બધાં અહીં મેહનત કરી અને તું પૈસા લઈને ભાગી જાય.

બધા હસી પડ્યા. બધાને શિવ ઉપર પુરો વિશ્વાસ હતો. બીજા ઘણા સવાલો બધાનાં મનમાં ઉઠયા તે બધાં સવાલો મેં યાદ રાખ્યા, અમુક લખ્યા બાકીના સવાલો ના જવાબ કાલે આપીશ. એમ કહી દીધું અને હું રૂમમાં ચાલી ગઈ. થોડીક વાર રહી બધા પણ ચાલ્યાં ગયાં.


સાંજે ખાલી મેં પુલાવ બનાવ્યા. બપોરે બહાર જમ્યા હતા એટલે બધાને વધારે ભૂખ પણ ન હતી. શિવાય મારી સાથે વાત કરવા માંગતો હતો. પણ હું વધારે કઈ બોલ્યાં વગર મારું કામ કરી પાછી મારા રૂમમાં ચાલી ગઈ. સરખું જમ્યું પણ નહી. મારી પાસે હજી ઘણા સવાલોનાં જવાબ નોતા. તેના વિશે વિચારતી રહી. રાતે બધાં સુઈ ગયા પછી હું નવેરા માં જઈ નીચે અવાજ કર્યા વગર બેસી ગઈ. થોડીક વાર થઈ હશે. ત્યાં અબ્દુલ આવ્યો અને મારી બાજુમાં બેસી ગયો, કાઈ પણ બોલ્યાં વગર.
મિત્તલ: તને ખબર, મુવીઝ માં આવા સીન ખુબ હોય! હિરોઈન ટેન્શન માં હોય કે પછી કોઈ ખુશી હોય તે આવી જ રીતે કોઈ મોટી બિલ્ડિંગ ના સૌથી ઉપરના માળે બેસે અથવા મુંબઈનો ખુબસુરત દરિયા કિનારે, અને ચારે બાજુની જળક્તી લાઈટો જોઈ બોલે મુંબઈ કભી સોતા નહિ હૈ. અને તેની સાથે અત્યારે જેમ તું બેઠો છે તેવી રીતે હીરો બેઠો હોય અને તે કાઈક ટીપણી કરે.

અબ્દુલ: પર આપ તો બાલ્કની મેં બેઠે હૈ. વૈસે આપ બહોત ફિલ્મી હૈ. ઇસલિએ તો જબભી આપ ટેન્શન મેં હોતે હૈ આપ ઊંચી બિલ્ડિંગ પર ચલે જાતે હૈ. તો ફિર આજ આપને એસા ક્યું નહી કિયા.

મિત્તલ: ઢીંગલી અંદર સુતી છે. થોડીક વારમાં હું પાછી નહી જાવ તો તે ઉઠી જશે. અને બીજી વાત થોડુક ફિલ્મી થવામાં ઘણો ફાયદો છે. ઘણી પ્રોબ્લેમ દુર થઈ જાય. પણ હા, મારી વાતુ ઉપરથી એમ ન માનતો કે હું કોઈ હિરોઈન છું. અને તું હીરો.

અબ્દુલ: નહિ. મેં એસા નહી માનતા. મુજે લગતા હૈ કિ આપ હીરો હૈ સબકે લિયે. આપ બેહદ ખાસ હૈ. આપકો કિસી દુસરે હીરો મતલબ કિસી માચો મેન કી જરૂરત નહી હૈ. આજ આપને જો ફેંસલા લિયા, શાયદ કોઈ ઓર હોતા તો નહી લે પાતા. આપ બહાદુર હૈ.

મિત્તલ: કેવી લાઈફ થઈ ગઈ છે અબ્દુલ! જે બઘું કરવાં માટે ઘર છોડયું હતું, એક આઝાદી, સ્વતંત્રતા, આત્મ નિર્ભર બઘું મેળવ્યું અને આગળ ને આગળ વધતી જાવ છું. તો હવે શેનો ડર લાગી રહ્યો છે મને તે સમજાતું નથી.

અબ્દુલ: આપકો ડર ભી લગતા હૈ!

મિત્તલ: અબ્દુલ, મજાક ન કર. હું હારી ગઈ તો?? મારાથી કોઈ નિર્ણય ખોટો લેવાઈ ગયો તો? હું કોઈકને ઓળખવામાં ભુલ કરી બેઠી તો? મેં ખોટી જગ્યાએ પૈસા વેડફી નાખ્યાં તો? બીજાની મદદ કરવા ના ચક્કર માં પોતાના પરિવારને મુસીબત માં મુકી દીધી તો? હું પણ માણસ છું. ભુતકાળ માં પણ મેં ભુલો કરી છે અને ભવિષ્યમાં પણ કરીશ. અને તે ભૂલની સજા બીજાએ ભોગવી પડી તો હું પોતાને કેવી રીતે માફ કરીશ! જોશ માં આવીને બધાને કહી તો દીધું પણ ન કરી શકી તો!

અબ્દુલ થોડીક વાર ચુપ રહ્યો પછી વિચારીને બોલ્યો,
"આપને દેખા મેને આજ યહા બેઠને કે લિયે કોઈ સહારા નહી લીયા."

મિત્તલ: હા મેં જોયું. પણ તારો હાથ હજી દુખે છે તને.

અબ્દુલ: આપકો કેસે પતા ચલા?

મિત્તલ: બપોરે જમવા સમયે જોયુ હતું કે તું ડાબા હાથે ગ્લાસ પકડતો હતો. અને તે ચમચી નો ઉપયોગ કર્યો જ નોતો.!

અબ્દુલ: વાહ! સબ સહી કહેતે હૈ. આપકો યે નંબર કે ચસ્મે સિર્ફ નામ કે હૈ, બાકી યે ભી આપકી આંખે હૈ.
મિત્તલ: તને ખબર અબ્દુલ, મને જમતા આવડતું નહિ. ઓલી ટેબલ મેનર કેહવાય ને! આમ બેસાય, આવી રીતે ચમચી પકડાય, વધારે હાથ બગાડ્યા વગર જમવાનું એવુ બધુ. મને કાઈ ખબર પડતી નહી. મમ્મી એ બધાની વાતમાં આવી મને જમણા હાથે રોટલી નું બટકું તોડતા તો શીખવાડી દીધું. પણ ચમચી કે વાટકો પકડતા નહી. હું જયારે પણ જમુ તો બધાને લાગે કે હું બંને હાથે જમું છું. મારા મોટા ભાઈઓ - સગા નહી પણ પિતરાઈ ભાઈઓ મારી ખુબ મશ્કરી કરતા. હું કોઈની પણ વાત ધ્યાનમાં લેતી નહી. અને નવું નવું શીખ્યા રાખતી. તે લોકો જે વાતે ટોકતાં તે સુધારાતી અહીં આવ્યાં પછી થોડું

વધારે શીખી. પણ પછી થયુ શું કામે શીખી રહી છું! હું જેવી છું તેવી છું. જે મને પ્રેમ કરશે તેને મારી આ બે હાથેથી ખાવાની ટેવથી કોઈ ફરક નહી પડે. ઘણી બાબતો માં હું જિદ્દી છું. પણ હું શું કામ બદલાવ! અને કોની માટે! મારો આ પરિવાર તો હું જેવી છું તેવી અપનાવી લીધી. તો શું ફર્ક પડે હું કયું કામ કઈ રીતે કરું! મને ચોટલો જ પસંદ છે તો મેં હંમેશા ચોટલો જ વાળ્યો જેને જે કેવું હોય તે કહે. ઘણાએ સલાહ આપી કે હું ચશ્માં ને બદલે લેન્સ પહેરવા લાગુ. પણ મને મારા ચશ્માં મારી એક ઓળખ લાગે છે. મારા કેરેક્ટર નો તે એક ભાગ છે. હું બરાબર વિચારું છું ને અબ્દુલ?

અબ્દુલ મારી સામે હસ્યો અને કહ્યું, "હા, આપ સહી હૈ. મેં યે સિર્ફ આપકા મન રખને કે લિયે નહી કેહ રહા. મિસ દવે, એક બાર સોચીયે, કુછ લોગો કો શાયદ આપકા યે પેહનાવા વિલેજ જેસા લગતા હો. પર ઉન લોગો કે સામને એસે બહોત સારે લોગ હૈ જો આપકો ઇસી રૂપસે પ્યાર કરતે હૈ. આપ અગર બદલ ગયે તો યે બાત ઉનકો હજમ નહી હોગી. ઓર હમારી અસલી પેહચાન હમારે કપડે યા હેર સ્ટાઈલ નહી પર હમારે લિયે હુએ નિર્ણય હોતે હૈ. આપ કઈ બાર ગલત સાબિત હુઈ હોગી. પર આપ ઉસ ગલતી કો પકડકે બેઠને કે જગા પે, આપને ઉસસે ભી કુછ સિખા ઓર આગે યહા તક પહોંચે હૈ. વૈસે હી આગે ભી આપ સબ ઠીક કરેંગી. મેં યે નહી કહેતાં કી આપસે ગલતી નહી હોગી. પર અગર હુઈ તો આપ ઉસે સંભાલ લેગી. ઔર આપસે ફીરભી નહી હુઆ તો ઉસ ગલતીકી પેમેન્ટમે કર દુંગા."

અમે બંને હસી પડ્યા. અને હસતાં હસતાં જ બોલી," હું પેલાં પણ એક વાત માં સાચી હતી. અને તે વાત આજે પણ એટલી સાચી છે કે તારી સ્માઈલ ખરેખર ખુબ જ સરસ છે. "
અબ્દુલ હસતો બંધ થઈ ગયો. તેને પોતાના વખાણ સાંભળવાની ટેવ નથી. એટલે તેને વધારે ચીડવતા કહ્યું, "તારી ગર્લફ્રેન્ડને તો તારી સાથે ખુબ ફાવી જાશે. તું એકદમ શાંત પ્રકૃતિ વાળો છે. અને જે રીતે તું મને સમજે છે તે રીતે તું એને પણ સમજીશ એટલે તેને તો પૃથ્વી પર સ્વર્ગ મળ્યા બરાબર થઈ જશે."

અબ્દુલ: ઈસકે બારેમે મેં જ્યાદા સ્યોર નહી હું. હમારી લાઈનમે લડકીયો સે જ્યાદા કામ હોતા નહી હૈ. આપ પેહલે હૈ. બાકી નાઝિયા મેમ ઓર પેરી મેમ કે સાથભી ઇતની બાતે કરને કા મૌકા મિલતા નહી હૈ. વો અપને પ્રોબ્લેમ અપને બોયફ્રેન્ડ કે સાથ યા આપકે સાથ શેર કર લેતે હૈ. ઇસલિએ આપ યે કહીએ કી મેં સિર્ફ આપકો અચ્છેસે સમજતા હું!!

મિત્તલ: અમ... વાત માં દમ તો છે. પણ આજે તો તુ પણ ઘણો ખુશ છે. તારી ખુશીનુ રહસ્ય શું છે??

અબ્દુલ: વો જિસ તરહ સે ઉસ જયેન્દ્રકો બેવકુફ બનાયા. ઉસમે મુજે બહોત મજા આયા. મિસ દવે, પતા નહી કહેના ચાહીએ યા નહી પર એક રિકવેસ્ટ હૈ, મતલબ અગર હો સકે તો. કોઈ ફોર્સ નહિ હૈ.

મિત્તલ: અરે! શું વાત છે! પેલી વાર અબ્દુલ કાઈક માંગવા જઈ રહ્યો છે. વાહ! બોલ શું કરું તારી માટે. તું કહિશ તે કરી દઈશ.

અબ્દુલ: વો આપ ચાવલ કી ખીર બનાતે હૈ ના.... વો મુજે ખાની થી. મતલબ અગર ટાઈમ હો કલ તો.. અભી તો બન નહી પાયેગી... તો કલ... બસ પતા નહી આજ ખુશી જ્યાદા થી તો ખાનેકા મન કર રહા થા. શામકો આપસે કેહ નહી પાયા... પ્લીઝ સ્પેશ્યલ કરનેકી જરૂરત નહી હૈ. બસ અગર....
મિત્તલ: બસ અબ્દુલ, કેટલું બોલે છે!! ક્યારેક તો કાઈ બોલે જ નહી અને ક્યારેક બોલ્યાં જ રાખે. ખીર ખાવાનું મન હતું તો એમાં શું મોટી વાત છે. હું કાલે સવારે બનાવી દઈશ. અત્યારે તો બહાર શિવ સુતો છે તો અવાજ માં ઉઠી જશે.

અબ્દુલ: શુક્રિયા, મિસ દવે.

મિત્તલ: એક વાત બીજી. તું એક જ છે જેને હું બધી વાત કરું છું. મારે તો તને થેનક યુ કેહવુ જોઈએ.
તે કાઈ બોલ્યો નહી એટલે મેં ઉભા થતા કહ્યું, "ચાલો કાલે ઉગતા સૂરજ સાથે નવો અધ્યાય લખીએ. હવે વિચારી લીધું જ છે તો કરી જ નાખીએ. જે થશે તે જોયું જશે." અને મારો હાથ તેની તરફ લંબાવ્યો.

તો અબ્દુલ બોલ્યો, "અબ મેં અપને આપ ખડા હો સકતા હૂં."

મેં એની સામે ખોટો ગુસ્સો દેખાડતા બોલી, "હા ઇતો મેં જોયું. હજી માંડ સાજો થયેલો હાથ ઉપર તે કેવો વજન આપીને બેઠો હતો. મારે પાછું ફ્રેકચર નથી જોતું."
અને તેણે પોતાનો હાથ મારા હાથમાં મુક્યો. છૂટા પડતાં પેહલા મેં તેને કહ્યું, "યાર મને મારો રૂમ પાછો જોઈએ છે. "
"ઠીક હૈ." બસ આટલા જ શબ્દો હતા તેના. અને અમે બંને અમારા રૂમમાં ચાલી ગયાં.





વધું આવતાં અંકે..